પરાગિની ૨.૦ - ૦૬
ટીયા પરાગને મળવાં તેની કેબિનમાં જાય છે. પરાગને પામવાં માટે નવી યુક્તિ વિચારીને ગઈ હોય છે.
પરાગ- બોલ.. શું કામ છે?
ટીયા- મને તારી અને રિનીની વાત જાણવા મળી..!
પરાગ- હમ્મ...
ટીયા નાટક કરતાં કહે છે, હું ખુશ છું તમારી માટે....
પરાગ- ગુડ...
ટીયા- મારે એક વાત કહેવી હતી.... તારો અને સમરનો જે લાસ્ટ પ્રોજેક્ટ હતો જે લીક થઈ ગયો હતો ને તે બીજું કોઈ નહીં પણ શાલિનીમેમ એ જ કર્યો હતો...!
પરાગ- (ગુસ્સામાં) હવે શું નવા નાટક લાવી છે તું? અને તને ભાન છે કે તું શું બોલે છે? તું જેનું નામ લે છે તે મારા નાના ભાઈની મમ્મી છે અને મારા પપ્પાની વાઈફ... કોઈ પર આરોપ લગાવતા પહેલા વિચારીને બોલ...!
ટીયા- હું સાચું કહું છું....
પરાગ- મને ખબર છે કે ફરીથી તું મને પામવા માટે કંઈ નવા નાટક કરીશ... પ્લીઝ.. હવે બંધ કરી દે..!
ટીયા- મારી પાસે સબૂત પણ છે... હું તને આજ સાંજ સુધીમાં લાવી બતાવીશ..!
ટીયા આટલું કહી જતી રહે છે... રિની કોફી આપવા જતી હોય છે અને જોઈ છે કે ટીયા પરાગની કેબિનમાંથી બહાર નીકળતી હોય છે.
રિની કોફી લઈને પરાગની કેબિનમાં જાય છે. પરાગ તેના ટેબલ પાસે ઊભો રહ્યો હોય છે અને ગુસ્સામાં હોય છે.
રિની ટેબલ પર કોફી મૂકે છે અને પરાગ પાસે જઈ તેના ખભા પર હાથ મૂકી પૂછે છે, શું વાત છે પરાગ? ગુસ્સામાં છો? ટીયાએ કંઈ કહ્યું?
પરાગ કંઈ બોલતો નથી..
રિની- તમે પહેલા બેસી જાઓ... અને શાંત થઈ જાઓ..
પરાગ તેની ચેર પર બેસે છે. રિની પરાગને પાણી આપે છે.
રિની- કંઈ પ્રોબ્લમ થયો છે પરાગ?
પરાગ- તને ખબર જ છેને ટીયાના નાટક...
રિની- ફરી કંઈ કર્યુ એને? તમે મને કહો શું કર્યુ એને... હમણાં જઈને એની ક્લાસ લઉં છું...
પરાગ ગુસ્સામાં હોય છે તો પણ હસી પડે છે અને કહે છે, તું ચિંતા ના કરીશ... હુ મારી રીતે હેન્ડલ કરી લઈશ... કંઈ મોટી મેટર નથી...! પરાગ રિનીનો હાથ પકડી કહે છે, તું બસ મારી સાથે આમ જ રહેજે... મને તારો સાથ અને પ્રેમ જોઈએ છે બસ... બાકી દુનિયાથી અને આવા લોકો સાથે તો હું ડિલ કરી લઈશ..!
રિની પરાગને કપાળ પર કિસ કરીને કહે છે, હવે ગુસ્સો ના કરતા... મસ્ત કોફી પી લો.. હું કામ પતાવું.. કંઈ જરૂર હોય તો કોલ કરજો..!
પરાગ સ્માઈલ આપી હા કહે છે.
રાત્રે નવ વાગ્યાની આસપાસ ટીયા પરાગને ફોન કરે છે. ટીયા જાણી જોઈને મોડી રાત્રે ફોન કરે છે.
પરાગ- હવે તારે શું છે? આટલી મોડી રાત્રે કેમ ફોન કર્યો?
ટીયા- મેં તને કહ્યું હતું ને કે હું સબૂત લાવીને બતાવીશ.. તો મને મળી ગયા છે. હમણાં જ તને બતાવવા આવું છું...
પરાગ- ઓકે તો ક્યાં મળીએ?
ટીયા- તારા ઘરની નજીક જ છું હું.. તારા ઘરે જ આવું છું... આ વાત એવી છે કે બહાર કોઈ જગ્યાએ વાત થાય એમ નથી..!
પરાગ- ઓકે.. આવી જા...
પરાગને ખબર નથી કે ટીયા ડબલ ગેમ રમી રહી છે.
પરાગ સાથે વાત કર્યા બાદ ટીયા તરત નમનને ફોન કરી પરાગના ઘર તરફ બોલાવી લે છે. થોડીવારમાં નમન આવી પણ જાય છે.
ટીયા- થેન્ક યુ મારા એક કોલ પર આવી જવા માટે...
નમન- રિનીની વાત હતી તો.. આવું જ પડે...
ટીયા નાટક કરતાં કહે છે, યાર... ખબર નહીં પરાગે મને આટલા રાત્રે અહીં કેમ બોલાવી મને..?
નમન- હા... તું ના પણ કહી જ શકતી હતીને??
ટીયા- હું તને પરાગનું અસલી રૂપ બતાવવા માંગતી હતી એટલે જ હા કહી...
ટીયા અંદર ઘરમાં જાય છે.. પરાગ વાત જાણવા માટે ત્યાં ડ્રોઈંગ રૂમમાં જ ટીયાનો વેઈટ કરતો હોય છે. અંદર જઈ ટીયા જાણી જોઈને કાચની સ્લાઈડર વિન્ડો પાસે ઊભી રહે છે જેથી બહાર નમનને ચોખ્ખુ દેખાય અને ટીયા જે નાટક કરે તે નમન સાચું માની જાય અને રિનીને પરાગ વિશે ભડકાવે જેથી રિની અને પરાગ વચ્ચે ઝગડાં ચાલુ થઈ જાય.
પરાગ ટીયા ઊભી હોય છે તેની સામે જઈ ઊભો રહી જાય છે.
પરાગ- તો બોલ શું કહેવું છે તારે?
ટીયા- જે કોન્સેપ્ટ ચોરી થયો હતો તે કામ શાલિનીમેમએ મારી પાસે જ કરાવ્યું હતું.. મેં જ નમનનાં લેપટોપમાંથી બધા ફોટો નેં જ પેનડ્રાઈવમાં કોપી કર્યા હતા અને એ પેનડ્રાઈવ શાલિનીમેમને આપ્યું હતું...
પરાગ- વાહ... શું કહેવું મારે...! તુએ પણ સાથ આપ્યો જને..! સબૂતની વાત કરતી હતી તું.. લાવી છે?
ટીયા- હા... મારી અને શાલિનીમેમની વાતો મેં મારા ફોનમાં રેકોર્ડ કરી હતી...
ટીયા રેકોર્ડિંગ ચાલુ કરે છે જેમાં સાફ સંભળાય છે ટીયા અને શાલિનીની વાતો...!
રેકોર્ડિંગ પતતા જ ટીયા જાણી જોઈને પરાગને હગ કરી લે છે... પરાગને સમજ નથી પડતી કે ટીયા શું કરવા માંગે છે..?
ટીયા- સોરી પરાગ... મેં બહુ જ મોટી ભૂલ કરી છે.
આ સીન નમન જોઈ અને તે ખોટું સમજી બેસે છે... નમન તે વાત નોટ નથી કરતો કે હગ ફક્ત ટીયાએ જ કર્યુ છે.. પરાગ તો એમ નો એમ જ ઊભો છે... તેને તેના હાથ ટીયા પર નથી રાખ્યાં...! નમનને ગુસ્સો આવતા તે ત્યાંથી જતો રહે છે.
ટીયાનું કામ પૂરું છતાં તે પણ સોરી કહી નીકળી જાય છે.
નમન ઘરે પહોંચે છે ત્યારે રિની બહાર જ બેઠી હોય છે. નમન રિની પાસે જઈને બેસે છે.
નમન- ઠંડીમાં મરવાનો ઈરાદો છે કે શું? અંદર બેસવું હતું..!
રિની- બસ થોડી વાર બહાર બેસવું હતું... એક વાત કહેવી હતી... મારા અને પરાગ વચ્ચે પ્રોબ્લમ સોલ્વ થઈ ગયો હા... ડિનર પર ગયા હતાને ત્યારે... અને ગઈકાલે અમે બંનેએ સારો સમય એકબીજા સાથે વિતાવ્યો..!
નમન કહેવા જતો હોય છે જે તે હમણાં જોઈને આવ્યો હોય છે પણ રિની ઘણી ખુશ હતી તેથી તે કંઈ નથી કહેતો..!
*********
સવારે ઊઠીને પરાગ તૈયાર થઈ પહેલા શાલિનીમાઁને મળવા જાય છે. પહેલા ઘરે જાઈ છે પણ ત્યાં શાલિનીમાઁ નથી હોતી.. પરાગ દાદીને મળીને નીકળી જાય છે. શાલિની જે જીમમાં જતી હોય છે પરાગ ત્યાં જાય છે. શાલિની જીમમાંથી નીકળીને ગાડી તરફ જ જતી હોય છે અને પરાગ ત્યાં પહોંચે છે.
પરાગ- થોડી વાત કરવી હતી...
શાલિની- શું થયુ?
પરાગ- તમે કેમ મારી સાથે આવું કર્યું?
શાલિની- મેં શું કર્યું?
પરાગ- કોન્સેપ્ટ ચોરી તમે જ કરાવ્યો હતો... મને ખબર પડી ગઈ છે... તેમ આવું કર્યુ તમે?
શાલિનીને શું બોલવું તે ખબર નથી પડતી.. પછી કહે છે, મેં તને પહેલા પણ કહ્યું હતું કે મને તારા પર વિશ્વાસ હતો પણ સમર પર નહીં...!
પરાગ- મારી બરબાદી માટે તમે કર્યુને? મારે કંઈ જ નથી જોઈતું... મારું ઘર, બેંક બેલેન્સ, પૈસા બધુ જ આપી દેવા તૈયાર છું... મને આમાં કશામાં રસ નથી... પણ ભાઈ.... મારા ભાઈ વગર નહીં રહી શકું... માફ કરજો... એ નહીં આપી શકુ..!
શાલિની- મેં આ બધુ ફક્ત સમર માટે જ કર્યુ છે...
પરાગ- તમે સમર માટે નથી કર્યુ એ મને ખબર છે... હા.. એક માઁ પોતાના છોકરા માટે પઝેસીવ હોય.. પણ આવું ના કરે... મને ખબર છે હું માઁ વગર જ રહ્યો છું... તમે આ કામ ફક્ત મારી બરબાદી માટે જ કર્યુ છે... તમને એવું હતું કે હું આગળ નીકળી જઈશ અને સમર પાછળ રહી જશે...!
શાલિની- એવું કંઈ જ નથી...
પરાગ- સમરને ખબર પડશે તો એ શું કરશે? તમને ખ્યાલ છે એનો? મેં સમર માટે ક્યારેય એવું નથી રાખ્યું અને એ મારાથી આગળ નીકળી જશે ને તો હું સૌથી વધારે ખુશ થઈશ...!
શાલિની- આઈ એમ રિઅલી સોરી પરાગ...
પરાગ- ભલે તમે મારા મમ્મી નથી પણ મેં તમને હંમેશા મમ્મી માન્યા છે.. એટલી જ રિસ્પેક્ટ મેં તમને આપી છે..!
આટલું કહી પરાગ ત્યાંથી જતો રહે છે. પરાગ સીધો રિનીને લેવા જતો રહે છે. રિની ત્યાં જ રાહ જોતી ઊભી હોય છે. રિની ગાડીમાં બેસે છે અને કહે છે, આજે ‘ધ પરાગ શાહ’ મોડા કેમ પડ્યા?
પરાગ- થોડું કામ હતું...
રિની- ઓકે..
પરાગ ગાડી ઓફિસ તરફ જવા દે છે.
રિની- શું વાત છે પરાગ? કંઈ પ્રોબ્લમ થયો છે?
પરાગ- ના... એવી કંઈ વાત નથી..!
રિની- તમે ભલે બહારથી સારું બિહેવ કરો પણ તમારી આંખો પરથી જ ખબર પડી જાય મને કે તમને કંઈ થયું છે..!
પરાગ રિની તરફ જોઈ નાની સ્માઈલ આપે છે.
રિની- હું તમને કંઈ પૂછું છું અને તમે સ્માઈલ આપો છો..!
પરાગ- સ્માઈલનું રિઝન પછી આપીશ... સવારે શાલિનામાઁ જોડે થોડી વાત થઈ હતી... એટલે મૂડ નહોતો સારો પણ હવે એકદમ ઠીક છું...
રિની- સાચેમાં જ તમે ઠીક છોને?
પરાગ- હા....
રિની- તો ઠીક છે.
પરાગ રિનીનો હાથ પકડી લે છે અને કહે છે સ્માઈલ એટલે આપી હતી કે મારી મમ્મી અને દાદી પછી એક એવી સ્રી મારી લાઈફમાં છે જે મને જોઈને સમજી જાય છે કે હું પરેશાન છું..! મારી ચોઈસ પર મને ગર્વ છે...!
રિની- હો.... એટલે હું નથી સારી એમ..?
પરાગ- તું તો બહુ જ સારી છે... હા બસ ઝગડે છે બહુ...
રિની- પરાગ....
પરાગ હસી પડે છે અને પછી રિનીના હાથ પર કિસ કરે છે.
રિની- ડ્રાઈવીંગ પર ધ્યાન આપો..!
પરાગ- બાજુમાં આટલું ખૂબસુરત કોઈ બેઠું હોય તો ધ્યાન એ બાજુ જ હોય..!
હવે તો માનવ અને એશા પણ સાથે જ ઓફિસ જતા, સાંજે ફરવા જતા....!
પરાગ અને રિની ઓફિસમાં પહોંચે છે. રિની તેના ડેસ્ક પર બેસીને કામ કરવા લાગે છે. પરાગ તેની કેબિનમાં જાય છે. કેબિનમાં જાય છે તો નમન પહેલેથી ત્યાં કેબિનમાં જ હોય છે.
પરાગ- કંઈ કામ હતુ?
નમન- બસ થોડી વાત કરવી હતી...
પરાગ- હા, બોલ શું કામ હતુ?
નમન- રિનીને બીજી છોકરીઓ જેવી ના સમજીશ...
પરાગ- તું કહેવા શું માંગે છે? મારી અને રિનીની લાઈફમાં દખલગીરી કરવાના જરૂર નથી..!
નમન- જો તારા લીધે રિનીને કંઈ થયું કે એ દુ:ખી થઈ તો હું તને નહીં છોડું..
પરાગને આ સાંભળી ગુસ્સો આવે છે... અને તે નમનને કહે છે, તુ મને ધમકી આપે છે હા..?
નમન- ના, ખાલી વોર્નિંગ જ આપુ છું...
પરાગ- કેમ રિની તારી શું થાય છે?
નમન- મને એની ચિંતા છે... એટલે..
પરાગ- રિનીની ચિંતા કરવા માટે હું છું... તારી જરૂર નથી...!
નમન ત્યાંથી જતો રહે છે. પરાગ સખ્ત ગુસ્સામાં હોય છે.
નમનનાં ગયા પાંચ જ મિનિટ બાદ રિની કોફી લઈને કેબિનમાં આવે છે. રિની જોઈ છે પરાગ ગુસ્સામાં છે. કોફી ટેબલ પર મૂકી તે પરાગને પૂછે છે, શું થયું પરાગ? ગુસ્સામાં લાગો છો?
પરાગ રિની તરફ જોઈ કહે છે, તારા અને નમન વચ્ચે કંઈ હતું?
ટીયાએ નમન ધ્વારા લગાવેલ આગનો આ તણખલો પરાગ અને રિની વચ્ચે મતભેદ ઊભા કરી શકશે?
શું આ વખતે પણ ટીયા તેના કરતૂતોથી બચી જશે કે પકડાય જશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૭