Mind: Relationship no friendship - 55 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 55

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 55





ભૌમિક એ રિયા ને મેસેજ કર્યો.

રિયા તો જાણે એના જ મેસેજ ની રાહ જોતી હોય એમ એક મિનિટ માં જ ઓનલાઇન થઈ ગઈ.

હાઈ હેલ્લો,
શું કરે છે. એવી થોડી વાર નોર્મલ વાત થઈ.

પણ રિયા આજે કઈક ખોવાયેલી હતી એવું ભૌમિક ને લાગ્યું.

" રિયા શું થયું છે તને ?"

" કઈ નઈ મને શું થવાનું "

" સાચું બોલ "

" સાચે "

" ખા મારા સમ " ભૌમિક એ કહ્યું .

" મોન્ટુ એ નહિ પ્લીઝ "

" તો બોલ શું થયું છે "

" ડર લાગે છે "

" શેનો ?"

" એ પાછો મારા થી દુર જતો રેહશે એનો " રિયા થી બોલાઈ ગયું.

ભૌમિક ને એવું લાગ્યું કે નિયા કહેતી હતી એમ રિયા કોઈને લવ કરે છે એની વાત કરે છે.

" એમ કોઈ ના જાય દૂર "

" યાર કેમની સમજવુ તને "

" બોલી દે રિયા "

" એકચ્યુલી માં મને એ ગમે છે "

" કોણ ?"

" એ છોકરો " રિયા બોલી.


ભૌમિક નું તો દિલ તૂટી ગયું હોય એમ એક દમ ચુપ થઇ ગયો.

" કોણ છે એ ?" માંડ માંડ આટલું બોલી શક્યો.

" કહીશ તને. "

" તું એને લવ કરે છે ?" ભૌમિક એ પૂછ્યું.


" કદાચ હા. પણ મને ખબર નથી એ લવ છે કે બીજું કંઈ. પણ એના માટે કઈક અલગ ફીલ થાય છે જે બીજા કોઈ માટે નઈ થતું" રિયા એ કહ્યું.

ભૌમિક ને આ સાંભળી ને આંખ માં આંસું આવી ગયા હતા. સારું હતું એ લોકો મેસેજ પર વાત કરતા હતા. નઈ તો રિયા ને ખબર પડી જાય ભૌમિક રડે છે એમ.


ભૌમિક પાંચ મિનિટ સુધી કંઈ ના બોલ્યો એટલે રિયા એ કહ્યું,

" મોન્ટુ "

" હા બોલ "

" જો તને કોઈ ગમતું હોય તો તું શું કરે ?"

" કહી દવ એને "

" પણ એ તારા થી દુર જતી રે તો ?"

" થીંક પોઝિટિવ "

" હમ "

" કહી દે એને "

" મોન્ટુ એટલું ઈજી નથી "

" હા પણ ટ્રાય તો કર "

" કઈક આઈડિયા આપ ને તું " રિયા એ કહ્યું.

" કહી દે એને. જે થશે એ જોયું જસે પછી "

" પણ યાર " રિયા આગળ બોલે એ પેલા,

" રિયા અહીંયા આવ તો " એના મમ્મી એ કહ્યું.

" બાય કાલે વાત કરું. પ્લીઝ ઓનલાઇન આવજે "

" કેમ ?"

" કામ છે મને "

" મારું શું કામ છે ?" ભૌમિક એ પૂછ્યું.

" કાલે કહું "

" ઓકે "

" એક મિનીટ " રિયા એ કહ્યું.

" મને એમ કહે તો ... " રિયા એ મેસેજ કર્યો.

પણ ભૌમિક એ કહ્યું,
ભૌમિક રડતો હતો અને એની આંખ પણ રડી ને લાલ થઈ ગઈ હતી એટલે એને કીધું,

" પછી વાત કરું રિયા "

" હમ. ધ્યાન રાખજે "

" હમ " કહી ને ભૌમિક એ નેટ ઓફ કરી દીધું.


ભૌમિક હજી પણ વિચારો માં ખોવાઈ ગયો.

એક વાર તો એને થઈ ગયું હતું કે કહી દવ કે રિયા મને તું જ ગમે છે પણ બોલી નઈ શકતો હતો એ.

અને રિયા એ જ્યારે કીધું એને કોઈ ના માટે કઈક ફીલ થાય છે એ પણ બધા થી અલગ.

બસ એના મગજ માં આજ વાત ફર્યા કરતી. એ વાત યાદ કરી ને એ રડતો હતો.


બે કલાક પછી ,


ભૌમિક એ નિયા ને ફોન કર્યો.

" હા બોલ "

" નિયા એક વાત કહેવી છે ?"

" હા બોલ "

" જો ગોળ ગોળ વાત નઈ કરતો સીધે સીધું કહું છું. મને રિયા ગમે છે. "

" ઓહ ઓહ મને લાગતું હતું કઈક તો ચાલે જ છે તમારા બંને નું"

" કઈ ચાલતું નથી. હવે તું આઈડિયા આપ મારે રિયા ને કેમનું કહેવું "

" બોલી દે "

" ના કઈક મસ્ત આઈડિયા આપ "

" એક મિનિટ પેલા વિડિયો કોલ કર " નિયા એ કહ્યું.

" ના એ નઈ "

" સારું તો મારે કોઈ આઈડિયા નઈ આપવો "

" હા મારી મા કરી છું. વિડિયો કોલ " કહી ને ભૌમિક વિડિયો કોલ કરે છે.

" હાઈ જીજુ " નિયા બોલી.

" પેલા દીદી ને કહેવા તો દે તારી પછી જીજુ કહેજે "

" સ્માઇલ તો જોવો "

" નિયા બસ કર "

" અરે અરે... શરમાઈ ગયો છોકરો "

" નિયા બોલ ને શું કરું ?"

" કહી દે ને પણ. "

" એ ના પાડશે તો "

" હું હા પડાવી દેવા " નિયા બોલી.

" મસ્તી નથી નિયા આ "

" હું સાચે કહું છું. મસ્તી નઈ કરતી "


આ બાજુ રિયા ના મગજ મા પણ કઈક ચાલતું હતું એટલે એને નિયા ને ફોન કર્યો પણ વ્યસ્ત આવતો હતો.

નિયા ભૌમિક સાથે વાત કરતી હતી એને રિયા નો ફોન આવતો જોયો એટલે કહ્યું,

" રિયા નો ફોન આવે છે "

" સારું તો તું વાત કર. " ભૌમિક એ કહ્યું.

" હા જલ્દી કહી દેજે તું "

" હા. પણ હમણાં તું એને કઈ કહીશ નહિ "

" હા બાય "

નિયા એ ભૌમિક નો ફોન મુક્યા પછી રિયા ને ફોન કર્યો.

રિયા ફોન ઉપાડતાં બોલી
" કોની સાથે વાત કરતી હતી. એક તો તારે સુરત આવવું નથી અને ફોન પણ ઉપાડવો નથી. ફ્રેન્ડ તો યાદ આવે જ નઈ તને "

" શાંત થા માતાજી "

" શું શાંત ? જિંદગી ઝંડ થઈ ગઈ છે હજી શું શાંતિ જોઈએ " રિયા બોલી.

" શું બોલે છે ? પ્રેમ તો નઈ થઈ ગયો ને તને " મોકો જોઈ ને નિયા બોલી.

" હા યાર એવું જ કઈક "

" કોની સાથે ?"

" મોન્ટુ "

" એ કોણ ?" નિયા ને મોન્ટુ કોણ છે એ ખબર ન હોય એમ પૂછ્યું.

" ભૌમિક "

" હમ. તારી કોલેજ માં છે ?"

" એ નંગ. તારો સિનિયર ભૌમિક પરમાર "

" ઓહ. ક્યારે પડ્યા પ્રેમ માં તમે ?" નિયા એ પૂછ્યું.

" યાર સોરી. મે તને કીધું નઈ હતું પણ એ મને બોવ પેહલા થી ગમે છે. પણ મે તને કીધુ નઈ હતું "

" દોસ્ત દોસ્ત ના રહા "

" નિયા સોરી. યાર હવે મારે એને કહી દેવું છે "

" તો કહી દેને "

" બીક લાગે છે યાર "

"સારું તો રાહ જો " નિયા એ કહ્યું.

" ચક્રમ તું હેલ્પ કર ને "

" હું શું કામ હેલ્પ કરું "

" મારી બેસ્ટ ફ્રેન્ડ નથી તું , જાન નહિ મારી તું "

" બસ બટર ના લગાવ "

" યાર નિયા કઈક કેહ ને. ભૌમિક ને તું સારી રીતે ઓળખે છે "

" હા તો "

" કઈ નઈ "

" સારું "

" નિયા કેહ ને શું કરું હું " રિયા એ પૂછ્યું.

" કેહવુ હોય તો કહી દે બાકી ભૌમિક આવે પછી કહેજે "

" એ થોડી હમણાં આવવાનો "

" દોઢ વર્ષ પછી આવવાનો છે. હવે તું જ વિચાર જે તારે શું કરવું એમ "

" સારું "

" ઓકે બાય "

" બાય "


રિયા એ ફોન મુક્યા પછી બોવ વિચાર્યું અને પછી ભૌમિક ને મેસેજ કર્યો હાઈ.
પણ ભૌમિક નું નેટ ઓફ હતું. રાતે દસ વાગે મેસેજ કર્યો હતો રિયા એ.

આ બાજુ નિયા ખુશ હતી કેમકે ભૌમિક અને રિયા બંને એક બીજા ને લવ કરતા હતા. નિયા એ તો પ્રેય પણ કરી લીધી હતી કે બંને એક બીજા ને એમના દિલ ની વાત જલ્દી કહી દે.

બીજે દિવસે સવારે,

હજી ભૌમિક ઓનલાઇન આવ્યો નઈ હતો. અને રિયા ભૌમિક ના ઓનલાઇન આવવાની રાહ મા હજી સૂતી નઈ હતી.

સવારે નવ વાગ્યા હસે ત્યારે ભૌમિક નો મેસેજ આવ્યો.

" હાઈ "

રિયા તો મેસેજ આવવાની રાહ જોઈ ને બેસેલી હતી.

" હાઈ "

" બોલ "

" એક વાત કેહવી છે "

" રિયા રાતે મેસેજ કરું. મને બોવ જ ઊંઘ આવે છે "

" ઓકે પણ ભૂલી ના જઈશ મેસેજ કરવાનું "

" ઓકે કૉલ કરી લઈશ બસ "

" હમ ઓકે. ગુડ નાઈટ "

" ગુડ નાઈટ "


આખો દિવસ ભૌમિક ને શું કહેશે એ જ વિચારો મા હતી.

ફાઇનલી રિયા ની રાહ જોવાની ખતમ થઈ. રાતે સાડા દસ વાગ્યે ભૌમિક નો ફોન આવ્યો.

" હાઈ "

" હેલ્લો શું કરે છે ?" રિયા એ પૂછ્યું.

" બસ કઈ ખાસ નહિ.
પણ તું મને કંઈક કેહવા ની હતી "

" હા મે તને નઈ કીધું હતું પેલા છોકરા નું "

" ક્યાં ?"

" એક પણ નઈ " રિયા ને થોડો ગુસ્સો આવી ગયો કેમકે ભૌમિક ને યાદ નઈ હતું એટલે.

પણ ભૌમિક ને બોવ જ સારી રીતે યાદ હતું રિયા ક્યાં છોકરા ની વાત કરે છે એ.

" ભૌમિક એક વાત કહું પણ પ્લીઝ તું કઈ ઊંધું ના સમજતો "

" સારું પણ તું કઈક કહે એ પેલા મારે એક વાત કેહવી છે તને "

" હા બોલ "

" હા પણ જે હોય એ સાચો જવાબ આપી દેજે. મને કંઈ જ ખોટું નઈ લાગે "

" ઓકે "

" રિયા મને એક છોકરી સ્કૂલ માં હતા આપડે ત્યાર થી ગમતી હતી. એની સાથે મારું બોન્ડ સારું હતું પણ અમુક કારણો થી એ દૂર જતી રહી. પણ થોડા વર્ષો માં એ પાછી મારી લાઈફ માં આવી ગઈ. " ભૌમિક બોલતો હતો.

પણ રિયા ને આ સાંભળી ને આંખ માંથી પાણી આવી ગયા. પણ એ નોર્મલ રેહવાની ટ્રાય કરવા લાગી.

" હું કેનેડા આવ્યો એ પેલા એને એક વાત કહેવા માંગતો હતો પણ તેની ના રહ્યો. અને દોસ્તી તૂટવાની બીક થી હું કઈ ના કહી શક્યો પણ... " ભૌમિક આગળ બોલે કઈક એ પેલા રિયા એ કહ્યું,

" મોન્ટુ આઇ લવ યુ " રિયા રડતા રડતા બોલી.

ભૌમિક ને એવું લાગ્યું આ મસ્તી કરે છે કેમકે બંને માંથી એક પણ ને ખબર નઈ હતી કે બંને એક બીજા ને લવ કરે છે એ વાત.

" તું કેમ રડે છે "

" એમજ "

" સારું "

રિયા ને લાગ્યું ભૌમિક એ હજી એ વાત સાંભળી નથી અને રિયા ને એવું લાગ્યું કે ભૌમિક એ વાત ને ઇગનોર કરી એટલે રિયા એ વાત બદલતા કહ્યુ

" કોણ છે એ લકી ગર્લ ?"

" રિયા "

" વોટ "

" તું એને ઓળખે છે બોવ જ સારી રીતે. તારે જોવી છે એને ?" ભૌમિક એ પૂછ્યું.

રિયા ને ગુસ્સો આવતો હતો. અને રડતી પણ હતી. પણ એને એ પણ જોવું હતું કે એના મોન્ટુ ને કઈ છોકરી ગમે છે.

" હમ "

" તો વિડિયો કૉલ કર બતાવ પિક એનો "

" ઓકે "

રિયા એ વિડિયો કૉલ કર્યો.

" કેમ તું આટલી રડે છે "

" કઈ નઈ બસ.મારી ફ્રેન્ડ ની યાદ આવી ગઈ હતી "

" ફ્રેન્ડ ની કે મારી " ભૌમિક થોડી મસ્તી માં બોલ્યો.

" તારી કેમ આવે. તું પિક બતાવ "

" આ સામે તો છે "

રિયા ને કઈ સમજ ના પડી કે ભૌમિક શું બોલે છે એ એટલે એને કહ્યું,

" તું સરખું બોલ "

" હું તારી જ વાત કરું છું "

" બધા માં મઝાક ના હોય "

" સાચે કહું છું "

"એક મિનીટ. પાછું બોલ તો. શું સાચે કેહ છે "રિયા એ પૂછ્યું.

" સ્કૂલ માં જે ગમતી હતી અને અત્યારે જે ગમે છે એ તું જ છે બીજું કોઈ નઈ "

આ સાંભળી ને રિયા નું રડવાનું તો ગાયબ થઈ ગયું. એક મસ્ત સ્માઇલ આવી ગઈ.

"તે પેલા છોકરા ને કહ્યું કે નઈ " ભૌમિક એ પૂછ્યું.

" હવે શું કેહવુ એ ને તો ... "

" બોલ ને આગળ "

" કઈ નઈ. મને જે ગમે છે એ સામે જ છે તારી " રિયા બોલી.

" સરખું બોલીશ તું "

" હા એ તું જ છે બીજું કોઈ નઈ "

" ઓહ્ અચ્છા. એટલે હમણાં તે આઇ લવ યુ બોલ્યું એ સાચે માં મને કીધું હતું "

" હમ. લવ યુ ટુ "

" પણ મે ક્યાં આઇ લવ યુ કીધું છે "

" તું શું બોલ્યો ? " રિયા એ પૂછ્યું.

" હું કઈ બોલ્યો જ નથી "

" યાદ કર મને શું પૂછ્યું "

ભૌમિક એ યાદ કરી ને કહ્યું
" હમ સમજી ગયો "

" તું સુરત ક્યારે આવશે ?" રિયા એ પૂછ્યું.

" કેમ ?"

" એ પણ ના પુછાય ?"

" હવે તો હક થાય છે તારો પૂછવાનો. પણ હજી તારે દોઢ વર્ષ ની રાહ જોવી પડશે "

" આટલી રાહ જોઈ તો થોડી વધારે "

" ઓહ્. "

પણ ભૌમિક ને કઈક યાદ આવતા એ બોલ્યો,

" નિયા ને આ વાત ની ખબર હતી ?"

" કઈ વાત ની ?" રિયા એ પૂછ્યું.

" યુ લવ મી "

" કાલે જ કીધું મે. એની પેલા એને નઈ ખબર હતી "

" ઓકે "

" તે એને કીધું હતું "

" નઈ મે પણ કાલે જ કીધુ એને "

બંને વાત કરતા હતા કોને ક્યારે નિયા એ કહ્યું એ. એટલે ભૌમિક બોલ્યો,

" એ મેડમ ને તો ખબર પડી ગઈ હતી આપડે એક બીજા ને કહ્યું એ પેલા "

" હા તો પણ મને ના કીધું એને "

" સ્માર્ટ છે ને એટલે " ભૌમિક બોલ્યો.

" એક મિનીટ એને ફોન કરું "

રિયા એ ફોન કર્યો પણ નિયા ફોન ઉપાડતી નઈ હતી. એટલે ભૌમિક એ કહ્યું,

" કાલે કરી દેજે "

" હા "

" સૂઈ જા હવે તું "

" હમ "


બીજે દિવસે સાંજે

રિયા એ પાછો ફોન કયો નિયા ને ,

" બોલો ભાભી " નિયા ફોન ઉપાડતાં બોલી.

" શું બોલે છે તું ?"

" ભૌમિક મળી ગયો એટલે હું થોડી યાદ આવું "

" બસ નિયા. મે કહી દીધું એને "

" શું થયું ના પાડી ?" નિયા મસ્તી માં બોલી .

" બાય તારી સાથે વાત કરવી જ બેકાર છે "

" હા...હા... રાતે ફોન કરું શાંતિ થી અત્યારે થોડુ કામ છે "

" ઓકે "


શું થશે આગળ ?