Mind: Relationship Friendship No - 33 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 33

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 33




થોડા દિવસ પછી


નિયા ડાયરી લખતી હતી,
"હેય કેમ છે તું ?
મને ભૂલી તો નથી ગઈ ને "


આ ભૂલી તો નથી ગઈ ને એ નિયા એની ડાયરી ને પૂછતી. 😅


"યાર મને હવે બોવ બીક લાગે છે તને ખબર છે કેમ ?
મને હવે કોઈ પર વિશ્વાસ નઈ રહ્યો.
માનિક ને હું બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી પણ હવે તો એ મને એનો હક બતાવે છે એટલે નઈ ગમતું.
ચાલ એ પણ માની લીધું હતું મે કે હક બતાવાય થોડો ફ્રેન્ડ નો પણ એ જૂથ પણ બોલે છે. "


તને તો ખબર જ છે ને મને જૂથ થી કેટલી નફરત છે એ.

આગળ કઈ પણ લખે ત્યાં માનિક નો ફોન આવ્યો.

"હા બોલ"

"આદિ બ્રેક અપ કરવાનો છે " માનિક બોલ્યો.

"સરસ "

"શું સરસ ? ખબર છે ને એ બને કેટલો લવ કરે છે એ "

"નો આઈડિયા. કરતા હોય તો બ્રેક અપ સુધી વાત ના પોહચી હોત " નિયા બોલી.

"તને તો કોઈ દિવસ કંઇ સમજ જ નઈ પડતી. કેહવુ જ બેકાર છે "માનિક ફરી એક વાર ગુસ્સા😡 થી વાત કરતો હતો.

"હા તો નઈ કહેવા નું મને " નિયા એક દમ શાંતિ થી બોલી.

"હા એટલે પછી એમ કહે મને તો કંઇ ખબર જ નઈ હતી. હું તો પિકચર ની બહાર જ છું. આમ હોય એમ ને સુરત વાળા ની દોસ્તી "

"સુરત વાળા નું નામ નઈ લેવાનું " નિયા બોલી.

"હા. એમ પણ તમને ક્યાં કંઇ હોય છે કોઈ ની કંઇ પડી જ નઈ હોતી ને "

"એવું તને લાગતું હસે " નિયા બોલી.

"મિશા સાથે વાત થઈ પણ એને આદિ ને કેહવાની નાં પાડી છે તો શું કરું હું આદિ ને કહું કે નઈ ?"

"તારી મરજી કેહવુ હોય તો કંઇ દેવાનું "

"એમ નઈ પછી આદિ ને કેવું લાગે. "

"એ પેલા તારે વિચારવું જોઈએ. મિશા ખાલી તને જ કેમ મેસેજ કરે છે " નિયા બોલી.

"બાય મારે તારી સાથે વાત જ નથી કરવી " માનિક એ ગુસ્સા માં બોલી ફોન મૂકી દીધો.



થોડી વાર પછી નિયા અને પર્સિસ મૂવી જોતા હતા ત્યારે રિયા નો ફોન આવ્યો.

"હાઈ નિયા " રિયા બોલી.

"હાઈ કેમ છે?" નિયા એ કહ્યું.

"નિયા હું અને રિયા બંને નારાઝ છે તારા થી. " રિયાન બોલ્યો.

"તું કેમનો ?" નિયા એ પૂછ્યું.

"ભાઈ અને હું જોડે જ છે અને ફોન સ્પીકર પર છે. અને તારા થી બોવ નારાઝ છે અમે બંને " રિયા એ કહ્યું.

"કેમ મે શું કર્યું ?" નિયા એ પૂછ્યું.

"એ તો તને ખબર હવે અમે કહીએ એ શાંતિ થી સાંભળ પછી જે કેવું હોય એ કેજે " રિયા બોલી.

"ઓકે " નિયા થોડા ઘીમાં આવજે બોલી.

"નિયા આપડે 9 યા 10 વષૅ થી ફ્રેન્ડ છે રાઇટ ?" રિયાન એ પૂછ્યું.

"હા એમાં કોઈ જ શક નથી " નિયા😎 બોલી.

"તો નિયા તું જ કહે હવે કે અમને તારો પિક સ્ટેટ્સ પર મૂકી શકીએ કે નહિ?" રિયા એ પૂછ્યું.

"મૂકી જ સકો ને " નિયા એ કહ્યું.

"જો નિયા આપડા 3 ને ગોળ ગોળ વાત કરવાની નઈ ગમતી એટલે જે છે એ જ વાત કરું. " રિયાન બોલ્યો.

"હા" નિયા એ કહ્યું.


"નિયા તારો ક્લાસમેટ કે ફ્રેન્ડ જે હોય એ. એનું નામ હા
માનિક એના અમુક વાર મેસેજ આવે છે ઈન્સ્ટાગ્રામ પર. મારા પર અને રિયા પર પણ. નોર્મલ છે અત્યારે કે ફ્રેન્ડ નાં ફ્રેન્ડ મેસેજ કરી શકે. પણ એને મને કાલે એવું કીધું કે હું નિયા ને બધા કરતા વધારે ઓળખું છું. એને કંઇ પણ થાય તો મને નઈ ગમતું. નિયા એટલે અમે તને ઓળખાતા જ નથી એવું ને ?" રિયાન બોલ્યો.

"નાં એવું કંઇ નથી. અને એ મને ઓળખતો પણ નથી બરાબર " નિયા એ કહ્યું.

"તો નિયા આવું કેમ બોલે છે. મારો નંબર માંગ્યો હતો અને મે નાં પાડી એને અને એવું કીધું નિયા આપે તો લઈ લેજે તો એવું કહે છે એ તો નઈ જ આપે " રિયાન બોલ્યો.

"હા તો શું કરવા આપું" નિયા બોલી.

" નિયા બધું ઠીક છે એ તારો ફ્રેન્ડ છે એટલે હું કંઇ નઈ બોલતો પણ હું જ્યારે આપડા બે નો પિક સ્ટેટ્સ પર મૂકું છું ત્યારે એ એવું જ કહે છે એટલી બધી યાદ આવતી હોય તો મળવા આવવાનું. નિયા આપડી દોસ્તી આવી જ છે ? મળવા આવે તો જ રહે ?" રિયાન બોલ્યો.

નિયા ને બોવ ગુસ્સો આવતો હતો હવે પછી એ બોલી," રિયા અને રિયાન તમે બંને ઓળખો છો ને મને તો કોઈ 3rd નાં બોલવા થી કેમ આવા સવાલ કરો છો? તમને દોસ્તી પર વિશ્વાસ નથી. " નિયા બોલી.

"નિયા તને ખબર જ છે તું શું છે અમારા માટે અને અમારા ફેમિલી માટે પણ. એટલે કોઈ બીજુ આપડી દોસ્તી પર બોલશે તો કંઇ બોલશે તો એના થી ફરક નઈ પડવા નો " રિયાન એ કહ્યું.

"નિયા એ છોકરો ભાઈ ને એવું કહે છે કે... " આગળ બોલતા રિયા અટકી ગઈ.

"આગળ બોલ રિયા " નિયા એ કહ્યું.

"રિયાન તું જ બોલી દે મારા થી તો નઈ બોલાય " રિયા એ કહ્યું.

"નિયા તે એને કોઈ કાર્ડ આપેલું હતું ને એ કાર્ડ એણે એની કોઈ ફ્રેન્ડ છે એ લઈ ગઈ છે. અને એને મને એવું પૂછ્યું નિયા ને ખબર તો નઈ પડે ને ?" રિયાન બોલ્યો.

"વૉટ" નિયા કંઇ વધારે જ ગુસ્સા માં બોલી.

"નિયા કેમ આટલું ગુસ્સા માં બોલી?" રિયા એ પૂછ્યું.

"મને એ કાર્ડ નાં ફોટો જોઈતા હતા એટલે મે માંગ્યા હતા ત્યારે એને મને એવું કીધું કે મારી મમ્મી થી કંઇ ક મુકાય ગયું છે મળતું નથી મને. " નિયા એ કીધું.

"વૉટ ?" રિયાન બોલ્યો.

"કોને આપ્યું હસે એનું નામ પણ કીધું હસે ને " નિયા એ પૂછ્યું.

"હા વિધિ પેલી એને ગમે છે એવું કંઇ છે ને એને " રિયાન એ કહ્યું.

"હવે ગયો એ " નિયા કંઇ વધારે ગુસ્સા માં આવી ગઈ.

"નિયા પ્લીઝ ગુસ્સો નાં કર. અને શાંતિ થી કહેજે એને કેહવુ હોય તો. પણ એક વાર એને સમજાવવાનો ટ્રાય કરજે " રિયા બોલી.

"કેટલું જૂથ બોલશે હજી એ " નિયા બોલી.

"મતલબ? " કંઇ સમજ નાં પાડતા રિયા એ પૂછ્યું.

પછી નિયા એ પેહલા થી લઇ ને અત્યાર સુધી ની જેટલી વાર વાત થઈ હતી. માનિક જે ગુસ્સે થઈ ને બોલ્યો હતો અને જે જૂથ નિયા ને લાગતા હતા એ બધા કહી દીધા.

"Omg આવા પણ લોકો હોય મને તો આજે ખબર પડી?" રિયાન બોલ્યો.

"હા હોય જ છે આવા લોકો પણ. નિયા શું ચાલે છે માઈન્ડ માં " રિયા એ પૂછ્યું.

"પ્લાન. સચ્ચાઈ બહાર કાઢવાનો " નિયા બોલી.

"નિયા પ્લીઝ કંઇ ઊંધું ચત્તું નાં કરતી તું ત્યાં "રિયાન અને રિયા થોડી ચિંતા થતી હોય એ રીતે બોલ્યા.

"ડોન્ટ વરી યાર. સુરત નું પાણી છે એમ થોડી નાં કંઇ થવાનું છે. " નિયા બોલી.

"સુરતી શેર. ચાલ સૂઈ જા હવે અને અમારી કંઇ હેલ્પ જોઈતી હોય તો કહેજે. " રિયા બોલી.

"હા જરૂર "

થોડી વાર માં નિયા ફોન મૂકી ને સૂઈ ગઈ.



થોડા દિવસ પછી,


ફેબ્રુઆરી મહિનો પૂરો થવા માં હવે દસેક દિવસ ની વાર હતી. બ્રેક પછી નિયા લોકો લેબ માં હતા.

નિયા અને પર્સિસ બંને મેમ એ practical આપ્યા હતા એ કરતા હતા.

આ બાજુ,

આદિત્ય, મનન, તેજસ અને માનિક એક લેબ માં હતા એટલે એ લોકો practical કરવા કરતાં વાતો વધારે કરતા હતા. ત્યાં સર એ કીધું,
"આજે તમારા 5th સેમેસ્ટર નું રીઝલ્ટ આવી જસે. "
બધા થોડા ટેન્શન માં આવી ગયા.

આ બાજુ,
નિયા અને પર્સિસ શાંતિ થી એમની વાત કરતા કરતા practical કરતા હતા.

ત્યાં કોઈ ક્લાસ નાં બોય એ આવી ને કીધું રિઝલ્ટ આવી ગયું.

બધા રિઝલ્ટ જોવા માટે રિઝલ્ટ ની સાઇટ ઓપન કરી ને બેઠા. પણ ઓપન નઈ થતું હતું. અને લેબ માં મોબાઈલ વપરાય નઈ એટલે નિયા અને પર્સિસ મેમ ની પરમિશન લઈ ને બહાર ગયા પણ રિઝલ્ટ ઓપન નાં થયું.

ત્યાં થોડી વાર માં લેબ પૂરી થઈ. નિયા જેવી બહાર ગઈ ત્યારે આદિ બોલ્યો, "પાર્ટી ક્યાં આપે છે ?"

"શેની " નિયા બોલી.

"રિઝલ્ટ ની. 8.45 spi આવ્યા છે " આદિ બોલ્યો.

નિયા યકીન જ નઈ થતો હતો એટલે એને રિઝલ્ટ જોવા માગ્યું પણ સ્ક્રીન શોટ તો કોઈ એ લીધો નઈ હતો. ત્યાં જ મનન બોલ્યો,

"ચાલો લેક્ચર બંક આજ નો. નિયા પાર્ટી આપવાની છે. 8.45 ની "

"તું પેલા રિઝલ્ટ બતાય ને " નિયા એ કહ્યું.

નિયા રિઝલ્ટ જોઈ ને બોવ ખુશ થઈ ગઈ અને એને પેલા ઘરે ફોન કર્યો. અને મમ્મી પપ્પા ને કીધું.

આ ટાઈમ બધા નાં રિઝલ્ટ મસ્ત આવ્યા હતા. મનન નું 8.4, આદિ નું 8 અને માનિક નું 7.9

બધા આજે બોવ ખુશ હતા લેક્ચર પત્યા પછી નિયા ઘરે આવી. પર્સિસ નું રીઝલ્ટ પણ 8.6 હતું એટલે એ પણ બોવ ખુશ હતી. અને સાંજે રિઝલ્ટ ની ખુશી માં નિયા અને પર્સિસ બહાર જમવા ગયા હતા.

રાતે 9 વાગે,

નિયા એ ઘરે ફોન કર્યો. એના પપ્પા બોવ ખુશ હતા પણ નિયા નાં મમ્મી એ એવું કીધું, "થોડા વધારે આવ્યા હોત તો સારું "

આ ટાઈમ નિયા ને આંખ માં પાણી આવી ગયું. એ ગમે તેટલી મેહનત કરે એના મમ્મી એના રિઝલ્ટ માટે ખુશ નઈ હતા.

નિયા ગેલેરી માં બેઠી હતી ત્યારે આદિ નો ફોન આવ્યો,
"Assignment લખાઇ ગયું હોય તો મોકલ ને " આદિ એ કહ્યું.

"નઈ લખ્યું લખાઇ એટલે મોકલીશ. " નિયા સાવ ધીમા અવાજે બોલતી હતી.

"શું થયું છે ?" આદિ એ પૂછ્યું

"કોને ?"

"તને. રડી હોય એવું લાગે છે "

"તને કેમની ખબર?" નિયા આંસુ લૂછતાં બોલી.

"એ તો ખબર પડી જાય. ચાલ બોલ શું થયું એ " આદિ એ પૂછ્યું.

"યાર મમ્મી ને ગમે એટલું સારું રિઝલ્ટ આવે પણ એ ખુશ નથી. શું કરવું એ સમજ માં નઈ આવતું. " નિયા બોલી.

"બધું ઠીક થઈ જશે. બોવ ટેન્શન નહિ લેવાનું "

બંને એ થોડી વાર વાત કરી પછી નિયા સૂઈ ગઈ.


થોડા દિવસ પછી,


નિયા બાલ્કની માં થી હજી હમણાંજ અંદર આવી હતી. પછી એણે આદિત્ય ને મેસેજ કર્યો.
"હેય "

"હેય 😊" આદિ નો મેસેજ આવ્યો.

"આ સ્માઈલ ખોટી છે ને ?" નિયા એ પૂછ્યું.

"નાં હવે સાચી જ છે જો 😊"

"મને નઈ લાગતું. આપડી દોસ્તી નાં સમ ખાઈ ને બોલ તો સાચી છે ને એ ?" નિયા એ કહ્યું.

"યાર આ નઈ "

"સાચી છે તો બોલી દેને "

"નાં "

"કેમ શું થયું?" નિયા એ પૂછ્યું.

"યાર કેમનું કહું તને એ ખબર નઈ પડતી " આદિ એ કહ્યું.

"બોલી ને કહી દે યા તો મેસેજ માં "

"મેસેજ માં નઈ કેહવાય "

"તો ફોન પર કહી દેજે " નિયા એ કહ્યું.

" ઓકે રાતે કરું જમી ને "

"સારું keep smile 😊 રીયલ વાળી 😉"





આદિ કેમ સેડ છે ?

આદિત્ય ની રીયલ સ્માઈલ ક્યાં ખોવાઈ ગઈ છે?

માનિક જૂથ બોલે છે એ નિયા ને ખબર પડશે કે નઈ ?