Strange story sweetheart ..... 18 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | અજીબ કહાની પ્રિયાની.....18

The Author
Featured Books
Categories
Share

અજીબ કહાની પ્રિયાની.....18

પ્રિયા આગળ પોતાની વાત કહેતાં બોલી કે, " કદાચ મારાં જેવી સામાન્ય યુવતી માટે સામાન્ય ઘરનાં સામાન્ય લોકો જ યોગ્ય છે. પૈસાવાળાં લોકોની જિંદગી સાથે એડજેસ્ટ કરવું ઘણું જ આકરું લાગે છે. ને એ જ વાત પેલા દિવસે પણ મારાં મનમાં થઈ આવી હતી."

"કયા પેલા દિવસે......?"

"સુશીલનાં દુબઈથી પાછાં ફરવાની ખુશીમાં જ્યારે એક મોટી પાર્ટી રાખવામાં આવી હતી ત્યારે....., એ દિવસે..."

"તો... તો..., તારે ત્યારે ને ત્યારે જ ઘરમાં કમલેશભાઈ કે માયાભાભી સાથે વાત કરી લેવી હતી...."

"મેં ઘણી કોશિશ કરેલી એ લોકો સાથે વાત કરવાની.....પણ..."

"પણ....શું....બોલ....આગળ...."

"પણ ખબર નહિ હું એ લોકોને કશું જ કહી શકી નહિ. કદાચ મારી વાતને લીધે એ લોકોનાં રીએક્નશનાં ડરને કારણે...મેં મારી વાત મનમાં દબાવી દીધી હતી.....ને.... મેં...."

"પાછી અટકી ગઈ.. , શું...? બોલ....., ને....મેં......"

"ને..... મેં......તારો સંપર્ક કરવાનો ત્યારે ઘણો જ પ્રયત્ન કર્યો હતો....ઓફિસમાં ફોન કર્યો તો ખબર પડી કે તેં થોડાંક દિવસની રજા લીધી છે. ઘરે માત્ર રીંગ જ વાગી રહી હતી. કોઈ ફોન ઉપાડતું જ નહોતું....."

"અમે બધાં કદાચ ગામ ગયાં હોઈશું. મારી નાની માનું અવસાન એ જ અરસામાં થયું હતું."

"સગાઈ પછી અને લગ્ન પહેલાંનાં સમયગાળા દરમ્યાન સુશીલ જે હતો એનાં કરતાં તો અત્યારનો સુશીલ સાવ અલગ પડે છે. લગ્ન પહેલાં એવું લાગતું હતું કે એ મને ખૂબ જ પ્યાર કરે છે. મારી સાથે કેટલી બધી મીઠી - મીઠી વાતો કરતો હતો. ને હવે એવું લાગી રહ્યું છે કે લગ્ન પછી એ પ્યાર જાણે હવે ઓગળીતો રહ્યો છે. બહાર જઈએ ત્યારે જ અમારી વચ્ચે માત્ર વાતો થાય છે એ પણ થોડીઘણી. ઘરમાં તો....એ સવારે ઉઠે એટલે એને ચા - નાશ્તો આપવા માટે, ઓફિસ જાય એ પહેલાં એનાં કપડાં રેડી કરવાં માટે ને બીજું બધું એનું નાનું - મોટું કામ કરવાં માટે જ છું એવું લાગે છે. એ સિવાય આમારી વચ્ચે વાતો થતી જ નથી."

"તું ભણેલી છે. એની ઓફિસ જવાનું ચાલુ કરી દે...."

"મેં એ પણ એને કીધું કે ઘરમાં રહીને કંટાળો આવે છે તો હું થોડીવાર ઓફિસે આવવા લાગું.....તો..પણ...ના..."

"મારાં ખ્યાલથી તો થોડો સમય થોભ. બધું બરાબર થઈ જશે. તમારાં વિચારોમાં મત - ભેદ છે. વિચારસરણી થોડીક અલગ પડે છે. બસ....ધીરે - ધીરે બંને એકબીજાંને સમજવા લાગશો...કદાચ મધ્યમ વર્ગ અને અમીર વર્ગની એક પાતળી દિવાલ તેં તારાં મનમાં ચણી લીધી હશે ને એનાં કારણે કદાચ તકલીફ પડતી હશે......"

"હા....., એવું પણ હોય શકે. તારી વાતમાં પોઈન્ટ તો છે. કદાચ મારી વિચારધારા પણ એ વાત માટે જવાબદાર હોય શકે. કારણ પૈસાવાળાં લોકોની જિંદગીથી તો હું વાકેફ છું જ નહિ. મારે જ કદાચ બદલવાની જરૂર છે. સારું થયું તેં આ બાબતે મારું ધ્ચાન દોર્યું...ચાલ... હવે ....હું.... જાઉં...છું....ઘણું...મોડું થઈ રહ્યું છે. "

"હા...., મને પણ ...., જ્યારે પણ જરૂર પડે ત્યારે આવી જ રીતે બેઝિઝક ફોન કરીને બોલાવી લેજે હું આવી જઈશ."

લલિત સાથે વાત કરીને પ્રિયાને ઘણું જ સારું લાગી રહ્યું હતું. લલિતની સમજદારીભરી વાતોથી એનો ખાલીપો જાણે થોડીવાર માટે ભરાઈ ગયો હતો. એણે મનથી પોતાને થોડી મજબૂત બનાવી લીધી હતી. ને ઘરે પહોંચી. સાસુ - સસરા હૉલમાં ટી. વી. જોઈ રહ્યાં હતાં.

"આવી...ગઈ...પ્રિયા.. વહુ....."

"હા....મમ્મીજી...."

"ક્યાં....ગઈ....હતી....?"

"મારી એક બહેનપણી આ તરફ આવી હતી તો એણે મને મળવા માટે બોલાવી હતી એટલે એને મળવા માટે ગઈ હતી."

"એને...આપણાં...ઘરે...બોલાવી....લેવી....હતી..ને.."
"એણે એની બીજી બહેનપણીને પણ મળવું હતું એટલે એણે મને બહાર મળવા માટે બોલાવી કે મને મળી લે પછી ત્યાં જવા માટે એને સરળતા રહે....એટલે...." પ્રિયા બધું બરાબર ગોઠવીને બોલી.

"સારું...., સારું....."

"હું કપડાં બદલીને આવી....."

"સાંભળ...., અમે જમી લીધું છે. તું અને સુશીલ સાથે જમશોને..."

"હા... , મમ્મીજી ..."

"ભલે...., તો હું રંજનબેનને ખાવાનું ઢાંકી દેવા કહી એમને જવા માટે કહી દઉં છું..."

"ઠીક છે...., મમ્મીજી...." કહી પ્રિયા પોતાની રૂમમાં જતી રહે છે.

(ક્રમશ:)