Different travelers in Gujarati Travel stories by Tanu Kadri books and stories PDF | અલગ અલગ યાત્રીઓ

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

અલગ અલગ યાત્રીઓ

કરશનદાસ આજે પણ વહેલી સવારે જાગી ગયા અને ઘરના અન્ય લોકોને પણ જગાડી દીઘા. આ આજ નું ન હતું વીસ દિવસ પહેલા અનીલનો પત્ર આવ્યો કે એ મુંબઈ આવી ગયો છે બસ ત્યારથી રોજ સવારે કરશનદાસ વહેલા જાગી જાય છે. એમને એમની પુત્રી મમતાને કહ્યું કે આજે તું સ્ટેશને જજે. ત્યા એટલીબધી ભીડ હોય છે કે મને ફાવતું નથી. મમતા એમના દ્રષ્ટી વિહીન નેત્રો સામે જોઈ રહી. આંખો ને હાથ વડે મસળી કઈ જવાબ આપ્યા વગર એ ઉભી થઇને એની માં પાસે ગઈ. બંને એ એક બીજા ને જોયા અને વગર પૂછ્યે વગર કહ્યે વાર્તાલાપ થઇ ગયો બંને વચ્ચે. સવારે આઠ વાગ્યે કરશદાસે કહ્યું કે આજે તો અનીલ આવવો જ જોઈએ. .. હવે એને આવવા માં આઠ કલાક જ બાકી છે.

******* અનીલને અમેરિકા ગયે સાત વર્ષ થી ગયા હતા. એ એનું પોસ્ટ ગ્રેજ્યુએશન માટે માત્ર બે વર્ષ માટે ગયો હતો. એ ગયો ત્યારે એના લગ્નને ૬ મહિના જ થયા હતા. તેથી એની પટની સુહાનીને પણ એને સાથમાં લીધી હતી જેથી પરદેશ માં એકલવાયું નાં લાગે. બે વર્ષ દરમ્યાન થયેલ પત્રવયવહાર તો દર્શાવતો જ હતો કે અનીલને ત્યાં વસવાની જરાય મરજી નથી. જ્યારે ત્રણ વર્ષ થઇ ગયા ત્યારે અનિલે જણાવ્યું કે એને એક પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ છે. એટલે એ નોકરી કરીને આવશે જેથી ત્યાં રેહવા નું જે ખર્ચો થયો છે એ તો વસુલ કરી જ શકીએ. અને સુહાની ને પણ ત્યાં કોઈ કંપની માં નોકરી મળી હતી અને બંને સાથે મળી ખુબ જ કમાવી લેતા હતા. એટલે અત્યારે ઇન્ડિયા આવવાનો ઈરાદો નથી, . આજે આ વાત ને સાત વર્ષ થઇ ગયા. વીસ દિવસ પહેલાઆવેલ પત્રમાં એ બોબ્બે ઉતારવાનો છે અને ત્યાં થોડુક કામ પૂરું કરી એ ગામ માં આવશે એવું જણાવેલ હતું બસ ત્યારથી રોજ સવારે કરસનદાસ નાં મોટા ઘરમાં ઉત્સવ જેવો માહોલ થઇ ગયો હતો. છેલ્લા બે દિવસથી મમતા રોજ સ્ટેશને જતી અને એકલી પાછી આવતી હતી.

બપોરે ચાર વાગ્યાની ટ્રેન હોવાથી મમતા ત્રણ વાગે સ્ટેશને જવા નીકળી ગઈ. એ ત્યાં પહોંચી ત્યારે 3:૧૫ નો સમય થયો હતો હજુ ટ્રેન આવવામાં પોણો કલાક બાકી હતો. એ વિચારવા લાગી કે એ અનીલને ઓળખીતો શકશે ને કેમ કે સાત વર્ષ નો સમય લાંબો સમય હોય છે. સાત વર્ષ માં તરુણ બાળકો યુવાન થઇ જાય છે. જે યુવાન હોય છે એ ત્રીસી પાર કરી ચાલીસી માં પ્રવેસી જાય છે. અને કેટલાય વૃદ્ધો ... એની આંખો સામે સાત વર્ષમાં થયેલ ઘટનાઓ પસાર થવા લાગી. અનીલથી નાનો ભાઈ દિમાગનાં તાવ નાં કારણે મરી ગયો હતો. મમતાથી મોટી છોકરી લગ્ન કરીને એના ઘરે જતી રહી. કરશનદાસ રીટાયર્ડ થયે ચાર વર્ષ થવા આવ્યા અને સૌથી મોટું ઘટના એક એક્સિડન્ટમાં કરશનદાસે એમની આખો ગુમાવી દીધી. “ મને ખુબ જ દુખ થાય છે કે આટલી મોટી ઘટના બની અને હું તમારી સાથે નથી. પણ બાપુજી તમે ચિંતા ન કરતા હું અહિયાં એક આંખોના ડોક્ટરને વાત કરીશ અને તમને મારી સાથે અમેકા લાવી ઓપરેશન કરાવી લઈશું તો તમે પાછા જોતા થઇ જશો.” જ્યારે અનીલને સમાચાર મળ્યા ત્યારે એને આ ભાવભીનો પત્ર લખ્યો હતો . અને કરશનદાસ પત્ર સાંભળીને રડ્યા હતા. એમને એમની પત્નીને કહ્યું હતું કે હવે મારી આંખો નાં પણ આવે તો મને દુખ નહિ થાય. ... એક ધક્કો લાગતા મમતાને એવું લાગ્યું કે ટ્રેનની સીટી જે દુરથી અવાજ આવતો હતો એ નજીકથી આવવા લાગ્યો. એને પરસેવો થઇ ગયો. એ પરસેવો લુછવા માટે રૂમાલ શોધવા લાગી, પણ ઉતાવળ માં રૂમાલ ભૂલી ગઈ હોવાનું યાદ આવ્યું. એને પહેનેલ સાડીથી પરસેવો લુછવા પ્રયત્ન કર્યો પણ ભીડ એટલી હતી કે એને એ માટે જરાય કોશીસ નાં કરી. રેલ્વે ઉપર જામેલ ભીડ અને કુલીઓના આવાજનિ વચ્ચે ટ્રેન સ્ટેશને રોકાઈ. . અનીલ !! એક સુટ પહેનેલ વ્યક્તિ ને જોઈ એને બુમ પાડી. પણ એની ધારણા ખોટી હતી. થોડીવાર પછી ટ્રેન ચાલવાના અવાજ સાથે પ્લેટફોર્મ ખાલી થઇ ગયો.

મમતા વિચારવા લાગી કે આજે પણ એકલા જ ઘરે જવું પડશે. એના માં- બાપુજી ને કઈ રીતે જવાબ આપવાના અથવા એમનો સામનો કઈ રીતે કરવાનું એ વિચારવા લાગી. રસ્તા ઉપર ગમે એટલી ઝડપથી ચાલી હોય પણ ઘરે આવતા એની ચાલવાની ગતિ ધીમી થઇ ગઈ. એ બારણાની આડમાં ઉભી રહી અંદર જવું કે નહિ એ વિચાર કરવા લાગી. કરશાદાસે પૂછ્યું કોણ આવ્યું છે. ? એમની પત્નીએ મમતા સામે જોઈ જવાબ આપ્યું કોઈ નથી. બિલાડી હશે. અને આંખમાં આવેલ આંસુઓ લુછવા લાગી. “ મને લાગ્યું કે મમતા આવી છે. “ કરશનદાસે કહ્યું. મમતા ધીરેથી એના રૂમ માં જતી રહી. એને લાગ્યું કે થોડીવારમાં એની બા આવશે અને કહેશે કે અનીલ ને એક તાર તો કર. જો એને નાં આવવું હોય તો નાં આવે પણ ખોટા બધાને હેરાન તો નાં કરે. .. રાત્રે જમવાનું પણ એમ જ પૂરું થયું. બીજા આઠ દિવસ વીતી ગયા. ગામમાં વાતો થવા આવી કે અનીલ એની પત્ની સાથે એના ઘરે જતો રહ્યો છે અને ત્યાંથી જ દિલ્લી થઇને અમેરિકા પાછો જતો રહેવાનો છે.

અનીલ આવ્યો પણ એ વખતે રાતનાં ત્રણ વાગતા હતા. ઘરમાં મધ્યરાત્રીનો સુરજ ઉગ્યો હોય એવું વાતાવરણ થઇ ગયો એને આવી ને માં-બાપ સાથે ઔપચારિક વાત કરી મમતા પાસે જતો રહ્યો અને એની સાથે વાતો કરવા લાગ્યો ઘરમાં થયેલ શોરથી આજુબાજુ વાળાઓ પણ જાગી ગયા. ખુબ જ નાં કહેવા છતાં લાવેલ ગીફ્ટ પણ રાત્રેજ ખોલવામાં આવી. અનીલ કરશનદાસ માટે કોર્ટ લાવ્યો હતો તે પણ આપ્યું. કરશનદાસ જોઈ તો શકતા ન હતા. પણ દીકરો આટલા સમય પછી આવ્યો તો પણ એમને કઈક ઓછું આવ્યું હોય એવું લાગ્યું. એ એના માં-બાપ પાસે ખુબ જ ઓછો સમય પસાર કરતો વધારે પડતું સમય એ બંને નો બધાને મળવામાં અને પાર્ટીઓ માં થતું . એક બે દિવસ સિવાય આખા કુતુબમાં કોઈ સાથે જમવા બેસ્યું હોય એવું પણ ન હતું. દસ દિવસ રોકાઈ અનીલ અમેરિકા જવા રવાના થયો. એને કરશનદાસને કઈ નાં કહ્યું પણ મમતાને વાત કરી અને મમતાએને મુકવા સ્ટેશને ગઈ.. એને સાઈડમાં લઇ જઈને અનિલે કહ્યું કે જો મમતા મારે કહેવું તો નાં જોઈએ પણ મને એવું લાગે છે કે બા-બાપુ ને મારું અહિયાં આવવું સારું નથી લાગ્યું. એ લોકોએ અમારી સાથે સારી રીતે વાત પણ નથી કરી કે એમને ખુશી થઇ હોય એવું લાગતું નથી. હું તો ઘરનો છું એક સમયે કઈ કહી નાં શકું પણ સુહાનીને ખુબ જ ખોટું લાગ્યું છે મને કાગે છે કે અમે અહિયાં આવીને ભૂલ કરી...

એમને ગાડીમાં બેસાડીને મમતા ઘરે આવી. એના બા-બાપુ બેસી ને અનિલે આપેલ વસ્તુ ઓ જોતા હતા. “ કરશનદાસે હાથમાં પકડેલ કોર્ટ ઉપર હાથ ફેલાવતા એમની પત્નીને પૂછ્યું આનું કલર કેવું છે. ? અનીલ કેમ જતો રહ્યો ? એને એમ નાં થયું કે મારું ઘર અને આખું કુટુંબ અહિયાં છે મારે રોકાવવું જોઈએ. ? એમની પત્ની કઈ બોલ્યા વગર ચુપચાપ મમતા સામે જોઈ રહી. અને મમતા પાછી બારણાની આડમાં ઉભી રહી ગઈ.