( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન અને ઝંખનાની ઓનલાઈન દોસ્તી સારી રીતે આગળ વધી રહી છે. ઝંખના એના જીવનની મહત્ત્વ ની બાબતો અરમાન સાથે શેર કરે છે. અને બંનેના વિચારો પણ કેટલીક બાબતમાં એક સરખા હોય છે. હવે આગળ જાણીશુ શું થાય છે.)
અરમાન સાથે પોતાની જીંદગીની સૌથી કડવી યાદોને શેર કર્યા પછી ઝંખના એનામાં એક નવી ઊર્જા મેહસુસ કરે છે. એ અરમાન સાથે વધુ સહજતાથી વાતો કરવા લાગે છે. અરમાન પણ હવે એની સાથે હસી મજાક કરે છે. બંને પોત પોતાની મર્યાદામા રહીને એમની દોસ્તી ને આગળ વધારે છે.
એક દિવસ ઝંખનાના બોસ એને એમની કેબિનમાં બોલાવે છે. અને કહે છે કે જે પ્રોજેક્ટ ને એ હેન્ડલ કરે છે. એના માટે એક કોન્ફરન્સ છે. અને એ કોન્ફરન્સ મુંબઈમા હોય છે. અને ઝંખનાએ એ કોન્ફરન્સ માટે બે દિવસ મુંબઈ જવાનુ છે. ઝંખના એમને હા કહી બહાર આવે છે.
રાતે જ્યારે એ અરમાન સાથે આ બાબત વાત કરે છે ત્યારે અરમાન ખૂબ ખુશ થઈ જાય છે. અને ઝંખનાને ત્યાં મળવાનુ કહે છે.
ઝંખના : અરમાન હું ત્યા કોન્ફરન્સ માટે આવુ છું ફરવા માટે નહી.
અરમાન : હા તો સાંજે તો ફ્રી જ હશે ને ત્યારે તો મળી જ શકાય ને. Please યાર કેટલો સારો મોકો મળ્યો છે મળવાનો. ચાલને એ બહાને એકબીજાને જાણી શકીશું.
ઝંખના : સારુ બાબા આપણે મળીશું બસ.
અરમાન : ઝંખના સાંભળને.. તુ એક દિવસ વધારે રોકાઈ જજે ને આપણે સાથે ફરીશું.
ઝંખના : no way.. હું કંઈ વધારે નથી રોકાવાની..
અરમાન : please.. please.. please.. માની જાને.. આપણે આખો દિવસ ફરીશું. ખૂબ મજા કરીશું.
ઝંખના : તુ સમજતો નથી અરમાન આમ એક અજાણ્યા વ્યક્તિ પર હું કેવી રીતે ભરોસો કરી શકુ.
અરમાન : ઓહ તો હું અજાણ્યો છું. શુ તને મારી પર થોડો પણ વિશ્વાસ નથી !! તને શું લાગે છે હું તારો ફાયદો ઉઠાવવા માટે આ બધુ કહી રહ્યો છું. મને લાગ્યુ આપણે ખૂબ સારા ફ્રેન્ડ છે. પણ તુ તો મને એક મિત્ર પણ નથી માનતી. હુ તો તારા માટે એક અજનબીથી વધારે કંઈ પણ નથી. Sorry તને આ રીતે force કરવા માટે. હવેથી તને કોઈ પણ દિવસ force નહીં કરીશ. અને એ અરમાન offline થઈ જાય છે.
ઝંખના અરમાન ની વાત સાંભળીને દુઃખી થઈ જાય છે. ઘણુ વિચારવા પછી એ નક્કી કરે છે કે એકવાર અરમાન ને મળવામાં વાંધો નથી. એ બધી રીતે સારો છોકરો છે. અને એકવાર મળવાથી મને એના વિશે બઘી ખબર પડી જશે. જ્યારે મને એક મિત્ર ની ખાસ જરૂર હતી ત્યારે અરમાને જ મને એનો સાથ આપ્યો. મારી તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. તો હું એની પર અવિશ્વાસ કરીને આમ એને નિરાશ ના કરી શકું. થોડીવાર આમ જ ગડમથલ કરીને છેલ્લે એ અરમાન ને મેસેજ કરે છે.
ઝંખના : Sorry અરમાન.. મારો ઈરાદો તને દુઃખ પહોંચડવાનો બિલકુલ નોહતો. એ તો બસ મારા મોઢામાંથી નીકળી ગયુ. બાકી મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને હા હુ કાલે સર પાસેથી એક દિવસ વધાર રોકાવાની પરમીશન લઈ લઈશ. પણ તારે મને એક પ્રોમિસ આપવુ પડશે કે તારે મને મુંબઈ ફેરવવાનુ છે.
ઝંખનાનો મેસેજ વાંચીને અરમાન ખુશ થાય છે અને જવાબ આપે છે
અરમાન : thank you very much.. મારા પર વિશ્વાસ કરવા માટે. અને હુ તારો આ વિશ્વાસ કોઈ દી નહી તોડીશ. અને હા i promise હુ તને આખુ મુંબઈ ફેરવીશ. તુ તારા આવવાની ડેટ મને કહી દેજે એટલે હુ પણ લીવ લઈ લઉ.
ઝંખના : હા હુ તને કાલે બધી ડિટેઇલ્સ આપી દઈશ.
થોડીવાર આમતેમની વાતો કરીને બંને એકબીજાને ગુડ નાઈટ કહી સૂઈ જાય છે.
બીજે દિવસે સવારે ઝંખના એના બોસ પાસેથી એક દિવસ વધારે મુંબઈ મા રોકાવાની પરમીશન માંગે છે. અને ઝંખના આમ પણ વધારે છુટ્ટી લેતી નથી હોવાથી બોસ એને ખુશી ખૂશી રજા આપી દે છે. અને મુંબઈ જવા માટે અને આવવા માટેની પ્લેનની ટીકીટ, અને મુંબઈમાં રોકાવા માટે હોટલનુ બુકીંગ પણ કંપની તરફથી કરી આપે છે. ઝંખના એક દિવસ નુ હોટલનુ ભાડુ અને આવવાનો ખર્ચ એ પોતે આપશે એવુ કહે છે ત્યારે એના બોસ કહે છે. " ઝંખના તુ અમારી ખૂબ જ હોનહર ને ઈમાનદાર તેમજ કાર્યદક્ષ એમ્પ્લોય છે. તે કંપની પ્રત્યે તારી જવાબદારી હંમેશા સારી રીતે નિભાવી છે. તો કંપની તારા માટે આટલુ તો કરી જ શકે છે. અને ઝંખના એ જાણીને ખુશ થાય છે કે જે કંપનીમા એ ખંતથી કામ કરે છે એ કંપનીને પણ એની એટલી જ કદર છે. અને એ બોસને thank you કહી પોતાની કેબીનમા આવી જાય છે.
થોડીવાર રહીને બોસ એને કોન્ફરન્સ નો એજન્ડા તેમજ ફ્લાઈટની ટીકીટ અને હોટલની ડિટેઇલ્સ એક ફાઈલમા આપે છે. જે ઝંખના યાદ કરીને પોતાની સાથે લઈ લે છે.
રાતે એ અરમાન ને એ ક્યારે આવશે એ બધી ડિટેઇલ્સ આપે છે. બંને જણા પોતાનો નંબર પણ એકબીજાને આપી દે છે. જેથી સંપર્ક કરવામા તકલીફ ના પડે. અને પછી સૂઈ જાય છે.
બસ હવે એક જ દિવસ આડો હોય છે ઝંખનાને મુંબઈ જવા માટે. એ એનુ પેકીંગ કરી નાંખે છે. અને કોન્ફરન્સને લગતા બધાં ડોક્યુમેન્ટ સાચવીને મૂકી દે છે. એ રાતે એ અરમાન સાથે ખૂબ સારી વાત કરે છે. અરમાન એને એરપોર્ટ પર લેવા આવવાનુ કહે છે. પણ કંપની તરફથી કાર લેવા આવવાની હોવાથી ઝંખના મના કરી દે છે. અને પછી એ હોટલનુ સરનામુ આપે છે. અને અરમાન સાંજે એને હોટલ પર લેવા આવશે એવુ બંને નક્કી કરે છે.
બીજે સવારની ફ્લાઇટ હોવાથી ઝંખના વહેલી એરપોર્ટ પહોંચી જાય છે. આમ તો અમદાવાદથી બોમ્બે એક દોઢ કલાકનો જ સમય થાય છે. એટલે એ 8 : 00 થી 8 : 30 સુધીમાં તો એ તો મુંબઈ એરપોર્ટ પહોંચ ગઈ. ત્યા કંપની તરફની કાર એને લેવા પહોંચી ગઈ હોય છે. પહેલા એ સીધી હોટલ પર પહોંચ છે અને ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરે છે. બ્રેકફાસ્ટ એ એના રૂમમા જ મંગાવી લે છે. ત્યા જ અરમાન નો ફોન આવે છે. આજે એ લોકો પહેલી વાર ફોન પર વાત કરે છે. અરમાન એને સફર વિશે પૂછે છે. ઝંખના પણ એનો મુંબઈ નો અનુભવ કહે છે. અને પછી સાંજે મળશે એમ કહી બંને ફોન મૂકે છે.
અરમાન સાથે વાત કરીને ઝંખના તૈયાર થઈને જ્યા કોન્ફરન્સ હોય છે ત્યા પહોંચ છે. કંપનીની જ્યાં જ્યાં પણ બ્રાન્ચીઝ હતી ત્યાંથી એક એક એમ્પ્લોય આવ્યા હોય છે. બધા એકબીજાનો પરિચય આપે છે. અને મિટીંગ ચાલુ થાય છે. ઝંખનાએ મીટીંગ માટેની તૈયારીઓ સારી રીતે કરી હતી માટે એને પ્રોજેક્ટ સમજવામા અને પોતાની વાત મૂકવામા બિલકુલ તકલીફ ના પડી. આખો દિવસ મીટીંગમા ચાલ્યો જાય છે. પાંચ વાગ્યે મીટીંગ પૂરી થાય છે. એ હોટલ તરફ જાય છે. એમ તો કંપની તરફથી કાર હોય જ છે એટલે એને વધારે કોઈ પ્રોબ્લેમ ના પડી. રસ્તામા એણે અરમાનને મેસેજ કરી દીધો હોય છે કે એ હોટલ પહોંચવાની છે. અરમાન પણ એને સાત વાગે લેવા આવશે એવો મેસેજ કરે છે.
હોટલ પર પહોંચ એ શાવર લે છે. અને અરમાન સાથે બહાર જવા માટે રેડી થાય છે. ઝંખના આજસુધી આ રીતે કોઈ સાથે મળી નોહતી. અને એ અરમાનને એક દોસ્તથી વધારે કંઈ જ માનતી ન હોવાથી રોજ જે રીતે કપડા પહેરે છે એ જ રીતે એક કુર્તી અને લેગીન્સ પેહરે છે. વાળને એક પોનીમાં બાંધે છે. અને અરમાનના આવવાની રાહ જુએ છે.
બરાબર સાત વાગ્યે અરમાનનો ફોન આવે છે. કે હોટલના રિસેપ્શન પર પહોંચ ગયો છે. ઝંખના પણ એનુ પર્સ અને મોબાઈલ લઈ રૂમ લોક કરી નીચે આવે છે. નીચે પહોંચ છે તો પાંચ ફૂટ અગિયાર ઈઁચની લંબાઈ અને એકદમ ફીટ શરીરવાળો, ચેહરા પર ગમે તેમ ઉગેલ દાઢી જે એની બેફિકરાઈની સાબિતી આપતી હતી એવો એક યુવક રિસેપ્શન પાસે ઊભો મોબાઈલમા કંઈક જોયા કરતો હોય છે. ઝંખના સીધી એની પાસે જાય છે અને હાથ લંબાવી કહે છે. " hii,, i'm Zankhna.. u r Armaan right.. અરમાન એની તરફ જુએ છે અને સ્માઈલ આપીને હાથ મિલાવે છે. અને કહે છે.. " yes.. u r right miss Zankhna.. i' m Armaan.. બંને જણા સ્માઈલ સાથે એકબીજાનુ અભિવાદન કરે છે. થોડી ઔપચારિક વાતો કરી બંને બહાર નીકળે છે.
અરમાન એની બુલેટ લઈને આવેલો હોય છે. એ ઝંખનાને પાછળ બેસી જવા માટે ઈશારો કરે છે. ઝંખના આમ કોઈની સાથે બાઈક પર બેઠેલ ન હોવાથી એ થોડી જીજક અનુભવે છે. પણ પછી એ બાઈક પર બેસી જાય છે. પણ થોડી અસહજ પણ હોય છે. અરમાન એની આ અસહજતા સમજી જાય છે. અને એને દૂર કરવા માટે એની સાથે વાતો કરવા લાગે છે. બસ આમ જ બોમ્બેનુ ટ્રાફિક એનુ જીવન એ વિશે વાતો કરતા કરતા એ લોકો એક રેસ્ટોરન્ટ પાસે પહોંચ છે.
એ એક ગાર્ડન રેસ્ટોરન્ટ હોય છે. અરમાને પેહલેથી જ બે વ્યકિત માટેનુ ટેબલ બુક કરાવ્યુ હોય છે. એ મેનેજર ને કહે છે તો મેનેજર એને એમનુ ટેબલ બતાવે છે. બંને જણા ટેબલ ખુરશી પર પોતાની જગ્યા લે છે. વેઇટર મેનુ લઈ ને આવે છે. અરમાન મેનુ ઝંખનાને આપે છે.
ઝંખના : અરે આ કામ મને ના સોપતા. મને ઓર્ડર કરવામા બિલકુલ સમજ નથી પડતી. અને મેનુ અરમાન તરફ સરકાવે છે.
અરમાન : અરે તમે અમારા ગેસ્ટ છો તો જમવાનુ તો તમારા પસંદનુ જ હોવુ જોઈએ ને.. અને ફરીથી એ મેનુ ઝંખના તરફ સરકારે છે.
ઝંખના : થોડી શિકાયત ભરી નજરથી અરમાન તરફ જુએ છે. અને પછી કહે છે, તમને શુ ગમશે પંજાબી કે ચાઈનીઝ
અરમાન : મને તો કંઈ પણ ચાલે આમ પણ રોજ આ પ્રકારનુ તો ખાતો આવ્યો છું. અને એની વાતોમા ઘરનુ અને મમ્મીના હાથનુ ખાવાનુ મીસ કરવાનો એહસાસ સાફ સાફ દેખાય છે.
ઝંખના : ઓકે તો મને પંજાબી વધારે ભાવે છે તો હુ પંજાબી જ ઓર્ડર કરુ છું.
અરમાન ok as u wish..
અને ઝંખના વેઈટરને બોલાવી ફૂડ ઓર્ડર કરે છે. ઓર્ડર આવે ત્યા સુધી એ લોકો વાતો કરે છે.
અરમાન : તો ઝંખના.. કેવો રહ્યો આજનો દિવસ. મીટીંગ કેવી રહી.
ઝંખના : દિવસ અને મીટીંગ બંને ખૂબ જ સારા રહ્યા. Infact મારા કેટલાક idea's એમને ખૂબ જ ગમ્યા અને એ લોકોએ એને consider પણ કર્યા.
અરમાન : wow.. great.. congrats.. સાચે ઘણુ સારુ કહેવાય આ તો.
ઝંખના : હા સારુ તો કહેવાય જ્યારે આપણી મહેનતની કદર થાય ત્યારે સાચે ખુશી મળે છે. તમે કહો કેવુ ચાલે છે તમારુ.
અરમાન : અમારુ તો as usual જ ચાલ્યા કરે. પ્રમોશન આવે તો સાથે જીમ્મેદારી પણ આવે. બસ એ જીમ્મેદારી નિભાવ્યા કરીએ છીએ.
ઝંખના : હા એક બેંકમા બ્રાન્ચ મેનેજરનુ કામ પણ કંઈ સેહલુ નથી હોતુ. So તમારા ફેમેલી વિશે કહો કંઈક.
અરમાન : મારુ ફેમેલી સુરતમા રહે છે. મમ્મી પપ્પા ભાઈ ભાભી અને એક નાનકડી પરી.મારી ભત્રીજી ફોરમ.
બંને વાતો કરતા હોય છે અને જમવાનુ પણ આવી જાય છે. બંને જણા જમતા જમતા પણ વાતો કરતા જાય છે. આમ જ બીજા દિવસે પણ અરમાન ઝંખનાને બહાર જમવા લઈ જાય છે. હવે બંને જણા એકબીજા સાથે ખૂબ જ હળી મળી ગયા હોય છે. ઢગલો વાતો કરવા છતા પણ એ લોકોની વાતો ખતમ જ નથી થતી હોતી. બાકી રહ્યુ હોય તે રાતે મેસેજમા પણ વાતો ચાલુ જ હોય છે.
મીટીંગ તો પૂરી થઈ ગઈ હોય છે. અને આજે ઝંખના અરમાન સાથે પૂરો દિવસ ફરવાની હોય છે. બરાબર આઠ વાગ્યે અરમાન એને લેવા હોટલ પર આવે છે. અને ઝંખનાને ફોન કરે છે. ઝંખના નીચે આવે છે. આજે એણે જીન્સ અને ટીશર્ટ પહેરેલ હોય છે. અને વાળ પણ હાફ પોનીમા લીધેલા હોય છે. આ બાજુ અરમાન પણ ફંકી જીન્સ અને બ્લુ રેડ એન્ડ વાઈટ સ્ટીપવાળી ટીશર્ટ પહેરેલી હોય છે.
અરમાન એક નજર એને જુએ છે અને કોમ્પ્લીમેન્ટ આપે છે. ઝંખના પણ થેંક્સ કહી આગળ ચાલવા લાગે છે. આજે એ લોકો મુંબઈ દર્શન જવાના હોય છે એટલે અરમાને ગાડી બુક કરાવી હોય છે. બંને જણા ગાડીમા બેસે છે. તેઓ સિધ્ધીવિનાયક, મહાલક્ષ્મી મંદિરના દર્શન કરે છે. અને ગેટ વે ઓફ ઈન્ડિયા જુએ છે. ત્યા ઝંખના ખૂબ ખુશ થાય છે. છેલ્લે એ લોકો જુહુ ચોપાટી આવે છે. ત્યા દરિયા કિનારાને જોઈને તો ઝંખના જાણે પાગલ થઈ જાય છે. સેન્ડલ કાઢી પેન્ટને ઉપર ચઢાવી એ તો સીધી દરિયા તરફ દોટ મૂકે છે. અરમાન એને બૂમ પાડીને વધારે આગળ ના જવાનુ કહે છે. પણ ઝંખના તો જાણે કંઈ સાંભળતી જ નથી. અરમાન પણ એના શૂઝ ઉતારી એ તરફ દોડે છે. અરમાનને એની તરફ આવતા જોઈ ઝંખના એની તરફ પાણી ઉડાડે છે.
અરમાન એકદમ અવાચક થઈને ઝંખના તરફ જુએ છે. અત્યાર સુધી ફોન પર વાત કરતી ઝંખના અને બે દિવસ મળેલ ઝંખના કરતા આ ઝંખના એકદમ અલગ જ લાગે છે. જાણે નાનુ બાળક દુનિયાની પરવા કર્યા વગર પોતાની દુનિયામા જ મસ્ત હોય છે એમ ઝંખના પણ એની દુનિયામા જ મસ્ત હોય છે. ફરીથી પોતાના મુખ પર પાણીની છોળ આવતા અરમાન અચાનક વાસ્તવિકતા મા આવે છે અને એ પણ ઝંખના પર પાણી ઉડાડે છે. ઝંખના એનાથી બચવા દૂર દોડે છે. અરમાન પણ એની પાછળ દોડે છે. અને એને કમર પરથી પકડી લે છે.
અરમાનના આમ અચાનક પકડવાથી ઝંખનાના શરીરમા જાણે કરંટ પસાર થયો હોય એમ એ ઘ્રુજી ઉઠે છે. અરમાનને તો એવી કોઈ પડી નથી હોતી. એ તો એક દોસ્ત સાથે મસ્તી કરતો હોય એમ જ મસ્તી કરે છે. અરમાન ની આંખોમા એને કોઈ પણ જાતનો વિકાર દેખાતો નથી એટલે એ પણ પોતાની જાતને સંભાળી લે છે. અને ફરીથી અરમાન સાથે મસ્તી કરવા લાગે છે. ઘણો સમય આમ મસ્તી કરીને બંને થાકે છે. ઝંખના પાણીમાથી નીકળી રેતી પર બેસે છે. અને આંગળીથી ગમે તેમ આકાર દોરે છે. અરમાન પણ એની બાજુમા આવીને બેસી જાય છે.
અરમાન : તો મજા આવી કે નહી..
ઝંખના: અરે ખૂબ મજા આવી.. આજે તો જાણે હુ અલગ જ દુનિયામા આવી ગઈ છુ એવુ લાગે છે.
અરમાન : હા એ તો દેખાય આવે છે. દરિયો જોઈને તો જાણે પાગલ થઈ ગઈ હતી.
ઝંખના : હા મને નાનપણથી દરિયો ખૂબ જ ગમે છે. હુ નાની હતી ત્યારે પપ્પા એક બે વાર લઈ ગયેલા. પર પછી તો.. પપ્પાની વાત યાદ આવતા ઝંખના ઉદાસ થઈ જાય છે.
અરમાન પણ એની ઉદાસી જાણી લે છે અને વાત બદલતા કહે છે. તો આ દરિયો જોઈને જ પેટ ભરવાની છે કે પછી કંઈક ખાવુ પણ છે.
ઝંખના : ના હો ભૂખ તો લાગી છે અને એ પેટ પર હાથ ફેરવી મોઢુ બનાવ છે.
અરમાન એના માથા પર એક ટપલી મારે છે અને નૌટંકી કહે છે. અને એને હાથ પકડીને ઊભી કરે છે.
અરમાન : તો મેડમ આજે શુ ખાવાનો મુડ છે. ચાલ તને આજે ઈટાલિયન ફૂડ ખવડાવું.
ઝંખના : ના મારે આજે અહીનુ સ્ટ્રીટ ફૂડ ખાવુ છે બહુ ખાય લીધુ હોટલનુ..
અરમાન : અહીનુ તો વડાપાઉ અને ચાટ ફેમસ છે.
ઝંખના : હા તો આપણે એ જ ખાઈશું.
અરમાન એને જુહુ ચોપાટીની ફેમસ ચાટ ખવડાવે છે. એ લોકો પાપડી ચાટ, ભેલ પૂરી, દહી પૂરી, સેવ પૂરી બધુ જ ચાખે છે. અને છેલ્લે ઝંખના એના તરફથી અરમાનને આઈસ્ક્રીમ ખવડાવે છે. પછી અરમાન ઝંખનાને એની હોટલ પર મૂકી આવે છે. અને એ એના ક્વાર્ટર તરફ જાય છે.
બીજે દિવસે ઝંખના અમદાવાદ પહોંચ છે.
** ** **
વધુ આવતા ભાગમાં
મિત્રો કેવો લાગ્યો આ ભાગ. કમેન્ટ મા જરૂર જણાવજો અને હા રેટીંગ આપવાનુ ના ભૂલતા.😀😃 ત્યા સુધી બધાને મારા જયશ્રી કૃષ્ણ..🙏