Mind: Relationship Friendship No - 47 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 47

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 47





" યાર ખબર નઈ કેમ પણ ભૌમિક ની યાદ આવે છે આજે" રિયા બોલી.

" અચ્છા તો ફોન કરી લે એમાં રડે છે કેમ ?" નીયા એ પૂછ્યું.

" એને ફોન નઈ લાગતો "

" કામ માં હસે "

" નીયા રાત ના એક વાગે કામ માં હોય " રિયા હજી રડી રહી હતી.

" એ કેનેડા છે ત્યા ટાઈમ ચેન્જ હોય. તું ચિંતા કર્યા વગર સૂઈ જા " નીયા એ એકદમ શાંતિ થી કહ્યું.

" હમ "


નીયા ફોન મૂકી ને પછી સૂઈ ગઇ પણ એને એક જ વિચાર આવતો હતો રિયા કેમ આટલું બધું રડે છે.


થોડા દિવસ પછી,


નીયા લોકો ની મીડ સેમ એક્ઝામ હતી એટલે નીયા વાંચવામાં લાગી ગઈ.


એક વાર માનિક નો ફૉન આવ્યો.

પેલા તો શું કરે છે, કેટલું વાંચ્યું એ બધું પૂછ્યું પછી એને કીધું,

" એક વાત કહું ?"

" હા બોલ ને "

" તારી બોવ યાદ આવે છે "

" હા તો "

" શું તો નિયા?" માનિક એ પૂછ્યું.

" કઈ નઈ "

" હા મને ખબર છે એક વાર એવુ કર્યું છે ... " આગળ કઈ બોલે એ પેલા નીયા બોલી,

" એક વાર નઈ "

"હા બોવ વાર તને હર્ટ કરી છે પણ મને આપડી દોસ્તી પાછી જોઈએ છે. "

" એ તો માણસ ના હોય પછી જ કદર થાય " નીયા બોલી.

" એવું નથી નિયા. કદર પેલા હતી, અત્યારે પણ છે, અને આગળ પણ રહેશે જ "

" ઓકે હસે " નિયા એ વાત ને ઈગનોર કરતા કહ્યું.

" હા મને મોડી ખબર પણ યાર એક તો મોકો આપી શકે છે ને ?"

" શેના માટે ?" નિયા એ પૂછ્યું.

" પાછો ટ્રસ્ટ લાવવા માટે નો. વિશ્વાસ પાછો લાવવા માટે. પેલા જેવી દોસ્તી કરવા માટે "

" હા.. હા.. દોસ્તી કે દોસ્તી ના નામ પર ગેમ રમવી ?" નિયા એ પૂછ્યું.

" નિયા હજી તું ઊંધું જ સમજે છે અને સાચું કહું ને તો ક્યારેય તું મને સમજી નઈ શકે "

" તો હુ શું કરવા સમજુ"

" કેમ ફ્રેન્ડ નથી?" માનિક એ પૂછ્યું.

" એક ના એક સવાલ નો જવાબ હું દર વખતે નઈ આપવાની માનિક "

" ઓહ એવું " હસતા હસતા માનિક બોલ્યો.

આ ટાઇમ પર માનિક નુ હસવાનું રાક્ષસ થી ઓછું નઈ લાગતું હતું.

" હવે તો આદિ તારો થઇ ગયો એટલે તને ક્યાં ફ્રેન્ડ ની જરૂર છે " માનિક હસતા હસતા બોલ્યો.

" વોટ ?"

" તને આદિત્ય ગમતો હતો પણ એની ગર્લફ્રેન્ડ હતી એટલે તું એને કઈ નઈ કહેતી હતી પણ હવે તો નથી અને આદિ તારો સારો એવો ફ્રેન્ડ પણ બની ગયો છે એટલે "

" હમ બીજું કંઈ કહેવાનું છે "

" હા... ના..." માનિક ને શુ કહેવું એ સમજ માં નઈ આવતું હતું

" કઈ બોલવા જેવું રાખ્યું જ નથી તે "

"હમ "

" પેલા ના ફોટા જોવ ને થાય છે કેટલો ખરાબ છું હું એ "

" હમ " નીયા કઈ જ બોલતી નથી.

" લાઈફ માં એક સારી ફ્રેન્ડ મળી હતી એને પણ ના સાચવી શક્યો "

" ઓકે મારે કામ છે પછી વાત કરીએ" કહી ને નીયા એ ફોન મૂકી દીધો.


થોડા દિવસ પછી એક્ઝામ ચાલુ થઇ ગઇ. આદિ અને નિયા અમુક વાર કોલેજ માં જલ્દી જઈ ને સાથે વાંચતા જોઈ ને માનિક ને બોવ ગુસ્સો આવતો.


આજે છેલ્લું પેપર હતુ. અને એમાં સમ હતાં તો એક્ઝામ પેલા કેનટીન માં નિયા સમ શીખવાડતી હતી. મનન અને આદિ ને એક વાર માં સમજ પડી ગયેલી એટ્લે એ લોકો બીજું વાંચતા હતા અને નીયા તેજસ અને નિશાંત ને સમજાવતી હતી.


ત્યારે માનિક આવ્યો,

" મને પણ શીખવાડો ને " આવતા ની સાથે માનિક બોલ્યો.

" યુ ટ્યુબ પર છે જોઈ લે " મનન એ કહ્યું.

" તમે બધાં ને સમજાય ગયું એટલે મને એવુ કહો છો ખબર પડે છે મને બધી " માનિક આગળ કઈ બોલે એ પેલા તેજસ બોલ્યો,

" જો વાંચવું હોય ને શાંતિ થી તો અહીંયા બેસ નઈ તો આટલી બધી જગ્યા છે જતો રેહ "

તેજસ ને ભણવા માટે આટલો સિરિયસ જોઈ ને આદિ અને મનન એની સામે જોતા હતા. અને માનિક કઈક મન માં બબડ્યો.

નિયા એ લોકો ને સમજાવી ને વાંચવા લાગી. બીજા બધા પણ વાંચતા હતા પણ માનિક એક ધારું નિયા સામે જ જોતો હતો. બે ત્રણ વાર નિયા એ જોયું પણ ઇગનોર કર્યું પણ માનિક ને કઈક જ ફરક ના પડતો હોય એમ જોયા જ કરતો હતો.

નિયા ને હવે ગુસ્સો આવતો હતો પણ એ બોલી ને કોઇ ને વાંચવામાં હેરાન કરવા નઈ માંગતી હતી એટલે એને
" બેસ્ટ ઓફ લક " કહી ને જતી રહી.

" આને શું થયું અચાનક " મનન એ પૂછ્યું.

" મને શું ખબર " આદિ એ કહ્યું.

" પણ આટલી ગુસ્સા માં કેમ ગઈ એ. કોઈ કઈ બોલ્યું હતું ?" તેજસ એ પૂછ્યું.

" ગઈ હસે કોઈ ને મળવા " માનિક થી ચૂપ તો ના બેસાય એટલે એને કીધું.

" સમજાઈ ગયું મને " આદિ એકદમ શાંતિ થી બોલ્યો.

" શું મને તો કહે " નિશાંત એ પૂછ્યું.

" એક્ઝામ પછી વાત "


એક્ઝામ નો ટાઇમ થઇ ગયો હતો એટલે બધા ક્લાસ માં ગયા. નિયા અંદર બેસેલી હતી એટલે કોઈ એ કઈ પૂછ્યું નઈ.

નિશાંત એ ઈશારા માં પૂછ્યું શુ થયુ. પણ નિયા એ કઈ નઈ થયું એવુ જ કહ્યું.

પેપર બધા ને પતી ગયા પછી નીચે બેસેલા હતા. નિયા હજી લખતી હતી. એ પેપર નો ટાઇમ પતે ત્યારે જ એનું પેપર પતે. પછી આવડતું હોઈ કે ના આવડતું હોય.

પેપર પતાવીને નિયા આવી ત્યારે બધા એની જ રાહ જોઈ ને નીચે બેઠા હોય એમ બેસેલા હતા.

" કેમ આમ બેઠા છો ?" નિયા એ પૂછ્યું.

" કેટલું લખે યાર તું તો " નિશાંત એ બોલવાનું શરૂ કર્યું.

" પેપર માં હોય એટલું તો લખવું પડે ને "

બધા એ થોડી વાત કરી. માનિક હંમેશા ની જેમ આજે પણ કંઈ ને કંઈ વાત વચ્ચે બોલ્યાં કરતો.

" ચાલો જઈએ કઈક ફરવા" તેજસ એ કીધું.

નિયા સિવાય બધા ની હા જ હતી.

" મનન મને ઘરે મૂકી જસે?" નિયા એ પૂછ્યું.

" પણ તારે કેમ નઈ આવવું ?" આદિ એ પૂછ્યું.

"ઈચ્છા નથી મારી. તમે જઈ આવો "

" બીજા કોઈ સાથે જવાનું હસે નઈ નિયા " માનિક બોલ્યો.

નિયા ખાલી એની સામે જોયુ ત્યા તો માનિક પાછું બોલ્યું,

" પીજી વાળા સાથે મારો મતલબ એ હતો "

" કોનો શુ મતલબ હતો એ બધી ખબર પડે છે " નિયા એ એકદમ શાંતિ થી કીધું.

આદિ અને મનન કઈક અંદર અંદર ધીમે થી વાત કરી રહ્યા હતા.

" સરખું બોલ ને નિયા. કોઇ હેરાન કરે છે તો કહે અમને "
માનિક એ પૂછ્યું.

" મનન તું આવ. હુ બાર ઊભી છું " કહી ને માનિક ને કઈ પણ જવાબ આપ્યા વગર નિયા બાર પાર્કિંગ ની સાઇડ જતી રહી.


મનન ના ગયા પછી માનિક બોલ્યો,

" નિયા આજકાલ બોવ બદલાઈ ગઈ છે નઈ ?"

" ના એવુ નથી કઈ " તેજસ એ કહ્યું.

" આપડે જ કારણ આપ્યું હસે કોઇ જેના લીધે એ આવી થઇ ગઇ " આદિ બોલ્યો.

" તને બોવ ખબર હોય છે આજ કાલ નીયા ની " માનિક ને હજી પણ બધું મસ્તી મજાક લાગતું હતું.

" આઇ થીંક આદિ ને જેટલી ખબર છે એટલી અમને બધા ને ખબર છે " નિશાંત એ કહ્યું.

" હોય જ ને આખો દિવસ જોડે હોય તો " માનિક બોલ્યો.

" કહેવા શું માંગે છે તું ?" આદિ થોડું ગુસ્સા મા આઈ ને બોલ્યો.

" કંઈ નઈ. એ એવી જ છે જ્યારે કામ હસે ત્યારે તમને બોલાવશે પછી... "માનિક આગળ બોલે એ પેલા,

" બસ માનિક કોણ કેવું છે એ અમને ખબર છે અને કદાચ તને પણ ખબર છે. સારું રહેશે કે અમારું મોઢું ના ખોલાવ. પછી તને સંભાળવાનું પણ નઈ ગમે " તેજસ એ કીધું.

" અને એ કેનટીન માથી એટલે જતી રહી હતી કે તું એને જોયા કરતો હતો " આદિ બોલ્યો.

" આવું એને તને કીધું હસે નઈ... " હસતા હસતા માનિક બોલ્યો.

" એને કઈ જ નથી કીધું મને. મે જોયુ હતુ એને ઇગનોર કર્યું પણ તું ના સુધર્યો એટલે એ ઊભી થઇ ને જતી રહી " આદિ હજી શાંત થઇ ને બોલવાનો પ્રયત્ન કરતો હતો.

" હું એને કેમ જોવ. કંઈ હેરોઇન થોડી છે એ " માનિક બોલ્યો અને હજી પણ એ હસી જ રહ્યો હતો.

" હા તને પ્રૂફ વગર તો સાચું લાગશે નઈ " આદિ બોલ્યો.

" આજ કાલ તો નિયા ની લેન્ગવેજ બોવ બોલતા થઇ ગયાં છો બધા " માનિક હસતા હસતા બોલ્યો.

તેજસ સમજી ગયો આ ખોટે કામ નો ટાઈમ પાસ કરે છે એટલે એને નિશાંત ને કઈક ધીમે થી કીધું,

" ચલ આદિ આપડા ને મોડું થાય છે " નિશાંત એ કીધું.

" હા ચલ "

અને પછી બધા જતા રહ્યા.

મીડ એક્ઝામ પછી ત્રણ ચાર દિવસ તો કોઇ કોલેજ જાય જ નઈ. એમની જાતે જ વેકેશન પાડી લેતા. હવે થોડા દિવસ પછી fresher's પાર્ટી આવવાની હતી.

એક દિવસ નિયા સિવાય ના બધાં કેનટીન માં બેસેલા હતા. નિયા ને ઈશા સાથે કઈ બહાર જવાનું હતું એટલે એ જતી રહી હતી.

નાસ્તો કર્યા પછી તેજસ એ કહ્યું,

" શું પ્લાન છે આ ટાઇમ નો ?"

" શેનો પ્લાન?" મનન એ પૂછ્યું.

" Fresher's નો " તેજસ એ કહ્યું.

" હા અઠવાડિયા પછી છે એવુ મે સાંભળ્યું હતું " નિશાંત એ કહ્યું.

" આ ટાઇમ તો ડાન્સ નઈ કરો ને ?" માનિક બોલ્યો.

" કેમ ?" મનન એ પૂછ્યું.

" નિયા ના બોડી ગાર્ડ નથી. તો એ નઈ કરે તો તમે પણ નઈ કરો ને ?" હસતા હસતા માનિક બોલ્યો.

" વોટ ?" નિશાંત એ પૂછ્યું.

" નક્ષ અને ભૌમિક. જ્યારે હોય ત્યારે એની પાછળ જ હોય. એ તો ગયા વખતે ભૌમિક ને ઘરે જવાનું હતું એટલે નીયા એ આદિ સાથે ડાન્સ કર્યો બાકી એ કોઈ ની સાથે કરે એમ નથી. " માનિક એવી રીતે બોલી રહ્યો હતો કે જાણે એને બધી જ ખબર હોય.

" ચુપ બેસીશ તું " અત્યાર સુધી ચુપ ચાપ બેસેલો આદિ એ એનું મૌન તોડ્યું.

" હુ કેમ ચુપ બેસું. અને ખોટું મે શું કીધું " હસતા હસતા માનિક બોલ્યો.

" ઓકે ના બેસ " મનન એ કહ્યું.

થોડી વાર વાત કરી અને પછી બધા ગયા તેજસ ના ઘરે.

" શું લાગે છે આદિ આ ટાઇમ આપડું પરફોર્મન્સ હસે કે ખાલી આપડે બધા ના પરફોર્મન્સ જોઇશું ?" તેજસ એ પૂછ્યું.

" ના બધા આપડું પરફોર્મન્સ જોસે. " આદિત્ય બોલ્યો .

" પણ નિયા " નિશાંત એ પૂછ્યું.

" એ હા જ પડશે " આદિ એ કહ્યું.

" તને કેમની ખબર " તેજસ એ પૂછ્યું.

" એ ડાન્સ પાછળ પાગલ છે. એને એનાં રૂમ માં પણ એક બાજુ ડાન્સ કરતા પિક લગાવ્યા છે " નિશાંત બોલ્યો.

" ઓહ બોવ યાદ છે તને તો " આદિ મસ્તી મા બોલ્યો.

" યાદ તો હોય જ ને. એક એક કલાક એક એક મિનિટ યાદ છે " નિશાંત બોલ્યો.

" ઓહ એવું તો શું થયું હતું ?" તેજસ એ પૂછ્યું.

" હું એના ઘરે પેલી વાર ગયેલો. નિયા સાથે આપડે જૉડે હોય ત્યારે વાત થાય એજ બાકી તો કંઈ નઈ. તો પણ એના ઘરે જઈ ને એવુ ના લાગ્યું કે કોઇ બીજા ના ઘરે છે. એના મમ્મી પણ એટલાં ફ્રીલી બોલતા હતા અને એના ફ્રેન્ડ પણ " નિશાંત એ કહ્યું.

" કોણ પેલો મેગી પાર્ટનર?" તેજસ એ પૂછ્યું.

" હા એજ રિયાન " નિશાંત એ કહ્યું.

" હું નિયા ને પૂછી જોવ આપડે રેહવું હોય તો ?" આદિ એ પૂછ્યું.

" હા તો પૂછી જ જોવાનું હોય ને રાહ કોની જોવે છે " તેજસ એ કહ્યું.

આદિત્ય એ ફોન કર્યો પણ નિયા એ ઉપાડ્યો નઈ.
થોડી વાર પછી નિયા નો ફૉન આવ્યો,

" ક્યાં વ્યસ્ત છો મેડમ ?" આદિ એ પૂછ્યું.

" કઈ નઈ નોવેલ વાંચતી હતી અને ફૉન સાઇલેંત હતો "

" અચ્છા એવુ તો શું વાંચતી હતી " આદિ એ મસ્તી માં પૂછ્યું.

" કઈ નઈ. તું એ બોલ કામ શું હતું ?" નિયા એ પૂછ્યું.

" કેમ ખાલી ફૉન ના થાય ?"

" તું કામ હોય ત્યારે જ કરે એટલે " નિયા એ કહ્યું.

" Fresher's પાર્ટી છે નેકસ્ટ વીક "

" ઓહ મને તો ખબર જ નથી " નિયા એ કહ્યું.

" હવે ખબર પડી ગઈ ને ?"

" હા "

"તો શુ વિચાર્યું છે ડાન્સ નું ?" આદિત્ય એ પૂછ્યું.

" હજી તો કઈ નઈ વિચાર્યું. તમે શું વિચાર્યું ?"

" અમે એવુ વિચાર્યું કે આ ટાઇમ સ્ટેજ પર મચાઈ દઈએ"

" ઓહો કેમ જુનિયર સારી આવી છે કોઈ ?" નિયા એ પૂછ્યું.

" ના કેમ ?"

" તો તું એટલું ઉત્સાહ માં બોલ્યો એટલે "

" ના રે એવુ કંઈ નથી " આદિત્ય એ કીધું.

" સારું. કાલે કોલેજ માં મળીયે ત્યારે વાત ડાન્સ પર "

" આ ટાઇમ તો તને કોઈની યાદ આવતી હસે ને ?" આદિ એ પૂછ્યું.

" મને કોની યાદ આવવાની?"

" નક્ષ ની બીજા કોની "

" ના ના કાલે જ વાત થઇ એની સાથે " નિયા એ કહ્યું.

" ઓહ "

" ઓહ વાળા તું સમજે છે એવુ કઈ નથી "

" મે શું સમજ્યું " આદિ પણ નિયા ને હેરાન કરવામાં પાછો પડે એમ નઈ હતો.

" કઈ નઈ "

" ના બોલ ને "

" ના કઈ નઈ "

" આવું શુ કરે છે ?" આદિ બને એટલે માસુમ બની ને બોલ્યો.

" કાલે કોલેજ માં વાત"

" કેમ આજે જલ્દી માં છે હે ?? કોને મળવા જવાનું છે હે?? બોલ તો "

" કોઇ ને નઈ. " નિયા એ કહી ને ફોન મૂક્યો.


નિયા અને પર્સિસ જમી ને થોડી વાર આંટો મારવા બહાર ગયાં હતા. આવી ને પર્સીસ સૂઈ ગઈ. નિયા એની બાકી ની નોવેલ વાંચતી હતી.

ત્યાં એણે ફૉન આવ્યો. અને નામ જોઈ ને નિયા ખુશ થઈ ગઈ. પર્સિસ સૂતી હતી એટલે નિયા બાલ્કની માં જઈ ને ત્યાં બેસી ગઈ.

" બોલો કેમની મારી યાદ આવી ગઈ " નિયા એ મસ્તી મા પૂછ્યું.

" તારી નઈ મને તો મેગી ની યાદ આવે છે " રિયાન બોલ્યો.

" ઓહ તો બનાઇ ને ખાઈ લે ને "

" ના ના મારી મેગી પાર્ટનર વગર મને મઝા નઈ આવે "

" અચ્છા તો રાહ જો દિવાળી પર આવીશ સુરત ત્યાં સુધી ની " નિયા એ કહ્યું.

" હા એના સિવાય તો કોઈ રસ્તો નથી ને મારી પાસે "

" હમમ "

" શુ કરતી હતી "

" નોવેલ વાંચતી હતી "

" બરાબર. નિયા અહીંયા મસ્ત ઍક કેફે બન્યો છે તું આવે ત્યારે આપડે જઈશું " રિયાન ખુશ થતા બોલ્યો.

" હા જરૂર "

ત્યાં તનવી બેન રિયાન ને પૂછે છે કોણ છે નિયા છે ?
હા મમ્મી એજ છે. લો.


" હેલ્લો બેબી " તનવી બેન એ નિયા ને કહ્યું.

" હાઈ darling "

" ક્યારે આવવું છે સુરત "

" તમે પાર્ટી આપતા હોય તો કાલે જ " નિયા એ કહ્યું.

" હુ ક્યાં ના પાડું છું તું આવે ત્યારે પાર્ટી "

" હા. અંકલ કેમ છે?"

" મઝા માં "

" અને મારી બહેનપણી "

" હા તારી બહેનપણી અને તારો ભાઈબંધ બંને મઝામાં છે. "

" સરસ "

" હું શું કહું છું કે તારા ભાઈબંધ માટે ભાભી લઇ દઈએ "

" હા હા કેમ નઈ. હું તો રાહ જોવું છું એના મેરેજ ની. બોવ ડાન્સ કરવો છે "

" હા હો " ત્યાં તો રિયાન એ તનવી બેન પાસે થી ફૉન લઈ લીધો.

" ઓય શુ ખૂશ થાય છે તું મારે વાર છે "

" હા પણ કોઇ ના કોઈ દિવસ તો કોઈ આવશે જ ને ?" નિયા એ કહ્યું.

" હા "

" બસ તો પછી શુ ટેન્શન લે છે " નિયા એ કહ્યું.

"એમ તો કઈ ટેન્શન નથી પણ... "

" શું પણ રિયાન "

" તને ખબર છે મારા થી એક પણ વસ્તુ સરખી રીતે નઈ સાચવતી અને ગુસ્સો પણ બોવ જલ્દી આવી જાય છે "

" હા તો "

" કઈ નઈ. તું આવે ને ત્યારે વાત કરીએ આ ના પર"

" હા જરૂર "

" ચલ મૂકું બાય "

" હા "

નિયા એ રાત નાં બે વાગ્યા સુધી નોવેલ પતાવી. સુઈ જવું હતું પણ નોવેલ પત્યા પેલા નીંદ ના આવે એટલે પતાવી ને સુઈ ગઈ.


બીજે દિવસે કોલેજ માં બ્રેક માં એ બધા કેનટીન બેસેલા હતા. નિશાંત આજે કઈ નાસ્તાનો ડબ્બો લાવ્યો હતો. બાકી આદિ તો દરરોજ લઈ ને આવતો.

" ઓહ આલુપરાઠા" નિયા નિશાંત નો ડબ્બો ખોલતા બોલી.

" યેસ તને બોવ ભાવતા લાગે છે " નિશાંત એ કહ્યું.

" એને બધું ભાવે જ છે " માનિકથી બોલ્યા વગર રહેવાય નઈ.

" ના એવું નથી બધું નઈ ભાવતું " નિયા આલુ પરાઠા ખાતાં બોલી.

" તો ". માનિક તો ગમે તે રીતે નિયા સાથે વાત કરવાનો મોકો જ શોધતો હતો.

" કઈ નઈ " નિયા એ કહ્યું.

" તને ખાવાનો બોવ શોખ લાગે છે " તેજસ એ પૂછ્યું.

" હા ખાવા માટે તો જીવીએ છે. ખાઇ લેવાનું. " નિયા નુ ધ્યાન ખાવા માં હતું.

" ઓહ રિયલી " આદિ એ રિએકશન આપ્યા.

" તું ખા ને ચુપ ચાપ"

" સુરતી ઓ રાતે પણ ખાવા નીકળે. " નિશાંત એ કહ્યું.

" હા ખાવા પીવા માં તો સૂરત ના લોકો પહેલો નંબર છે. " નિયા બોલી.

અને બધા એની સામે એ રીતે જોતાં હતાં કે એને કઈ ખોટું કર્યું હોય.

" આમ કેમ જોવો છો " નિયા એ પૂછ્યું.

" આ પીવાના શોખીન એટલે તું પણ " નિશાંત બોલ્યો.

" ના હું નઈ પણ બીજા લોકો તો હોય ને " નિયા એ કહ્યું


આમ થોડી વાર મસ્તી મજાક ચાલી. બધા એ નાસ્તો કરી લીધો હતો. પછી નિયા એ કહ્યું,
" બોલો શું વિચાર્યું fresher's નું ?"

" એ તો અમે તને પૂછવાના હતા " તેજસ એ પૂછ્યું.

" અને તે તો વિચારી ને જ રાખ્યું હસે ને નઈ નિયા " માનિક એ પૂછ્યું.

" ના " નિયા એ ટુંક માં જવાબ આપ્યો.

" કેમ તું પણ ડાન્સ કરવાનો છે ?" મનન એ પૂછ્યું.

માનિક સિવાય ના બધા હસતા હતા.

" ના આ તો ખાલી પૂછું છું. પુછાઇ પણ નઈ " માનિક બોલ્યો.

" ના " આદિ ને ગુસ્સો આવી ગયેલો.

માનિક થોડી વાર માં શું થયું તો જતો રહ્યો. અને તેજસ ના મગજ માં આવ્યું એટલે એને કીધું,

" નિયા એક સવાલ પૂછું ?"

" હા બોલ ને "

" આપડું છેલ્લું પેપર હતું ત્યારે તને શુ થયું હતું" તેજસ એ પૂછ્યું.

" અરે એ તો તને પૂછતા જ ભુલાઈ ગયું " નિશાંત બોલ્યો.

"કઈ નઈ માનિક મારી સામે ઘુરી ઘૂરી ને જોયા કરતો હતો એટલે. મે કઇ ખોટું કર્યું હોય એમ જોતો હતો એટલે હું ક્લાસ માં જતી રહી હતી " નિયા બોલી .

" તો ત્યાં જ એને કંઈ દેવાય ને " આદિ એ કહ્યું.

" ના મારા લીધે તમારો પણ મૂડ ખરાબ થાય અને એક્ઝામ પણ બગડે એટલે કઈ ના કીધું " નિયા બોલી.

" ઓહ બોવ વિચારે તું તો " મનન બોલ્યો.

" એ બધું મૂકો ડાન્સ નું બોલો " નિયા એ વાત બદલતા કહ્યું.

" તું બોલ અમને એવું કઈ સમજ ના પડે "

" મારા મગજ મા તો એક લવ સ્ટોરી વાળો ડાન્સ છે અત્યારે બીજું કઇ નથી " નિયા બોલી.


" બસ તો એ ફાઇનલ " નિશાંત બોલ્યો .

"ત્રણ અલગ અલગ લવ સ્ટોરી બતાવવાની છે એમાં બીજું કઇ નથી " નિયા બોલી.

" હવે બીજી બે છોકરી ક્યાં થી લાવીશું ?" તેજસ માથા પર હાથ રાખતા બોલ્યો.

" ના એક છોકરી થી કામ ચાલી જસે " નિયા બોલી.

પછી એ લોકો એ સોંગ અને એ બધું સર્ચ કર્યું. નિયા કંઈ વિચારતી હોય એવુ લાગ્યુ એટલે આદિ એ પૂછ્યું,

" શુ થયું ?"

" ના કઈ નઈ " નિયા એ કહ્યું.

" બોલ ને હવે " તેજસ એ કહ્યું.

" યાર પ્રેક્ટિસ કરતા હોય ને માનિક આવશે તો બબાલ થઇ જસે આ ટાઈમ ?"

" કેમ ?" મનન એ પૂછ્યું.

" મને ફોન પર એવુ તો બોલે છે આદિ મળ્યો એટલે ભૂલી ગયા મને. પેલા મનન સાથે નામ જોઇન્ટ કર્યું હવે આદિ. પછી નિશાંત સાથે ડાન્સ કરતા જોશે એટલે એ "

" ઓહ આ તો બોવ મોટો પ્રોબ્લેમ થઈ ગયો " આદિ હસતા હસતા બોલ્યો.

" એક કામ કરીએ મારા ઘરે પ્રેક્ટિસ કરીએ. એમ પણ ઘરે હું ને મમ્મી જ હોઈ છે આખો દિવસ " તેજસ બોલ્યો.

" હા " નિયા સિવાય ના બધાં એ હા કહ્યું.

" સારું" નિયા એ પણ પછી હા કહી દીધું.


બીજે દિવસ થી કોલેજ પતાવી ને માનિક સિવાય ના બધા તેજસ ના ઘરે જતા અને ડાન્સ પ્રેક્ટિસ કરતા.
માનિક ને એવુ જ હતુ આ લોકો ડાન્સ નઈ કરવાના અને એ દરરોજ નિયા ને ફોન પર કહેતો મને તો ખબર જ હતી નક્ષ સિવાય તું કોઈ ની સાથે ડાન્સ નઈ કરે.



શું રીએકશન હસે જ્યારે આ લોકો ને સ્ટેજ પર જોશે માનિક ત્યારે?