Mind: Relationship no friendship - 56 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 56

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 56




હજી રાતે નિયા જમી ને ઘરે વાત કરતી હતી ત્યાં ભૌમિક અને રિયા બંને ના મિસ કોલ આવી ગયા હતા પણ નિયા એના ઘરે વાત કરતી હતી એટલે એને ફોન રીસિવ ના કર્યો.

થોડી વાર પછી નિયા એ ફોન કર્યો પન ભૌમિક અને રિયા બંને ફોન કટ કરતા હતા.

નિયા એ બોવ વાર ટ્રાય કર્યા પણ રિયા અને ભૌમિક નિયા ને ગુસ્સો અપાવવા માટે ફોન કટ જ કર્યા કરતા. એટલે નિયા એ ફોન મા નેટ ઓફ કરી ને સુઈ ગઈ.

આ બાજુ રિયા અને ભૌમિક વિડિયો કૉલ પર વાત કરતા હતા. ત્યાં ભૌમિક એ કહ્યું,

" નિયા ને ફોન કરી દે હવે. બોવ હેરાન ના કર "

" મોન્ટુ થોડુ તો હેરાન કરવાં દે. એને હેરાન કરવાનો મોકો બોવ ઓછો મળે છે "

" તો કર. પણ એ બોલે તો મને ના કહીશ પછી "

આજે બંને ની સ્માઈલ કઈક તો અલગ હતી. હોય પણ કેમ નઈ આટલા વર્ષ થી દિલ માં છુપાવેલી વાત કહી દીધી હતી.


રાતે સાડા અગિયાર વાગ્યે


" યાર હવે મારે નિયા ને ફોન કરી દેવો જોઈએ ને ?" રિયા એ પૂછ્યું.

" તારી મરજી "

" સારું હું એને કહુ છું વિડિયો કૉલ કર "

" ઓકે "

રિયા એ મેસેજ કર્યા પણ નિયા મેડમ તો નેટ ઓફ કરી ને સૂઇ ગયા હતા. એટલે રિયા એ કોલ કર્યો.

" હમ... બોલ " નિયા નીંદ માં બોલી.

" નેટ ઓન કર. હું વિડિયો કૉલ કરુ છું. "

" સૂઈ જાને તુ "

" તું વિડિયો કૉલ કર ને પ્લેસ ... રેકવેસ્ત્ ... "

" હા કરું હમણાં "

" જલ્દી "

નિયા એ થોડી વાર પછી વિડિયો કૉલ કર્યો.

રિયા એ ભૌમિક જોડે એડ કરી.

" ઓહો... થઈ ગઈ તમારી લવ ની વાતો " નિયા બોલી.

" ઓય શું બોલે છે તું " ભૌમિક બોલ્યો.

" હા તો. બંને ફોન કટ કરતા હતા તો હું એવું જ સમજુ ને"

" આ તો હેરાન કરતા હતા અને રિયા એ કહ્યું હતું મને " ભૌમિક બોલ્યો.

" નિયા મે નઈ કીધું હતું એને "

" તમે બંને એકલા હોય ત્યારે ઝગડી લેજો હવે " નિયા બોલી.

" હા ચંપા " રિયા એ કહ્યું.

" Congratulations 🎉🎉 "

" Thank you ☺️ " ભૌમિક અને રિયા બંને એક સાથે બોલ્યા.

" પણ મને એક કન્ફૂસન છે ?"

" શું ?"

" મારે ભૌમિક ને જીજુ કેહવુ કે રિયા ને ભાભી એ "

" મને નામ થી જ બોલાવજે તું " ભૌમિક બોલ્યો.

" મને પણ "

" થોડા મહિના પહેલા કહી દીધું હોત તો મને બે પાર્ટી મળતે ને ?" નિયા બોલી.

" સુરત આવ પછી પાર્ટી કરીએ આપડે "

" ભૌમિક ત્યાં છું ત્યાં સુધી મઝા કરી લે હવે. બાકી અહીંયા આવી ને તો રિયા તને મઝા નઈ કરવા દે " નિયા મસ્તી માં બોલી.

" નિયા કહેવા શું માંગે છે તું ?" રિયા બનાવટી ગુસ્સા સાથે બોલી.

" એજ કે એક બે ગર્લ ફ્રેન્ડ બનાવી લે એમ. પછી તો ખાલી રિયા જ હસે ને "

" બસ તું મગજ ના ચલાવ " રિયા બોલી.

" નક્ષ ક્યાં છે ખબર છે નિયા ?" ભૌમિક એ પૂછ્યું.

" થોડા દિવસ પહેલા એ પૂણે હતો હવે ત્યાં જ હસે "

" વાત થાય છે તારી ?"

" હા દસ દિવસ માં એક વાર થઈ જાય વાત અમારી "

" ઓહ્ એન સ્ક્વેર "

" ગુડ નાઈટ. તમે વાત કરો મને નીંદ આવે છે " નિયા બોલી.

" નીંદ કે નક્ષ ની યાદ " ભૌમિક મસ્તી માં બોલ્યો.

" રિયા કોઈ ને સમજાવી દેજે. ચુપ રે " કહી ને નિયા એ ફોન મૂકી દીધો અને સૂઈ ગઇ.


થોડા દિવસ પછી,


નિયા લોકો ની ઇન્ટરનલ એક્ઝામ થોડા દિવસ માં હતી. એટલે એ લોકો વાંચવા માં પડ્યા હતા.

કેટલાં દિવસ પછી પર્સીસ પણ આખો દિવસ નિયા સાથે હતી એટ્લે નિયા ને કંટાળો ના આવતો.


થોડા દિવસ પછી,

આજે એક્ઝામ નું છેલ્લું પેપર હતું. પેપર બે વાગ્યે હતું.
નિયા સવાર મા વાંચવા જલ્દી ઊઠી હતી અને વાંચી ને પાછી સૂઈ ગઇ હતી.


અગિયાર વાગ્યે ,

પર્સિસ એ નિયા ને ઊઠાડી

" એક્ઝામ આપવા નઈ જવાનું "

" સુવા દે ને થોડી વાર "

" ના આવી ને સુઈ જજે "

" ઓકે "

થોડી વારમાં નિયા રેડી થઈ ને જમવા બેસી ગઈ.
જમતાં જમતાં પર્સિસ એ કહ્યું,

" નિયા ત્રણ મહિના પછી હું કેનેડા જતી રહીશ "

" હા તો "

" તું રોકીશ નહિ મને "

" હું કેમ રોકું ?"

" તને મારી યાદ નઈ આવે ?" પર્સિસ એ પૂછ્યું.

" આવસે ક્યારેક "

" ઓકે. "

" વાંચી લીધું છે ને બધું ?"

" ના તું પેપર લખી આપજે "

" તું જા યાર "

" ક્યાં મોકલવી છે તારે "

" જીજું પાસે "

" બસ મને જમવા દે "

જમી ને થોડી વાર માં એ લોકો કોલેજ ગયા.


ત્રણ વાગે પેપર પત્યા પછી,

" આ નિયા ને પેપર લખતા બોવ વાર લાગે " નિશાંત બોલ્યો.

ત્યાં નિયા આવી.

" શું બોલ્યો તું ?"

" કઈ નઈ તને થોડી કઈ કહેવાય " નિશાંત એ કહ્યું.

" ચાલો બાય. હું જાવ. મારે બહાર જવાનું છે "મનન બોલ્યો.

" ભાભી સાથે ?" નિયા મસ્તી માં બોલી.

" તું જા બે. "

" ચાલો આપડે જઈએ નિશાંત પાર્ટી આપે છે આજે " તેજસ બોલ્યો.

" ચાલો આજે તો હું પણ અહીંયા જ છું. હું પણ આવીશ તમારી સાથે " માનિક બોલ્યો.

" મનન હોય ત્યારે પાર્ટી આપજે નિશાંત " નિયા બોલી.

" હા સાચી વાત છે નિયા ની " તેજસ બોલ્યો.

" ચાલો ને આપડે કઈક જઈએ હવે તો મહિનો પણ જોડે નથી" માનિક બોલ્યો.

" મારે ઘરે જવાનું છે " આદિ એ કહ્યું.

" મારે નઈ આવવું. કામ છે થોડું "

" અમે પણ નઈ આવીએ " નિશાંત અને તેજસ બોલ્યા.


થોડી વાર પછી,


" જઈએ હવે આઈસ ક્રીમ ખાવા ?" તેજસ બોલ્યો.

" હા ચાલો "


એ લોકો સત્યનારાયણ માં આઈસ ક્રીમ ખાવા ગયા.
ઓર્ડર આપ્યો હતો પણ હજી આઈસ ક્રીમ આવ્યો નઈ હતો.

ત્યાં તેજસ એ કહ્યું,

" જો માનિક આવ્યો હોત તો ... "

" તો હું ના આવત" આદિ બોલ્યો.

" આઈસ ક્રીમ ગળે પણ ના ઉતરત મારા " નિયા એ કહ્યું.

ત્યાં આઈસ ક્રીમ આવી ગયો. નિયા અને આદિ નો એક હતો અને તેજસ અને નિશાંત નો .


થોડી વાર પછી,

" નિયા તું જતી રહીશ પછી અમે કોની સાથે આઈસ ક્રીમ ખાવા આવીશું ?" તેજસ બોલ્યો

" મને આઈસ ક્રીમ ખાઈ લેવા દે પેલા " નિયા બોલી.

" કેમ ?"

" તો તમે મને રડું આવે એવી વાત કરો છો. "

" અરે પગલી બસ કર. ખાઈ લે. બીજો ખાવો હોય તો પણ બોલ " નિશાંત મસ્તી માં બોલ્યો.

" બસ બસ. ખાઈ લે ચુપ ચાપ " નિયા બોલી.


થોડા દિવસ પછી,

નિયા એના કઈક કામ થી અમદાવાદ ગઈ હતી. કોઈ ને કઈ જ ખબર નઈ હતી એ કેમ ગઈ છે એ. આદિત્ય ને પણ નઈ.

પણ એ અમદાવાદ થી આવી ત્યારે બોવ જ ખુશ હતી.
પર્સિસ એ પૂછ્યું પણ નિયા એ કંઈ જ કહ્યું નહીં.


બે દિવસ પછી,
આદિત્ય નો ફોન આવ્યો.

થોડી વાર વાત કર્યા પછી આદિ એ પૂછ્યું,

" આજે મોહતરમા બોવ ખુશ લાગે છે ?"

" હા બોવ જ "

" સમ થિંક સ્પેશિયલ ?"

" જોબ મળી ગઈ મને. 1 જૂન પર જોઈનિંગ છે "

" લો બોલો. લોકો કહેતા પણ નથી "

" કહી દીધું ને હવે ?"

" સરસ પાર્ટી ?"

" બસ બોવ જલ્દી આપી શ "

" ઓહ્ કેમ ? બીજી પણ ખુશ ખબર આપવાની છે ?" આદિ એ પૂછ્યું.

" ના હવે "

" તો આપ કઈક "

" ચાલો બાય કાલે મળીયે કોલેજ માં " નિયા બોલી.

" ઓકે "


બીજે દિવસે કોલેજ માં,

બ્રેક માં બધા કેન ટીન માં બેસેલા હતા. આદિ એ બધા ને નિયા ની જોબ નું કહી દીધું હતું. હજી નિયા ક્લાસ માથી આવી નઈ હતી. પણ માનિક આવી આવી ગયો.

પાંચ મિનિટ પછી નિયા આવી.
નિયા જેવી આવી ત્યારે આદિ, નિશાંત , તેજસ અને મનન એક સાથે બોલ્યા,
" પાર્ટી "

કેન ટીન માં જેટલા હતા એટલા નિયા ની સામે જોવા લાગ્યા. એટલું જોર મા બોલ્યા હતા એ લોકો.

માનિક વિચારતો હતો આ લોકો શેની વાત કરે છે.

" કેમ પાર્ટી ?" માનિક બોલ્યો.

" પાર્ટી કરવાનું કોઈ કારણ નથી હોતું " નિયા બોલી. કેમકે એને સમજાઈ ગયું હતું કે આદિ એ બધા ને જોબ વાળી વાત કહી દીધી હસે અને એટલે જ એ લોકો પાર્ટી ની વાત કરે છે.

" તો ચાલો આપો પાર્ટી " માનિક બોલ્યો.

" આજે નઈ નિયા. આજે મારે જલ્દી ઘરે જવાનું છે " નિશાંત બોલ્યો.

" આજે આપવી પણ નથી મારે "

" તો ક્યારે છે "

" સ્ટેટ્સ જોઈ લેવાના. જ્યારે બધા જોડે હોય ત્યારે સમજી જવું કે આજે પાર્ટી હતી " મનન બોલ્યો.

" હું કોઈ ના સ્ટેટ્સ નઈ જોતો"

" હસે " નિયા બોલી.

થોડી વાર વાતો કરી એ લોકો એ પછી ઘરે આવ્યા.

નિયા ઘરે આવી ને સુઈ ગઈ હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

" નિયા એક વાર મળવું છે એકલા માં "

" ટાઈમ જ નથી મારી પાસે "

" એવું તો તારે શું કામ હોય છે ?"

" તને કહેવું જરૂરી છે શું કામ છે એ ?" નિયા થોડા ગુસ્સા માં બોલી.

" ના. પણ ખાલી કહી તો શકે ને "

" હું લાઈફ કોઈ સાથે શેર નઈ કરતી "

" ખબર છે એ તો. ખાલી આદિ સાથે જ બધું શેર થાય ને નઈ ?"

" તને એવું જ લાગતું હોય તો એવું જ હસે "

" સારું. પણ એક વાર મળવામાં કઈ થઈ નઈ જાય"

" બાય કામ છે મને " નિયા ફોન કટ કરી ને સૂઈ ગઈ.

માનિક ને ગુસ્સો આવતો નિયા ના જવાબ થી પણ નિયા ને તો કઈ ફરક જ પડતો નઈ હતો.

રાતે જમી ને નિયા અને પર્સિસ વાત કરતા હતા બાળકની માં. ત્યાં નિયા ને કોઈ નો ફોન આવ્યો.

" ઓહ્ તમે ફોન કર્યો ?" નિયા ફોન ઉપાડતાં બોલી.

" હા કરવો પડ્યો "

નિયા ને આમ વાત કરતા જોઈ ને પર્સિસ એ પૂછ્યું
" કોનો ફોન છે ? "

" નક્ષ "

" તો તું વાત કર હું સૂઇ જાવ "

નિયા નક્ષ ને ભૌમિક અને રિયા ની લવ સ્ટોરી કહેતી હતી.

થોડી વાર પછી,

" નિયા તે કીધું હતું એમ રિયા અને ભૌમિક તો એક થઈ ગયા. હવે ભૌમિક પાસે પાર્ટી લેવી પડશે ને ?"

" હા " નિયા એ કહ્યું.

" ચલ ભૌમિક ને કૉલ કરીએ ખબર પડે એ કેટલો ખુશ છે એ ?"

" હા "

ભૌમિક બે રીંગ વાગી પણ ફોન ઉપાડયો જ નહિ.




શું થશે આગળ ?