Mind: Relationship Friendship No - 49 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 49

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 49





નિયા હજી ઊઠી ને બેસી જ હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.


" હા બોલ " નિયા એ એક દમ શાંતિ થી કહ્યું.

" કઈ રાખ્યું છે બોલવા જેવું.
મને કીધું પણ નઈ તે.
કહેતા શું જાય છે તારું " માનિક બોલ્યો.

" ઓકે મારે નઈ કહેવું હતું "

" સારું ના કહીશ. પડી રહે "

" બોલતાં શીખ પેલા "

" તારા કરતાં તો સારું જ આવડે છે બોલતા મને " માનિક બોલ્યો.

" ઓહ સારું કહેવાય તો "

નિયા એ કઈક કામ છે એમ કરી ને ફોન મૂકી દીધો.


પ્રોજેક્ટ ના ગ્રુપ મા માનિક હતો એટલે પ્રોજેક્ટ નું કામ હોય ત્યારે નિયા એક દમ ગુસ્સો ઓછો રાખતી.


થોડા દિવસ પછી એ લોકો ના વાઈ વા ચાલુ થવાના હતા. બધા assignment પતાવવા માં પડ્યા હતા.


થોડા દિવસ પછી કોલેજ માં નવરાત્રિ હતી પણ નિયા આ ટાઈમ નઈ ગઈ હતી.

એવું નઈ હતું કે એના ગ્રુપ વાળા એ ફોર્સ નઈ કર્યો હતો પણ નિયા એ ના પાડી.



થોડાં દિવસ પછી,


નિયા ના પ્રોજેક્ટ ના વાઈવા કાલે હતા. નિયા, પર્સિસ અને માનિક એ પ્રોજેક્ટ માટે નું બધું તૈયાર કરી લીધું હતું.

નિયા સાંજે એ બધું કામ બતાવી ને બેસી ત્યાં એને એક મેસેજ આવ્યો .નિયા મેસેજ જોઈ ને ખુશ થઈ ગઈ.

પર્સિસ એ ખુશ થતી નિયા ને જોઈ ને પૂછ્યું
" શું થયું બેબી "

" ક્રેમો હોલિક કેફે વાળા નો મેસેજ હતો. એમની નવી બ્રાન્ચ નું રવિવારે ઓપનિંગ છે. અને એમાં મારે ઓપન માઇક માં કઈક બોલવાનું છે. કઈક યુનિક "

" ઓહ સરસ હું આવીશ કાલે તારી સાથે "

" હા સ્યોર "

નિયા અત્યારે તો સૂઈ ગઇ. રાતે જમી ને એ વિચારતી હતી રવિવારે શું બોલશે એ.

બે કલાક થાય પણ કઈ નવું એના માઇન્ડ માં નઈ આવ્યું. એ છેલ્લે કંટાળી ને સૂઈ ગઈ. પણ થોડી વાર માં એને કઈક યાદ આવ્યુ એટલે ઊઠી ને ટેબલ પર જે બુક હતી એ લઈ ને છેલ્લા પેજ પર કઈક લખી ને સુઈ ગઈ.


બીજે દિવસે,

વાઈવા હતા એટલે નિયા કુર્તી અને જીન્સ માં હતી. નિશાંત, આદિ, તેજસ અને મનન ના વાઈવા પતી ગયા હતા એટલે એ લોકો કેન ટીન માં બેસેલા હતા.

નિયા એના ગ્રુપ સાથે વાઇ વા આપવા ગઈ.



થોડી વાર પછી


" નિયા એ બોવ વાઇ વા આપ્યા " તેજસ બોલ્યો.

" દીદી એ કઈક બાફ્યું હસે " મનન બોલ્યો.

" ત્યાં કેમનું?" નિશાંત બોલ્યો.

ત્યાં આદિ પર કોઈ નો ફોન આવ્યો. " કેન ટીન માં છે " આદિ આગળ પૂછે એ પેલા ફોન કટ થઈ ગયો.

" કોણ હતું ?" મનન એ પૂછ્યું.

" નિયા પણ બોવ ગુસ્સા માં હતી એવું લાગ્યું. " આદિ એ કહ્યું.

હવે આ લોકો આગળ કઈ બોલે આગળ કે પછી કંઇક વિચારે એ પેલા નિયા ત્યાં આવી ગઈ.

એક ખુરશી ખાલી હતી ત્યાં બેસી ગઈ. બેગ ટેબલ પર રાખી ને એના પર માથું મૂકી ને આંખ બંધ કરી ને બેસી ગઈ એ.

" શું થયું ?" મનન એ પૂછ્યું.

" પ્લીઝ પાંચ મિનિટ કઇ ના પૂછતા કોઈ " નિયા બંધ આંખે બોલી.

ત્યાં માનિક આવ્યો .
" મારા માટે ખુરશી રખાય "

" આટલી બધી પડી છે ને લઈ લે ને " મનન બોલ્યો.


પાંચ મિનિટ સુધી એક દમ શાંતિ હતી કોઈ કઈ બોલ્યું નઈ.

નિયા એ એની બોટલ માથી પાણી પીધું અને ટેબલ પર મૂકી.

માનિક જાણે બોટલ મૂકવાની રાહ જોતો હોય એમ નિયા એ જેવી બોટલ મૂકી એવી માનિક એ લઈ લીધી.

" મારી બોટલ મૂકી દે " નિયા ગુસ્સા માં બોલી.

" પાણી તો પીવા દે મને " હસતા હસતા માનિક બોલ્યો અને પાણી પીવા લાગ્યો.

આદિ , તેજસ , નિશાંત અને મનન કઈ સમજી ના શક્યા. નિયા ગુસ્સા માં હતી અને માનિક હસતો હતો એટલે.

માનિક એ જેવી બોટલ મૂકી. નિયા એ જે પાણી બચેલું હતું એ દૂર જઈ ને ધોળી આવી.

" પાણી બચાવવા શીખ " માનિક બોલ્યો.

" ત્યાં ઝાડ હતું ને ત્યાં ને પાણી નાખ્યું છે એટલે વેસ્ટ નઈ ગયું " નિયા ગુસ્સા માં બોલી.

" કેમ તને આટલા ગુસ્સા માં છો ? " તેજસ નિયા નો ગુસ્સો ઓછો કરવા બોલ્યો.

" કઈ નઈ. મને ભૂખ લાગી છે " નિયા બોલી.

આદિ ઊભો થઈ ને કોક લઈ આવ્યો. અને નિશાંત બોલ્યો

" નિયા આજે તો હું ડબ્બા માં પુલાવ લાવ્યો છું "

" મને બોવ ભાવે છે ફૂલાવ " માનિક ડબ્બો એની બાજુ કરતા બોલ્યો.

" ફુલાવ નઈ પુલાવ કહેવાય " મનન એ કહ્યું.

" હસે અવે " કહી ને માનિક એ એના દાંત બતાવ્યા🤓🤓.

" કેમ આટલી ગુસ્સા મા છે ?" આદિ એ પૂછ્યું.

ત્યાં પર્સિસ નો ફોન આવ્યો.
" નિયા હું સુરત જાવ છું. અત્યારે મમ્મી નો ફોન આવ્યો એટલે. સોરી કાલે તારી સાથે નઈ આવી શકીશ. મારી એક્ટિવા ની ચાલી ટેબલ પર મુકેલી છે. તું લઈ ને જજે. બે ત્રણ દિવસ માં આવીશ હું "

" હા સારું "

આદિ નિયા ની સામે જોઈ ને બોલ્યો
" મે કઈક પૂછ્યું તને ?"

" શું ?" નિયા ને જાણે કઈ જ ખબર ના હોય એમ બોલી.

" આટલી ગુસ્સા મા કેમ છે ?" આદિ બોલ્યો.

" કઈ નઈ " નિયા બોલી.

" ના ના એવું ના હોય " આદિ એ કહ્યું.

" અમને પણ કહે સ્ટોરી ?" મનન બોલ્યો.

" વાઈ વા તો સારા ગયા ને ?" નિશાંત એ પૂછ્યું .

" હા જોરદાર જ જાય ને " માનિક ખુશ થતા બોલ્યો.

" નિયા ને પૂછ્યું " મનન બોલ્યો.

" વાઇ વા તો સારા ગયા પણ પછી સર એ મારી લોગ બુક ચેક કરી ને મૂકતા હતા ત્યારે ભૂલ માં છેલ્લું પેજ જોઈ લીધું. એમાં મે કાલે બોલવાનું છે એ લખ્યું હતું " નિયા બોલી.

" તો શું ફાડી નાખ્યું સર એ ?" તેજસ એ પૂછ્યું.

" ના. સર પૂછતા હતા કેમ લખ્યું છે " નિયા બોલી.

" બતાવવા બધા ને. સર ની સામે સારુ લાગે એટલે ને. નઈ નિયા ?" માનિક એ કહ્યું. એની હસી સાથે.

આ સાંભળી ને નિયા નો ગુસ્સો તો સાતમા આસમાને પોહચી ગયો હતો.

" પાછા સર પૂછતા હતા. ક્યાં ઓપન માઇક માં જાય છે. પ્રતિલિપિ પર શું લખે છે. બધું સર એ પૂછી લીધું. " માનિક હસતા હસતા બોલ્યો.

બસ હવે બોવ થઈ ગયું . નિયા મનમાં બોલી. એ ત્યાં થી ઊભી થવા જતી હતી ત્યાં મનન બોલ્યો

" નિયા બીજું શું કીધું હતું સર એ ?"

" સર એ તો કઈ નઈ કહ્યું. પણ માનિક સર ની સામે એમ બોલ્યો કે એ આખો દિવસ આજ કરે. પ્રોજેક્ટ માં તો કઈ કરે જ નઈ " નિયા બોલી.

" હું મસ્તી મા બોલ્યો હતો " માનિક બોલ્યો.

" મસ્તી બધે ના હોય. સર હતા ત્યાં તું એવું બોલ્યો. મારા માર્કસ પણ અસર થઈ શકે છે આની ખબર છે તને ?" નિયા બોલી.

" એમાં શું અસર થવાની ?" માનિક એ પૂછ્યું.

" મેં પ્રોજેક્ટ માં કઈ જ નઈ કર્યુ એમ ?" નિયા બોલી.

" સર ને ખબર છે કોણ કેવું છે એ. માર્કસ સારા જ મુક્સે". માનિક બોલ્યો.

" ઓકે હસે મુક. મારે વાત આગળ નઈ વધારવી " નિયા બોલી.

" પર્સિસ ની સામે તો શાંતિ થી બોલી હતી તો અત્યારે કેમ આવો રેએક્ટ કરે છે ?" માનિક બોલ્યો.

" બધા ને બતાવવાની જરૂર નઈ લાગતી તું કેવો છે એ." નિયા બોલી.

" શીખ કઈક એની પાસે થી. તે વિશ્વાસ તોડ્યો છે તો પણ એ બધા ની સામે તારો રીયલ ફેસ એ નઈ બતાવતી " તેજસ બોલ્યો.

" તો ?" માનિક ગુસ્સા માં બોલ્યો.

" કઈ નઈ. મૂકો ને યાર " નિયા બોલી.

" તે ચાલુ કર્યું નિયા " માનિક બોલ્યો.

" ચાલો કોઇ ને ભૂખ લાગી હોય તો બન સમોસા ખાવા જઈએ " નિયા બોલી.

" હા ચાલો " મનન , આદિત્ય, તેજસ અને નિશાંત બોલ્યા.

એ લોકો નીકળતા હતા ત્યારે માનિક બોલ્યો

" હું પણ આવું છું "માનિક બોલ્યો.


નિયા આજે રસ્તા માં પણ કઈ ના બોલી અને ત્યાં પણ આજે એની મસ્તી ઓછી હતી.


હવે દિવાળી વેકેશન હતું અને પછી થોડા દિવસ પછી એમની સેમેસ્ટર 7 ની એક્ઝામ.

નિયા તો સુરત આવી ગઈ હતી. અને આ ટાઈમ એની બધા સાથે વાત બોવ જ ઓછી થઈ ગઈ હતી. આખો દિવસ લેપટોપ માં કઈક કર્યા કરતી. કંટાળો આવે ત્યારે નોવેલ વાંચતી અને લખતી.


રિયા અને રિયાન સાથે પણ બોવ મસ્તી કરી હતી પણ રિયા કઈક ખોવાયેલી હોય એવું લાગતું હતું. નિયા એ પૂછવાની બોવ કોશિશ કરી પણ રિયા કઈ બોલી ના શકી.


માનિક નિયા ને ફોન કરી ને કહેતો હવે હું સુધરી ગયો છું. પેલા જેવો નથી. પ્લીઝ પાછી દોસ્તી કરી લે. પણ આ ટાઈમ નિયા ને કઈ વાત નો યકીન નઈ થતો હતો.


એક વાર નિયા એ માનિક સાથે નોર્મલ રીતે વાત કરી તો બીજે દિવસ થી માનિક એ પેલા ની જેમ બધુ પૂછવાનું ચાલુ કર્યું. એક બે વાર તો ગુસ્સો પણ કરી લીધો. પણ નિયા એ ઇગનોર કરી દીધું.


થોડા દિવસ પછી એ આણંદ આવી ગઈ હતી. નિયા એ વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. એક દિવસ માનિક નો ફોન આવ્યો.

" વાંચવાનું ચાલુ કર્યુ તે ? " માનિક એ પૂછ્યું.

" હા "

" ખાલી તું જોડે વાંચ ને યાર. નઈ વંચાતું એકલા મારા થી"

" ના હું એકલી વાંચી લઈશ " નિયા શાંતિ થી બોલી.

" આમ તો કહે છે ભણવામાં હેલ્પ કરવામાં હુ કોઈ દિવસ કોઈ ને ના નઈ પાડતી. તો હવે તો ના પાડે છે " માનિક બોલ્યો.

" ઓકે મારે એકલું વાંચવું છે "

" સારું બાય " માનિક એ ગુસ્સા મા ફોન મૂકી દીધો.


નિયા વાંચતી. પણ એ કઈક તો ખોવાયેલી હતી. એના મગજ મા કઈક એવી વાત હતી જેનો જવાબ શોધવાનો એ ટ્રાય કરતી હતી.





શું માનિક અને નિયા ફરી દોસ્ત બનશે ?