Locha in Love - 5 in Gujarati Love Stories by Er Twinkal Vyas books and stories PDF | લવમાં લોચા - 5

Featured Books
Categories
Share

લવમાં લોચા - 5

( ગતાંક : ભૂતકાળની યાદો. પહેલી મુલાકાત અને મળવાનો ઉમંગ, એક અસમંજસ, એક ક્ષણ એક ક્ષણ જાણે કેટલાય વર્ષ.... હવે આગળ પહેલી મુલાકાત.)

પ્રિતમ એક એક સેકન્ડ બસ સ્માર્ટ વોચમાં સમય જોયાં કરતો હતો. મનમાં વિચારતો હતો હજુ કેટલી વાર યાર! આજે સ્માર્ટ આસિસ્ટન્ટ માટે કોઈ કમાંડ કે જિગા માટે કોઈ ટાસ્ક મળતાં જ નહોતાં. બસ મિતવા જ મિતવા. બીજી તરફ મિતવા મેટ્રોમાંથી બહાર પગ જ મૂક્યો ને જાણે પૂરું સ્ટેશન એને જ આવકારવા થનગની રહ્યું હોય એવું લાગતું. હંમેશા કન્ફ્યુઝનમાં રહેતી ને જલ્દીમાં ભાગતી મિતવાના એક એક કદમ એનાં મનની ખુશીને વ્યક્ત કરતાં હતાં. મેટ્રો સ્ટેશનથી થોડે દૂર ' સ્પર્શ ' નેચર પાર્ક હતો. વોકિગની શોખીન મિતવાને આજે દસ મિનિટનો રસ્તો પણ ભારે પડી રહ્યો હતો! ફાઇનલી મિતવા પાર્કમાં પહોંચી ગયી.

ચારેતરફ પ્રિતમને શોધી રહી હતી. " કોલ ક્યુટી પાઇ" મિતવાએ સ્માર્ટ આસિસ્ટન્ટને કમાંડ આપ્યો.

" હેલો તું ક્યાં છું? હું પાર્કમાં પહોંચી ગયી " મિતવા.

પ્રિતમ : બસ તને આવતી જ જોઇ રહ્યો છું. તું ત્યાં જ રહે, હું આવું છું.

હવે બે ય તરફ ધબકારા વધવા લાગ્યા. એક મીઠી મુંઝવણ અને શું બોલીશ એનું કન્ફ્યુઝન. પ્રિતમ સામે આવીને ઊભો રહ્યો પણ મિતવાની આંખો શરમથી ઝુકેલી જ હતી. ક્યાંય સુધી બસ આમજ એકબીજા સામે ઉભા રહ્યા પછી પ્રિતમ બોલ્યો , " બેસવાની ઈચ્છા ખરી!? "

" હા" માત્ર આટલું જ બોલી શકી મિતવા.

બંને એક બેન્ચ પર બેસ્યા. હંમેશા બક બક કરતી રહેતી , મનમાં જે પણ હોય એ બિન્દાસ બોલતી મિતવા આજે ચૂપ હતી. દૂરથી પ્રિતમને બેશરમીથી તાકતી મિતવા આજે નીચી નજરે પ્રિતમને નજીકથી નિહાળી રહી હતી. ટીન‌ એજમાંથી યંગ એજમાં હમણાં પ્રવેશ કરેલ પ્રિતમ ક્યુટ કમ ડેશિંગ વધારે લાગી રહ્યો હતો. ચહેરા પર આછી એવી દાઢી અને એના રૂઆબને વધારતી મૂછમાં મિતવા ખોવાઈ રહી હતી.

" બિલીવ નાં થાય ને? ચૂપ થવાનું કહેવું પડે એવી છોકરી આજે સાયલેન્ટ થઈ બેસી છે! કંઈ બોલીશ યા આમ જ બેસી રહીશ?? " પ્રિતમે પૂછ્યું.

મિતવા : શું બોલું?

પ્રિતમ : 😲 આવો સવાલ તું પૂછે છે?? તારે બોલવા માટે વિચારવું પડે??? સ્ટ્રેન્જ !! બાય ધ વે તું બ્યુટીફુલ લાગી રહી છું.
આમ બોલીને પ્રિતમે મિતવાનો હાથ પોતાના હાથમાં લીધો. મિતવાની ગભરાહટ, એની શરમ પ્રિતમને એની તરફ ખેંચી રહી હતી. હળવેથી પ્રિતમે એનો ગાલ ચૂમ્યો અને મિતવા આશ્ચર્ય સાથે વધુ શરમાઇ ગયી. મિતવાનુ પણ બહુ મન હતું એને ચૂમી લેવાનું, એને હગ કરી લેવાનું પણ એની શરમ એને રોકતી હતી.

બંને કલાકો સુધી એકબીજાને નિહાળતા રહ્યા. કેટલું બધું મનમાં હતું પણ અંતરની ઉર્મિઓમાં શબ્દો ખોવાઈ ગયા હતા.

" યોર મીટીંગ વીલ સ્ટાર્ટ સૂન સર, યુ હેવ ૩૦ મિનિટસ ટુ રીચ એટ કમ્પની. " રોમેન્ટિક સાયલન્સમાં પ્રિતમના સ્માર્ટ આસિસ્ટન્ટએ ડિસ્ટર્બન્સ કર્યું.

" સોરી યાર બટ હવે આપણે જવું પડશે. હું તને ઘરે ડ્રોપ કરી દ‌ઉ તો? " પ્રિતમે મિતવાને પૂછ્યું.

" મારે અવનીને મળવાનું છે આજે. એ મારો કેફેમાં વેટ કરતી હશે પછી અમે બંને સાથે ઘરે જઈશું. " મિતવા બોલી.

" તો કેફે ડ્રોપ કરી દ‌ઉ?? મારી બાઇક પર?? " પ્રિતમ.

" હા 😊" મિતવા.

પ્રિતમની પાછળ મિતવા બેસી ગ‌ઇ. બંને મિરરમાં એકબીજાની આંખમાં આંખ પરોવીને જોતાં તો ક્યારેક કંઈક કહેવાની ઇચ્છા થતી પણ શબ્દો નહોતા મળતા. મિતવાને પૂરી ઇચ્છા હતી કે પ્રિતમને હગ કરીને બેસે અને પ્રિતમને એની જ વેટ હતી. જાણે કેફે પણ જલદી આવી ગયું હોય એવું મિતવાને લાગ્યું. બાઇક પરથી ઉતરી મિતવા પ્રિતમ સામે ઉભી રહી બાય કહેવા.

પ્રિતમ : જા અવની તારો વેટ કરતી હશે , તું ઉભી રહીશ તો હું કંઈ તને આઇ લવ યુ નહીં કહું , યા મિસ યુ નહીં કહું 😁.

મિતવા : અરે એ બી બોલીશ 😁. ચાલ બાય બાય 😊 ટેક કેર.

મિતવા કેફેમાં એન્ટર થઈ અને અવની પાસે બેસી. અવનીને પણ આજે મિતવા કંઈક અલગ લાગી. ક્યાંક સમજી રહી હતી એ મિતવાની ફિલીંગને.

અવની : સો‌ આફત પર જ આજે ‌આફત આવી છે એમ?

મિતવા કંઈ પણ બોલી નહીં માત્ર એક સ્મિત જ!

અવની : લેટ મી થિક 🤔. અમમ પ્રિતમને મળીને!??

જવાબમાં મિતવાએ હકારમાં માથું હલાવ્યું.

અવની : ઓકે તું ખુશ છે ને?? બસ‌ એનાથી વધારે શું જોઈએ. એની વે ચાલ હવે ઘરે લેટ થશે.

પૂરાં રસ્તે અવની બોલ્યા કરતી અને મિતવા માત્ર ચૂપ ! આજે અવની સાથે બહાર ફરવાનો પ્લાન હતો એ પણ એને કેન્સલ કરાવ્યો. ઘરે પહોંચી ફ્રેશ થઈ એ સીધી રૂમમાં ફોન લ‌ઇ બેસી ગ‌ઇ. ભૂખ અને તરસથી તો જાણે સાવ અજાણ.

પ્રિતમ સાથે બેસીને જે ફિલીંગ બોલી શકી નહતી એ બધી હવે મેસેજ કરવાં લાગી.

(મેસેજ)
તું જક્કાસ લાગતો હતો પણ એ બોલી જ ના શકી. આઇ ડોન્ટ નો વાય‌.

તારાં બાઇક પર બેસી ત્યારે બહુ થયું તને હગ કરી જ લ‌ઉ , પછી વિચાર આવ્યો તને કેવું લાગશે 🤔.

નેક્ષ્ટ ટાઇમ હું શું બોલીશ એનું લિસ્ટ બનાવી લાવીશ 😁.

નેક્ષ્ટ ટાઇમ ઘણો ટાઇમ સ્પેન્ડ કરીશું.

" મિતવા જમવા ચાલ , ઓલરેડી તું લેટ છે" ભાભીએ બૂમ પાડીને કહ્યું. મિતવા જમવા તો બેસી પણ ભૂખ જ નહતી. થોડું ઘણું ખાઇને ફરી પાછી રૂમમાં જ‌ઇને સૂઇ ગયી.

બીજી તરફ પ્રિતમ મિતવાના મેસેજ જોઇને બ્લશ કરતો હતો. કેટલી આફત લાગે છે આ છોકરી બધાને પણ એક દમ સીધી છે! હંમેશા પાગલ લાગે છે પણ મેચ્યોર બી ઘણી છે. મિતવાને મિસ યુ એન્ડ ગૂડ નાઈટનો મેસેજ કરી પ્રિતમ સૂઇ ગયો.

પ્રિતમ ભૂતકાળની યાદોમાંથી બહાર ‌આવ્યો અને વિચારવા લાગ્યો કેટલી‌ પરફેક્ટ હતી મિતવા મારી માટે! મારા સાથ સિવાય ક્યારેય પણ કંઈ જ નથી માગ્યું. હંમેશા એક પોઝિટિવી એન્ડ એક પેશન. કહેતી તો હતી જ ને મને તું બસ સાથે ઉભો રહેજે હું પૂરી દુનિયાને ફોડી લ‌ઇશ અને મેં એને કોઈ પણ ડિસ્કશન વિના જ બ્લોક કરી દીધી. એ પણ નાં વિચાર્યું કે કેટલું રડશે મિતવા, એને કેટલું હર્ટ થશે! ડીગ્રીના બેઝ પર લવ ના થાય. હા એ મારાથી વધુ ભણશે તો શું? બહું ખોટું કર્યું મેં યાર. પૂરી રાતનો ઉજાગરો એની આંખો વ્યક્ત કરતી હતી. માથું તો જાણે ઘૂમી રહ્યું હતું. એની આંખોમાં પાણી નિકળવા લાગ્યું.

" યોર વન ડે લીવ ગ્રાન્ટેડ બાય યોર એચ‌આર. આફટર સીઇંગ યોર હેલ્થ ધે પરમિટ યુ. આજનાં બધાં જ વર્ક ટોટલી બંધ. તમારા મમ્મીએ માત્ર સૂઈ જવાનો કમાંડ આપ્યો છે." જિગાએ પ્રિતમને ઇન્ફોર્મ કર્યું. પ્રિતમે સ્માર્ટ મિરરમાં પોતાનો ફેસ સ્કેન કર્યો અને સ્માર્ટ બ્રાઉઝરે આંખની સિચ્યુએશન જોઈ સૂઇ જવાની એડવાઇઝ આપી. પડખાં ફેરવતો ફેરવતો પ્રિતમ ક્યારે સૂઇ ગયો એની ખબર જ ના રહી એને.

ડિનર ટાઇમે ઉંઘ પૂરી કરીને જાગેલા પ્રિતમે ફ્રેશ થઈ ફોન જોયો. મિતવાના અઢળક મેસેજ હતા.