વિજ્ઞાનોત્સવ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગ્રુતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગ્રુત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી પરિષદ અને વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી મંત્રાલય ભારત સરકારનાં ઉપક્ર્મે દર વર્ષે ફેબ્રુઆરી 28 ના દિવસે ભારતમાં ઉજ્વવામાં આવે છે. તારીખ 28મી ફેબ્રુઆરીએ ભારત સરકાર દ્વારા પ્રતિ વર્ષ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે ઉજવવમાં આવે છે કે આ દિવસે ઈ.સ. 1928માં રામન પ્રભાવની શોધ થઈ હતી આ શોધ માટે ઈ.સ. 1930માં ડો.સી.વી.રામનને નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન વારસો રામનનાં પિતાજી ચંદ્રશેખર પાસેથી મળ્યો હતો તે પણ ભૌતિકવિજ્ઞાનમાં સ્નાતક હતા. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્કાર મેળવનાર ડો. રામન એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવા પાછળનો મુળભુત હેતુ ભારતમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો તરફ ધ્યાન કેંદ્રિત કરવાનો છે.
ડો.સી.વી.રામનનો જન્મ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તમિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ બ્રામણ પરિવારમાં 7, નવેમ્બર 1888ના રોજ થયો. અભ્યાસ અને પ્રયોગો અગિયાર વરસની નાની વયે શરૂ કર્યા રામને મેટ્રિક્ની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી હતી. આગળ અભ્યાસ માટે1902ના વર્ષમાં તેઓ ચેન્નઈની જાણીતી પ્રેસિડન્સી કોલેજ માં જોડાયા. 1904માં બી. એસ.સી.ની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાનના વિષય સાથે કોલેજમાં રામન પ્રથમ નંબરે પાસ થયા. આ માટે સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો અહીં જ એમણે એમના પ્રિય વિષય ભૌતિકશાસ્ત્ર સાથે એમ. એસ. સી.નો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની સાથે સાથે તેઓ આપ મેળે જ કોલેજમાં પ્રયોગો કરતા હતા આ પ્રયોગોના પરિણામે એમણે પ્રકાશના વિવર્તન અંગે સંશોધન કર્યુ એમાં એમને સફળતા મળી રામને આ શોધના આધારે લેખ તૈયાર કર્યો અને લંડનના એક સંશોધન સામિયકમાં છપાવા મોકલ્યો, આ લેખ સ્વીકારાયો અને નવેમ્બર 1906ના અંકમાં છ્પાયો. ત્યારબાદ રામને ત્રિપાર્શ્વ કાચનો પ્રયોગ હાથમાં લીધો.આ પ્રયોગા કરતા કરતા એમણે વિશિષ્ટ પ્રકારના પ્રકાશની શોધ કરી આ રીતે રામને પ્રયોગો કરતા કરતા અનેક સિધ્ધિઓ હાંસલ કરી નાણાખાતામાં નોકરી કરતા કરતા તેમણે અનેક સંશોધનો કર્યા અને સંશોધન લેખપ્રગટ કર્યા આ દરમિયાન કોલકતા યુનિવર્સિટીમાં રામનની ભૌતિકવિજ્ઞાનના પ્રોફેસરતરીકે નિમણુક થઈ. સોળ વર્ષ કોલકતા યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદતેઓ બેંગલુરુમાં ‘ઈન્ડિયના ઈંસીટટયુટ ઓફ સાયન્સ’માં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે જોડાયા છેલ્લે તેમણે ‘રામન રિસર્ચ ઈંસીટટયુટ’ માં સેવા આપી હતી 1964માં એમને ‘ભારતરત્ન’ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો.
ડો.સી.વી.રામન નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે વિષેશ રૂચિ હોવાથી એમણે નક્કી કર્યુ હતું કે, જીવનનું લક્ષ્ય વિજ્ઞાનને જ બનાવીશ. પાઠયપુસ્તકોની સાથે સાથે કોલેજ લાઈબ્રેરમાં મોટા મોટા ગ્રંથો વાંચતા હતા,તેઓ પોતાની એક પણ ક્ષણ વ્યર્થ જવા દેવા નહોતા માંગતા.પરીક્ષા પાસ કરવી તેમને માટે ગૌણ બાબત હતી પરંતુ વિજ્ઞાનની શોધો કરવાનું તેમનું મુખ્ય લક્ષ્ય હતું,તેઓ સરકારી નોકરી કરતા હોવા છ્તા વિજ્ઞાનની રૂચિને કારણે સંશોધન ચાલુ રાખ્યું 1917માં કલકતા વિશ્વ વિધ્યાલયમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી સરકારી નોકરીમાંથી રાજીનામું આપી સંપુર્ણ સમય વિજ્ઞાનને સમર્પ્રિત કર્યો.
ડો.સી.વી.રામનનો બિલોરી કાચમાંથી પ્રકાશનું કિરણ પસાર કરી જોયું, એમણે શોધી કાઢયું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. પારદર્શક પ્રવાહીમાંથી પણ પ્રકાશનું કિરણ પસાર કરી જોયું, તો એમને જુદાં જુદાં રંગની રેખાઓ દેખાઈ. આ સંશોધનને એમણે ”રામન ઈફેક્ટ” નામ આપ્યું. એની વ્યાખ્યા એમણે આ રીતે આપી, ” જો પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય તો પ્રકાશ્ની તરંગલંબાઈમાં ફેરફાર થતો નથી.પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર માલૂમ પડે છે. ડો. સી. વી. રામન પ્રભાવની શોધ માટે તેમણે બનાવેલ સાધનનો ખર્ચ માત્ર 200 રૂ. થયો હતો. પરંતુ તેના દ્વારા વિજ્ઞાનની એક નવી દિશા ખુલી . સમગ્ર વિશ્વમાં આ શોધ દ્વારા ગૌરવ પ્રાપ્ત થયુ તેની જાહેરાત સૌ પ્રથમ 28/02/1928માં થઈ હતી. સૌ પ્રથમ આ શોધ માટેનો શોધ નિબંધ “ ઈંડિયન જર્નલ ઓફ ફિઝિક્સ “ કલકતામાં પ્રકાશિત થયો, લગભગ 7000 જેટલા શોધ નિબંધો અને સંશોધનો આ શોધ પરા પ્રકાશિત થયા. 1930માં સ્વીઝરલેંડની જ્યુરીએ ભૌતિકવિજ્ઞાનાપદે એમને ફેલો બનાવ્યા. અમેરિકાની ફ્રેંકલીન ઈંસ્ટિટયુટે એમને ફ્રેકંલીન પદકથી વિભૂષિત કર્યા.નવેમ્બર 21, 1970ના રોજ બેંગલૂરુમાં રામન રિસર્ચ ઈંસ્ટિટયુટના તેમનારહેઠાણમાં તેમનું નિધન થયું.