Human Relationship in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | માનવીય સંબંધો

The Author
Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

માનવીય સંબંધો

માનવીય સંબંધો

સામાજિક હેતુસર સારા માનવીય સંબંધો જાળવી રાખવા તે એક વ્યકિતગત ગુણ છે - લોકો સાથે સારી
રીતે કામ પાર પાડવા માટે વધુ સારી સમજણ અને વધુ સારા માનવીય સંબંધો તે વિકસાવે છે. સંબંધો
જાળવી રાખવાનો આ ગુણ માનસિક પરિપકવતાની નિશાની છે.
માણસ ટાપુ પર ન રહેતો હોવાથી સંબંધો જાળવવાનું કૌશલ્ય ખૂબ અગત્યનું છે. અને જો માણસ પોતાની
જાતને ટાપુ પર વસતો માનીને પોતાની જાતને એકાકી બનાવે, તો પણ માનવ મહેરામણ તેને ગમે ત્યાંથી
ઘેરી જ લેશે. આ માનવ મહેરામણ ટાપુ પર વસતા માણસ પાસે પહોંચવાનો રસ્તો બનાવશે અને તેની
પાસે માનવીય સંબંધોમાં જોડાયા સિવાય તેને બીજો કોઈ વિકલ્પ નહી રહે. માનવીય સંબંધોનું કૌશલ્ય
દરેક મનુષ્યમાં આ સમુદ્ર જેવો ફેરફાર લાવી શકે છે.
માણસના અભિગમ વિકાસ માટે માનવીય સંબંધ ખૂબ અગત્યનો છે. આ વિકાસના પ્રથમ પગથિયા તરીકે
ચાલો આપણે એવું માની લઈએ કે ભાગલાની દિવાલ કરતા મિત્રતાનો પૂલ લાખ દરજજે સારો છે. આપણે
લોકોની દરકાર અને કાળજી લેવા માટે અને તેમને સમજવા માટે માનવીય સંબંધ ખૂબ અગત્યનો છે '
માનવીય સંબંધ એટલે કે :
૧) માનવના સ્વભાવનો અભ્યાસ
૨) માનવની વર્તણુંક પરનો પ્રભાવ
3) લોકોની સાથે કામ કરવાની ક્ષમતા
૪) પોતાની જાતને પ્રખ્યાત બનાવવાની કળા
૫) બીજાને પ્રોત્સાહન આપવું
૬) લોકો સાથે વાતચીત કરતા રહેવું
૭) માનવતાવાદી કાર્યો કરતા રહેવું

માનવીય સંબંધ ઘણા ખરા સ્તરોએ જાળવી શકાય છે. તેને સામાન્ય રીતે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય ?
૧) કૌટુંબિક સંબંધ
૨) સામાજિક સંબંધ
3) શૈક્ષણિક સંબંધ

આ દરેક સ્તરે સફળતા મેળવવા માટે માણસે નીચેની બાબતોમાં વિશ્વાસ રાખવો જોઈએ.
૧) તમને મળતી દરેક અજાણ્યો માણસ એક મિત્ર છે.
૨) ભગ્ન હૃદય સિવાય બીજી દરેક વસ્તુને માનવી સાંધી શકે છે,
3) ધીરજ એ માનવતાની બહેન છે.
૪) અન્ય કોઈ વ્યકિત પર મરજી વિરૂધ્ધ પરિવર્તન થોપી ન દેવું. તેમને જરૂર પુરતો સમય આપો
અને તેમને ધીમે ધીમે પરિવર્તીત થવાદો.
૫) એક હુંફાળો સ્પર્શ ઘણા બધા ફાયદા આપી શકે છે.
૬) ભૂલનો સ્વીકાર એ મહાન માણસની નિશાની છે.
૭) વ્યકિતએ દરેક બાબતને સમજીને તેનું સામાન્યીકરણ ન કરવું જોઈએ
8) પૂર્વગ્રહ એ ખરાબ આદત છે.
૯) અસહનશીલતા એ સૌથી ખરાબ બાબત છે.
૧૦) આનંદપૂર્ણ સ્થિતિ અને વ્યવહાર શ્રેષ્ઠ છે.

આ રીતે અભ્યાસ, કેળવણી, સમર્પણ, પ્રામાણિકતા, વિશ્વાસ, દ્રઢ નિર્ધાર સફળતાના સાધનો છે. ધંધામાં
નોકરીમાં કે રાજકારણમાં જે વ્યકિત વધુ જ્ઞાન કે હોંશીયારી ધરાવે છે - જેની પાસે વાતચીતની અને
અન્યોને જીતવાની કળા છે તે માણસ આગળ વધે છે, આ સફળતા તરફનો ફાયદાનો સોદો છે. સમાજ
સારા સંબંધોની જરૂરીયાતને આગળ ધરે છે, ફકત સંબંધ એ અગત્યનો નથી પરંતુ તેને જાળવવો એ
અગત્યનું છે.
માનવીય સંબંધના અગત્યના મુદ્દાઓ :
1.અન્ય લોકોના નામ યાદ રાખો અને તેમને લાગણીથી નામ સાથે બોલાવો. જો તેઓ વડીલો કે ઉપરીઓ હોય
તો તેમને માનથી યોગ્ય સંબોધન સાથે બોલાવો,
2.સરળ વ્યકિત બનો
3. વારંવાર ગુસ્સે ન થાઓ
4. હસતા અને હસાવતા રહો.
5. વધુ પડતા સ્વાર્થી ન બનો.
6. યોગ્ય રીતભાતથી વર્તન કરો
7. બીજાની પ્રામાણિકતાને ધ્યાનમાં લો
8. તમારી પોતાની ક્રૂરતા ઓ અને ગેરસમજણોથી દુર થઈ જાઓ
9. સારા શ્રોતા બનો.
10.દરેક વ્યકિત પોતાની રીતે સાચી જ છે તેવી લાગણી વિકસાવો.
11. કોઈ વ્યકિતની સફળતા માટે તેને અભિનંદન પાઠવો અને નિરાશ થઈ જાય ત્યારે તેને પ્રોત્સાહિત કરો.
12. બીજાને સફળ થવામાં મદદરૂપ બનો.

“આ રીતે માનવીય સંબંધો થકીના અભિગમનું પરિણામ એટલે મતભેદ અને ગેરસમજણોને બને તેટલી ઘટાડવી અને સાથે મળીને ભેગા થઈને કામ કરવાના સામાજિક ઢાંચાના પ્રોત્સાહન આપો.”

માનવીય સંબંધ તરફનો અભિગમ :

સારો અભિગમ :
રસ ધરાવો
મિત્રતા ભર્યું વર્તન રાખો
આનંદિત રહો
કાર્યરત રહો અને છતાં પણ આરામમાં રહો
સ્થિતિસ્થાપક રહો
કરામતી બનો , બોલતા પહેલા વિચારો
દાકશ્યપૂર્ણ બનો.

ભૂલ ભરેલો અભિગમ :
શુષ્ક ના રહો
ઉપરી તરીકેનું વર્તન ન કરો
દલીલમાં ન ઉતરો
રસવિહિન ન રહો
ગણગણીયા ન બનો

લોકો તમને ચાહે તેવું કેવી રીતે કરશો ? :

બીજા લોકોમાં હૃદયપૂર્વક રસ લો.
હંમેશા હસતા રહો
યાદ રાખો કે કોઈ પણ ભાષામાં માં વ્યકિતનું નામ તેના માટે સૌથી અગત્યનો અને ગમતો કે પ્રિય અવાજ છે.
સારા શ્રોતા બનો. બીજાઓને પણ તેમના વિશે વાત કરવા પ્રેરો.
બીજાઓના રસને ધ્યાનમાં રાખીને વાત કરો.
બીજા લોકોને તેઓ મહત્વના છે તેવો અહેસાસ કરાવો.

"It is our lack of faith that creates our limitations.
- The Mother

લોકપ્રિય બનવાના છ સૂચનો :
1. અન્યમાં ઉંડો રસ લો
૨. હંમેશા હસતા અને હસાવતા રહો .
3.અન્યનું નામ યાદ રાખો અને દરેકને નામથી બોલાવો
4. શ્રેષ્ઠ શ્રોતા બનો
5. બીજાના રસાનુસાર વાતચીત કરો
6. બીજાના દુ : ખ અને સુખમાં ભાગીદાર બનો.

લોકો તમને ગમાડે તે માટેના આઠ રસ્તાઓ :
1.દલીલો કરવી બંધ કરી દો
2.કોઈ પણ વ્યકિતને કદી જણાવો નહીં કે તે ખોટો છે,
3.તમારી ભૂલ સમયસર સ્વીકારી લો
4.અન્યો સાથે મિત્રતાપૂર્વક વ્યવહાર કરો
5.સામેની વ્યકિત હંમેશા હા માં જવાબ આપી શકે, ફકત તે જ પ્રકારના હકારાત્મક સવાલો પૂછો .
6.સામેની વ્યકિતને મહત્તમ વાતચીત કરવા દો
7.સામેની વ્યકિતને મહત્વતા અનુભવવા દો
8.સામેની વ્યકિતનો વિચાર સમજવાનો પ્રયાસ કરો .

સારા લોકો અન્ય સારા લોકોને આકર્ષે છે.

કોઈપણ રીતે આ કરો

લોકો ગમે તેટલા તર્કવિહિન , સ્વાર્થી અને અસહિષ્ણુ હોય ,
છતાં કોઈ પણ રીતે તેમને ચાહતા શીખો.
જો તમે સફળ છો, તો તમને ખોટા મિત્રો અને સાચા વિરોધીઓ મળશે,
છતાં કોઈ પણ રીતે સફળ બનો.
તમે આજે જે સારૂ કામ કરો છો , તે આવતી કાલે ભૂલાઈ જશે,
છતાં કોઈ પણ રીતે સારૂ કાર્ય કરતાં રહો.
તમે જે નિર્માણ માટે વર્ષો ખર્ચી નાખ્યા હોય , શકય છે તે રાતોરાત ખતમ થઈ જાય,
છતાં કોઈ પણ રીતે નિર્માણ કરતા રહો.
લોકોને ખરેખર મદદની જરૂર હોય પરંતુ તમે તેમને મદદ કરો ત્યારે અવળા વળગે તેવું બને, છતાં
કોઈ પણ રીતે મદદ કરતા રહો .
પ્રામાણિકતા અને નિખાલસતા તેમને અણગમતા બનાવી શકે
છતાં કોઈપણ રીતે પ્રામાણિક અને નિખાલસ બની રહો .
...................
આશિષ શાહ
98252 19458
તમારા કોઈ પણ સામાજિક પ્રોગ્રામમા બોલાવો
Free Training / Free Motivation