Mind: Relationship no friendship - 42 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 42

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 42





"હા નિયા સાચું બોલજે. આજે તો અમે બે જ છે આજે તો બોલી શકે છે તું " આદિ બોલ્યો.

"હા નિયા આજે તો બોલ રિયાન જીજુ છે ને ?" નિશાંત એ પૂછ્યું.

"નાં યાર એ મારો સારો દોસ્ત છે બીજું કંઈ નથી. " નિયા બોલી.

"તો જીજુ કોણ છે ? " આદિ અને નિશાંત બંને સાથે બોલ્યા.

"એ તો મને પણ નઈ ખબર " નિયા બોલી અને બધા હસવા 😆😁 લાગ્યા.


પછી નિયા જમવાનું બનાવતી હતી અને આદિ અને નિશાંત એને મદદ કરતા હતા. જમી ને બેઠા ત્યારે નિશાંત બોલ્યો,
"નિયા જીજુ ને સારું પડશે ને રસોઈ બરાબર આવડે છે એટલે ?"

"મને એવું કેમ લાગે છે કે નિશાંત ને મારા મેરેજ ની બોવ જલ્દી છે "

"હા હોય જ ને ડાન્સ નઈ કરવાનો અમારે" નિશાંત 😛 બોલ્યો.



ચાર વાગ્યા પછી એ લોકો vr mall માં ગયા. નિશાંત ને ત્યાં મઝા પડી ગઈ હતી. એ ફોટો શૂટ કરવામાં વ્યસ્ત હતો. રાતે એ લોકો બહાર જમી ને ઘરે આવ્યા પછી ફ્રેશ થઈ ને બેઠા હતા.

આદિત્ય એના મમ્મી સાથે વાત કરતો હતો અને નિયા એન્ડ નિશાંત આજે પડેલા ફોટો જોતા હતા.


થોડી વાર પછી,


"પેલી વાર બધા ફોટો મસ્ત આવ્યા છે" આદિ બોલ્યો.

"આવે જ ને " નિયા મસ્તી માં બોલી.

"કેમ " નિશાંત આગળ નાં ફોટો જોતા જોતા બોલ્યો.

"ફોટો બગડવા વાલો નઈ હતો એટલે " નિયા બોલી.

"સમજ પડે એમ બોલ ને " નિશાંત બોલ્યો.

"નિયા એમ કહે છે કે જ્યારે જ્યારે અમે લોકો ફોટો પાડતા હોય યા તો સેલ્ફી એમાં વચ્ચે વચ્ચે માનિક આવી જાય છે " આદિ બોલ્યો.

માનિક નું નામ સાંભળી ને નિયા ને થોડો ગુસ્સો આવ્યો. પણ એને કંઇ રિએક્ટ નાં કર્યું.

થોડી વાર પછી રિયાન નો ફોન આવ્યો.

"ઓય કાલે સવારે જવું છે ડુમસ. પ્લીઝ યાર નાં નઈ પાડતી " રિયાન બોલ્યો.

"એક મિનિટ હું પૂછી જોવ પેલા લોકો ને " નિયા એ કહ્યું.

"હા પૂછી લે " રિયાન બોલ્યો.

"કાલે સવારે ડુમસ જવું છે ?" નિયા એ આદિ અને નિશાંત ને પૂછ્યું.

"ત્યાં શું છે ?" નિશાંત બોલ્યો.

"દરિયો " નિયા બોલી.

"હા ચાલો " આદિ અને નિશાંત સાથે બોલ્યા.

"ડન કાલે સવારે જઈશું. " નિયા એ રિયાન ને કીધું.

"સારું પાંચ વાગે તૈયાર રેજે પછી જઈશું. "

"છ વાગ્યા પછી જવાનું છે સમજી ગયો." નિયા બોલી.

"કેમ ત્યાં ભૂત હોય એટલે ?" રિયાન બોલ્યો.

"હા "

"સારું સાડા છ સુધી માં આવી જઈશું હું અને રિયા તમે લોકો તૈયાર રેહજો. " રિયાન એ આટલું બોલી ને ફોન મૂકી દીધો.



બીજે દિવસે સવારે,

સવા છ વાગ્યે,


"
ઓહ આજે તો awesome લાગે છે તું " આદિ એ નિયા ને જોઈ ને બોલ્યો.

"હા આવું ત્યાં તો પેહરતી જ નથી ને ?" નિશાંત એ પૂછ્યું કે કહ્યું એ તો એને જ ખબર.

"એ આણંદ છે અને આ સુરત. તમે પણ આજે હીરો જેવા જ લાગો છો. " નિયા બોલી.

એ ત્રણ વાત કરતા હતા ત્યાં સુધી માં રિયા અને રિયાન લોકો આવી ગયા.

"માય બેબી આજે તો ફેબ લાગે છે" રિયા બોલી.

" હા શોર્ટ ઓર ક્રોપ મે આજ જાન લેને કા ઇરાદા હે ક્યાં?" રિયાન 😉 થોડું ફ્લર્ટ કરતા બોલ્યો.

"હા તારું પત્યું હોય તો જઈએ હવે " નિયા બોલી.

સવાર માં ખાલી રસ્તા પર આમ તો રસ્તા ખાલી નઈ હતા પણ ટ્રાફિક ઓછો હતો એટલે રસ્તા ખાલી જ લાગે. નિશાંત એના કેમેરા માં એક પછી એક ફોટો ક્લિક કરતો હતો જેથી એક પણ મૂવમેન્ટ બાકી નાં રહી જાય.

થોડી વાર પછી તો એ લોકો ડુમસ પોહચી ગયા.
આદિ અને નિશાંત તો બોવ ખુશ લાગતા હતા આ પ્લેસ ને જોઈ ને.

થોડી વાર વાતો કરી પછી ફોટા પડ્યા. બટાકા ની પૂરી ખાધી પછી થોડી વાર ત્યાં બેઠા હતા. ત્યારે રિયાન બોલ્યો.

"તમને નઈ લાગતું કે હવે નિયા એ મેરેજ કરી લેવા જોઈએ"

"હા " નિશાંત બોલ્યો. અને આદિ હસવા લાગ્યો.

"રિયાન મને પણ એવું લાગે છે કે હવે તારે મેરેજ કરી લેવા જોઈએ. જો તારા હેર પણ હવે કેવા થઈ ગયા છે. ઉંમર થઈ ગઈ છે તારી શું કેહવુ રિયા" નિયા બોલી.

"એને હાઈ લાઈટ કરાવ્યા છે. અને મારે હજી વાર છે " રિયાન બોલ્યો.

"હા તો મારે પણ વાર જ છે હજી " નિયા બોલી.

પછી એ લોકો જાની નો લોચો ખાવા ગયા. આદિત્ય અને નિશાંત એ તો લોચો આજે પેલી વાર ખાધો હતો.

"વાઉ યાર આ તો મસ્ત છે " નિશાંત ખાતા ખાતા બોલ્યો.

"હા મસ્ત છે" આદિ બોલ્યો.

"નિયા સુવાલી જવું છે સાંજે " રિયાન બોલ્યો.

"નાં મારે ત્યાં નથી આવવું " નિયા બોલી.

"કેમ ત્યાં શું છે?" આદિ એ પૂછ્યું.

"બીચ " રિયા બોલી.

"નિયા ચલ ને યાર " રિયાન બોલ્યો.

"રિયા આને સમજાઈ દે ને ખોટે કામ ની મગજમારી નાં કરે" નિયા બોલી.

"હા નઈ જવાનું હું મસ્તી કરતો હતો પણ " રિયાન બોલ્યો.

"કેમ ત્યાં શું છે?" નિશાંત એ પૂછ્યું.

"ત્યાં કપલ સિવાય કંઇ દેખાય જ " રિયાન કહે છે.


થોડી વાર પછી બધા ઘરે આવ્યાં.

બપોરે રિયાન નાં ઘરે જમવા જવાનું હતું એટલે એ લોકો ટીવી જોતા હતા. અને નિશાંત અને આદિ કંઇક વાત કરતા હતાં. નિયા ને કોઈ નો ફોન આવતા અંદર ની રૂમ માં જતી રહી.

"હેલ્લો હવે તો હું યાદ પણ નથી આવતો?" માનિક બોલ્યો.

"શું કામ છે?" નિયા બોલી.

"કેમ કામ વગર ફોન નાં થાય"

"નાં "

"કામ તો કંઇ નથી ખાલી વાત કરવા માટે ફોન કર્યો " માનિક બોલ્યો.

"કંઇ વાત "

"ફાઈનલ યર નાં પ્રોજેક્ટ ની "

"એનું શું છે?" નિયા એ પૂછ્યું.

"આપડું ગ્રૂપ નું registration કરાવી દીધું છે " માનિક ખુશ થતા બોલ્યો.

"ઓકે આ વાત મેસેજ કર્યો હોત તો પણ હું જોઈ લેત. " નિયા એ કહ્યું.

"તું ઓનલાઇન નઈ હતી એટલે ફોન કર્યો "

"ઓકે "

"એક વાત કહું" માનિક એ પૂછ્યું.

"હા બોલ "

"આજે તમે લોકો ફરવા ગયા હતા ત્યારે તે આવા કપડાં પેહર્યા હતા "

"આવા એટલા " નિયા એ પૂછ્યું.

"કેટલા નાના હતા એમ. આવા ફોટો પોસ્ટ નાં કરીશ તને તો ખબર છે ને આપડા ક્લાસ વાળા કેવું વિચારે છે "

"ઓકે " નિયા બોલી.

" તે અને આદિ એ તો આજે બોવ પિક પડાવ્યા ને " માનિક ને જે કેહવુ હતું એ હવે બોલ્યો એ.

"વૉટ "

"જોઈ મે રિયાન ની સ્ટોરી તમે લોકો ફોટો પડાવતા હતા ને"

"ઓકે મારે કામ છે મૂકું બાય " નિયા એ એમ કહી ને ફોન મૂકી દીધો.

નિયા નાં માઈન્ડ માં પાછું સવાલો નું યુધ્ધ શરૂ થયું. પણ પછી એને એ વિશે બોવ વિચારવાનું મૂકી ને આગળ ની રૂમ માં ગઈ.

"નિયા કાલે નિશાંત ને જવાનું છે?" આદિ બોલ્યો.

"ક્યાં"

"ડેટ પર " આદિ એ કહ્યું.

"ઓહ સરસ કોની સાથે " નિયા એ પૂછ્યું.

"આપડી જુનિયર સાથે " આદિ એ કહ્યું.

"એ જસ્ટ ફ્રેન્ડ છે બીજું કંઈ નથી " નિશાંત બોલ્યો.

"અચ્છા જાવ જાવ " નિયા બોલી.

થોડી વાર પછી એ લોકો રિયા નાં ઘરે ગયાં. ત્યાં જમી ને પછી એ લોકો મૂવી જોતા હતા અને મૂવી પત્યા પછી રિયાન એના લેપટોપ માં નિયા નાં બાળપણ નાં ફોટા બતાવતો હતો.

સાંજે એ લોકો ફરવા ગયા અને પછી ગ્રીન ભાજી ખાવા ગયા. એ લોકો પેલા જ સોલીડ મસ્તી માયો પફ ખાધો હતો એટલે ખાવાની બોવ ઈચ્છા તો હતી નઈ. પણ નિશાંત અને રિયાન ને હજી ભૂખ લાગી હતી એટલે એ લોકો ગ્રીન ભાજી ખાવા ગયા.

રિયા છેક સુધી તો એમની જોડે જ હતી પણ પછી એને એની ફ્રેન્ડ ની બર્થડે પાર્ટીમાં જવાનું હોવાથી એ જતી રહી.

આદિ અને નિયા એ તો એક માંથી જ ખાલી લીધું.
"યાર બોવ જ યમ્મી છે આ ગ્રીન ભાજી " આદિ બોલ્યો.

"હા આવી આપડે ત્યાં મળતી હોય તો હું તો એજ ખાવ "નિશાંત બોલ્યો.

થોડી વાર એ લોકો બહાર ફર્યા પછી ઘરે આવ્યા. પછી સિરીઝ જોવા બેઠા. આદિ તો થોડું જોઈ ને સૂઈ ગયો હતો પણ નિયા અને નિશાંત તો સાડા ત્રણ વાગ્યે જ્યારે આખી સિરીઝ પતી પછી જ સૂઈ ગયા.



બીજે દિવસે બપોરે,

નિશાંત એની ફ્રેન્ડ ને મળવા ગયો હતો એટલે આદિ અને નિયા ઘરે એકલા હતા. નિયા એ આજે ખાંડવી અને પુલાવ કડી બનાવ્યા હતા. બંને એ જમી ને બેઠા હતા.


નિયા કઈક વિચારતી હતી એવું આદિ ને લાગ્યું. થોડી વાર પછી આદિ એ પૂછ્યું,
"નિયા શું વિચારે છે ?"

"કેટલી અજીબ છે ને લાઈફ આદિ. ગમે ત્યારે લોકો વિશ્વાસ થોડી નાખે છે આપડો " નિયા બોલી.

આદિ ને સમજાઈ ગયું કે માનિક કંઇક તો બોલ્યો હસે એટલે એને પૂછ્યું" નિયા માનિક કંઇ બોલ્યો ને ?"

"હા... નાં "

" મને ખબર છે કાલે આપડે ત્યાં થી આવ્યા પછી વાત કરતા હતા ત્યારે તને કોઈ નો ફોન આવ્યો હતો અને તું અંદર ગઈ હતી પણ જ્યારે તું બહાર આવી ત્યારે પણ કંઇ ચાલતું હતું તારા માઈન્ડ માં " આદિ બોલ્યો.

પછી આદિ ને નિયા એ કાલે જે બોલ્યો હતો ને એ બધું કીધું. અને નિયા એ અમુક સ્ક્રીન શોટ બતાવ્યા જેમાં માનિક ગોળ ગોળ વાત કરતો હતો જૂથ બોલ્યો હતો એ બધી ખબર પડી ગઈ.


પછી આદિ એ પૂછ્યું,
"નિયા પ્રોજેક્ટ નાં ગ્રૂપ માં તો તમારી સાથે જ છે એ "

"હા તો "

"તો ત્યાં એ કંઇ કરે નઈ " આદિ એ કહ્યું.

"હા પણ હવે કંઇ ચેન્જ થાય એમ નથી અને આટલું એનું જૂથ સાંભળ્યું તો થોડું વધારે સંભાળી લેવાનું બીજું શું. "


નિયા આદિ ને એની જૂની ડાયરી બતાવતી હતી એમાં એ નાની હતી ત્યાર નાં બધા ફોટો હતા.


આ ત્રણ ચાર દિવસ માં આદિ સાથે જેટલી છેલ્લા બે વર્ષ માં વાત નઈ થઈ હતી એટલી થઈ હતી. એવું કહીએ એ તો પણ ચાલે કે નિયા એ એની ડાયરી માં જેવો બેસ્ટ ફ્રેન્ડ માંગ્યો હતો એ મળી ગયો એને.

આજે સાંજે તો નિયા નાં મમ્મી પપ્પા પણ પાછા આવી ગયા હતા. અને હવે કાલે આદિ અને નિશાંત બંને પાછા જવાના હતા.

રાતે જમી ને આદિ, નિશાંત અને નિયા ત્યાં નજીક માં આવેલા ગાર્ડન માં ચાલવા ગયા.
"યાર વિચાર્યું નઈ હતું આટલી મઝા આવશે એ" નિશાંત બોલ્યો.

"હા માઈન્ડ એક દમ ફ્રેશ થઈ ગયું. " આદિ બોલ્યો.

ત્યાં નિયા ને ચટપટી વાલો દેખાયો અને એ ત્યાં લેવા ગઈ ચટપટી.

"નિયા ઘરે ખાઈ ને તો આવી હમણાં. એટલી વારમાં ભૂખ લાગી ગઈ તને " આદિ એ પૂછ્યું.

"આ તો ખાલી ટાઈમ પાસ છે. ખાવાના કોઈ?" નિયા એ પૂછ્યું.

"હા ખાવાના " આદિ આંખ મારતા બોલ્યો.

"ઓહ સુરતી " નિશાંત બોલ્યો.

"હા સુરતી કોકે શીખવાડી દીધી થોડી થોડી " આદિ બોલ્યો.

"નિયા મને તો તું રિયા અને રિયાન સાથે વાત કરતી હોય ને ત્યારે જે બોલે એ તો કંઇક અલગ જ હોય છે " નિશાંત બોલ્યો.

"અલગ એટલે ?" નિયા ને સમજ નાં પાડતા એને પૂછ્યું.

"મઝા આવી જાય એવું. અને તારી અને રિયાન ની વાત તો સાંભળીએ તો કંઇ અલગ જ લાગે " નિશાંત બોલ્યો.

"ઓહ " આદિ બોલ્યો.

"એટલે બીજું કંઈ નઈ વિચારતો પણ બોવ ફ્રી દોસ્તી છે તમારી જે હોય એ સામે બોલી દેવાનું " નિશાંત બોલ્યો.

"હા એ તો છે. " નિયા બોલી.


થોડી વાર પછી એ લોકો ઘરે આવ્યા અને પછી પેકિંગ કર્યું અને પછી સૂઈ ગયા.

બીજે દિવસે જ્યારે નિશાંત અને આદિ જતા હતા ત્યારે નિયા માં મમ્મી બોલ્યા,
"જલ્દી પાછા આવજો. અને તેજસ ને પણ લેતા આવજો. "

" હા આંટી "



બે દિવસ પછી,



"નિયા તું હતી તો સારું લાગતું હતું હવે તો તું પણ જઈશ એક બે દિવસ માં " નિયા નાં મમ્મી બોલ્યા.

" ફોન કરી દેજો મમ્મી જ્યારે મન થાય ત્યારે " નિયા બોલી.

થોડી વાર સુધી નિયા એ એના મમ્મી સાથે વાત કરી ત્યાં માનિક નો ફોન આવ્યો.

"હા બોલ "

"કોલેજ ચાલુ થઈ ગઈ છે આવવું છે કે નઈ હવે " માનિક બોલ્યો.

"આવીશ બે દિવસ પછી "

"સરસ. તો તું આવે ત્યારે આપડે મળીશું. "

"કેમ ?" નિયા બોલી.

"એક મહિના ઉપર થઈ ગયું આપડે નઈ મળ્યા "

"તો " નિયા બોલી.

"તો કંઇ નઈ. આ ટાઈમ તો આવવું જ પડશે. તું કહીશ એ બધું નઈ ચાલે. " માનિક ગુસ્સા માં બોલ્યો.

"હું નઈ જ આવું મળવા તને " નીયા બોલી.

"આદિ અને નિશાંત સાથે કંઇ પ્રોબ્લેમ નથી ખાલી મારા થી જ પ્રોબ્લેમ છે "

"ઓકે પ્રોબ્લેમ છે " નિયા બોલી.

"હા એતો ખબર છે કોણ કેટલા પાણી માં છે એ. તું આવ ને ત્યારે બધું જ કહું. આ બધું તું જે બોલી છે ને એ બધું યાદ છે મને." માનિક એ ગુસ્સા માં બોલી ને ફોન મૂકી દીધો.






શું નિયા માનિક ને મળવા જસે?

માનિક ને નિયા કેમ મળવું છે?

આદિત્ય અને નિશાંત ફરી ક્યારે સુરત આવશે ?

નિયા કેમનું માનિક નું જૂથ બહાર લાવશે?




🔹 માનિક કેમ નિયા પર એનો હક જતાવતો હસે? તમારો જવાબ મને કૉમેન્ટ માં કહો ... 🔹