Mind: Relationship Friendship No - 34 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 34

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 34




રાતે 9.30 એ,


આદિત્ય નો ફોન આવ્યો.

"બોલો જનાબ " નિયા ફોન ઉપાડતાં બોલી.

"જમી લીધું?" આદિ એ પૂછ્યું

"નાં "

"કેમ "

"ઉપવાસ રાખ્યો છે તારા માટે ?" નિયા મસ્તી નાં મૂડ માં બોલી.😅

"ચલ ચલ હવે. જમી લીધું હસે તે " આદિ બોલ્યો.

"હા તો શું કરવા પૂછે છે. "

"આ તો ચેક કરતો હતો તું સાચું બોલે છે કે ખોટું એ "

"બસ ચાલ બોલ શું થયું છે એ " નિયા ગોળ ગોળ વાત કર્યા વગર પૂછ્યું.

"બ્રેક અપ થઈ ગયું. "

"ઓહ"

"એને મને બે ઓપ્શન આપ્યા ફેમિલી યા એ. અને મે ફેમિલી સિલેક્ટ કર્યું. "

" ગુડ સિલેક્ટ રાઇટ ઓપ્શન કર્યો છે. "

"હા. કેમકે એ 2 વષૅ થી જ મારી જોડે છે અને મારી ફેમિલી છેલ્લા 20 વષૅ થી " આદિ બોલ્યો.


થોડી વાર એની લવ સ્ટોરી નાં લાસ્ટ ચેપ્તર કહ્યા પછી આદિ એ કહ્યું ,
"મારે થોડા દિવસ ક્યાંય જવું છે બસ ફરવા "

"મારે પણ. ચાલો જઈએ. " નિયા ખુશ થતા બોલી.

"કોણ આવશે એ કેહ પેલા ?" આદિ એ પૂછ્યું.

"હું તો આવીશ જ બાકી નું ખબર નહિ. " નિયા બોલી.

"ચાલ ને કઈક કરીએ "

"હા " હજી તો નિયા એ ફોન મૂક્યો ત્યાં તો માનિક નો ફોન આવ્યો.

"આટલી બધી વાત કોની સાથે કરે છે? ક્યારનો ફોન કરતો હતો વ્યસ્ત આવતો હતો તારો ફોન" માનિક 😡 બોલ્યો.

"ઓહ "

"યાર બોવ દુઃખ થાય છે આદિત્ય નું બ્રેક અપ થઈ ગયું એટલે " માનિક એ એનું બનાવતી દુઃખ જાહેર કર્યું. 😉

"તું કેમ દુઃખી થાય છે? " નિયા એ પૂછ્યું.

"એનું બ્રેક અપ થયું એટલે. એ કેટલું રડ્યો છે એ મે જોયું છે. અને મિશા પણ કેટલું રડે છે હજી પણ રડે છે એ તો "

"તને બોવ ખબર ને. મિશા કેટલું રડે છે એ ?" નિયા બોલી. 😝

" મે એને ફોન કર્યો હતો એટલે ખબર પડી "

"ઓહ તો ચૂપ રાખવા નાં ગયો ભાઈ બહેન ને ?" નિયા બોલી.😄

"હમણાંજ ચૂપ કરાઈ છે "

"ઓહ હમણાં તો તે કીધું રડે છે એ " નિયા બોલી.😆

"હા તો રડતી જ હતી. તને ક્યાં કોઈ ની પડી જ છે. કોઈ રડે તો પણ તને કંઇ ફરક નઈ પડતો ને ?" માનિક બોલ્યો.

"મને શું પાડવાનો. મિશા રડે તો મને શું ?" નિયા બોલી.

"હા એમ પણ તને ક્યાં કંઇ હોય જ છે આદિ પણ રડ્યો જ છે "

" જે થાય એ સારા માટે જ થાય છે. અને મને નઈ લાગતું કે આદિ એના લીધે રડ્યા કરે "

"કહેવા શું માંગે છે? આદિ ને કંઇ ફરક નઈ પડે એમ " માનિક બોલ્યો.

"હા પડશે ને. બે ચાર દિવસ પણ હવે એ એના થી વધારે ખુશ છે એવું લાગે છે "

"તને કેમની ખબર? ફોન કરી ને પૂછ્યું તે એને શું થયું એ ?" માનિક એ પૂછ્યું.

"જો એ એની લાઈફ છે. અને બધા ની લાઈફ માં આવું થતું રેહતું હોય છે. અને આદિ ને આના થી કોઈ સારી મળશે ભવિષ્ય માં " નિયા એ કહ્યું.

"એટલે મિશા સારી નથી એમ "

"નાં એવું નઈ. પણ "

"શું પણ . મિશા જેવી નાં પણ મળે." માનિક બોલ્યો.

માનિક ની વાત થી કંટાળી ને છેલ્લે નિયા એ ફોન મૂકી દીધો.


પછી એ ગઈ ઈશા ને મળવા.

"ક્યાં છે commited લોકો " પૂજા દીદી નાં દેખાયા એટલે નિયા એ ઈશા ને પૂછ્યું.

"નિયા હવે આપડા જેવા ને કોણ યાદ કરે "ઈશા બોલી.

ત્યાં જ ,

"આવ ને નિયા બોવ દિવસ પછી આવી ને તું " પૂજા દીદી બોલ્યા.

"હા તમારી પાસે ક્યાં ટાઈમ હોય છે હવે " નિયા એ કહ્યું.

પછી નિયા અને ઈશા બંને એક સાથે બોલ્યા,
"હવે તો કોઈ યાદ પણ નઈ કરે "

"ચૂપ થાવ ને બેવ જણા. ફોન ચાલુ છે " પૂજા દીદી બોલ્યા.

"તો હું શું કરું ? " નિયા બોલી.

એ દિવસે રાતે 2 વાગ્યા સુધી નિયા અને ઈશા એ પૂજા દીદી ને બોવ હેરાન કર્યા.


થોડા દિવસ પછી,

Canteen માં બધા બેઠા હતા. આજે તેજસ ચૂપ બેસેલો હતો. અને બધા બોલતા હતા. અને મસ્તી કરતા હતા.

"તેજસ શું થયું ?" નિયા એ પૂછ્યું તો બધા એની સામે જોવા લાગ્યા.

"કેમ મારી સામે જોવો છો " નિયા એ પૂછ્યું.

"આજે પેલી વાર canteen માં તને ફોન સિવાય ક્યાં ક બીજે પણ ધ્યાન ગયું છે " નિશાંત બોલ્યો. 😝

"ઓહ અચ્છા. પણ આને શું થયું છે " નિયા એ પૂછ્યું.

"કોની સાથે મનન સાથે ?" નિયા બોલી.

"ઓય મે કંઇ નઈ કર્યું. મારું નામ ક્યાં આપે છે તું " મનન😉 બોલ્યો.

"આદિ અને નિશાંત તો કંઇ કરે નઈ. બચ્યો માનિક નક્કી એને જ કંઇ ક કર્યું હસે " નિયા બોલી.

"હું સીધો છોકરો મે શું કરું " માનિક સુરતી બોલે એમ બોલ્યો.

"સુરતી નાં આવડે તો નઈ બોલવાની. આમ ખોટું બધા ને બતાવવા નઈ બોલવાનું" નિયા એ કીધું.

" હા હવે " માનિક બોલ્યો.

"સીધો તો કહીશ જ નઈ. ફોન પર કહે કાકી જોડે શાક લેવા આવ્યો છું અને હોય કોઈ છોકરી સાથે " નિયા બોલી.

"વૉટ " અત્યાર સુધી નો ચૂપ બેસેલો તેજસ બોલ્યો.

"હોય જ નઈ " માનિક બોલ્યો.

"સાચે ને ?" નિયા બોલી.

"હા પ્રૂફ શું છે તારી પાસે ?" માનિક એ પૂછ્યું.

નિયા એ ફોન માંથી એક ફોટો બતાવ્યો અને પૂછ્યું, "આ કંઇ જગ્યા છે એ ખબર છે ને ?"

"આ તો પેલું...." નિશાંત ભૂલી ગયો આગળ નું 😉

"એ. વી. રોડ પાસે નું છે આ તો કેક શોપ ની પાસે " મનન બોલ્યો.

"હા ત્યાં નું જ છે. અને એને મને ફોન પર કીધું કાકી જોડે શાક માર્કેટ પાસે છું. " નિયા બોલી.

માનિક ને એની પોલ ખુલી જસે એવું લાગતાં એ બોલ્યો,
"કોઈ નો ફોન આવે છે જવું પડશે "

"હા સાચું બધા ની સામે આવે એટલે એવું જ ને " આદિત્ય ખબર નઈ કેમ આવું બોલ્યો એ.

"નિયા હું કાકી જોડે ગયેલો. પછી વિધિ નો ફોન આવ્યો એટલે એની જોડે ગયેલો. જો સાચું ખબર નાં હોય તો બોલવું નહિ" માનિક ફરી એક વાર ગુસ્સો કરી ને ત્યાં થી જતો રહ્યો.

નિયા ફોન માં કંઇ સર્ચ કરતી હોય એવું લાગ્યું.
"શું સર્ચ કરે છે નિયા " તેજસ એ પૂછ્યું.

"એક મિનિટ " પછી નિયા એ રેકોર્ડિંગ સંભળાવ્યું. અને પછી રેકોર્ડિંગ અને એને પિક પડ્યો હતો એનો ટાઈમ બતાવ્યો.

"ઓહ આ તો સાચું કહે છે એને ફોટો પડ્યો એની પાંચ મિનિટ પછી નો ટાઈમ છે " મનન બોલ્યો.

"મુકો એની વાત હવે. તેજસ તે કીધું નઈ શું થયું હતું એ " નિયા એ પૂછ્યું.

"હા બોલ હવે તો દીદી જતા રહ્યા. " મનન બોલ્યો.😝

"વૉટ દીદી " નિયા એ પૂછ્યું. અને બધા હસવા લાગ્યા.

"અરે એ છે ને " આદિ બોલતો હતો ત્યારે વચ્ચે તેજસ બોલ્યો,
"નિયા એમાં એવું છે ને કે "

"આગળ તો બોલ. બધા હસો છો તમે તો " નિયા બોલી.

"હા. માનિક છે ને આદિત્ય જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ જાય. " તેજસ બોલ્યો.

"ઓહ " નિયા એકલી હસવા લાગી.

"ઓહ ભાઈ તું સરખું બોલ. આ ડબલ મીનિંગ માં વિચારે છે " આદિ એ કીધું.

"ઓહ યેહ . મારું નામ જોઇન્ટ કરતા હતા તમે એની સાથે. હુહ 😒😒" મનન બોલ્યો.

"તારી choice પણ આવી હસે એ મને નઈ ખબર હતી " નિયા બોલી.

"એવું કંઇ નથી " મનન બોલ્યો.

"હા પેલા મને વાત પતાઈ લેવા દો. નિયા આદિત્ય ની બાજુ માં હું કે નિશાંત બેસી એ ને તો એનું મોઢું બગડી જાય. અમે મસ્તી કરતા હોય અને એને નાં કીધું હોય તો પણ બોલે નઈ એ. છોકરી જેવું કરે છે અમુક વાર એટલે દીદી કહીએ છે અમે " તેજસ બોલ્યો.

"હા બરાબર નામ છે " નિયા બોલી.

"યાર ક્યાંક બહાર જવું છે ?" આદિત્ય એ પૂછ્યું.

"હા" નિયા બોલી.

"મનાલી જઈએ " નિશાંત એ એનો આઈડિયા શેર કર્યો.

"થોડું નજીક કેહ " નિયા બોલી.

"ગોવા જઈએ " મનન બોલ્યો.

"નાં એટલા બધા દિવસ નઈ. એક બે દિવસ માં જઈ ને અવાય એવું " નિયા બોલી.

"હા પછી આપડી મીડ એક્ઝામ પણ આવશે " આદિ એ કહ્યું.

"દીવ જઈએ " તેજસ બોલ્યો.

"ટ્રેકિંગ પર જઈએ " નિયા બોલી.

"હા રાઇટ " આદિ એ કહ્યું.

"એવું તો કોઈ પ્લેસ નથી " નિશાંત બોલ્યો.

"છે પોલો ફોરેસ્ટ. " નિયા બોલી.

"હા તો આજે ઘરે પૂછી જોઈએ પછી વિચારીએ ક્યારે જવું એ "આદિત્ય એ કહ્યું.

થોડી વાર બેઠા બધા પછી ઘરે ગયા.


બે દિવસ પછી,

"યાર આ ટાઈમ એક્ઝામ જલ્દી છે. આપડું જવાનું કેન્સલ " તેજસ બોલ્યો.

"એક્ઝામ પછી જઈએ. મઝા આવશે " નિયા બોલી.

"હા એક્ઝામ પછી ફિક્સ " આદિ એ કહ્યું.


10 દિવસ પછી એક્ઝામ હોવાથી એ લોકો એ એક્ઝામ પછી જવાનું વિચાર્યું.

હવે બધા વાંચવા માં લાગી ગયા. આખું સેમેસ્ટર તો કંઇ કર્યું નઈ હતું એટલે હવે તો વાંચવું જ પડે. 😅

નિયા પણ આ ટાઈમ વાંચવા માં વધારે ધ્યાન આપતી.

અમુક વાર નિયા અને માનિક જોડે જ વાંચતા. આદિત્ય પણ કોઈ વાર હોય ગ્રૂપ સ્ટડી માં .

હવે એ લોકો ની એક્ઝામ સ્ટાર્ટ થવાને બે જ દિવસ બાકી હતા.



શું થશે એક્ઝામ માં ?

એક્ઝામ પછી જસે કે નહિ આ લોકો ?