Our house in Gujarati Moral Stories by The Stranger girl....Apexa...... books and stories PDF | આપણું ઘર.....

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

આપણું ઘર.....

અવિનાશ અને અવની ના મેરેજ 2 વષૅ પહેલા થયા હતા.
અવિનાશ એક કંપનીમાં બેંક મેનેજર ની પોસ્ટ પર હતો.
તે લોકો ભાડાના મકાનમાં માં રહેતા હતા.અવની ની હમેશાં ઈરછા હતી કે મારું પણ એક મોટું ઘર હોય...અને તે અવિનાશ ને પણ હમેશાં કહેતી કે....

અવિ આપણે ગમે ત્યારે પણ ઘર લઈશું...પણ મોટું ઘર લઈશું.....

અવિનાશ તેની સામે સ્માઈલ કરતો અને કંઈ કહેતો નહીં. આ બાજું અવિનાશ ને પણ અવની ની ઈરછા પુરી કરવી હતી.તેથી તે ઓવરટાઈમ કરીને એક એક પૈસા જોડતો હતો.

આમ ને આમ તેના મેરેજ ના 5 વષૅ પુરા થય જાય છે.આ
બાજું અવિનાશ ને પણ પ્રમોશન થાય છે.તો પણ તે ઓવરટાઈમ તો કરે છે.દસ દિવસ પછી બંનેવ ની મેરેજ એનીવર્સરી હોય છે.અને 5 યર પુરા થાય છે.આ બાજું
અવિનાશ પણ અવની માટે એક મોટું ઘર ખરીદી શકે એટલા પૈસા જોડી લીધા હોય છે.અને તે ઘર જોવા માટે પણ જાય છે.અને તે વિચારે છે કે હું અવની ને સરપ્રાઈઝ આપીશ....

અવિનાશ મકાન જોવા જાય છે.અને તે બધા મકાન જોવે
છે પણ ખાસ કંઈ પંસદ આવતા નથી.ત્યા જ તે જગ્યા પર
એક બીજું મકાન હોય છે તે જોવે છે.અને તે મોટું ઘર પસંદ
આવી જાય છે.અને તે વિચારે છે કે આ ઘર અવનીને પણ
પસંદ આવશે...તે આ ઘર ફાઈનલ કરે છે અને એડવાન્સ પણ આપે છે..... આમ ને આમ દસ દિવસ વીતી જાય છે અને એનીવર્સરી આવી જાય છે અવની અવિનાશ ને એનીવર્સરી વિશ કરે છે અને અવિનાશ કહે છે.....

રેડી થય જા જલદી...તારી માટે એક સરપ્રાઈઝ છે....

અવિ...કહો તો ખરા..શું સરપ્રાઈઝ છે....

કહીં દવ તો સરપ્રાઈઝ ન રહે ને....

અવની એક સરસ સાડીમાં રેડી થયને નીચે આવે છે અને અવિનાશ તેને જોઈને હગ કરીને કીસ કરે છે.પછી બંનેવ
જાય છે.અવની વિચારે છે કે કોઈ પાટી હશે....

પછી બનેવ એક સોસાયટીમાં જાય છે.તેમાં આલીશાન બંગલા હોય છે.અવની અવિનાશ ને કહે છે....

અવિ...અહીં કેમ લાવ્યા છો...મને ખબર છે ત્યા સુધી તમારા ફેન્ડસ પણ અહીં કૉઈ રહેતા નથી....

સબ્ર રાખ...મારી અવની...હમણા જ ખબર પડી જશે....

પછી બંનેવ અંદર જાય છે.એક મોટો દરવાજો ખોલે છે.ત્યા
લખેલું હોય છે...અરમાન વિલા.....



અવની અંદર જાય છે.ઘરની ચોખટ પર એક ચોખાનો કળશ અને કંકુનો થાળ હોય છે.અવની આ જોવે છે અને અવિનાશ પુછવા જાય છે ત્યા અવિનાશ અવનીને એક ફાઈલ આપે છે.....અવની તે ફાઈલ ખોલીને જોવે છે.અને તેની આંખમા ખુશીના આંસુ આવી જાય છે.અને તે અવિનાશ ને હગ કરે છે.....

અવિ...આપણું ઘર...અરમાન વિલા....

હા...અવની...આપણું ઘર....તને પંસદ આવ્યુ....?

પસંદ નહીં....સો બ્યુટીફુલ...મે સપનામાં પણ ન વિચાર્યુ હતું કે આપણું ઘર આટલું ખુબસુરત હશે.....થેકયું સો મચ....

થેકયું પછી કહેજે...અત્યારે આપણા ઘરમાં તું પ્રવેશ કર...
આ ચોખાનો કળશ અને કંકુના થાળ સાથે....

પછી અવની કળશ ને ઘરની અંદર ઢોળીને કંકુના પગલા પાડે
છે.અને તે પ્રવેશ કરે છે.......

પછી અવની તેના આખા આલિશાન ઘરને જોવે છે.ખુબ મોટું ઘર હોય છે.અને બહાર મોટું ગાડૅન હોય છે ત્યા પણ
ટેબલ અને ચેર હોય છે.અને ધણા બધા વુક્ષો.....અવિનાશ અવની ને કહે છે.....


તારું સપનું એ મારું સપનું...હમેશા ઈરછા હતી કે તારું સપનું હું પુરું કરીશ...અને જો ગોડે પણ તારી અને મારી વાત સાંભળી લીધી......

અવિનાશ અને અવની ની જેમ આપણને બધાને એક ઈરછા હોય છે કે આપણું પણ ઘર હોય.....તે નાનું હોય કે મોટું......
ઘર તે ઘર જ કહેવાય.....જયાં આપણને એક અલગ જ સુકુન મળે છે.....ગમે ત્યા પણ જઈએ... પણ ઘરે આવીએ
ત્યારે જ શાંતિ થાય.....

✍✍✍✍✍✍✍