" હા બોલ " નિયા ફોન ઉંચકતા બોલી.
" હવે તો હું યાદ પણ ના આવું. અને મેસેજ જોવે છે તો સામે મેસેજ કરાય ને " માનિક બોલ્યો.
" ઓકે "
" લાગે છે તમે બોવ મઝા કરી ને ત્યાં "
" હા બોવ જ " નિયા બોલી.
" એતો ખબર પડી નિશાંત ની પોસ્ટ પરથી " માનિક બોલ્યો.
" તો શું કામ પૂછે છે ? ખબર પડી તો "
" કંઈ નઈ. યાર મારે પણ આવવું હતું તમારી જૉડે " થોડુ ઉદાસ થતા માનિક બોલ્યો.
" તો અવાય. અમે ના નઈ પાડી હતી "
" કઈ નઈ ફરી વાર "
" બોલો બાકી " માનિક બોલ્યો.
" કઈ નઈ "
" આ શું છે તારું ?" માનિક એક દમ ગુસ્સે થતા બોલ્યો.
" શું ?"
" જ્યારે હોય ત્યારે કઈ નઈ કંઈ નઈ. મારી જોડે પણ હોતું નથી તો પણ હું વાત કરવા બોલું છું. તારી પાસે આજ જવાબ હોય છે. કઈ તો લાવ નિયા "
" નથી લાવવું કઈ મારે "
" સારું. તને પસ્તાવો થશે કે એક દોસ્ત સારો મળ્યો હતો એ પણ સાંભળી ના શકી "
" શું બોલે છે તુ ?" નિયા એ પૂછ્યું.
" એજ કે જે તું સમજતી નથી. અત્યારે તું આદિ, તેજસ , નિશાંત , મનન બધા ને દોસ્ત કહે છે ને એ ભણવાનું પૂરું થયા પછી યાદ પણ નઈ કરે. ત્યારે તને થસે એક દોસ્ત હોત માનિક જેવો તો સારું "
" એની શું ગેરંટી તું હસે મારી સાથે ?" નિયા એ પૂછ્યું.
" હું એ લોકો જેવો નથી. કામ માટે બોલું "
" જો ખબર ના હોય ને કોઈ ની તો એના માટે બોલવું નહિ. "
" હા તને સાચું નઈ લાગે. એમ પણ આજ કાલ આદિત્ય અને તારું બોવ વધી ગયુ છે " માનિક ફરી થી ગુસ્સા મા બોલ્યો.
" તું કહેવા શુ માંગે છે " નિયા બોલી.
" એ જ કે આદિ અને તમે ફ્રેન્ડ નથી કઈ વધારે હોય એવું લાગે છે. "
" સારું હસે. એમ પણ તને બધા નું વિચારવા માં બોવ રસ છે "
" મારે વાત જ નઈ કરવી તારી જૉડે " માનિક ગુસ્સા માં બોલ્યો.
" તો નઈ કરવાની "
" સારું હવે જો તું હું શું કરું એ " બોલતા ગુસ્સા માં માનિક એ ફોન મૂકી દીધો.
નિયા એ પણ આ વાત નું વિચાર્યા વગર સૂઈ ગઇ.
હવે તો કોલેજ પણ રેગ્યુલર શરૂ થઈ ગઇ હતી. એટલે સાંજે જ એ લોકો ફ્રી થતા.
નિયા રાતે જમી ને એની ડાયરી લખતી હતી.
"
હાઈ આજે એક વાત કહેવી છે. મારી અત્યાર સુધી ની લાઈફ ની બેસ્ટ ટ્રીપ હતી પોલો ફોરેસ્ટ ની. મને નઈ ખબર કે આદિત્ય, નિશાંત, તેજસ અને મનન ક્યાં સુધી મારી જૉડે હસે ? એન્જિનિયરિંગ પત્યા પછી કોઈ મળશે કે નઈ એ પણ મને ખબર નથી .પણ હવે જે એક વર્ષ બાકી છે એ મસ્ત રીતે જીવી લેવું છે. લાઈફ મા થોડુ એન્જોય કરવું છે. "પછી થોડુ લખ્યું અને નિયા સૂઈ ગઈ.
માર્ચ મહિનો પૂરો થવામાં હવે ચાર દિવસ બાકી હતા. નિયા કાલે સવારે સુરત જવાની હતી. કેમકે એને નવા ઘરે શિફ્ટ થવાનું હતું. અને નિયા ના મમ્મી એકલું બધું કેમનું કરે એટલે નિયા જવાની હતી.
રાતે નિયા એની બેગ પેક કરી ને સુઈ ગઈ કેમકે સવારે સાત વાગ્યા ની ટ્રેઈન હતી.
ઈશા નિયા ને રેલ્વે સ્ટેશન મૂકી ગઈ હતી. હજી ટ્રેન આવી નઈ હતી એટલે નિયા રાહ જોતી હતી. ત્યાં માનિક નો ફોન આવ્યો.
" ગુડ મોર્નિંગ બેબ " માનિક બોલ્યો.
" આ બેબ શું છે ?" નિયા એ પૂછ્યું.
" કેમ આમ પૂછે છે ? આદિ તો તને બેબ કહે છે. એ કહી શકે તો હું કેમ ના કહી શકું "
" ઓકે . પણ આ બીજી વાર મને ના કહેતો " નિયા એ એક દમ શાંતિ થી કીધું.
" કેમ પણ ? પ્રોબ્લેમ શું છે તને ?"
" મને નઈ ગમતું. મારું નામ નિયા છે તો તું એ નામ થી જ બોલાવ"
" આદિ બેબ કહે એ ચાલે. નક્ષ અને ભૌમિક ડાન્સ પાર્ટનર બોલે એ ચાલે અને હું કહું તો ... " માનિક આગળ બોલે એ પેલા નિયા એ કીધું.
" ટ્રેન આવે છે બાય " કહી ને ફોન મૂકી દીધો.
સુરત
નિયા ના ઘરે
" સારું થયું તું જલ્દી આવી ગઈ. મને તો સમજ જ નઈ પડતી ક્યાં થી સામાન પેક કરવાનો ચાલુ કરું " નિયા ના મમ્મી બોલ્યા.
" અરે રે હવે ? હવે શું થશે ?" નિયા એક દમ શોકિંગ રીએકશન આપતા બોલી.
" બસ હવે નાટક ઓછા કર અને જમી લે પછી પેકિંગ કરીએ " નિયા ના મમ્મી બોલ્યા.
" હા "
નિયા ઘરે જઈ ને થોડી વાર આરામ થી બેસી હસે પછી જમી ને બધું પેક કરવા માં લાગી ગઈ.
નિયા અને પ્રિયંકા બેન બંને કામ માં વ્યસ્ત હતા અને ક્યારે સાંજ પડી એ ખબર જ ના પડી.
પ્રિયંકા બેન એ જમવાનું બનાવ્યું અને નિયા ટીવી જોતી હતી. પિયુષ ભાઈ આવ્યા પછી એ લોકો એ જમ્યું અને પછી બેઠા હતા ત્યાં રિયાન અને એના મમ્મી પપ્પા આવ્યા.
" હાઈ નિયા ? કેમ છો ?" રિયાન ના પપ્પા બોલ્યા.
" મસ્ત એક દમ "
થોડી વાર વાતો ચાલતી હતી ત્યારે નિયા ના પપ્પા એ કહ્યું
" નિયા આ અમુક જૂની વસ્તુ છે એ નઈ જવાની. ત્યાં નવી લઇ લઈશું "
" હા. મમ્મી જૂના નઈ થઇ ગયા ને ?" નિયા 😝 એ પૂછ્યું.
" બેસ તું શાંતિ થી " નિયા ના મમ્મી એ કીધું.
" નિયા ચલ ને આપડે સ્ટીકર લેતા આવીએ " રિયાન એ કહ્યું.
" અત્યારે રાત ના નવ વાગ્યા છે " નિયા બોલી.
" એની દુકાન સાડા દસ સુધી ખુલ્લી હોય છે " રિયાન એ કહ્યું.
નિયા અને રિયાન સ્ટીકર લેવા ગયા.
બે દિવસ તો નિયા ની પાસે ફોન મચેડવાનો ટાઈમ જ નઈ મળ્યો હતો. આ ઘરે થી આ ઘરે જ કરતી એ.
આજે છેલ્લો દિવસ હતો એનો જૂના ઘર માં.
નિયા એના રૂમ સૂતી હતી પણ એને દાદી ની યાદ આવી ગઇ.
એ એના મિનિયન ને જોઈ ને કહેવા લાગી
" દાદી કેટલા સપના જોયાં હતાં આપડે બંને એ નવા ઘર ના.
રાતે ગાર્ડન મા ચાલવા જઈશું.
બાલ્કની ની આમ કરીશું ને બીજું બધું.
પણ તમે તો એ પેલા જ ભગવાન પાસે જતા રહ્યા.
ડોન્ટ વરી હું રડીસ નઈ અત્યારે.
પણ તમે સપના માં આવજો કોઈ વાર "
બીજે દિવસે ,સવાર મા સાત વાગે નિયા ઊઠી ને તૈયાર થઈ ગઈ હતી.
કુર્તી પેહરી હતી આજે નિયા એ. એ જોઈ ને પ્રિયંકા બેન બોલ્યા,
" મારી દીકરી ને નજર ના લાગે કોઈ ની "
" મમ્મી આમ કહી ને તમે જ નજર લગાવો છો " નિયા બોલી.
ત્યાં પિયુષ ભાઈ આવ્યા.
" તમે બંને ત્યાં જઈ ને વાતો કર્યા કરજો શાંતિ થી "
આઠ વાગે છેલ્લી વાર નિયા એનું જૂનું ઘર જોઈ ને બહાર નીકળી. બોવ બધી યાદ હતી આ ઘર સાથે ની જે નિયા લઈ ને જતી હતી. એ પછી દાદી સાથે ની વાતો હોય કે રિયાન સાથે ની મસ્તી. એ બધી જ વાત નિયા ને આજે યાદ આવતી હતી.
થોડી વારમાં એ લોકો નવા ઘરે પોહોચ્યાં. નિયા લિફ્ટ ના મીરર માં એને જોતી હતી એ જોઈ ને પ્રિયંકા બેન બોલ્યા.
" નિયા છોકરો જોવા નથી જતા આપડે "
અને આ સાંભળી ને નિયા હસી😅 પડી.
નિયા એના નવા ઘર માં ફરી આવી. આમ તો એ સમાન મૂકવા માટે અને ઘર સાફ કરવા માટે કેટલી વાર આવી ગઇ હતી પણ આજે એને આ ઘર નવુ લાગતું હતું.
ઘર માં થોડું ક સરખું કરવ્યા પછી નિયા ના પપ્પા કામ પર ગયા. નિયા અને પ્રિયંકા બેન રસોડા નો સામાન ગોઠવતા હતા.
ત્યાં કોઈ એ બારણું ઠોક્યું.
નિયા જોવા ગઈ પણ કોઈ દેખાયું નહિ.
ત્યાં એક આંટી એ કીધું
" સોરી બેટા આને બારણું થોક્યું હતું " એક નાની છોકરી ની સામે જોતાં બોલ્યા.
નિયા ને નાના છોકરા બોવ ગમતા એટલે એ પેલી છોકરી ને જોતાં બોલી
" હાઇ બેબી "
પેલી છોકરી એ પણ એની ભાષા માં હાઈ કહ્યું.
ત્યાં પ્રિયંકા બેન બહાર આવ્યા.
" નિયા કોણ આવ્યું છે ?"
" આ જો " નિયા પેલી છોકરી ને બતાવતા બોલી.
નિયા પેલી છોકરી ને રમાડતી હતી અને પ્રિયંકા બેન એના મમ્મી સાથે વાત કરતા હતા.
થોડી વાર પછી" નિયા જમી લઈએ હવે " પ્રિયંકા બેન એ કહ્યું.
" હા થોડુ જ બાકી છે આવી "
નિયા એના મમ્મી પપ્પા નો કબાટ ગોઠવી ને આવી.
" નિયા પેલા તારા રૂમ નો કબાટ ગોઠવાય ને. મારો તો હું કરી લેટ"
" તમે એકલું કેમના કરો "
" રહી જા ને એક બે દિવસ હજી " પ્રિયંકા બેન બોલ્યા.
" ના કાલે જવું પડશે. પછી બે ચાર દિવસ પછી રાજકોટ પણ જવાનું છે "
" પેલું કઈ કીધું હતું તે એમાં ને ?"
" હા "
" ભૌમિક આવવાનો છે ને ?"
" હા "
" તો ચિંતા નઈ મને "
નિયા એ આજે નવા ઘર માં રાત સુધી માં તો બધુ સરખું મુકી દીધું હતું. બીજે દિવસે બપોરે એ જવાની હતી એટલે એને મોડા સુધી જાગી ને એનો રૂમ પણ સરખો કરી દીધો હતો.
ચાર દિવસ પછી
રાતે નવ વાગે
આદિ સિવાય ના બધાં આવી ગયા હતા કોલેજ માં. નિયા, નક્ષ અને ભૌમિક કઈક વાત કરી રહ્યા હતા. ત્યાં તેજસ આવી ને બોલ્યો
" નિયા પાર્ટી ચેન્જ કરી નાખી તે તો "
" ના એવું નથી " નિયા બોલી.
" હા ક્યાં કેમેરા મેન્ " નક્ષે પૂછ્યું.
" એક મિનિટ " પછી તેજસે બૂમ પાડી " નિશું"
" હા બોલ ને "
" અમને મૂકી ને ફોટો ના પાડ તું યાર " ભૌમિક એ કીધું.
થોડી મસ્તી કરી અને એ લોકો કાર મા રાજકોટ જવા નીકળ્યા.
આગળ દીપ સર અને ભૌમિક અને બીજો એક સિનિયર હતો. એની પાછળ નિયા, ભૂમિ મેમ , નક્ષ અને મનન હતા. અને એની પાછળ તેજસ , નિશાંત , માનિક અને બીજો એક સિનિયર હતો.
નિયા તો રાતે સૂઈ ગઈ હતી. બીજે દિવસે સવારે એ લોકો એ ફોટો શૂટ કર્યું. કેમકે બીજું કંઈ કામ તો હતુ જ નઈ.
મનન અને તેજસ નિયા સાથે મસ્તી કરતા હતા ત્યારે માનિક એટલો ગુસ્સા મા જોતો કે હમણાં કોઈ ને મારી નાખશે.
એ પછી તો આખો દિવસ કેમનો જતો રહ્યો એ ખબર ના રહી. અને બીજે દિવસ પણ સાંજ સુધી એ લોકો હેકા ઠોન માં જ વ્યસ્ત હતા.
માનિક વારે વારે નિયા ને ફોન કરી ને હેરાન કરતો એટલે નિયા એ ફોન જ સાઇલન્ટ કરી દીધો હતો.
બીજે દિવસે જ્યારે એ લોકો હેકાથોન પતી ને પાછા આવવા નિક્યા ત્યારે નિયા ને બોવ જ ખરાબ માથું દુખાવાનું સ્ટાર્ટ થઇ ગયુ હતું.
ભૂમિ મેમ એ કીધું હતું સૂઈ જા થોડી વાર એટલે ઓછું થઇ જસે દુખતું.
નિયા એ એની પાસે મેડિસન હતી એ લઈ લીધી હતી પણ હજી એને સારું નઈ લાગી રહ્યું હતું. અને એ બારી પાસે બેસેલી હતી ત્યાં થી એના ચહેરા પર તાપ આવતો હતો એટલે એ સૂઈ પણ નઈ શકતી હતી.
એટલે નક્ષ એ કીધું
" અહીંયા માથું રાખી ને સુઈ જા "
નિયા એ થોડો વિચાર કર્યો પછી નક્ષ ના ખભા પર માથું રાખી નેં સૂઈ ગઈ.
પણ એમાં એક જણ હતું જેને આ ગમ્યું નઈ એટલે એ બોલ્યો
" લવ બર્ડ તો અહીંયા જ છે "
ભૌમિક એ ખાલી પાછળ ફરી ને માનિક સામે જોયું ત્યાં તો માનિક ચુપ થઇ ગયો..
બીજા દિવસે પણ નિયા સૂતી જ રહી. સાંજે એ ઈશા સાથે બહાર ગઈ હતી થોડુ માઈન્ડ ફ્રેશ થાય એટલે.
ત્યાં માનિક નો ફોન આવ્યો
" હાઈ કેમ છે હવે ?"
" સારું "
" યાર એક કામ છે ?"
" શું ?"
" હું ઘરે થી પૈસા લઈ ને આવ્યો હતો એ પતી ગયા છે અને મને બોવ જ ભૂખ લાગી છે તો તું આપી શકે છે. હું પછી તને પાછા આપી દઈશ. "
" સારું હું paytm કરું છું "
નિયા એ રસ્તા માથી જ માનિક ને પૈસા મોકલ્યા. કેમકે એની લાઈફ મા એક એવો પણ ટાઈમ હતો જ્યારે એમની પાસે ખાવા ના પૈસા પણ નઈ હતા. એટલે નિયા કોઈ ને એ રીતે જોઈ ના શકતી અને એને દયા આવી જતી.
થોડી વાર પછી
" નિયા મને ઢોસા ખાવાનું મન છે ચલ ને " ઈશા એ કહ્યું.
"સારું. પણ હું નઈ ખાવ "
" કેમ ?"
" નઈ ઈચ્છા " નિયા એ કહ્યું.
" સારું તને ફોર્સ નઈ કરું પણ આઈસ ક્રીમ તો ખાવો પડશે. " ઈશા એ કહ્યું.
" હા એમાં ના નઈ કહું "
પેલા ઈશા ને ઢોસા ખાવા હતા ત્યાં ગયા અને પછી આઈસ ક્રીમ ખાવા.
ત્યાં સામે ની દુકાન પર નિયા ને માનિક દેખાયો.
એ લોકો જે જગ્યા પર ઊભા હતા ત્યાં ખાવાનું થોડુ મોંઘું મળતું. નિયા ને એમ કદાચ માનિક નઈ હોય.
પણ પછી અંદર થી વિધિ ને આવતા જોઈ. અને વિધિ એ આવી ને માનિક ને હગ કર્યું.
નિયા કઈ સમજે પેલા ઈશા એ કહ્યું.
" ચલ જઈએ હવે "
નિયા ઘરે આવી ને સુઈ ગઈ પણ એને નીંદ નઈ આવતી હતી એટલે એને ડાયરી લખવાની શરૂ કરી.
આગળ લખ્યું થોડું જે એ દરરોજ લખે છે એ. અને પછી લખ્યું
" યાર આજે મને એવું લાગ્યું કે માનિક જૂથ બોલ્યો છે.
મને ખબર છે ત્યાં સુધી એ માનિક અને વિધિ જ હતા.
પણ માનિક એ એવું કીધું હતું પૈસા નથી.
યાર મને ખબર નઈ પડતી શું છે પણ જો(ડાયરી ) તને ખબર હોય તો મને હેલ્પ કરજે સાચું જાણવામાં. "
થોડા દિવસ પછી એ લોકો ના વાઇવા શરૂ થવા મા હતા એટલે બધા એસાઈમેન્ટ લખવામાં વ્યસ્ત હતા.
આજે બીજા વાઈ વા હતા. નિયા એના વાઈવા પતાવી ને નિશાંત ને સમજાવતી હતી.કેમકે નિશાંત ને રી વાઈ વા હતા એટલે.
નિશાંત નું ધ્યાન પણ નિયા સમજાવતી હતી એમાં હતું. એ બંને ક્લાસ ની છેલ્લે બેન્ચ પર બેસેલા હતા કોઈ હેરાન ના કરે એટલે.
ત્યાં તો માનિક આવી ને બોલ્યો
" ઓહ મેચિંગ કરી ને આવ્યા છો ને આજે તમે બંને "
નિયા એ જોયું તો એને અને ઈશાન એ સેમ કલર ના કપડા પહેર્યા હતા.
" તારું પતી ગયું હોય તો હું વાંચું " નિશાંત બોલ્યો.
" મે ક્યાં ના પાડી. તમે બંને તમારું ચાલુ રાખો " માનિક હસતા હસતા બોલ્યો.
હવે એ આગળ બોલે એ પેલા નિયા એ જોર થી બેન્ચ પર હાથ પછાડ્યો એટલે માનિક જતો રહ્યો.
થોડી વાર પછી
નિશાંત વાઈ વા આપવા ગયો હતો. અને નિયા છેલ્લી બેન્ચ પર એકલી બેસેલી હતી. અને એની થોડી આગળ મનન, આદિ અને તેજસ બેસેલા હતા.
માનિક નિયા ને એકલી બેસેલી જોઈ ને એની બાજુ માં આવી ને બેસી ગયો.
" બોવ સમજાયું નિશાંત ને ?" માનિક એ કહ્યું.
નિયા એ વાત ને ઇગનોર કરી.
" મેચિંગ અચાનક થઈ ગયું કે નક્કી કરી ને આવ્યા હતા "
" તને પ્રોબ્લેમ શું છે મારા થી "
" આ તો ખાલી પૂછું છું ? પુછાય પણ નઈ " માનિક બોલ્યો.
" તું પૂછતો હોય એવું લાગતું નથી "
" તું મને કહી શકે છે નિયા કોઈ વાત હોય તો " માનિક બોલ્યો.
" મારે કોઈ ને કઈ નઈ કહેવું " નિયા એના બેગ મા બુક્સ મૂકતા બોલી.
" હું કોઈ છું ?"
" હા "
" બેસ્ટ ફ્રેન્ડ છું હુ તો કોઈ નથી " માનિક બોલ્યો .
નિયા આ વાત ને આગળ વધારવા નઈ માંગતી હતી એટલે એ બેગ લઈ ને ઉભી થઇ ને જવા લાગી.
" સારું જ્યારે નઈ હોવ ત્યારે કદર થશે " માનિક બોલ્યો.
" અને તને હોય તો પણ કદર નઈ થાય " નિયા બોલી ને મનન લોકો જ્યાં હતા ત્યાં બેસી ગઈ.
ત્યાં નિશાંત આવ્યો એટલે એ બધા ઘરે ગયા.
નિયા જમી ને બીજા બધા વિચારો સાઇડ માં મૂકી ને સૂઇ ગઇ.
ત્રણ દિવસ પછી
આજે છેલ્લો દિવસ હતો વાઈ વા નો.
નિયા અને પર્સિસ ને આજે થોડુ મોડું થઇ ગયું હતું.
એટલે પર્સિસ તો ડાયરેક્ટ વાઈ વા આપવા જતી રહી. નિયા ના નંબર ની વાર હતી એટલે એ ક્લાસ માં આવી.
ત્યાં માનિક બોલ્યો,
" વાહ આજે તો બધા સેમ પહેરી ને આયા છે "
નિયા એ જોયું તો નિશાંત, મનન, આદિ અને તેજસ એ ચારેવ વ્હાઇટ શર્ટ માં હતા. અને નિયા એ પણ આજે વ્હાઇટ કુર્તી અને બ્લેક જીન્સ માં હતી.
એ આદિ લોકો હતા ત્યાં જઈ ને બેસી અને બુક્સ ખોલી ને કઈક વાંચતી હતી એ જોઈ ને નિશાંત બોલ્યો
" 5 મિનિટ તો શાંતિ થી બેસ "
" કઈ નઈ આવડતું વાંચવા દે મને " નિયા બોલી.
" ટોપર આવું જ બોલે " મનન એ કહ્યું.
" તું છે ટોપર એટલે ના વાંચે તો ચાલે " નિયા એ કહ્યું.
આજે બધા વાઈ વા પછી કેન ટીન માં બેસેલા હોય છે.
" તમે આજે બધા વ્હાઇટ કેમ પેરી ને આવ્યાં છો ? નક્કી કર્યુ હતું ?"
માનિક એ પૂછ્યું.
" હા મે જ કીધું હતું એમને " નિયા બોલી.
આદિ, મનન , તેજસ અને નિશાંત નિયા સામે એવી રીતે જોતાં હતાં કે હમણાં કઈક નવો બોમ્બ ફૂટશે.
" તો મને પણ કહેવાય ને હું પણ પહેરીને આવત ને " માનિક બોલ્યો.
" હા મારી જાન માં આવવાનું હતું ને એટલે કીધું હતું મે બધા વ્હાઇટ પહેરીને આવજો." નિયા બોલી.
" નિયા છોકરો જા ન લઈને આવસે તારે ના જવાનું હોય " નિશાંત બોલ્યો.
" એ મસ્તી મા બોલે છે " તેજસ બોલ્યો.
"નિયા અમે ચા વાળા છે તારે ?" મનન એ પૂછ્યું.
" તને જે ગમે એ લેતો આવ. ચા સિવાય " નિયા બોલી.
પાંચ મિનિટ પછી
"ઓહ વાઉ. ટ્રોપિકાના " નિયા બોલી.
" હા એટલી તો ખબર છે મને " મનન 😛 બોલ્યો.
" ખબર જ હોય ને " માનિક બોલ્યો.
નિયા એ ગુસ્સા મા જોયું.
આદિ અને તેજસ એ જોઈ ને હસવા લાગ્યા.
" ખબર તો બધા ને જ છે " નિયા ગુસ્સા માં બોલી.
પણ એ શુ કહેવા માંગતી હતી એ કોઈ ને ના સમજાયું.
હવે સિનિયર ને ફેરવેલ આપવાની હતી. એ બે દિવસ પછી હતી. હવે કોલેજ તો ડાયરેક્ટ એક્ઝામ માં જ આવવાનું હતું.
એક મસ્ત ગાર્ડન રેસ્ટોરન્ટ મા એ લોકો ની ફેરવેલ હતી.
પર્સિસ એ સવાર મા નિયા ને પૂછ્યું
" નિયા આજે તો વનપિસ પહેરશે ને ?"
" ના નઈ ઈચ્છા મને "
" કેમ ?"
" બસ એમજ " નિયા ફોન મા જોતા જોતા બોલી.
" એક કામ કર તું શોર્ટ્સ માં જ આવજે "
" હા આઈડિયા સારો છે " નિયા બોલી.
" જો ને આ કેવું લાગશે "
" માલ એક દમ " નિયા એની સામે જોતાં બોલી.
સાંજે છ વાગ્યે
મોસ્તલી બધા સિનિયર અને જુનિયર ત્યાં આવી ગયા હતા. નિયા અને પર્સિસ હજી નઈ આવ્યાં હતાં.
" ક્યાં રહી ગઈ પેલી ?" ભૌમિક એ પૂછ્યું.
" મને શું ખબર ?" નક્ષ એ કીધું.
" સારું ફોન કરી જોવ છું હું "
પાંચ મિનિટ પછી
" આવે છે રસ્તા માં છે " ભૌમિક એ કહ્યું.
" સિનિયર બસ અમને એકલા મૂકી ને જવું જ છે હવે ?" તેજસ લોકો ભૌમિક અને નક્ષ ની પાસે આવી ને બોલ્યા.
" હા હવે જવું જ છે " નક્ષ અને ભૌમિક બને એક સાથે બોલ્યા.
" ક્યાં રહી ગયું સુરત નુ પાણી " તેજસ બોલ્યો.
" રસ્તા માં જ છે "
" તને કેમની ખબર ?"માનિક એ પૂછ્યું.
" ફોન કર્યો હતો એટલે "
ત્યાં થોડી વારમાં માં નિયા અને પર્સિસ આવ્યા. પર્સિસ તો આવતા ની સાથે જ એના બીજા ક્લાસમેટ જોડે જતી રહી. નિયા હજી અહીંયા જ ઊભી હતી.
" બસ યહાં હમ પિગલ ગયે " ભૌમિક બોલ્યો.
અને બધા હસવા લાગ્યા પણ માનિક ને સમજ ના પડી એટલે એને પૂછ્યું " શું થયું ?"
" કઈ નઈ " મનન એ કીધું.
આજે નિયા એ બ્લેક ક્રોપ ટોપ અને સ્કાય બ્લુ જીન્સ પેહર્યું હતું. અને હિલ્સ પણ. એના વાળ હંમેશા ની જેમ એને હેરાન કરતા હતા પણ આજે થોડા ઓછા હેરાન કરતાં હતાં. એક દમ ઓછી લિપસ્ટિક અને બ્લૂ આઇલાઈનર કરેલી હતી. અને ચશ્મા નઈ પણ લેન્સ પહેર્યા હતા એને.
" ચશ્મા કયા ગયા ?" નિશાંત એ મસ્તી મા પૂછ્યું.
" પહેર્યા જ છે એ તો " નિયા એ કહ્યું.
" ક્યા છે દેખાતા તો નથી " માનિક હસતા હસતા બોલ્યો.
" દોફા એને લેન્સ પહેર્યા છે " મનન બોલ્યો.
મસ્ત પાર્ટી સ્ટાર્ટ હતી. સિનિયર નેં ગેમ રમાડતા હતા. નિયા , મનન , આદિ એક બાજુ શાંતિ થી બેસી ને જોતા હતા. ત્યાં નિયા માં કોઈ નો મેસેજ આવ્યો.
" કેમ વનપીસ ના પહેર્યું ?
લેન્સ પહેરે છે એવું તો તે કોઈ દિવસ મને કીધું જ નઈ .
અને આજે તારું અને આ ચાર નું મેચિંગ છે. ધ્યાન રાખજે ક્લાસ વાળા કોઈ બોલે નઈ.
અને મને કીધું હોત તો હું પણ બ્લેક પહેરી ને આવત.
હિલ્સ પહેરી છે તો સાચવજે.
શૂઝ પહેર્યા હોય તો ક્યાં હિલ્સ ની જરૂર હતી "
આ મેસેજ વાંચી ને નિયા ને બોવ જ ગુસ્સો આવ્યો. એ ઉભી થઈ ને બહાર જતી હતી ત્યાં જ
" ક્યાં જાય છે ?" આદિ એ પૂછ્યું.
" થોડી વાર બહાર જવું છે " નિયા બોલી.
" કઈ થયું નથી ને ?" મનન એ પૂછ્યું.
નિયા આગળ બોલે એ પેલા નિશાંત અને તેજસ આવ્યા.
" ચાલો ને આપડે ફોટો પાડીએ "
નિયા ને કોણે આવો મેસેજ મોકલ્યો હસે ?