થોડા દિવસ પછી,
નિયા નું આખું ગ્રૂપ અને નક્ષ અને ભૌમિક canteen માં બેસેલા હતા.
"શું વિચાર્યું છે આ ટાઈમ એ ?" તેજસ બોલ્યો.
"કંઇ આઈડિયા નઈ આવતો " નક્ષ બોલ્યો.
"એમાં શું આટલું વિચારો છો? યૂ ટ્યૂબ પર આટલા બધા તો છે કોઈ કરી લેવાનો " માનિક એ એના ઉચ્ચ વિચારો રજૂ કર્યા.
"ખબર ના પડતી હોય તો શાંતિ થી બેસ ને " ચૂપ બેસેલો મનન બોલ્યો.
"નિયા ને પૂછો. એની પાસે આઈડિયા હસે કઈક " નિશાંત બોલ્યો.
"હા નિયા શું વિચાર છે તારો ?" તેજસ એ પૂછ્યું. પણ આપડા નિયા મેડમ તો ફોન કઈ વાંચવા માં વ્યસ્ત હતા એટલે એને તો કંઇ ખબર જ નઈ હતી.
માનિક નાં મગજ માં શું આવ્યું તો એને નિયા ને ફોન કર્યો નિયા સામે જ બેસેલી હતી તો પણ.
"શું છે તારે ? 😡" નિયા એ માનિક ને પૂછ્યું.
"કંઇ નઈ અહીંયા વાત કરતા હતા અને તું ફોન માં હતી એટલે ફોન કર્યો "
"તને બધા ને હેરાન કર્યા સિવાય કંઇ નઈ આવડતું ને?" નિયા બોલી.
"એ તમે પછી વાત કરી લેજો. પેલા ટોપિક પર આવ " નક્ષ બોલ્યો.
"કંઇ વિચાર્યું છે ડાન્સ નું " આદિત્ય બોલ્યો.
"નાં પણ કંઇ નવું થઈ જસે જો લાસ્ટ ટાઈમ જેટલાં હોય તો " નિયા બોલી.
"મને ખબર જ હતી કઈ વિચાર્યું હસે તે " માનિક ને પેલે થી ખબર હોય ને એ રીતે બોલ્યો.
"તને બધી ખબર જ હોય ને " નિશાંત બોલ્યો
" માનિક મહેરબાની થશે જો હવે તું વચ્ચે વચ્ચે નાં બોલે તો " નિયા બોલી.
"હું ક્યાં બોલું છું " માનિક બોલ્યો.
"બંધ કર ને બોલવાનું તારું " મનન બોલ્યો.
"કોઈ થીમ પર ડાન્સ કરીએ. મતલબ કે કોઈ એક સ્ટોરી " નિયા બોલી.
"સ્ટોરી ક્યાં થી લાવીશું " નિશાંત બોલ્યો.
"Relationship પર કરીએ તો " નિયા બોલી.
પછી બધા એ પ્લાન એટલે કે સ્ટોરી ની ચર્ચા કરી પછી ઘરે જતા હતા.
નિયા ને મનન મૂકવા આવવાનો હતો.
બસ હવે તો એ લોકો ની પ્રેક્ટિસ પણ મસ્ત ચાલતી હતી. આ ટાઈમ ની પ્રેક્ટિસ વખતે એ લોકો એ બોવ મસ્તી કરી હતી અને આ ટાઈમ મનન પણ સાથે હતો મસ્તી માં.
નિયા ખુશ તો હતી પણ કોઈ એવી વાત હતી જે એ કોઈ ને કહી નઈ સકતી હતી.
Annual ફંકશન ને હવે થોડા દિવસ જ બાકી હતા. નિયા આજે પ્રેક્ટિસ કરી ને જલ્દી ઘરે આવી ગઈ હતી. અને ઈશા સાથે બહાર ગઈ હતી કેમકે પૂજા દીદી નો કાલે બર્થડે હતો એટલે કેક પણ લાવવાની હતી.
ઈશા અને નિયા આજે બોવ દિવસ પછી જોડે બહાર ગયા હતા થોડું ફર્યા પછી પાણીપુરી ખાધી અને પછી કેક લેવા ગયા. એ બંને ને ઓઢણી બાંધેલી હતી એટલે કોઈ એમને ઓળખી જ નાં શકે.
કેક શોપ માં કેક પેક કરાવતા હતા ત્યારે નિયા ને માનિક નો ફોન આવ્યો,
"હું કાકી સાથે શાક લેવા આવ્યો છું. બોવ કાંટાળો આવતો હતો એટલે તને ફોન કર્યો. "
"ઓકે હું બહાર છું " એમ કહી ને નિયા એ ફોન મૂકી દીધો.
પછી એ લોકો કેક શોપ નો બહાર આવ્યા ત્યાં ઈશા ને એની કોઈ કલાસમેટ મળી એટલે એની સાથે એ વાત કરતી હતી અને નિયા આજુ બાજુ જોતી હતી.
ત્યાં એને એક માનિક જેવો છોકરો દેખાયો. પેલા નિયા ને એવું લાગ્યું એ નઈ હોય શકે પણ પછી ધ્યાન થી જોયુ તો એજ હતો.
નિયા એ એને ફોન કર્યો, "ક્યાં છે તું?"
"કાકી જોડે છું શાક લેવા આવ્યો છું "
ઓકે કહી ને નિયા એ ફોન મૂકી દીધો. પણ નિયા ને હવે એવું લાગતું હતું કે માનિક જૂથ બોલે છે. પછી એણે એ વિચાર વાનું છોડી ને બીજે ધ્યાન આપ્યું.
રાતે,
પૂજા દીદી નો બર્થ સેલિબ્રેશન કર્યું. ફોટો પડ્યા, મસ્તી કરી કેક ખાધી. પછી નિયા આવી ને સૂઈ ગઈ.
બીજે દિવસેનિયા અને બીજા બધા ડાન્સ ની પ્રેક્ટિસ કરી ને હજી જસ્ટ બેઠા હતા ત્યાં માનિક આવ્યો,
"આમ કેમ બેઠા છો પ્રેક્ટિસ કરો ચાલો " પછી આવી ને ડાયરેક્ટ નિયા ની બોટલ લઈ ને પાણી પી લીધું.
"હજી હમણાંજ પતી પ્રેક્ટિસ " તેજસ બોલ્યો.
"ઘરે થી પાણી લઈ ને આવવાનું " નિયા બોલી.
"કેમ તું લઈ ને તો આવે જ છે ને " માનિક મસ્તી માં બોલ્યો.
"સારો જોક માર્યો તે " નક્ષ બોલ્યો.
થોડી વાર પછી એ લોકો એ પછી પ્રેક્ટિસ ચાલુ કરી.
થોડા દિવસ પછી,Annual ફંકશન પતી ગયું હતું. દર વખતે કરતા આ ટાઈમ એલોકો નો ડાન્સ મસ્ત હતો. હવે day's સેલિબ્રેશન ચાલુ થઈ ગયું હતું. નિશાંત અને તેજસ કલ્ચરલ કમિટી માં હતા એટલે એ લોકો એના કામ માં હતા. આદિત્ય અમુક વાર મિશા ને મળવા જતો એટલે એ પણ અમુક વાર નાં હોય. આ ટાઈમ નિયા, મનન અને માનિક જોડે જ રેતા.
એક પછી એક day's પતવા લાગ્યા હતા. બધા એ બોવ એન્જોય કર્યું હતું.
આજે લાસ્ટ સિગ્નેચર day હતો. અને આજે નિયા ને 🏅 મેડલ પણ મળવાનું હતું. એનો ક્રાફટ માં 1સ્ત નંબર આવ્યો હતો એનું.
એ લોકો બધા બેઠા હતા પણ આજે ગર્લ્સ અને બોય બંને ને અલગ બેસાડ્યા હતા. નિયા શિવાની અને કેયા સાથે બેસેલી હતી. શિવાની નિયા નાં ફોન માં પિક પાડતી હતી. ત્યાં મનન નિયા ને બોલાવવા આવ્યો.
"નિયા ચાલ ભૌમિક બોલાવે છે તને ઉપર "
"કેમ ?"
"ચાલ ને " મનન બોલ્યો.
શિવાની ફોન તારી પાસે જ રાખજે પિક પડાઈ જાય પછી. એટલું કહી નિયા ઉપર ગઈ મનન સાથે.
રૂમ નંબર 204આ એ લોકો ની કોલેજ ની એક લેબ હતી. અંદર ગઈ ત્યાં જ ભૌમિક બોલ્યો,
"નિયા ચાલ આમાં બધી તારી detail's ફિલ કરી છે એ એક વાર જોઈ ને સબમિટ કરી દે " ભૌમિક બોલ્યો.
"કેમ ?" નિયા એ પૂછ્યું.
"માર્ચ માં રાજકોટ હેકાથોન છે એમાં જવાનું છે આપડે એટલે તું નક્ષ અને ભૌમિક સાથે છે એમની ટીમ માં " દીપ સર બોલ્યા.
"પણ મને કંઇ નઈ આવડતું " નિયા બોલી.
"તું સબમિટ કર ને " નક્ષ બોલ્યો.
ત્યાં પર્સિસ આવી, " નિયા તારો ફોન " ફોન આપતા બોલી.
માનિક ને ફોન કરજે 10 મિસ કોલ છે એના. હજી નિયા કઈ વિચારે ત્યાં જ માનિક નો ફોન આવ્યો.
"ક્યાં છે તું? આમ કહ્યા વગર જવાનું? ફોન શિવાની ને આપી ને કેમ ગયેલી? ક્યાં છે તું ?"
"આવું હમણાં " નિયા કહી ને ફોન મૂકી દીધો. પણ જે સવાલો નું યુદ્ધ એના મગજ માં શાંત થયું હતું એ પાછું ચાલુ થયું.
નિયા અંદર એકદમ શાંતિ થી બેસેલી હતી.
"શું થયું ?" મનન એ પૂછ્યું.
"કંઇ નઈ "
"તો ફોન પર વાત કરી ને આવ્યા પછી આમ સ્માઈલ કેમ ગાયબ થઈ ગઈ ?" મનન એ પૂછ્યું.
"નાં એવું કંઇ નથી " નિયા ફેક સ્માઈલ લાવતા બોલી.
થોડી વાર પછી,પર્સિસ નો ફોન આવ્યો, "નિયા જલ્દી નીચે આવ. તને ભૂમિ મેમ બોલાવે છે. તારું મેડલ લેવા. જલ્દી આવ "
નિયા ફટાફટ નીચે આવી, ત્યાં જ એને આદિત્ય અને માનિક મળ્યા. નિયા હજી કંઇ બોલે એ પેલા જ,
"ક્યાં ગઈ હતી ? ફોન પણ નઈ ઉપાડવાનો નઈ તારે. કોઈ ને કહ્યા વગર જવાનું. " બોવ બધું બોલ્યો માનિક પાછો આજે.
"હેકાથોન નું ફોર્મ ભરવાનું હતું એટલે ગઈ હતી. " નિયા બોલી.
"જોયું આદિ આપડા ને કીધું પણ નઈ કંઇ. અને મનન ને મે પૂછ્યું ત્યારે એને એવું કીધું બધું આવડે તો જ ફોર્મ ભરાય. તને ક્યાં બધું આવડે છે " માનિક ફરી એક વાર નિયા પર ગુસ્સો ઉતરતો હતો અને આ ટાઈમ તો આદિત્ય પણ સાથે હતો.
"ઓકે" કહી ને નિયા ભૂમિ મેમ પાસે ગઈ.
"ક્યાં હતી તું ? હમણાં નંબર આવશે તારો ?" ભૂમિ મેમ બોલ્યા.
"આવી ગઈ. હેકાથોન નું ફોર્મ ભરવા ગયેલી. " નિયા બોલી.
થોડી વારમાં માં નિયા નું બોલ્યા સ્ટેજ પર થી એટલે નિયા સ્ટેજ પર ગઈ.
ભૂમિ મેમ બોવ ખુશ હતા નિયા ને 🏅 મેડલ આપતા હતા ત્યારે. નિયા એ આદિત્ય અને માનિક જ્યાં ઉભા હતા ત્યાં જોયું તો ખાલી આદિત્ય જ હતો.
નિયા 🏅 મેડલ લઈ ને નીચે આવી. ભૂમિ મેમ સાથે થોડી વાત કરી પછી આદિત્ય પાસે ગઈ.
"Congratulations 🎉 babe " આદિત્ય બોલ્યો.
"Thank you dude" નિયા એ કહ્યું.
" માનિક ઉપર ગયો છે ફોર્મ ભરાવવા. આવશે તમારી સાથે ત્યાં પણ 😉" આદિત્ય મસ્તી કરતા બોલ્યો.
"શું મસ્તી કરે છે યાર તું. જોયું ને આજે એ બોલ્યો એ. ત્રીજી વખત આવું બોલ્યો છે. અને પ્રોમિસ આપે છે આવું કોઈ દિવસ નઈ બોલે " નિયા બોલી.
ત્યાં મનન આવ્યો. એટલે આદિ એ પૂછ્યું "ક્યાં છે પેલો ?"
"મને શું ખબર "
"ઉપર નઈ હતો " આદિ એ પૂછ્યું.
"આવેલો ફોર્મ ભરી ને જતો રહ્યો ક્યારે નો " મનન એ કીધું એટલે આદિ એ ફોન કર્યો માનિકને.
"ક્યાં છે તું ?"
ત્યાં માનિક સામે દેખાયો.
"હું જાવ છું મારે નઈ સેલિબ્રેશન કરવું " માનિક બોલ્યો.
"આવ ને હવે શું નાટક છે તારા " કહી ને આદિ એ ફોન મૂક્યો.
"નિયા એ નઈ આવતો" આદિ એ કહ્યું.
"આવવું હોય તો આવે નઈ તો કંઇ નઈ. હું કઈ નઈ કેવા " નિયા બોલી અને ત્યાં એમના કેમ્પસ માં પાળી હતી ત્યાં જઈ ને બેસી ગઈ અને મનન પણ ત્યાં જ બેસેલો હતો.
થોડી વારમાં તો આદિત્ય પણ આવી ને ત્યાં બેસી ગયો. આદિત્ય, મનન અને નિયા વાત કરતા હતા ત્યારે માનિક આવ્યો, "હવે તો મને યાદ પણ નઈ કરો "
થોડી વાર પછી,
થોડી મસ્તી કરી, અને ફોટો પણ પડ્યા પછી એ બધા એટલે કે આદિ, મનન , માનિક , તેજસ , નિશાંત અને નિયા એ લોકો બન સમોસા ખાવા ગયા.
નિયા ઘરે આવી ને સૂઈ ગઈ. રાતે એ જ્યારે ડાયરી લખતી હતી ત્યારે એની આંખ માં પાણી આવી ગયા હતા.
આ સાથે એ લોકો નું day's સેલિબ્રેશન પતી ગયું હવે એ લોકો નાં સોમવાર થી લેક્ચર ચાલુ થવાના હતા.
માનિક કેમ ગુસ્સે થયો હતો ?
માનિક જૂથ બોલતો હસે ?