હવે એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી.
આ ટાઈમ ગ્રુપ માં સ્ટડી બોવ ઓછી કરી હતી. નિયા એ આ ટાઈમ પણ ગયા વખત કરતા થોડી વધારે મહેનત કરી હતી.
બે પેપર પત્યા પછી કોલેજ ના ગ્રુપ મા સર નો મેસેજ આવેલો.
" ફાઇનલ યર ના પ્રોજેક્ટ ના ગ્રુપ માટે ના નામ મને એક્ઝામ પેલા આપી જવા "
નિયા અને પર્સિસ એ બોવ વિચાર્યું પણ એમની પાસે માનિક સિવાય નો બીજો કોઈ ઓપ્શન જ નઈ રહ્યો હતો એટલે છેલ્લે એને લીધો..
આદિત્ય, મનન, તેજસ એક ગ્રુપ માં હતા. અને નિશાંત બીજા ગ્રુપ મા હતો.
હવે છેલ્લું પેપર બાકી હતું અને એ આઠ દિવસ પછી હતું એટ્લે નિયા વાંચવા તો ના જ બેસે.
એ ડાયરી માં કઈક લખતી હતી ત્યારે માનિક નો ફોન આવ્યો.
" કેવું ગયું પેપર મોહતરમા " ખુશ થતા માનિક બોલ્યો.
" જેવું આવ્યું એવું જ ગયું "
" જનાબ બોલાય "
" કેમ ? કઈ ખુશી મા " નિયા એ પૂછ્યું.
" આદિત્ય ને કહે છે ને જનાબ તું ?"
" હા તો "
" મને પણ કહી શકે ને ?" માનિક એ પૂછ્યું.
" કેમ તું આદિત્ય છે"
" ના પણ એ ફ્રેન્ડ છે તો હું પણ ફ્રેન્ડ જ છું. " માનિક બોલ્યો.
" તું ફ્રેન્ડ ?... લાગતું નથી મને " નિયા બોલી.
" હા એમ પણ તને મારા થી જ પ્રોબ્લેમ છે ને ?" માનિક ગુસ્સા માં બોલ્યો.
" તો તને પણ મારા થી જ પ્રોબ્લેમ છે ને " નિયા એ પૂછ્યું.
" મને તારા થી શું પ્રોબ્લેમ હોવાનો.
લાઈફ ના સ્પેશિયલ વ્યક્તિ થી થોડી પ્રોબ્લેમ હોય " માનિક એ કહ્યું.
" આ લાઈન કોઈ બીજા ને કહેજે "
" તું મારા માટે સ્પેશિયલ છે તું મને કે ના માને " માનિક થોડું ગુસ્સા મા બોલ્યો.
" હસે "
" એક્ઝામ પતવા દે પછી બધું કહું તને. આ બધો ઇગો છે ને તારો એ નીકળી જસે "
" લિમિટ માં રહી ને બોલતા શીખ પેલા " નિયા બોલી.
" હા બધું જ કહીશ એક્ઝામ પતે પછી "
નિયા ને ગુસ્સો બોવ આવતો હતો પણ એ બધું વિચારવામાં છોડી ને વાંચવા બેસી ગઈ.
આ અઠવાડિયા મા નિયા અને પર્સિસ એ બોવ મસ્તી કરતી હતી. અને વાતો પણ બોવ બધી.
કાલે છેલ્લું પેપર હતું અને પેપર પછી એ લોકો બહાર જવાના હતા.
" નિયા આજે એક્ઝામ આપવા જ આવે છે ને ?" પર્સિસ એ પૂછ્યું.
" હા કેમ ?"
" તો આજે કેપ્રી કેમ પહેરી છે. એક દમ કુલ લાગે છે તું. "
" ઓહ બેબી " નિયા બોલી.
" આજુ બાજુ વાળા ને લખવા દેવાનો ઈરાદો નથી કે શું ?"
" ના નથી "
નિયા એ આજે બ્લેક કેપ્રિ અને યલો કલર નું ક્રોપ ટોપ પહેર્યું હતું.
પેપર પત્યા પછી આદિત્ય, મનન , નિશાંત અને તેજસ ત્યાં પાળી પર બેસી ને નિયા ની રાહ જોતા હતા. અને માનિક ત્યાં આંટા મારતો હતો. ત્યાં નિયા આવી.
પણ એ કોઈ ની સાથે ફોન પર વાત કરતી હતી.
નિયા ને જોતા જ માનિક એની પાસે ગયો પણ નિયા ફોન મા કોઈ ની સાથે વાત કરતી હતી એટલે એને કઈ જવાબ ના આપ્યો. એટલે માનિક ગુસ્સો કરતાં ત્યાં થી જતો રહ્યો.
નિયા આદિ લોકો જ્યાં હતા ત્યાં ગઈ પણ હજી સુધી એનો ફોન ચાલતો હતો.
પછી ફોન મૂક્યો એટલે નિશાંત બોલ્યો
" બોવ વાત કરી તે તો "
" રિયા હતી " નિયા બોલી.
" રિયાન ને ?" નિશાંત એ પૂછ્યું.
" ના હવે "
" ચાલો જઈએ મને ભૂખ લાગી છે " તેજસ બોલ્યો.
" હા મને પણ " આદિ અને મનન બોલ્યા.
એ લોકો નાસ્તો કરવા ગયા.
બધા એ ચા મંગાવી અને પફ.
" નિયા તારી ચા ને " મનન એ પૂછ્યું.
" ના બીજું કઇ લઈ આવ " નિયા એ કહ્યું.
" મારે પણ ચા નઈ " નિશાંત બોલ્યો.
" કેમ તું ચા તો પીવે છે ?" માનિક એ પૂછ્યું.
" આજે ઈચ્છા નઈ થતી ચા પીવાની " નિશાંત એ કહ્યું.
બધા નાસ્તો કરતાં હતાં ત્યાં તેજસ એ પૂછ્યું
" માનિક તું હમણાં નિયા ને બોલાવવા ગયેલો પછી શું થયું ?"
" કઈ નઈ " માનિક બોલ્યો
"તો ગુસ્સા મા કેમ પાછો આવ્યો હતો " આદિત્ય બોલ્યો.
" એને તો કઈ જવાબ જ મા આપ્યો. એટલે પાછો આવી ગયો. ગુસ્સો નઈ હતો હું " માનિક બોલ્યો .
" બુદ્ધિ છે કે નઈ હું ફોન પર વાત કરતી હતી તો ક્યાં થી જવાબ આપુ " નિયા બોલી.
" આ લોકો ને ભૂખ લાગી હતી અને ક્યારની તારી રાહ જોતા હતા એટલે બોલાવવા આવ્યો હતો." માનિક બોલ્યો.
" તો એમને તો કઈ ના કીધું મને . તને શું છે ?" નિયા બોલી.
" મને મોડું થાય છે જલ્દી ખાવ બધા " માનિક બોલ્યો.
" તું જઈ શકે છે મોડું થાય તો " નિયા બોલી.
" હું તારી જેમ ફ્રેન્ડ ને એકલા મૂકી ને નઈ જતો " માનિક બોલ્યો.
પણ માનિક શું કહેવા માંગતો હતો એ નિયા ને ના સમજ પડી.
છેલ્લે બધા એ એક બીજા ને બાય કહી ને ઘરે ગયા.
નિયા બેગ પેક કરતી હતી કેમકે કાલે સવારે એ સુરત જવાની હતી નક્ષ અને ભૌમિક ની સાથે. આ છેલ્લી વાર એ લોકો સાથે જવાના હતા. કદાચ ફરી આ રીતે સાથે જવાનું નઈ મળે એ બધા ને ખબર હતી.
પર્સિસ તો સાંજે જ જતી રહી હતી. નિયા ઘરે એકલી હતી અને એને ખાવાની પણ બોવ ઈચ્છા નઈ હતી એટલે એને મેગી બનાઇ ને ખાધી.
રાતે બધું પેકિંગ કરી ને મૂવી જોતી હતી ત્યાં કોઈ નો ફોન આવ્યો.
" વાહ શું ટાઈમ પર ફોન કર્યો છે " નિયા રિયાન નું નામ જોતા જ બોલી.
" હેલ્લો "
" કેટલી વાર ફોન ઉપાડતાં કરી " રિયાન બોલ્યો.
" હા બોવ વાર કરી નઈ "
" મુક એ બધું. ક્યારે આવે છે એ કેહ ?" રિયાન બોલ્યો.
" કેમ ? બોવ યાદ આવી ગઈ મારી ?"
" તારી તો નઈ પણ મેગી ની યાદ આવી ગઈ છે બોવ જ. આજે રિયા એ બનાવી હતી પણ આપડી મેગી જેવી મઝા નઈ હતી એમાં " રિયાન એ કહ્યું.
" ઓહ યેહ... કાલે સવારે આવું છું " નિયા ખુશ થતા બોલી.
" દેખાઈ આવે છે ખુશી ઘરે આવવાની " રિયાન બોલ્યો.
" હમ "
" યાર બોવ બધી વાત કરવાની છે તું આવે ને એની જ રાહ જોવ છું " રિયાન બોલ્યો.
" એવી તો શું વાત છે ? ભાભી મળી ગયા કે પછી બીજું કોઈ "
" ના એવી કોઈ વાત નથી. તું આવ પછી કહીશ શાંતિ થી"
નિયા અને રિયાન વાત કરતા હતા ત્યાં માનિક ના દસ થી વધારે મિસ્કોલ પડ્યા હતા.
છેલ્લે રિયાન સાથે વાત પતી એટ્લે નિયા એ હજી ફોન મૂક્યો જ હતો ને માનિક નો ફોન આવ્યો.
" કોની સાથે વાત કરતી હતી ?
આટલી બધી ?
હું ક્યારનો ફોન કરતો હતો તે ઉપાડયો જ નઈ " માનિક બોલ્યો.
" ફ્રેન્ડ નો ફોન હતો. અને એટલા બધા ફોન કેમ કરે છે ?" નિયા એ પૂછ્યું.
" મારે તને મળવું છે હું કાલે સવારે આવીશ " માનિક ઓર્ડર આપતો હોય એમ બોલ્યો.
" હું સવારે જાવ છું સુરત " નિયા હસતા હસતા બોલી.
" તો જલ્દી આવી જઈશ "
" નાઇસ જોક. મારે નઈ મળવું "
" મારે મળવું છે હું આવીશ તારા પીજી પર. "
" કઈ જ જરૂર નથી આવવાની " નિયા બોલી.
" શું છે તારે ?
દર વખતે નઈ મળવું ?
હમણાં આદિ એ કીધું હોત તો તરત હા પડતે નઈ ?"
" હા " નિયા ગુસ્સા માં બોલી.
" જો તું ફ્રેન્ડ છે અને એટલા હક થી મળવા આવીશ. "
" ના હું નઈ મળું " નિયા બોલી.
" જોઈએ કાલે સવારે. જો મળવા ના આવી તો તારી ટ્રેન મિસ કરાઈ દેવા. પછી જોવ છું કેમની જાય છે સુરત એ "
માનિક ગુસ્સા માં બોલ્યો.
" જોઈએ "
" જોઈ લેજે. કાલે ખબર પડી જસે માનિક શું કરી શકે છે એ " ગુસ્સા માં બોલી ને માનિક એ ફોન મૂકી દીધો.
નિયા એ બધું પેકિંગ કરી ને સુઈ ગઈ પણ એને માનિક બોલ્યો એ જ યાદ આવતું હતું. પછી ભગવાન ને યાદ કરી ને સુઈ ગઈ.
બીજે દિવસે સવારે પોણા સાત વાગે નક્ષ નો ફોન આવ્યો.
" હા બોલ " નિયા બોલી.
" તૈયાર થઈ ગઈ ? અમે આવીએ છીએ તું નીચે આવી ને ઉભી રહે "
" પણ .. "
" નીચે આવ પાંચ મિનિટ પછી " કહી ને નક્ષ એ ફોન મૂકી દીધો.
થોડી વાર પછી એ લોકો સ્ટેશન પર હતા ત્યારે માનિક નો ફોન આવ્યો
" ક્યાં છે ? હું તારે પીજી પર આવ્યો હતો પણ ત્યાં તાળું હતુ " માનિક બોલ્યો.
નિયા કઈ બોલે એ પેલા ભૌમિક બોલ્યો
"નિયા ફોન મુક ટ્રેન આવી ગઈ "
" હા " કહી ને નિયા એ માનિક નો ફોન કટ કરી દીધો.
આજે એ ત્રણ પાસે એટલી બધી વાત હતી કે ટ્રેન માં ફોન પણ ના જોયો.
સાડા અગિયાર વાગે નિયા ઘરે પોહચી ત્યારે નિયા ના મમ્મી બોલ્યા
" આવી ગઈ સાસરે થી બેટા "
" શું મમ્મી તમે પણ " નિયા એ કહ્યું.
નિયા અને પ્રિયંકા બહેન એ એ દિવસે તો બોવ વાત કરી એટલે નિયા એ ફોન અડ્યો જ નઈ હતો.
બીજે દિવસે બપોરે એ જમી ને ટીવી જોતી હતી ત્યારે
માનિક નો ફોન આવ્યો
" કાલે તો પછી ફોન પણ ના કર્યો અને એક પણ મેસેજ ના જોયા એવું તો શું કામ હતું ?"
" બસ એમજ "
" ઓકે ના બોલીશ જા "
" હા કોઈ શોખ નથી બોલવાનો " માનિક બોલ્યો.
માનિક ગુસ્સા માં ફોન મુકી દે છે.
માનિક કેટલી વાર આવુ કરતો વાંક વગર નો નિયા પર ગુસ્સે થયો નઈ. નિયા ઇગનોર કરતી એને બોલી ને વાત ને વધારવી નઈ ગમતી હતી.
અમુક વાર સાંજે રિયા જોડે બહાર જતી અને રાતે રિયાન સાથે વાતો. જ્યારે રિયા અને રિયાન બંને ઘરે આવતા ત્યારે.
રિયાન અને નિયા ની વાત ખાલી એ બંને ને જ ખબર હોય. ખાલી મસ્તી અને જોક્સ બોવ સિરિયસ વાત તો કોઈ દિવસ ના હોય. અને એ બંને ના ઝઘડા એટલે ટોમ અને જેરી જેવા.
એક દિવસ સાંજે આદિત્ય નો મેસેજ આવ્યો.
" હાઈ બેબ "
નિયા સાંજે તો ટીવી જોવા માં વ્યસ્ત હોય એટલે એને રાતે મેસેજ જોયો.
" હાઈ કેમની મારી યાદ આવી ? "
" કેમ ના આવે યાદ ?"
" મને લાગ્યું ભૂલ માં મેસેજ કરી દીધો તે " નિયા એ કહ્યું.
બંને થોડી વાત કરતા હતા ત્યારે આદિ એ કહ્યું
" યાર બોવ જ કંટાળો આવે છે કઈક જવું છે "
" આવી જ સુરત " નિયા એ કહ્યું.
" એમ થોડું અવાય "
" કેમ મારા ઘરે આવવામાં પ્રોબ્લેમ થાય છે ? " નિયા એ પૂછ્યું.
" ના ઘરે શું કહુ "
" અબે મારા ઘરે આવે છે એમ કહી દેજે "
" સાચે આવીશ હું " આદિ એ કહ્યું.
" આવ ને તો મે ક્યાં ના પાડી છે તને "
" ચલ જોવું કઈક "
બે દિવસ પછી આદિત્ય નો ફોન આવ્યો.
" હા બોલ "
" સાચે ને અમે આવીએ તો કોઈ પ્રોબ્લેમ નઈ ને તારા ઘરે ?"
" ના " નિયા એ કહ્યું.
પછી બોલી
" અમે એટલે ?"
" હું અને નિશાંત " આદિ બોલ્યો.
" તો બરાબર "
" કેમ તને શું લાગ્યું . માનિક આવસે એમ ?"
" ના એ ઘરે ના આવવો જોઈએ "નિયા બોલી.
" ગ્રુપમાં પૂછ્યું હતું પણ કોઈ એ જવાબ ના આપ્યો "
" તેજસ ને લઇ આવ તો " નિયા એ કહ્યું.
" ના એ ને કામ છે થોડું. હું અને નિશાંત આવીશું "
" ક્યારે આવવાના ?"
" બે દિવસ પછી "
" ઓહ વેલ કમ "
" હા "
માનિક સુરત જસે કે નઈ ?