Mind: Relationship no friendship - 53 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 53

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 53




બીજે દિવસે

" સારું હું રહીશ " મનન બોલ્યો.

" ઓહ ચાલો પાર્ટી " નિશાંત બોલ્યો.

" શેની પાર્ટી ?" માનિક આવતા ની સાથે બોલ્યો.

" નિયા એ બોય ફ્રેન્ડ બનાવ્યો એની " તેજસ મસ્તી માં બોલ્યો.

" ઓહ ... કોણ છે એ બદનસીબ " માનિક હસતા હસતા બોલ્યો.

" ખુશ નસીબ આવે " મનન એ કહ્યું.

" હા મને ખબર છે પણ નિયા માટે બદનસીબ આવે. એ કોઈ ને શાંતિ થી જીવવા નઈ દે એટલે " માનિક એક દમ ખુશ થતાં 😅 બોલ્યો.

" આ જ લાઈન હું બોલીશ જ્યારે તારી લાઈફ મા કોઈ આવસે ત્યારે " નિયા બોલી.

" જોઈએ એ તો. યાદ પણ નઈ હોય ત્યારે તો " માનિક બોલ્યો.

" જોઈએ એ તો " નિયા બોલી.

" મળે તો પણ સારી વાત છે કોઈ તને " માનિક હસતાં હસતાં બોલ્યો.

" બસ માનિક આ વધારે બોલે છે તું " તેજસ એ કહ્યું.

" ઓહ નિયા માટે આટલુ બધુ " માનિક બોલ્યો.

" હું જવ છું મને લેટ થાય છે " નિયા એનું બેગ લઈ ને જતા બોલી.

" પણ નિયા તને તો ભૂખ લાગી હતી ને " નિશાંત એ પૂછ્યું.

" પીજી પર જઈ ને ખાઈ લેવા. " નિયા બોલી.

" હું પણ આવું જ છું. મારે પણ બહાર જવાનું છે. તને મૂકતો જઈશ " મનન બોલ્યો.

" ઓકે "

નિયા અને મનન ગયા પછી

માનિક બોલ્યો " આ બંને નું કઈક છે શું લાગે છે તમને ?"

" કેમ આમ બોલે છે તું ?" નિશાંત એ પૂછ્યું.

" મનન આમ તો કોઈ ની હેલ્પ નઈ કરતો. પણ નિયા ને એકલી જવા ના દે. હંમેશા મૂકવા જવા માટે રેડી " માનિક બોલ્યો.

" તો એનો મતલબ એ નથી કે એમના વચ્ચે કઈક છે " આદિ થોડા ગુસ્સા માં બોલ્યો.

" હા પણ હોઈ શકે ને. એમ પણ તમને તો સાચું નઈ લાગવાનું તો હું કેમ કહું?" માનિક એ જાણે બધું ખબર હોય એમ બોલ્યો.

" હા અમને સાચું ખબર જ છે તારે કહેવાની જરૂર નથી " તેજસ બોલ્યો.

" સાચે નિયા એ બોય ફ્રેન્ડ બનાવ્યો " માનિક બોલ્યો.

" હા કેમ તને નઈ લાગતું ?" આદિ એ પૂછ્યું.

" ના એવું નથી. પણ કીધું નઈ એટલે "

" બધી વસ્તુ બધા ને ના કહેવાની હોય માનિક " તેજસ બોલ્યો.

" સારું હસે કઈક. તમે લોકો નિયા ની ભાષા બોલતાં થઈ ગયાં છો "

હવે કોઈ કઈક બોલે એ પેલા માનિક બોલ્યો
" ચાલો હું નીકળું મોડું થાય છે મને "

માનિક ના ગયા પછી આદિ બોલ્યો

" જવું હતું તો શું કામ આવે છે ? મગજ ખરાબ કરવાં ?"

" ચિલ ભાઈ "

નિયા પીજી પર આવી ને સુઈ ગઈ હતી. ચાર વાગવા આવ્યાં હતાં પણ હજી એ સૂતી જ હતી.

ફોન ની રીંગ વાગી એટલે એ ઊઠી

" હા બોલ "

" તમે તો બોય ફ્રેન્ડ બનાવી દિધો કીધું પણ નઈ " માનિક બોલ્યો.

" તને એનાથી મતલબ "

" ના કઈ નઈ. પણ કીધું પણ નઈ તે "

" તો શું બધા ને જણાવવાનું?" નિયા ગુસ્સા માં બોલી.

" ના આ તો ખાલી મને કીધું હોય તો "

" કેમ તને કહુ ?"

" બેસ્ટ ફ્રેન્ડ ને ના કહેવાય ?"

" બેસ્ટ ફ્રેન્ડ હા ... હા... કઈ પણ બોલે છે તું "

" સાચું કહું છું. તું મારા માટે હજી પણ પહેલાં જેવી જ નિયા છે. "

" અત્યાર માં મને ગુસ્સો ના અપાવ " નિયા બોલી.

" સારું બાય તારી સાથે વાત કરવી જ બેકાર છે "

" હા ઓકે "

નિયા ફોન મૂકી ને સુઈ ગઈ ત્યાં રિયા નો ફોન આવ્યો.

" બોલો "

" નિયા સુરત કયારે આવવાની ?" રિયા એ પૂછ્યું.

" હમણાં તો નઈ આવવાની કેમ ?"

" યાર આવ ને "

" પન શું થયું છે ? " નિયા એ પૂછ્યું.

" યાર મારે વાત કરવી છે તારી સાથે. "

" ઓહ્ તો ફોન પર બોલ " નિયા એ કહ્યું.

" ના યાર તું આવસે ત્યારે કહીશ. જલ્દી આવજે "

" ઓકે"કહી ને નિયા એ ફોન મૂકી દીધો.

ડાન્સ પ્રેક્ટિસ એ લોકો સાંજે તેજસ ના ઘરે કરતા. થોડી મસ્તી પણ ચાલુ હતી. માનિકને આ વાત ખબર નઈ હતી કે આ ટાઈમ મનન પણ ડાન્સ કરવાનો છે.

માનિક એ બોવ વાર પૂછવાની ટ્રાય કરી પણ કોઈ એ એને કહ્યુ નઈ હતું.

આમ ને આમ પ્રેક્ટિસ કરતા દિવસો જતાં રહ્યાં. છેલ્લે એ દિવસ આવી ગયો જેની એ લોકો રાહ જોતાં હતાં.

આજે સાંજે એ લોકો નો ડાન્સ હતો. સવારે બધા એ છેલ્લી વાર તેજસ ના ઘરે પ્રેક્ટિસ કરી હતી.

નિયા ત્યાં થી આવી ને સુઈ ગઈ હતી.

પર્સિસ એ બે વાગ્યે નિયા ને ઉઠાડી.

" શું છે ?"

" ઊઠ ને યાર "

" નિયા બે કલાક થી તું સૂતી છે "

" હા તો " નિયા એ કહ્યું.

" ઊઠ ને યાર મને નઈ ગમતું કઈ "

" લે કેમ ?" નિયા ઊઠી ને બોલી.

" જેનિસ ની યાદ આવે છે " રડતા રડતા 😭 પર્સિસ બોલી.

" અરે એમાં રડવાનું શું? ફોન કરી લે "

" એ કામ માં છે નઈ વાત થતી અમારી "

" તો પછી કરી લેજે. "

" હા પણ યાદ આવે છે યાર " પર્સિસ એ કહ્યું

" ચલ આપડે પાસ્તા ખાઈએ "

" ના મારે નઈ ખાવું હું સૂઇ જાવ છું "
પર્સિસ એ કહ્યું.

" સારું તો સૂઈ જા. હું પાસ્તા બનાવું છું. કેમકે મને ભૂખ લાગી છે " નિયા રસોડા માં જતાં બોલી.

થોડી વાર પછી,

નિયા અને પર્સિસ પાસ્તા ખાતા હતા.

" તારે તો નઈ ખાવું હતું ને ?"

" નિયા પાસ્તા બનાવે તો હું કેમ ના ખાવ "

" ઓહ અચ્છા. પણ ખાઈ લે હવે પછી તૈયાર થવાનું છે "

" અરે એ તો ભૂલી જ ગઈ હું "

" ઓહ હવે ? "

" તું આવ ખાઈ ને હું વિચારું શું પહેરવું એ "

થોડી વાર પછી,

" તું કેમ જીન્સ અને જેકેટ માં ?" પર્સિસ્ એ કહ્યું.

" ડાન્સ છે એટલે "

" ઓહ્ અચ્છા. તારા ડાન્સ પાર્ટનર ની યાદ આવતી હસે ને "

" ના "

" બરાબર. આજે છેલ્લો annual આપડી કોલેજ લાઈફ નો "

" હા પેલાં તું રેડી થા. "

" હા તું તો થઇ ગઇ નઈ બોવ જલ્દી "

" હા "

થોડી વારમાં પર્સિસ રેડી થઈ ને બહાર આવી.

" વાઉ મસ્ત લાગે છે. રેડ વેલ્વેટ કેક જેવી "

" નિયા ખાવા સિવાય કંઈ દેખાય છે ?"

" ખાવા માટે તો જીવીએ છે "

" જીવવા માટે ખાઈએ છીએ એમ કહેવાય " પર્સિસ્ એ કહ્યું.

" હા પણ મારા માટે ઊંધું છે "

" પાગલ છે સાવ તું "

" હા મને ખબર છે " નિયા મસ્તી માં બોલી.

એ લોકો એ થોડા ફોટો પાડ્યા પછી કોલેજ ગયા.

ત્યાં નિયા એ એમના બીજા ક્લાસ મેટ સાથે ફોટો પાડ્યા પછી બેક સ્ટેજ જ્યાં આદિત્ય લોકો હતા ત્યાં ગઈ.

" તારી જ રાહ જોતાં હતાં અમે " તેજસ બોલ્યો.

" હા પણ અમે ભૂલી ગયા હતા કે પર્સિસ સાથે ફોટો પાડવામાં બિઝિ હસે " નિશાંત બોલ્યો.

" કઈ પણ "

" કેમ આજે ડાન્સ કરવો નથી ? " માનિક એ પૂછ્યું.

માનિક ને એવું જ હતું હજી સુધી કે નિયા આજે ડાન્સ નઈ કરવાની.

" ના "

" કેમ નક્ષ નથી એટલે ?"

" બધી પંચાત તારે ?" નિયા આદિ ની બાજુ માં બેસતા બોલી.

" જોયું તમે આટલી બધી જગ્યા હતી તો પણ એ આદિ ની બાજુ માં જઈને જ બેસી" માનિક મસ્તી માં બોલ્યો.

" બે તું જા અહીંયા થી. ખોટુ કઈ ક સાંભળીશ ખરાબ " નિયા 😡 ગુસ્સા માં બોલી.

" સાચું સહન નઈ થાય એટલે બીજા પર ગુસ્સો નઈ કરવાનો. " માનિક રાક્ષશી રીતે હસતા બોલ્યો.

" તું તારું બોલવાનું માપ માં રાખ નઈ તો આગળ બેસી જા હમણાં ફકશન ચાલુ થશે " મનન બોલ્યો.

" કેમ તમે નઈ આવતા ?" માનિક જતા જતા બોલ્યો.

" ના "

" પણ આજે તો ડાન્સ પણ નથી તમારો તો પછી ?" માનિક ને બધું જાણી લેવું હોય એ રીતે પૂછ્યું.

" આવીશું હમણાં " તેજસ થોડું મોટે થી બોલ્યો એટલે માનિક ત્યાં થી જતો રહ્યો.

નિયા શાંતિ થી બેસેલી હતી. ફોન મા કઈક વાંચતી હતી એવું લાગ્યું એ જોઈ ને નિશાંત એ કહ્યું

" કેમ નિયા ? ડાન્સ કરવાની ઈચ્છા નથી આજે ?"

" ના એવું નથી "

" તો "

" કઈ નઈ " નિયા એ કહ્યું.

થોડી વારમાં એમનો ડાન્સ હતો. તેજસ બધા ને સ્ટેપ યાદ કરાવતો હતો.

એમનો ડાન્સ સ્ટાર્ટ થયો એ જોઈ ને માનિક એક દમ સદમાં માં હતો. જાણે એને હાર્ટ એટેક 💔 આવ્યો હોય એ રીતે.

આ વખત નો ડાન્સ પણ બધા કરતાં અલગ હતો. અને થોડો હટકે પણ હતો.

નિયા લોકો જેવા ડાન્સ કરી ને સ્ટેજ પર થી નીચે આવ્યા. ત્યાં દીપ સર બોલ્યા

" મનન તું ડાન્સ પણ કરે છે ?"

" હા થોડો આવડે છે " મનન હસતા હસતા બોલ્યો.

" ગુડ ગુડ "

" મારે તો માનિક ના હાલ જોવા છે " આદિ બોલ્યો.

" હા મારે પણ. મનન અને નિયા નું કઈક છે મે કીધું હતું ને તમને. કોઈ દિવસ નહિ અને આ વખતે એને સ્ટેજ પર ડાન્સ કર્યો " તેજસ માનિક ની એક્ટિંગ કરતા બોલ્યો.

" બસ કર તેજ " મનન બોલ્યો.

એ લોકો થોડી વાર પછી ત્યાં આગળ ફોટો પડાવતા હતા ત્યાં માનિક દોડતો દોડતો આવ્યો.

" તમે મને કીધું પણ નહિ. મારે કરવો હતો ડાન્સ "માનિક બોલ્યો.

" હજી ફકશન ચાલું જ છે. કરતો આવ ડાન્સ " નિશાંત મસ્તી માં બોલ્યો.

" મારે ગ્રૂપ ડાન્સ તમારી જૉડે કરવો હતો "

" પણ અમને ડાન્સ આવડતો જ નથી " મનન બોલ્યો.

" એ તો જોયું મે " તેજસ એ કહ્યું.

નિયા અને આદિ ફોન માં ફોટો જોતાં હતાં. ત્યાં માનિક બોલ્યો

" મે તે દિવસ તમને કીધું હતું ને મનન અને નિયા નું કઈક છે પણ તમે ના માન્યા. મનન ને ડાન્સ પણ નિયા એ કેટલું કહી ને કરાવ્યો હશે " માનિક બોલ્યો.

આ સાંભળી ને બધા હસતા હતા અને તેજસ અને નિયા થોડું વધારે હસતાં હતાં. કેમકે થોડી વાર પહેલા જ તેજસ એ આજ વસ્તુ માનિક ની સ્ટાઇલ માં કહી હતી.

બે દિવસ પછી

નિયા એને પ્રતિલિપિ માં મૂકેલી રચના માં આવેલી કૉમેન્ટ્સ જોતી હતી અને એમને જવાબ આપતી હતી. ત્યાં માનિક નો ફોન આવ્યો.

" હા બોલ "

" નિયા તું આટલી બદલાઈ જઈશ એવું મે કોઈ દિવસ નઈ વિચાર્યું હતું "

" શું ?"

" કઈ નઈ "

" સારું "

" તું ડાન્સ કરવાની હતી તો કીધું નઈ. અને મનન સાથે ડાન્સ કર્યો "

" હા તો "

" કઈ નઈ યાર "

" ઓકે "

કહી ને નિયા એ ફોન મૂકી દીધો.

થોડા દિવસ પછી ઈશા અને નિયા વાત કરતા હતા.

" નિયા એક વાત કહું ?" ઈશા એ પૂછ્યું.

" હા બોલ ને "

" ખોટુ ના લગાડતી "

" મને કોઈ વાત નું ખોટું નઈ લાગતું "

" ઓકે તું સાચે માં બોવ બદલાઈ ગઈ છે "

" મને ખબર છે "

" પણ એ વાત ની ખુશી છે કે એ બદલાવ પણ તારા માટે જરૂરી હતો કદાચ. પણ નિયા તું હવે કોઈ ની સાથે બોલતાં પહેલાં કેમ બોવ વિચાર કરે છે ?" ઈશા એ કહ્યું.

" કેમ આમ પુછે છે ?"

" હમણાં થોડાં દિવસ પહેલા આપડે ઓપન માઇક માં ગયા હતા ને ત્યારે તારું બોલવાનું પતી ગયું પછી એક છોકરી એ તને પૂછ્યું હતું "

" દીદી સાચે તમે તમારા ફ્રેન્ડ માટે બોલ્યા છો. તો તમારો ફ્રેન્ડ બોવ લકી છે. અને હું સેકન્ડ માટે કઈ વિચાર મા ખોવાઈ ગઈ. પછી મે હા કીધું. એ જ ને ?" નિયા એ પૂછ્યું.

" હા એજ. નિયા પાસ્ટ માં કંઇક ખરાબ થાય છે એનો મતલબ એ નઈ સમજવો કે ભવિષ્ય મા પણ કઈક એવું થાય. બધા સરખા નથી હોતા "

નિયા ને આદિત્ય એ કહેલી વાત યાદ આવી ગઈ. " નિયા બધા સેમ ના હોય. "

" હા ખબર છે મને " નિયા એ કહ્યું.

" પ્લીઝ નિયા પાસ્ટ માં જે કંઈ થયું હોય એના પર થી એ ના સમજીશ કે બીજું કોઈ આપડી લાઈફ મા એન્ટર થાય એ પણ એવું હોય. અને આ બીક થી આપડે એ વ્યક્તિ ને પણ ગુમાવી દઈએ "

" હા ઓકે "

" બોવ ભાષણ આપી દીધું મે " ઈશા મસ્તી કરતી હોય એમ બોલી.

" ના હવે "

ઈશા સાચું જ કીધું હતું નિયા પેહલા જેવી નિયા રહી નહતી. બોવ બદલાઈ ગયેલી. બોલતા પહેલા પણ વિચાર કરતી.

મદદ માટે હંમેશા તૈયાર રહેતી નિયા કેટલો વિચાર કર્યા પછી બીજા ને મદદ કરતી. હા ખુશ તો બોવ જ હતી નિયા પણ એ કેટલી અંદર થી કેટલી તૂટી ગઈ હતી એ તો ખાલી નિયા ને જ ખબર હતી.

આદિ સાથે હજી પણ ખુલી ને વાત કરી લેતી. તેજસ, નિશાંત અને મનન સાથે મસ્તી પણ કરી લેતી પણ આ લોકો સિવાય કોઈ બીજું હોય તો નિયા બોવ વિચારી વિચારી ને બોલતી.

થોડા દિવસ પછી,

બ્રેક હજી પડ્યો જ હતો ત્યાં શિવાની નિયા ને કઈક પૂછતી હતી અને નિયા એને સમજાવવા બેસી ગઈ.

એટલે આદિત્ય એ કીધું,
" કેન ટીન માં આવ પછી "

થોડી વાર પછી નિયા કેન ટીન માં જતી હતી.

ત્યાં એ ફોન માં જોતી રહી હતી. અચાનક બે ત્રણ મેસેજ આવ્યા. નિયા એ મેસેજ જોઈ ને એક દમ શોક થઈ ગઈ.

એ બે ત્રણ વાર મેસેજ ચેક કર્યો કેમકે એને એ મેસેજ વાંચી ને વિશ્ર્વાસ નઈ થતો હતો.


કોને નિયા ને મેસેજ કર્યો હસે ?


કોને કર્યો હસે મેસેજ ?