An untoward incident Annya - 12 in Gujarati Fiction Stories by Darshana Hitesh jariwala books and stories PDF | An untoward incident અનન્યા - ૧૨

Featured Books
Categories
Share

An untoward incident અનન્યા - ૧૨

આગળનાં ભાગમાં ગૌરી તેના પ્રેમનો સ્વીકાર કરે છે, તેની કાર અકસ્માતમાં અવગતિ થાય છે.. કારણકે તેની સોહમ સાથે લગ્ન કરવાની ઇચ્છા અધૂરી રહી જાય છે, આ વાતનો સોહમને વિશ્વાસ નથી આવતો, ત્યારે ઝંખનાનું માનવું હતું કે પ્રેમની શકિતને કારણે તે ગૌરીને જોઈ શકે છે.. ગૌરી સોહમને લગ્ન કરવા કહે છે. પણ સોહમ તેને પામવાની ઈચ્છા છોડી તેની સાચી દિશામાં ગતિ કરવા કહે છે. હવે આગળ..

*********

નજીક હોવા છતાં અંતર ઘણું રહી જાય છે,
હૃદયની વાત કહેતા હોઠ મૌન રહી જાય છે..!
મૃગતૃષ્ણા બની ક્યારે જિંદગી છળી જાય છે,
ઝાંકળની બુંદો બની જિંદગી સરી જાય છે..!

ગૌરીએ કહ્યું: "સાચું ખોટું હું કંઈ જાણતી નથી.." બસ, "મારે તો તું જ જોઈએ છે.!" તારો સાથ જોઈએ.. જીવતા લગ્ન ન કરી શક્યા તો શું થયું.!?" હું તને લગ્ન કરી મારી સાથે લઈ જઈશ.!" (આજ મારી અંતિમ ઈચ્છા છે..)

(આ તું શું બોલી રહી છે..!) "તું જાણી જોઈને તારી અવગતિ કેમ ઈચ્છે છે..!" અને (સાથે સાથે મારી પણ) સોહમ બોલ્યો..

મને હજારો સપના તૂટવાનો અફસોસ નથી..! અફસોસ તો એક જ વાતનો છે, "એક સપનું મારું હતું.. તે હવે આપણું નથી.!"

ગૌરી, "હું તને કેવી રીતે સમજાવું..? મેં ક્યારેય તને એ નજરથી જોઈ જ નથી..! તું હંમેશા મારી સારી મિત્ર છે.. અને રહેશે. પણ, પ્રેમ તો હું ઝંખનાને કરું છું..! તો હું તારી સાથે લગ્ન કેવી રીતે કરી શકું..!?

તુ આસાનીથી નહીં માનશે..!? તેણે અવાજ બદલતા કહ્યું..

વાત એકદમ સરળ છે.. (તારો અને મારો) દુનિયાઈ સબંધ તો પૂરો થયો. તારી નશ્વર કાયા પંચ મહાભૂતમાં વિલીન થઈ છે. તારી આત્માને પણ પરમાત્માને વિલિન કર.. સોહમ બોલ્યો..

સોહમ એકદમ સાચું કહે છે ગૌરી..

(મને અને સોહમને) જુદા કરનાર તું જ છે.. તારા કારણે જ સોહમએ બાળપણની મિત્રતાને ઠોકર મારી..! એમ કહી તે ઝંખનાના શરીરમાં પ્રવેશવા જાય છે.. પણ તેણે વીજળીના કરંટ જેવો અનુભવ થાય છે. અને તેની આત્મા તેનાથી દૂર ફેંકાઈ જાય છે.

ઝંખના મંત્ર ઉચ્ચારણ કરીને તેને શાંત પાડી દે છે..! તે ગૌરી પાસે જઈને પ્રેમથી સમજાવે છે.. શરીર નશ્વર છે.. અને મન શાશ્વત છે, આ ભેદ તું સમજી જાય તો ઈશ્વરની કૃપા મળે.!

મને તો સોહમ મળે, એટલે ઈશ્વરની કૃપા મળે.. હવે તું મને સમજાવશે કે મારે શું કરવું જોઈએ..!?

હા, "હું સમજાવી અને તારે સમજવું પણ પડશે..!"

ચલ, " હું સમજી જાઉં છું.. તું સોહમને મને આપી દે..!"

સાંભળ ગૌરી.. (સોહમ) કોઈ ચીજવસ્તુ નથી કે તને આપી દઉં.. હું તેને પ્રેમ કરું છું..

પ્રેમ તો હું પણ કરું છું.. ત્યાંથી છટકવાનો પ્રયાસ કરતા તે બોલી...

(કરતી હશે..) પણ સોહમ કોણે પ્રેમ કરે છે, એ વધારે મહત્વનું છે, પ્રેમમાં જબરજસ્તી ના હોય, ગૌરી... તે મારી પાસે મદદ માંગી છે.. માટે તારી મુક્તિ પાક્કી છે. જેના માથે માં કાલીનો આશીર્વાદ હોય, તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે.. સમજી જા.. તારા પથ પર આગળ વધ..

તો હું પણ મહાદેવની ભક્ત છું. હું પણ જોઉં છું.. તું મને સોહમ સાથે લગ્ન કરતા કેવી રીતે રોકે છે..! એમ કહી તેણે મહાદેવના નામનું ઉચ્ચારણ કર્યું...

એક સમયે ઝંખનાને પણ પરસેવો વળી ગયો, કારણકે ગૌરી શિવ ભક્ત હતી.. પણ તે હિંમત વાળી હતી.. તેથી તેને કંઈ સુઝ ના પાડતા.. તેને સોહમનો હાથ પકડી લીધો.. અને બોલી.. તારી મુક્તિ માટે પ્રાર્થના કરું છું.. તારો આત્મા નશ્વર લોકને છોડીને શાશ્વત લોકમાં આનંદિત થાય.. તેને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું..

એકને ખોવાનો ડર અને એકને પામવાની ઈચ્છા.. ગૌરી અને ઝંખનાની વાતો સાંભળી સોહમ પોતાનું મૌનને તોડે છે. થોભી જા.. ઝંખુ, હું મારી દોસ્તને આવી હાલતમાં નહિ જોઈ શકું.. એની મુક્તિમાં જ હું રાજી છું.. હું તેની સાથે જવા તૈયાર છું.

પણ.. સોહમ..

રાધા કૃષ્ણ પણ ક્યાં એક થયાં હતાં.!? છતાં તેમનો પ્રેમ અમર છે. (એવી જ રીતે તું અને હું...) ગૌરી સાથે લગ્ન કરી હું તને ખોવી દઈશ.. પણ મારા અસ્તિત્વમાં તને સદા માટે સમાવી લઈશ.. મારો આત્મા હંમેશા તારી આસપાસ રહેશે..

લગ્ન પછી હું તને અને તારા આત્માને પોતાનો બનાવીશ. અને તને એટલો પ્રેમ આપીશ કે તું ઝંખનાને ભૂલી જશે.! પ્રેત યોનિમાં તને પામી હું જન્મોજન્મ માટે તારી થઇ જઈશ..! પછી તને કઈ યાદ પણ નહિ રહે.. હા.. હા.. હા.. (જોરથી હસતાં હસતાં ગૌરી બોલી..)

પણ.., પ્રેમ તો મારો સાચો કહેવાશે..!? જેમ, મીરાબાઈએ ઝેર પીને પ્રેમ અમર કીધો.. એમ હું પણ સોહમની છબી મારા અંતરમાં ઉતારી લઈશ.. જન્મોજન્મ હું સોહમની રાહ જોઇશ.. મે તો ગૌરીને મદદ કરી છે. અને તે મુક્તિ આપી છે.. એ વાતની ખુશી છે મને.. પ્રેમમાં પામવું ક્યાં જરૂરી છે..!? સોહમ મારી સાથે છે કે નથી.. એનાથી મને કોઈ ફરક નથી પડતો.. તે હોય કે ના હોય છતાં હું તને પ્રેમ કરીશ..! ઝંખુ બોલી..

બસ, તો આપણે શિવ મંદિરમાં જઈએ.. હું હવે વધુ સમય બગાડવા નથી માગતી, હમણાં જ તારી સાથે લગ્ન કરવા માગું છું.. ભગવાન શંકર અને ઝંખનાની હાજરીમાં તું મારી સાથે લગ્ન કરીશ..

શિવ મંદિરે જતા પહેલા સોહમ તેના મમ્મી પપ્પાને મળી તે ત્યાં આવશે, એમ કહી તે ઝંખનાના ઘરેથી નીકળી જાય છે..

હવે, બોલ ઝંખના જીત કોણી થઇ..!? તું ચાહીને પણ કંઇજ કરી ના શકી..! અને મારા પ્રેમની જીત થઇ..

મને મારા ભગવાન પર પૂરો ભરોસો છે. તે મારી સાથે અન્યાય નહિ કરશે...! (ઝંખુએ પણ આત્મ વિશ્વાસથી કહ્યું..)

"તને સોહમને ખોવાનો બિલકુલ ડર નથી.!"

ના, "મને મારા પ્રેમની શક્તિ પર પૂરો વિશ્વાસ છે.."

તો ચાલ હવે હું મોડું કરવા નથી માગતી.!!

ત્રણેય શિવ મંદિરે પહોંચે છે.. પવિત્ર મંદિરમાં પ્રવેશતા પહેલા ગૌરી મહાદેવની સ્તુતિ કરે છે. તેથી મંદિરમાં પણ તે સહેલાઈથી પ્રવેશી શકે છે.

સોહમનો હાથ પકડી બોલે છે.. નિત્ય ક્રમ મુજબ તું શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કર.. અને હું અભિષેક કરું છું.. પછી આપણે લગ્ન કરીએ..

અને સોહમે સ્ત્રોત ગાવાનું શરૂ કર્યું.. ગૌરીએ અભિષેક કર્યો. પછી સોહમના હાથમાં ઝંખનાનો હાથ મૂકી દીધો. તમે બંને ખુશ રહો એ જ મારી ઈચ્છા છે. હું તમારા જેવા મિત્રો કેવી રીતે ખોવી શકું..!? હું તમને અલગ કરી શકું.. પણ તમારા પ્રેમને રોકી ન શકું.. તમારી ખુશીમાં જ મારી ખુશી છે.. હવે હું મારા પથ પર આગળ વધુ છું.. પણ જ્યારે તમે મને યાદ કરશો તો હું એ જ સમયે તમારી પાસે હાજર થઈ જઈશ.. અને બીજા જન્મમાં સોહમ ફ્કત મારો જ હોય એ મારી છેલ્લી ઈચ્છા છે.. તમે ખુશ રહો.. ત્યાં તો ગૌરીની આત્મા તેજોમય પ્રકાશનો પુંજ થઇ સૃષ્ટિમાં ભળી જાય છે..

સોહમ, તમે બાલ્કની માં શું કરો છો..? ઝંખુએ તેના ખભા પર હાથ મૂક્યો.. તેના મોઢામાંથી અકારણ ગૌરીનું નામ નીકળી જાય છે..
(ક્રમશ:)

*******

તેઓનો ભૂતકાળ ભવિષ્યને કેવી રીતે હાવી થશે.!?
ઝંખનાની શકિતને કેવી રીતે બંધનમાં બાંધી શાંતિ કરાવશે.!?
કુદરતી શકિત જાણીને પણ શા માટે તે ડૉ. વ્યાસ પાસે ઝંખાનાનું કાઉન્સલીંગ કરાવશે.!?

વાંચતા રહો દર મંગળવારે માતૃભારતી પર,
An untoward incident (અનન્યા)

🙏જય શ્રી કૃષ્ણ🙏
🌺🌺રાધે રાધે🌺🌺