Mangal - 29 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 29

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

મંગલ - 29

મંગલ
Chapter 29 – પરદેશની વાટ
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860







-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં ઓગણત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. શેઠ સુરેશચંદ્ર મહેતાનાં અવસાનથી તેની દુકાન બંધ થતાં મંગલ ફરી વતન પાછો ફરે છે. રોજગારી માટે તે મગન નાથાની નૌકામાં રસોઈયા તરીકે નોકરી પર રહે છે. પરંતુ તેનામાં રહેલી સાહસવૃત્તિ જેને જોરે તે કશું નવું કરવા માંગતો હતો, તે કરી શકશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ઓગણત્રીસમું પ્રકરણ
મંગલ Chapter 29 – પરદેશની વાટ





Chapter 29 – પરદેશની વાટ
ગતાંકથી ચાલુ

સાહસવૃત્તિને અવકાશ તો ન મળ્યો, પણ દરિયામાં ઉછળતી છોળો વચ્ચે વાતા પવનોને સંગ રહેવાનો સમય તો મળ્યો એમ માનીને મંગલે ક્ષણિક સંતોષ પણ માની લીધો પણ એ પોતાનું ધ્યેય નથી. હા, ધ્યેય સૂધી પહોંચવાનો માર્ગ હોઈ શકે. એ વાત પણ અલગ છે જેને નકારી શકાતી ન હતી એ વાટ - તે જે જે સ્થાને કામ કરી ચૂક્યો હતો, તે દરેક સ્થળે કંઈક અઘટિત બની જતું હતું. વહાણ ભાંગવાનાં કામમાં અકસ્માતે તેનો અંગૂઠો કપાઈ ગયો. દુકાને કામ કરતો હતો તે સમયે શેઠ સુરેશચંદ્રનું અવસાન થયું. જો કે આવી ઘટનાઓમાં મંગલની પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા પણ ન હતી, છતાં તે તેનાંથી પ્રભાવિત થયેલો. શું આ વખતે પણ એવું જ બનશે ?
મંગલને નૌકામાં કામ કરતાં ઘણા દિવસો થઈ ગયા હતા. અલંગ હતો ત્યારે રસોઈકળા તો હસ્તગત થઈ ગયેલી હતી. વહાણમાં કામ કરતાં બીજા માણસોને તો તેની રસોઈથી કશો વાંધો આવતો ન હતો, પણ સ્વભાવવશ મગન નાથા એમાં ભૂલ કાઢ્યા વગર રહે જ નહીં. શરૂઆતમાં તો તેને એમ થઈ જતું કે ખોટા આવ્યા પણ પછી એને અવગણતાં પણ શીખી ગયો. કામ કરતાં માણસો પણ જરૂરી ન લાગે ત્યાં સૂધી બહું ખાસ ધ્યાન આપતાં નહીં.
દૂર દૂર સૂધી અગાધ સમુદ્ર અને એ સમુદ્રમાં નાના મોટા બિંદુ જેવી દેખાતી હોડીઓ અને એકલ દોકલ મોટા જહાજો સિવાય બીજું તો કશું જોવા મળતું નહીં. કિનારો તો જોવા પણ મળી રહ્યો ન હતો. મગન નાથા આમ તો અનુભવી ખલાસી રહ્યા એટલે સુકાન પણ અનુભવી હાથોમાં હતું. દરિયાઈ માર્ગોને તે સારી રીતે ઓળખી ચૂક્યા હતા, પણ આવડા વિશાળ સમુદ્રનાં પટને એક માણસ કેટલો ઓળખી શકે ? ક્યારેક તો એવું પણ બની જાય જે અગાઉ ક્યારેય ન બન્યું હોય. તે દિવસે પણ એવું જ બન્યું. હવામાન તો ચોખ્ખું જ હતું. તોફાનનાં તો કોઈ અણસાર ન હતા. પણ માનવસર્જિત તોફાન એ શાંત દરિયામાં તરંગો પેદા કરવા માટે જાણે થનગનતું હતું.
મગન નાથા પોતાની ધૂનમાં નૌકા ચલાવ્યે જતાં હતાં. કિનારાની ક્ષિતિજે બીજી એક નૌકા તેની તરફ આવી રહી હતી. ધીમે ધીમે તે નજીક આવી રહી હતી. સામાન્ય રીતે જે તે નૌકા પર રાષ્ટ્રધ્વજ લાગેલો જોવા મળતો હોય છે હતો પરંતુ નૌકામાં કોઈ ધ્વજ લાગેલ ન હતો. આ થોડું અચરજ પમાડે એવું હતું. નૌકા હવે ઘણી નજીક આવી ચૂકી હતી. એકાદ કિલોમીટર જેટલાં અંતરે માંડ હવે દૂર હતી. નૌકા પર આંટા મારી રહેલા માણસો હવે દેખાવા લાગ્યા હતાં.
મંગલ કામમાંથી નવરો થઈ ગયો હતો. તે હવે મોરાનાં ભાગે આવીને ઊભો. તેની નજરથી આ હિલચાલ છાની ન રહી. આવી રહેલી નૌકા ક્યાંની હતી એ સમજાતું ન હતું. દૂરબીન માંગીને તે તેની તરફ ટેકવીને તેને જોવા લાગ્યો. માણસોની વેશભૂષા થોડી અલગ હતી. લાંબો ઝભ્ભો, માથે ટોપી, પાયજામો, પગમાં ચામડાનાં જાડા ચપ્પલ પહેરેલા અને કદકાઠીમાં ઊંચા માણસો લાગતાં હતાં. દૂરબીન ફેરવતાં જ તેની નજર વહાણમાં લખેલા ઉર્દૂ ભાષામાં લખાણ પર પડી. તેને સમજતાં વાર ન લાગી કે આ લોકો નક્કી પાકિસ્તાની છે. દરિયામાં બંને દેશોની દરિયાઈ સીમાનું પાકું અનુમાન તો આવી શકતું ન હતું. ઘણી વાર એવું બનતું કે ભારતનાં ખલાસીઓ ભૂલથી પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશ કરી જતાં હતાં પણ તેને કારણે તેઓ પાકિસ્તાની મરીન એજન્સીનાં હાથે ઝડપાઈ જતાં હતાં. એવું જ પાકિસ્તાની ખલાસીઓ સાથે પણ થતું. પાકિસ્તાની નૌસેના ઘણી વાર તકનો લાભ લઈને ખોટી રીતે પણ ભારતીય જળસીમામાં ઘૂસીને ખલાસીઓનું અપહરણ કરી જતાં. મંગલનાં બાપું પણ આવા જ કૃત્યનો ભોગ બનેલા.
મંગલ શરૂઆતમાં સમજ્યો કે આ ભૂલથી ભારતની સીમામાં ઘૂસી ગયા છે. તેને થયું કે તે લોકોને આ અંગે જાણ કરી દઈએ જેથી તે પોતાનાં વિસ્તારમાં પાછા ફરી જાય. આખરે એ લોકોને પણ પોતાનું પેટ હોય છે. આવી ભાવનાથી પ્રેરાઈને તેણે મગન નાથાને કહ્યું, “મગનભાઈ, પેલી બોટ જુઓ છો, આપણી બાજુ આવે છે તે ?”
મગન નાથાએ કપાળે હાથ મૂકીને કહ્યું, “દેખાય તો છે. હશે કોઈ. તું તારું કામ કર ને. તારે પંચાત બહું. તારું કામ રસોઈ કરવાનું છે. કોણ આવે, કોણ ના આવે એ મારે જોવાનું છે. હું હામે હાલીને ત્યાં ભટકાડી નઈ દઉં.”
“મગનભાઈ, સમજો. એ બોટ પાકિસ્તાની હોય એવું લાગે છે. એને અહીંથી દૂર જવા સમજાવવા જોઈએ.” મંગલે સમજાવતાં કહ્યું.
“અરે ભાઈ ! તને એટલી જલ્દી ખબર પડી ગઈ ? હું સુખાણ હંભારું છું કે તું ?” તોછડાઈથી મગન નાથાએ કહ્યું.
મંગલ સમજી ગયો કે આની સાથે માથાકૂટ કરવામાં માલ નથી. નૌકા નજીક આવી રહી હતી. જો કે તે ભારત બાજુનાં કિનારા તરફ વધારે જઈ રહી હોય એવું વધુ લાગતું હતું. તરત જ મોરે આવીને બીજા માણસોને સમજાવીને મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા, “સુનતે હો ? વાપસ ચલે જાઓ. યે રાસ્તા હિંદુસ્તાન કી તરફ જા રહા હૈ... આપ ગલત જગહ આ રહે હૈ… લૌટ જાઓ... યે આપકે મુલ્ક કી હદ નહીં હૈ...”
નૌકા એટલી તો પાસે આવી ગઈ હતી કે સામે વાળી નૌકામાં બૂમો પાડતાં માણસોનાં અવાજ તેનાં સૂધી પહોંચી જાય. પણ તે લોકો જાણે તેને સાંભળીને પણ અવગણી રહ્યા હતાં. મંગલે અને તેનાં સાથીઓએ પાછી બૂમો પાડી. પણ પેલા લોકોએ ધ્યાન ના આપ્યું.
“અરે ભાઈ, જવા દ્યો ને ! ક્યાં તમારા ઘરમાં ઘૂસી જાય છે ? હવે આ દરિયામાં એની કોર માછલા ના જડે તો આ બાજુ આવતા હશે. આયાં નઈ જડે તો પાછા હાલ્યા જશે. તમે હું આ મંગલની વાંહે ગોકીરો કરો સો ? મૂંગા મરો.” નૌકા ચલાવતાં ચલાવતાં મગન નાથા બોલ્યા.
મંગલ આવી બેદરકારી દાખવી શકે તેમ ન હતો. તે વિચારવા લાગ્યો, ‘દરેક માછીમારને ખબર હોય છે કે બીજા દેશની હદમાં જાણી જોઈને જવાનું પરિણામ શું આવે ? આ લોકો પણ જાણતા હશે જ. જો જાણતા હોય તો કેમ આ બાજુ આવી રહ્યા છે ? આ માછીમાર જ હશે ને ? અને નહીં હોય તો ? કદાચ ઘૂસણખોરો પણ હોઈ શકે. પણ આ લોકો ઘૂસણખોરી કરવા છેક અહીં સૂધી આવી શકે ? નજીક તો કચ્છ પણ પડે. શું કારણ હોઈ શકે ? આ ખરેખર ઘૂસણખોર જ હોય તો દેશ માટે ખતરો સાબિત થશે. આને ગમે એમ કરીને રોકવા પડશે.’
આટલું વિચારીને તે બૂમો પાડવાનું શરૂ કર્યું, “પીછે હટો... આખરી બાર કહતા હૂ... પીછે હટ જાઓ. યે હમારા એરિયા હૈ. યહાં સે આગે નહીં જા સકતે તુમ લોગ.”
શરૂઆતમાં તો પેલા લોકો તેને ધરાર અવગણવા લાગ્યા. પણ અંતે મંગલ તેનાં મારગમાં કાંટો બનતો જતો હતો. પાકિસ્તાની બોટમાં રહેલા એક પડછંદ દાઢીધારી માણસે બહાર નીકળીને મોરાનાં ભાગે આવીને મંગલને પોતાને ચેતવતો જોયો.
“યે દેખો, હિન્દુસ્તાની ફૌજ દૂર દૂર તક દિખાઈ નહીં દેતી ઔર યે ચૂહેં હમેં ડરા રહે હૈ. લગતા હૈ કાફી હિંમત આ ગઈ હૈ.” બોટમાં રહેલા એક માણસે કહ્યું.
એ બોટનાં ઊંચા પડછંદ કાયા ધરાવતા સુકાનીએ કહ્યું, “ઉસ ઓર લેની પડેગી બોટ. મૈં બોટ કો ઉસ ઓર લેતા હૂં. જૈસે હી હમારી બોટ ઉનકે પાસ પહુંચે, ફૌરન હમલા કર દો. એક ભી જિંદા બચના નહીં ચાહિએ. ઔર બાદ મેં લાશ કો પથ્થર સે બાંધકર સમંદર મેં ફેંક દેના. કિસી કો લાશ ભી મિલની નહીં ચાહીએ. હમે રોકના ચાહતે હૈ સાલે.”
“જી જનાબ.”
સુકાનીએ બોટ તેમની લગોલગ પહોંચાડી દીધી. બંને બોટનાં ટાયરો એકબીજાથી ઘસાવા લાગ્યા હતાં. નૌકા પરનાં માણસો પણ હવે થોડું ઘણું સમજી ચૂક્યા હતા. પાકિસ્તાની બોટનાં પેલા સાત માણસો એક પછી એક મંગલની નૌકામાં દાખલ થયા. મગન નાથાને થયું, ‘નક્કી હવે અહીં જ જાનથી જવાનાં છીએ. આ મંગલ પોતે તો મરશે, બીજાને ય અહીં જ ડૂબાડશે.’
“ક્યા રે, જાન પ્યારી નહીં તેરે કો ? ક્યું ઈતના ચિલ્લા રહા હૈ ?” એક પાકિસ્તાની માણસ બોલ્યો.
“તુમ લોગ મછવારે તો નહીં લગ રહે હો. સચ સચ બતાના, કૌન હો તુમ ?” મંગલે પાસે પડેલી લાકડી હાથમાં લઈને કહ્યું. તે જાણતો હતો કે આ લાકડી પૂરતી નથી. પણ આત્મરક્ષણ માટે તો હાજર સો હથિયાર. જે આવે તેનાંથી કામ ચલાવવું પડે.
“સહી સમજે બચ્ચે. હમ મછવારે નહીં હૈ. હમ પાકિસ્તાની ઘૂસખોર હૈ. તુમ્હારે મુલ્ક મેં, તુમ્હારે હિંદુસ્તાન મેં ઘૂસને જા રહે હૈ.” એક માણસે કહ્યું.
“પર તુમ્હે તો તાજ્જુબ હોતા હોગા ન, હમ યે સબ તુમ લોગો કો ક્યોં બતા રહે હૈ ?” બીજા માણસે કહ્યું.
“વો ઈસીલિયે કિ યે સબ સુનકર તુમ જિંદા કહાં બચને વાલે હો ?” આટલું કહેતા એ બધા હસી પડ્યા.
“સબ કો બાંધ દો. સબ કિ કબ્ર ઈસી સમંદર મેં લગેગી.” સુકાનીનો આદેશ પડતાં બધા દોરડા લઈને તેની તરફ આવવા લાગ્યા.
આ સાંભળીને મંગલ સહિત તમામ લોકોને આંચકો લાગ્યો. તે ક્રોધથી તમતમવા લાગ્યો. પણ આ સમય બુદ્ધિથી કામ લેવાનો હતો. પોતે મરી જાય અને પાછળથી આ દેશ પર કોઈ સંકટ આવશે તો ? પોતાનાં પરિવારનું શું થશે ? આ બધા પણ કારણ વગર મરશે. આમ તો આ ઘૂસણખોરો પાસે તલવાર, ચપ્પુ સિવાય બીજા ઘાતક હથિયાર તો ન હતા. કદાચ તેઓનાં મળતિયા પણ ભારતમાં હશે જેની સાથે આ લોકો મળેલા હશે. એ બધા મળીને કંઈક કરશે એવું પણ બની શકે. થોડો વિચાર કરીને તે સુકાની પાસે અચાનક દોડી ગયો અને તેનાં ઘૂંટણીયે પડી ગયો અને કરગરવા લાગ્યો, “મુઝે માફ કર દો, સા’બ જી, મુઝે માફ કર દો. મૈં મરના નહીં ચાહતા. મૈં બાલ બચ્ચા વાલા આદમી હૂં. આપ જૈસા બોલોગે, વૈસા મૈં કરને કો તૈયાર હૂં.”
મંગલનું આ રૂપ જોઈને બધા અવાચક બની ગયા. પણ પેલો સુકાની મૂછ પર તાવ દઈ રહ્યો હતો. તે જોર જોરથી હસવા લાગ્યો. એ સમયગાળામાં મંગલે નૌકા પર રહેલા રતનને ઈશારાથી સમજાવી દીધો. તે સમજી ગયો અને અવસરની રાહ જોવા લાગ્યો. તેણે બીજાને તેની પાછળ રહેલી કુહાડી તરફ આંગળી ચીંધી. બીજો પણ સમજી ગયો. મંગલે થોડી મથામણ પછી બધાને અંદરની ઓરડીમાં લઈ જઈ ભારત તરફ લઈ જવાની તૈયારી બતાવી. આમાં જોખમ તો હતું. પેલા લોકોને વિશ્વાસ અપાવવાનું અને મધદરિયે તેનાં આયોજન પણ પાણી ફેરવવાનું – બંને કામ દુષ્કર હતા, છતાં મંગલે હાથ પર લીધા.
પેલા માણસોને થયું કે આ લોકો ફૂટી ગયા છે અને પોતાને મદદ કરવા તૈયાર છે. તેઓ અતિ વિશ્વાસમાં આવી ગયા. એનાં આ જ વિશ્વાસનો લાભ લઈને મંગલે પોતાની પૂરી શક્તિ વાપરીને જોર જોરથી એક મુક્કો સુકાનીનાં પેટ પર મારીને તેનાં હાથમાં રહેલું ધારદાર ચપ્પુ તેનાં ગળે રાખી દીધું. મંગલ જો કે તેનાં કાને માંડ પહોંચતો હતો અને તેની સામે ટક્કર લેવી જ બહું અઘરૂ હતું. મંગલનાં ઓચિંતા પ્રહારથી હજું સુકાનીને કળ વળે ન વળે, ત્યાં જ બીજા ત્રણેય માણસોએ લાકડી, કુહાડીથી આ બધા ઘૂસણખોરો ઉપર હુમલો કરી દીધો. બધાને મારી મારીને ઘાયલ કરી દીધા. આ ઝપાઝપીમાં મગન નાથાને બચાવવામાં મંગલને હાથમાં ચપ્પુનાં ઉઝરડા પણ લાગ્યા. તેનાં હાથમાંથી લોહી નીકળવા લાગ્યું પણ તે અટક્યો નહીં. બધાને દોરડાથી બાંધી દીધા.
થોડી વારમાં જ દૂર દૂરથી ભારતીય નૌસેનાનું એક જહાજ તે તરફ આવ્યું. તેને પણ બાતમી મળી ગઈ હતી કે દર વખતે જખૌ સિરક્રિક બંદરેથી થતી ઘૂસણખોરી આડે બી.એસ.એફ નાં જવાનો આડા ઊભા રહી જાય છે. તેની ઘણી બોટ પણ કબજે કરાઈ હતી. પણ મળતી બાતમી અનુસાર તેઓ ભારતનાં કિનારાથી થોડે દૂર રહીને સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે ઘૂસણખોરી કરવાનાં આયોજન કરી રહ્યા હતા. આખરે જહાજ ત્યાં આવી પહોંચ્યું. સૌ ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા. આ સાહસ બદલ મંગલની નૌસેનાનાં જવાનોએ પણ ખૂબ પ્રશંસા કરી. તેઓ પરત કિનારે આવ્યા. દેશની આવડી સેવા બદલ તેનું બહુમાન પણ થયું અને છાપામાં તેનાં ફોટા પણ આવ્યા. સમાજ તરફથી અને સરકાર તરફથી રોકડ ઈનામ પણ મળ્યું. આ ધનરાશિ તેનાં ઘરની આવકનાં પ્રમાણમાં ઘણી હતી. શેરી આખામાં મંગલનાં સાહસની જ ચર્ચા હતી.
મંગલ ફરીથી પોતાનાં કામે ચડી ગયો. મગન નાથાએ તેને જોઈને કહ્યું, “મારાથી ભૂલ થઈ ગઈ મંગલ. હું તને ના કહેવાનું કહેતો ને તે મારો જીવ બચાવ્યો.”
“આ બીજાને બચાવવામાં એક વાર અંગૂઠો ગયો ને આ વખતે હાથ જતાં જતાં રહી ગયો.” બાજુમાં ઉભેલા રતને બધી વાત કરી જે તેને નૌકામાં મંગલે કરી હતી. મગન નાથા તેની આ ભાવના પર ખૂબ જ ખુશ થઈ ગયા. મગન નાથા થોડી વાર દૂર ગયા પછી રતન તેને થોડે દૂર લઈ ગયો અને કહ્યું, “મંગલભાઈ, એક વાત કહું ? આ ક્યાં સૂધી તાવડા ફેરવશો ? તમારી જરૂર અહીં નથી.”
“એટલે ?”
“જુઓ, હું એક વર્ષ પહેલાં આફ્રિકા હતો. ત્યાં ટાંઝાનિયા નામે એક દેશ છે. હું હમણાં જ ત્યાંથી આવ્યો છું. અહીં કરતાં ઘણો રૂપિયો કમાવવા મળે. આ તો બાપુજી માંદા રહે છે તે પાછો ફર્યો. હું ત્યાં હરખચંદ શેઠને ત્યાં કામ કરતો, ટાંગા નામનાં એક બંદરે. તમે કદાચ સાંભળેલું હશે. ટાંગા ને આ ઝાંઝીબારમાં આપણાં ગુજરાતી વેપારીઓ બહું રહે. દેશ વિદેશમાં એનાં ધંધા ચાલે. એને તમારા જેવા સાહસી માણસોની જરૂર પણ છે. તમે ત્યાં કેમ જતાં નથી ? આ મગન નાથા કંઈ તમારા વખાણ કરીને પંદર સો માંથી બે હજાર નહીં કરી દે.”
રતનની વાત તો તેમને વાજબી લાગી. પૈસા પણ મળશે અને પોતાનાં સાહસની કિંમત પણ થશે. તેણે ઘરે જઈને આ વાત કરી. પહેલાં તો ધાનીએ તરત જ ના પાડી દીધી. ‘જે છે એમાં જ સંતોષ મનાવો’ એમ કહીને વાતને આગળ ચલાવવા જ ના દીધી. માડી પણ એટલે દૂર એકલો ત્યાં જવા દેવાનાં મૂડમાં ન હતા. પછી એક વાર તે રતનને જ ઘરે લઈ ગયો. લાખીબહેન અને ધાનીને બહું સમજાવ્યા. આમ ને આમ ત્રણ મહિના નીકળી ગયા. નજીવા પગારે કામ કરતાં મંગલને મનમાં અસંતોષ પણ રહેવા લાગ્યો. ઘરે આવીને તે દીકરીને રમાડતો. એક રીતે તેને છોડીને જવાનું મન પણ ન હતું. પણ થોડા વર્ષો ત્યાં કામ કરીને પૈસા કમાઈને પાછો આવી જ જશે એવું એનાં મનમાં વિચાર હતો. અંતે ધાની તેની સાથે સહમત થઈ. તેણે મહામહેનતે લાખીબહેનને પણ સમજાવ્યા. અંતે તે પણ માની ગયા.
પછી પણ એક પ્રશ્ન હતો પૈસાનો. ત્યાં જવાનાં કાગળો, પાસપોર્ટ, વિઝા વગેરે કેમ કરવું એની સમજ પડતી ન હતી. એ બધુ ધાનીનાં કાકા મારફતે કરાવ્યું. બધુ કામ મળીને પાંચેક મહિનામાં પત્યું. પોરબંદરથી માણસોનું એક જંગી જહાજ ઉપડવાનું હતું. એનાં માટે બંદર પર જવાનાં મુસાફરોની યાદીમાં પોતાનાં જરૂરી આધારો અને કાગળો જમા કરાવીને પોતાનું નામ ટાંગા બંદર માટે નોંધાવ્યું.
તે દિવસે ઘણા બધા માણસોની ભીડ બંદર પર હતી. કોઈ પરદેશ કમાવવા માટે જઈ રહ્યા હતા તો તેની પાછળ તેનાં સગા સંબંધીઓ તેને ભીની આંખે વિદાય આપવા હાજર રહ્યા હતા. મંગલે ધાનીને ભેટી, તેની દીકરીને ગાલે વહાલસોયું ચુંબન કરીને તથા માડીને પગે લાગીને કહ્યું, “હું જાઉં છું માડી, ધાની.”
આંખમાં આંસુ સાથે ધાની ગળગળા અવાજે એટલું બોલી શકી, “જલ્દી આવજે. અમે બધા તારી રાહ જોઈશું. કાગળ લખતો રહેજે.”
માડીએ કહ્યું, “ભગવાન કરે, તારી બધી ઈચ્છા પૂરી થાય. સુખી રહેજે. અહીંની ચિંતા ના કરતો. ખાવાનું ટાણે ખાઈ લેજે. ભૂખ્યો ના રહેતો.”
મંગલ ભાવુક થઈને જહાજનાં પગથિયે ચડવા લાગ્યો. બધા યાત્રીઓ ચડી ગયા પછી જોરથી એક અવાજ આવ્યો, જે જહાજનાં ચાલુ થવાનો હતો. ડેક પર બધા યાત્રીઓ હાથ ઊંચો કરીને પોતાનાં સ્વજનોની વિદાય લઈ રહ્યા હતા. એ સમય ખૂબ ભાવુક હતો. એ પળ વિદાયની હતી. સ્વજનો માટે મંગલ કામનાની હતી. જહાજ ઉપડ્યું. ઉપર બેઠેલા માણસો ધીમે ધીમે એક બિંદુ જેવા લાગવા લાગ્યા હતા. બંદર પરથી સ્વજનો પણ પાછા વળવા લાગ્યા. ધીમે ધીમે કિનારો દેખાવાનો બંધ થઈ ગયો ત્યાં સૂધી મંગલે તેની નજર કિનારા પર ટેકવી રાખી. હવે કિનારા સૂમસામ થઈ ગયા હતા. પણ એક જ સ્ત્રી હજું પણ કિનારાની રેતીમાં પોતાનાં પગ રાખીને ઊભી તે ક્ષિતિજ પર અદ્રશ્ય થઈ રહેલા જહાજ અને તેનાં પર રહેલાં તેનાં ભરથારને જાણે જોઈ રહી હતી. એ હતી ધાની – વિયોગનાં તપમાં તપીને જેનો પ્રેમ હવે શુદ્ધ થવાનો હતો એવી એક સ્ત્રી.
To be Continued…
Wait For Next Time