Vishvas - 6 in Gujarati Fiction Stories by Rathod Niral books and stories PDF | વિશ્વાસ - ભાગ-6

Featured Books
Categories
Share

વિશ્વાસ - ભાગ-6

(આપણે આગળ ના અંક મા જોયું કે રાધિકા માધવ ને પ્રેમ કરતી હોવા છતાં તે અનીલ સાથે લગ્ન ની હા કહી દે છે જયારે માધવ તેને તેના મન ની વાત કહેવા માટે આવે છે ત્યારે રાધિકા તેની સગાઇ વિશે કહી દે છે હવે આગળ જોઈએ.)

ભાગ -6 રાધિકા નું લગ્નજીવન

રાધિકા જેવી તેની સગાઇ વિશે કહે છે કે માધવ ને તો જાણે તેના પગ નીચે થી જમીન સરકી ગઈ હોય તેવું લાગે છે,થોડીક વાર તો કશું બોલી જ નથી શકતો.પછી એનાથી ખાલી એટલુંજ બોલાય છે કે "એટલી જલદી?"

રાધિકા કહે છે કે,"એ લોકો ભણાવવા તૈયાર છે અને પપ્પા અને મમ્મી ને ખુબ ગમે છે,એ લોકો એમ માને છે કે એવું માંગુ જતું ન કરાય એટલે મેં હા કરી દીધી".

"રાધિકા તને ગમે છે" ખુબ જ પ્રેમ થી માધવ તેને પૂછે છે.

રાધિકા ની આંખ માં પાણી આવી જાય છે પણ તે કંટ્રોલ કરી ને ખાલી ડોકું હલાવે છે તેનાથી બોલાતું નથી કારણ કે ગળે ડૂમો ભરાઈ જાય છે તેથી તે ત્યાંથી જતી રહે છે.

માધવ તો ત્યાં ખુરશી પર ફસડાઈ પડે છે અને રડવા જ માંડે છે તે ત્યાંજ બેસી રહે છે કોઈ કલાસ માં પણ નથી જતો કે કોઈ ની સાથે વાત પણ નથી કરતો ને પછી ઘરે જતો રહે છે.

રાધિકાની પણ એવીજ હાલત હતી તેથી એ પણ ઘરે જતી રહે છે .આ બાજુ માધવ ખુબ જ રડે છે પણ એ રાધિકાને કોઈ તકલીફ આપવા નહોતો માંગતો તેથી તે તેને પોતાની લાગણીઓ વિષે રાધિકાને જણાવતો નથી.

રાધિકા ની સગાઇ થઇ જાય છે અને તે માધવ માટે ની લાગણીઓ ને તેના હૃદય ના એક ખૂણા માં પુરી દે છે અને હવે તો કોલેજ ની ફાઇનલ પરીક્ષા પણ પુરી થઇ જાય છે તેથી તેને મળવાનો રસ્તો પણ બંધ થઇ જાય છે.

આ બાજુ માધવ તેની રાધિકા ની યાદો ની સાથે જીવતા શીખી લે છે.

રાધિકાના લગ્ન અનીલ સાથે થઇ જાય છે અને રાધિકા તન મન ધન થી તેને પોતાનો પતિ માની લે છે માધવ ને યાદ પણ નથી કરતી તેનો પતિ પણ તેને ખુબ ખુશ રાખે છે,હવે તો રાધિકા પણ ખુબ સારું ભણી ને બાહ્ય પરીક્ષા આપીને ખુબ સારી નોકરી મેળવી લે છે.

રાધિકાનું જીવન જાણે ખુબ જ સારું અને પૂર્ણ હોય તેવું લાગે છે.એના સાસુ સસરા પણ ખુબ જ સારા હોઈ છે તેને દીકરી ની જેમ રાખે છે.પણ રાધિકાને હમેંસા એવું લાગે છે કે તેના જીવન માં કૈક ખૂટે છે અને ત્યારે તેને એવું લાગતું કે ખોટ તેનામાં જ છે તે પોતે જ માધવ ને ભૂલી નથી શકી તેથી એવું તેને લાગ્યા કરે છે.

એમ કરતા કરતા ત્રણ વર્ષ પૂર્ણ થાય છે,આજે તેના લગ્ન ની એનિવર્સરી હતી તેથી તે ઓફીસ નથી જતી અને અનીલ ને સરપ્રાઈઝ આપવા માટે તેના ઓફીસ જાય છે તે જેવી તેની ઓફીસ ના દરવાજા પાસે પહોંચે છે તેને લાગે છે કે કોઈ છે અને તેના કાને અવાજ પડે છે તે ચમકી જાય છે એને ઝાટકો લાગે છે.

ત્યાં તો એના સસરા નો અવાજ એના કાને પડે છે જે રોજ વહેલા ચાલવા માટે જતા હોય છે. એ એકદમ ઝબકી ને જાગી જાય છે અને ત્યારે તેને ભાન થાય છે કે સવાર પડી ગઈ હોય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે રાત્રે રડતા રડતા તેના ભૂત કાળ માં સરી પડી હતી.

તેને ભાન થાય છે કે અનીલ રાત નો ઘરે નથી આવ્યો.અને તે ફરી દુઃખી થઇ જાય છે અને રડવા લાગે છે ફરી પાછી કાલ ની ઘટના યાદ કરવા લાગી.

તેને હજી પણ વિશ્વાસ નથી થતો કે એની આંખો ને ધોકો તો નહોતો થયો ને એના કાને જે સાંભળ્યું એ સત્ય જ હતું ને કે એક ભ્રમ તો નહોતો ને એ વિચારી વિચારી ને ખુબ જદુખી થાય છે.

ક્રમશઃ

રાધિકા એ એવું તો શું જોયું અને સાંભળ્યું હતું કે તેને આખી રાત રડતા રડતા કાઢી હતી અને એટલી દુઃખી હતી એ જાણવા માટે જુઓ આગળ ના ભાગ માં.