એ ઢળતી સાંજ હતી. વરસાદી મૌસમના દિવસો હતાં, ઝરમર ઝરમર વરસાદ, ઠંડા પવનની લહેરખીઓ ને આ વાતાવરણમાં સતાવતી પ્રિયજનની યાદ.... વાદળનું વરસવું ને કોઈ માટે એટલું જ તરસવું!
મન માંગે આજે એનાં ઝરમર ઝરમર પ્રેમનો વરસાદ, તું આવી જાય એ મન કરે છે સાદ...
સરસ બ્લૂ કૂર્તામાં સજ્જ , એ બસ આવવાની રાહ જોતી હતી. બસનાં આવવામાં વાર હતી. વરસાદી મૌસમમાં એનું મન એનાં પ્રિય ને સાદ કરી રહ્યું હતુ. એ વિચારતી હતી કાશ તું સાથે હોત તો વરસાદ એન્જોય કરતી હોત તારી સાથે, પણ તું અને તારી જોબ🤦🤦🤦... બસ ખ્યાલોમાં જ હું વરસાદ ને તારી સાથે માણી શકીશ🤦🤦🤦🤦...... આવા વિચારોમાં વ્યસ્ત એ બસની રાહ જોતા જોતા વરસાદને ય માણતી હતી....
વિચારોના વમળમાં અચાનક એનાં સામે બાઇક આવીને ઊભું રહ્યું, એ ચોંકી ઉઠી અને બોલી "તું!?? અત્યારે અહીં???? તારે તો આ સમય જોબ પર હોવુ જોઈએ!!!!"
લાઇટ પીન્ક શર્ટ અને બ્રાઉન પેન્ટ, એમાં માદક માદક પરફયુમની સુગંધ માં એ મોહક લાગતો હતો. બસ એ એને જોઈ રહ્યો હતો, ભૂરી ભૂરીઆંખોથી.
એનાં બોલી રહ્યા પછી તે બોલ્યો "પહેલાં શ્ર્વાસ લઇ લે. તે ઘણાં સમય પહેલાં કીધું હતું તારે વરસાદને મારી સાથે એન્જોય કરવો છે એવી તારી વિશ છે , બસ આજે હાફ ડે તારી વિશ પૂરી કરવા માટે..."
" પણ તને તો વરસાદમાં પલળવું પસંદ નથી, તો તું ભીજાઈશ??" એ બોલી.
" હા મને વરસાદમાં પલળવું પસંદ નથી, થોડું અનકમ્ફર્ટ તો લાગશે પણ તને તો પસંદ છે ને, અને તું મારી પસંદ છે. બસ હવે બહુ થયાં સવાલ કે હજું પણ કંઈ પૂછીશ?ચાલ બાઈક પર બેસી જા હવે. મસ્ત લોંગ ડ્રાઈવ પર જઇએ"
એનાં ચહેરા પર એક રોમાંચક સ્માઈલ આવી, એ બાઇક પાછળ એના ખભે હાથ મૂકીને બેસી ગઇ.
તે બોલ્યો " બીજી કોઈ વિશ???"
જવાબમાં એને એક હગ કર્યું અને બોલી " બસ તું છે, વરસાદ છે, આટલું બહુ છે".. એ બાઈક ચલાવતો અને સાઇડ મિરરમાં એને ભીંજાતી જોઈ ખુશ થતો. ક્યારેક મિરરમાં એની આંખમાં આંખ મિલાવતો... અને એ હળવેકથી એને ગરદન પકડી કહેતી "આગળ જો, રસ્તો આગળ છે". જવાબમાં એ બોલ્યો "મંઝિલ પાછળ છે 😁".. એ હળવેથી તેના ગાલ પર મારતી 😁
" કેટલાં વરસાદ ગયાં આમને આમ! આજ બહું ખુશ છું હું તું સાથે છું! અચ્છા ચલ એક મસ્ત વરસાદી સોંગ તો ગા 😍" એ આતુરતા પૂર્વક બોલી.
" મને ખબર છે હું બહું બેસુરુ ગાઉં છું અને તું એનાં પર હસવાની છે, હમણાં બીજી કોઈ વિશ પૂછી ત્યારે તે શું કહ્યું કે હું છું એ જ બહું છે ને? બસ તો આમ જ મને વળગીને બેસી રહે. હા તું ચૂપ રહીશ એ શક્ય નથી જ" એ બોલ્યો.
" ચલ તું આ જ કહીશ મને ખબર હતી તું જા કિટ્ટા" એ થોડું ચીડાયીને બોલ.
" સબકુછ છોડકે આના તું,
સાવન આયા હૈ,
તેરે ઔર મેરે મિલને કા
મૌસમ આયા હૈ" એની ખુશી માટે એ બેસુરી તો બેસુરી પણ આટલી લાઇન્સ ગાયો ખરો.
એકદમ ખુશ થઈ એ બોલી, " હાય આમ તો અરિજિત કાનનું સુકૂન છે પણ તું અને તારો અવાજ મારાં હ્દયનું સૂકૂન છે 😍."
" પાગલ" એ ખુશ થઈ બોલ્યો.
ઝરમર ઝરમર વરસાદમાં ભીંજાતા બે હૈયાં, એકની વિશ અને બીજાને એ વિશ પૂરી કરવાની વિશ, આ હતી સ્વીટ વરસાદી લોંગ ડ્રાઈવ....😊