માનિક એ પછી પ્રોમિસ આપી કે હવે કોઈ દિવસ વાત નઈ કરું. અને તમારા થી કંઇ છુપાવીશ નહિ.
નિયા અને આદિત્ય ને ગુસ્સો તો આવતો હતો પણ શું કરે એ લોકો પણ. માનિક ને ફ્રેન્ડ માનતા હતા ને.
પછી તો માનિક નાની નાની વાત પણ નિયા અને આદિત્ય સાથે કરતો.
હવે વાઈવા નો આજે છેલ્લો દિવસ હતો વાઈ વા પત્યા પછી એ ત્રણ આઈસ્ક્રીમ ખાવા જવાના હતા. પણ એ દિવસે દરરોજ કરતા મોડા વાઇવા પત્યા . પછી એ લોકો ગયા.
છેલ્લા કેટલા મહિના થી બધા જોડે હતા. અને રજા હોય ત્યારે ફોન પર વાત થઈ જતી. પણ હવે તો કેટલા દિવસ સુધી મળવાના નઈ હતા.
નિયા સાંજે સુરત ગઈ. એ દિવસ થાકી ગયેલી એટલે એ જઈ ને સાંજે સૂઈ ગઈ. અને બીજે દિવસે દિવાળી નાં લીધે એ ઘર સાફ કરવામાં લાગી હતી. એટલે ફોન વાપરવાનો ટાઈમ જ નાં મળ્યો.
સાંજે 4 વાગ્યા હસે. હજી નિયા બધું કામ પતાવી ને ફેશ થઈ ને દાદી સાથે બેસેલી હતી ત્યાં તો માનિક નો ફોન આવ્યો,
"સુરત ગયા પછી ભૂલી ગયા અમને તો"
"નાં એવું કંઇ નથી" નિયા બોલી.
"તો એક મેસેજ પણ નહિ ફોન નું તો વિચારવા નું નહિ. "
"કામ માં હતી યાર" નિયા બોલી.
"હા સારું મઝાક કરતો હતો. રિયાન સાથે વાત કરી."
"નાં "
"તો કરી લેને શું પ્રોબ્લેમ છે. "
"જો તું મારો ફ્રેન્ડ છે એટલે કંઇ નઈ કેહતી પણ મારી લાઈફ છે તો શું કરવું અને નાં કરવું એ મને ખબર છે. તો સારું થશે કે તું આમ નાં કેહ કંઇ."
"હા તારી લાઈફ છે પણ હું તો ખાલી કહેતો હતો."
"ઓકે બાય " આટલુું કહી ને નિયા એ ફોન મૂકી દીધો.
નિયા એના મમ્મી ને રાત નું જમવાનું બનાવવા માં હેલ્પ કરતી હતી. બંને જોડે એટલી બધી વાત હતી કે જમવાનું બની ગયું પણ વાત નાં પતી.
જમી ને કામ પતાવી ને નિયા નાં મમ્મી પપ્પા દિવાળી ની ખરીદી માટે બહાર ગયા. નિયા નાં દાદી ગેલેરી માં બેઠા હતા. નિયા ટીવી જોતી હતી ત્યારે કોઈ એ બેલ માર્યો. ટ્રીન ટ્રીન...
"હાઈ નિયા " રિયાન બોલ્યો.
નિયા રિયાન ને જોઈ ને ખુશ તો થઈ ગઈ પણ કંઇ બોલી નઈ.
"નિયા સોરી યાર. તને ખબર છે હું કેવો છું એ. ઓય ચશ્મીસ 😎 બોલ ને યાર " રિયાન નિયા ને 5 સ્ટાર 🌟 આપતા બોલ્યો.
"મે ક્યારે કીધું કે હું તારા સાથે નઈ બોલતી." 🤨 નિયા બોલી.
"એટલે તું ગુસ્સે નથી મારા થી. નારાજ નથી ને મારાથી" રિયાન એક સાથે બોલી ગયો.
"મને ખબર હતી તું જાણી જોઈ ને નઈ બોલ્યો હતો "
"ઓહ સારું તો ચાલ એ વાત પર ચોકલેટ ખાઈએ."
"ચોકલેટ તો લઈ આવ" નિયા બોલી.
"હમણાં આપી તને " રિયાન બોલ્યો.
"ઓ હેલ્લો એ તો સોરી માટે આપી હતી " નિયા બોલી પછી એ બંને ની પેલા જેવી ફાઇટ ચાલુ થઈ એનો અવાજ સાંભળી ને દાદી આવ્યા.
"અરે તમારા બંને નું ઝઘડવા નું ક્યારે પટ્સે. અને નિયા ચોકલેટ છે તો આપ ને ક્યાં બિચારા છોકરા ને રડાવે છે." દાદી બોલ્યા.
એટલે રિયાન દાદી પાસે જતો રહ્યો અને કીધું, "હા એજ ને. દાદી આને હવે સાસરે મોકલવાની થશે ત્યારે શું થશે."
"તને બોવ ઉતાવળ છે મને સાસરે મોકલવાની" નિયા એ રિયાન બાજુ ચોકલેટ નાખી અને અંદર જતી રહી.
"દાદી કેટલા દિવસે આજે હસતા જોઈ આ ને " રિયાન દાદી ને કહેતો હતો.
"એ દરરોજ આમ જ હસતી હોય છે તે કેટલા દિવસ પછી જોઈ એમ બોલ" દાદી બોલ્યા.
"હા "
"નિયા તારી મેગી યાદ આવે છે ચાલ ને બનાવ ને અત્યારે" રિયાન બોલ્યો.
"ટાઈમ જો 10 વાગ્યા અત્યારે મેગી કેમની બનાવવું. અને મેગી પણ નથી ઘરે. "
"ઓહ તો ચાલ આપડે લઈ આવીએ અને રિયા ને પણ લઈ આવીએ. "
"આજે જ મેગી ખાવી છે તારે ?" નિયા એ પૂછ્યું.
"હા અને હમણાંજ. મે મેગી તો બોવ ખાધી પણ તારા હાથ ની મેગી એટલે આંગળી ચાટતા રહી જવાય. "
"બસ રિયાન બટર ઓછું લગાવ. રિયા ને ફોન કર નીચે આવી ને ઉભી રે. " નિયા એ કીધું.
થોડી વાર પછી
"કમીની આવી ને એક ફોન પણ નઈ થતો તારા થી. " રિયા નિયા ને જોતા જ બોલી.
"બોલી લેવ બેવ જના પછી આપડે કાલે સવારે શાંતિ થી મેગી ખાઈશું. " નિયા કમર પર હાથ મૂકી ને બંને ને કેહતી હતી. 🤭
"નાં રિયા ચાલ ને તું શોપ બંધ થઈ જશે તો મેગી વગર રહીશું." રિયાન બોલ્યો.
"ઓહ હા"
"નિયા આમ ટ્રિપલ માં એક્ટિવા પર રાતે ફરવાની મઝા જ કંઇ અલગ છે. તું નાં હોવ ત્યારે અમે બે માંડ કોક વાર આમ રાતે બહાર નીકળી એ. " રિયા બોલી.
"હા નિયા એતો છે રાતે ફરવાની મઝા તારા વગર અધુરી છે. " રિયાન બોલ્યો.
"આમ ગાડી ચલાવવામાં ધ્યાન આપ ને. "
મેગી અને બીજું બધું લઈ ને ઘરે આવ્યા એ લોકો. નિયા અને રિયા રસોડાં માં હતા અને રિયાન આગળ ટીવી જોતો હતો.
"નિયા હોય ત્યારે જ તને આવવાનું મન થાય નઈ. બાકી તો અંકલ આંટી ને મળવાનું તો યાદ જ નાં આવે " નિયા નાં મમ્મી બોલ્યા.
"નાં આંટી એવું નથી. " રિયા અને રિયાન બંને સાથે બોલ્યા.
થોડી વાર પછી
"વાહ નિયા તારી મેગી તો મસ્ત છે એક દમ મસ્ત તારા જેવી" રિયાન બોલ્યો.
"હા ભાઈ નિયા જેવી જ છે સ્પાઈશી 😉" રિયા બોલી.
"બંને ખાઈ લો ને શાંતિ થી પેલા " નિયા એ કહ્યું.
બોવ ખુશ હતા એ લોકો બોવ ટાઈમ પછી આવી રીતે શાંતિ થી બેસી ને વાતો કરતા હતા. રિયા પણ ખુશ હતી રિયાન અને નિયા ને સાથે જોઈ ને.
આમ નિયા ની દિવાળી પણ મસ્ત જાય છે. દાદી, મમ્મી અને પપ્પા સાથે કેટલા દિવસ પછી મળી હતી નિયા એટલે એની વાત તો ઓછી થતી નઈ હતી.
નિયા પણ ખુશ હતી એનો ફાઇટ કરવા વાલો પાર્ટનર એને પાછો મળી ગયો હતો એ બીજું કોઈ નઈ પણ રિયાન જ હતો. નિયા અને રિયાન અમુક વાર એટલું ઝગડતા કે સામે વાલા ને લાગે હવે આ લોકો કોઈ દિવસ પાછા નઈ બોલે પણ એ લોકો ને તો થોડી વાર પછી એવું પણ નઈ યાદ હોય ઝગડો કેમ કાર્યો છે.
નિયા ની gtu ની એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી એટલે એ પછી આણંદ આવી ગયેલી.
એક્ઝામ પેલા એક external વાઇવા હતા. અને એના 2 દિવસ પછી એક્ઝામ હતી એટલે કે એનું પેલું પેપર.
આજે વાઇવા હતા. નિયા અને પર્સિસ વાઇ વા આપવા ગયા. પણ બે દિવસ પછી એક્ઝામ હતી અને એ લોકો ને વાંચવાનું પણ અમુક બાકી હતું એટલે એ લોકો પતે એટલે તરત પાછા આવી જવાના હતા.
પર્સિસ નાં વાઈવા તો જલ્દી પતી ગયા હતા પણ નિયા નાં પતે એની રાહ જોતી હતી. નિયા વાઈવા આપી ને આવી એટલે એ આદિ અને માનિક લોકો ને બાય કહી ને એના પીજી પર આવી ગઈ.
થોડી વાર પછી,
માનિક નો ફોન આવ્યો.
"સુરત થી આવ્યા પછી તને ફ્રેન્ડ ને મળવાનું પણ યાદ ના આવ્યું " માનિક બોલ્યો.
"અરે એવું કંઇ નથી " નિયા બોલી.
" તો કેવું છે. કોઈ દિવસ સામે થી મેસેજ નઈ કરવાનો ફોન નઈ કરવાનો. "
"હું કોઈ ને ફોન નઈ કરતી " નિયા બોલી.
"તો અમે કોઈ છે તારા એમ ને . ફ્રેન્ડ નથી તારા. " બોવ ગુસ્સા માં બોલતો હતો માનિક.
"એવું કંઇ નથી" નિયા હજી શાંતિ થી જવાબ આપતી હતી .
"તો શું છે. મને એ એમ કે કેટલા ટાઈમ પછી આવી છે તો છૂટી ને મળીશું પણ આ તો બાય કહી ને જતી રહી પછી મેસેજ કર્યા પણ જોવે કોણ. "
"મારું નેટ ઓફ હતું"
"નેટ ઓન હોય તો પણ ક્યાં જોવે છે તું "માનિક કંઇ વધારે જ ગુસ્સા થી બોલતો હતો.
"ઓકે હસે "
"તારા પીજી પાસે આવું છું આવ નીચે " માનિક ગુસ્સા માં બોલ્યો.
"કેમ નીચે આવું?"
"મારે મળવું છે"
"હું નથી આવવાની" નિયા બોલી.
"હું કઈ નાં જાણું આવવું જ પડશે. નઈ આવે ત્યાં સુધી ત્યાં જ ઊભો રહીશ એટલે કહું છું નીચે આવી જા." માનિક એનો હક જતાવતો હતો એમ બોલ્યો.
"તું ફ્રેન્ડ છે મારો બોયફ્રેન્ડ નથી. તો આવું નાં બોલી શકે. " નિયા શાંતિ થી બોલતી હતી.
"હું કેમ નાં કહું. ફ્રેન્ડ નાં હક થી કહી શકું મળવા આવ."
માનિક ગુસ્સા માં બોલ્યો.
"હું નઈ આવવાની. મારે વાંચવાનું બાકી છે. બાય " નિયા ફોન મુકવા જતી હતી ત્યારે
"જ્યારે જરૂર હસે ત્યારે કોઈ નઈ હોય તારી જોડે એ યાદ રાખજે. અને ફ્રેન્ડ ને મળવા માટે નો ટાઈમ નાં હોય એ તો આજે ખબર પડી. લોકો friendship માટે કેટલું કરે છે અને તું છે એક.... (બોલતા બોલતા અટકી ગયો) હવે હું મરી જાવ ત્યારે જ આવજે. વાંચ્યા કર. બોવ વાંચી ને આવડી જતું હોય એમ વાંચવું છે. બાય. " માનિક કંઇ વધારે ગુસ્સા માં નિયા સાથે બોલ્યો અને પછી ફોન કટ કરી નાખ્યો.
નિયા ને ગુસ્સો આવતો હતો પણ એને રિયાન ને પ્રોમિસ આપી હતી કે એ ગુસ્સો નઈ કરે કોઈ પર. અને નિયા ને દાદી એ પણ શીખવાડ્યું હતું કોઈ ની સાથે શાંતિ થી વાત કરવી જોઈએ. એટલે નિયા એ કંઇ નાં કીધું માનિક ને.
નિયા ને આમ ચિંતા માં જોઈ ને પર્સિસ એ પૂછ્યું.
"શું થયું? ક્યાં ખોવાયેલી છે "
"અરે કંઇ નઈ ચાલ જમી લઈએ " નિયા એ વાત બદલતા કહ્યું.
બંને જમી ને થોડી વાર સુઈ ગયા. ઊઠી ને નાસ્તો કરી વાંચવા બેસી ગઈ. આજે તો 7 વાગ્યા તો પણ બંને હજી વાંચવામાં માં જ હતા.
થોડી વાર પછી,
"નિયા ટિફિન આવી ગયું છે જમી લેવું છે?"
"હા આવું થોડી વાર માં " નિયા એ કહ્યું.
બંને થોડી વાર પછી જમવા બેઠા હતા. જમતા જમતા પર્સિસ બોલી,
"નિયા આ ટાઈમ તું કંઇ વધારે ટેન્શન માં હોય એક્ઝામ ને લઈ ને એવું લાગે છે."
"નાં એવું તો નઈ પણ હા આ ટાઈમ રિઝલ્ટ સારું આવે એટલે થોડું વધારે વાંચું છું."
"ગુડ "
બંને જમી ને થોડી વાર વાત કરી પછી પર્સિસ ને કોઈ નો ફોન આવ્યો એટલે એ બહાર જતી રહી. નિયા હજુ વાંચવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે માનિક નો ફોન આવ્યો. નિયા ને ગુસ્સો બોવ આવતો હતો પણ એ કંઇ નાં બોલી.
"હા બોલ"
"વાંચવાનું સ્ટાર્ટ કરીએ" માનિક બોલ્યો.
"તો વાંચ ને"
"આદિ નો ફોન ચાલુ છે એને એડ કરું છું ગ્રૂપ કૉલ માં "
પછી એ લોકો એ ગ્રૂપ સ્ટડી કરી અને પછી નિયા સુઈ ગઈ. બીજે દિવસે પણ આમ જ ચાલ્યું.
પેલું પેપર તો મસ્ત ગયું. હવે 3 દિવસ ની રજા હતી પછી બીજું પેપર હતું. નિયા આવી ને મૂવી જોતી હતી. અને
પર્સિસ જેનિસ સાથે વાત કરી રહી હતી.
ત્યાં માનિક નો ફોન આવ્યો,
"શું કરો મેડમ? પેપર સારું ગયું હસે એટલે મૂવી જોતા હસો ને ?"
"સુઈ ગઈ છું " નિયા બોલી.
"સોરી તે દિવસ એ કંઇ વધારે જ બોલી ગયો પણ તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે એવું નાં બોલવું જોઈએ."
"સારું"
"પ્રોમિસ હવે કોઈ દિવસ આવું નઈ બોલીશ"
"ઓકે"
નિયા આજે શાંતિ થી બુક લખવા બેસી હતી ત્યારે એને યાદ આવ્યું કે આદિ લોકો માટે સુરત થી જે બિસ્કીટ લાવી છું એ તો આપવાના જ રહી ગયા એટલે એને પેલા બેગ માં મૂકી દીધા.
બીજે દિવસે
પેપર પત્યા પછી નિયા એ આદિત્ય અને માનિક ને એમના બિસ્કીટ આપી દીધા. પણ તમને ખબર છે ને
માનિક દોઢ છે એટલે એને બોલ્યા વગર નાં ચાલે 😝.
"આ લાવવાની શું જરૂર હતી" માનિક બોલ્યો.
"નાં જોઈતા હોય તો પાછા આપી દે" નિયા એ કીધું.
"હા આપી દે " આદિ બોલ્યો.
"નાં મારા છે." માનિક બોલ્યો.
"તો શું કામ કેહ છે શું કામ લાવી. લઈ લેને શાંતિ થી." આદિ એ કહ્યું.
"હા હવે " માનિક એ કીધું.
પછી એ લોકો ઘરે જવા નીકળ્યા. પર્સિસ એના કોઈ ફ્રેન્ડ ની બર્થડે હતી એટલે એને ત્યાં જવાનું હતું એટલે નિયા એકલી હતી.
મનન એને મૂકવા આવ્યો ત્યારે નિયા એ એને એની કૂકીઝ જે સુરત થી લાવી હતી એ આપી દીધી હતી.
નિયા અને મનન ની દોસ્તી બધા કરતા અજીબ હતી. કોઈ દિવસ કામ વગર ની વાત નથી. અને બંને ને ખોટું બોલે એ નાં ગમે. એમની ઈન્સ્ટાગ્રામ ચેટ માં તો જોક્સ શેર કરેલા જ મળે બીજું કઈ નાં મલે અને વોટ્સ અપ માં સ્ટડી સિવાય કઈ નાં મલે. નિયા એને Google કેહતી.
આમ આજે એ લોકો ની એક્ઝામ નું છેલ્લું પેપર હતું. પેપર પત્યા પછી મન એટલે કે માનિક આદિત્ય અને નિયા સાથે ક્યાંક જવાના હતા.
ક્યાંક જવાના હતા. ક્યાં જવાના હતા એતો ખાલી એ લોકો ને ખબર હતી.
તમને શું લાગે છે ક્યાં જવાના હસે ?
થોડી વાર પછી
"મને હતું જ અહીંયા આવવાનું હસે " નિયા એકદમ ખુશ થતા બોલી.
"ચાલ ની અવે કે બહાર જ ઉભી રેવાની " આદિત્ય સુરતી માં બોલવાની ટ્રાય કરતો હોય એમ બોલ્યો.😉
"ઓહ સુરતી ક્યારે થી બોલવા લાગ્યો." નિયા એ પૂછ્યું.
માનિક ત્રીપલ Sunday no ઓર્ડર આપી ને આવ્યો ત્યાં સુધી આ ત્રણ નંગ મસ્તી કરતા હતા.
અમુક વાત એવી ચાલતી હતી કે માનિક ને બધું ઉપર થી જ જાય. પણ ખબર પડે કે નાં પડે માનિક ને બધા હસે એટલે એને હસવાનું એ ફિક્સ હતું.
આજે એ ત્રણ જણ બોવ ફર્યા હતા સાથે. બિગ બાઝાર, ડી માર્ટ અને ક્રાફટ બજાર પણ. નિયા ને આજે સુરત ની યાદ આવી ગઈ હતી એ રિયા અને રિયાન સાથે એક્ટિવા માં રાતે ફરવા જતી એ.
સાંજે નિયા એ પેકિંગ કરતી હતી. પર્સિસ તો બપોરે જતી રહી હતી. નિયા નક્ષ અને ભૌમિક સાથે બીજે દિવસે સવાર માં જવાની હતી.
પેકિંગ કરતી હતી ત્યારે પૂજા દીદી આવ્યા.
"આમ મને મૂકી ને જવાની તું" પૂજા દીદી એ કહ્યું.
"તમે પણ ચાલો " નિયા બોલી
"હા પણ કોલેજ ચાલુ છે. "
"પીજીયો વાળા ને આવું જ હોય."
"બોવ સારું "
"હા શું થયું જીજુ મળ્યા કે હજી રસ્તા માં જ છે." નિયા બોલી.
"હા એજ કેહવું હતું મારે "
"એટલે મળી ગયાં એમને. દીદી તમે તો મને કીધું જ નઈ 😒" નિયા નારાજ થવાનું નાટક કરતી હોય એમ બોલી.
"નિયા આમ તો જો"
"તમે કોણ?"
"આ આઈસ્ક્રીમ પીગળી જસે પછી. " પૂજા દીદી બોલ્યા ત્યાં તો
"ક્યાં છે "
"મને ખબર હતી તને કેમનું મનાવાય એ. આ લે તારો ચોકોચિપસ " આઈસ્ક્રીમ આપતા પૂજા દીદી બોલ્યા.
"ઓહ thanks હવે સ્ટોરી તો કહો" નિયા આઈસ્ક્રીમ ખાતાં ખાતાં બોલી.
"નિયા એક છોકરો છે એનું માંગુ આવ્યું છે. એ ડોક્ટર છે અને મારા ઘરે થી બધા ની હા છે એના માટે. અને એના ઘરે પણ એમ જ છે. ઘર નાં બધા એ એને મળી લીધું છે. મારી ફોન પર વાત થઈ છે. Sunday એ આવવાના છે. મળવા. "
"ઓય હોય બંને ડોક્ટર. તમને ગમે છે કે નઈ?" નિયા બોલી.
"આમ તો મારી હા જ છે પણ મળી લવ પછી ફિક્સ કહી શકું હા કે નાં એમ "
"ઓહ બેસ્ટ ઓફ લક " નિયા એ કીધું.
"પણ યાર મને બીક લાગે છે "
"અરે એમાં શું બીવાનું " નિયા તો જાણે વર્ષો થી એમાં Phd કરી હોય એમ બોલી. 😝
"હા જોઈએ. ચાલ તું પેકિંગ કર હું પણ થોડું વાંચી લવ. બાય happy journey. જલ્દી આવજે. "
"હા જો નક્કી થઈ જાય તો કેહજો મને . પછી ડાયરેક્ટ લગ્ન માં બોલાવવાનો ઇરાદો હોય તો વાંધો નહિ. "
"હા મારી માં પેલા તને જ કહીશ. "
નિયા સુઈ ગઈ પેકિંગ કરી ને બીજે દિવસે સવાર માં ટ્રેન હતી એટલે જલ્દી ઊઠી ને સ્ટેશન પર ગઈ. ત્યારે નક્ષ અને ભૌમિક હજી આવ્યા નઈ હતા એટલે નિયા એમની રાહ જોઈ ને બેસેલી હતી.
ટ્રેન આવવાના ટાઈમ પર ખબર પડી કે આજે ટ્રેન એક કલાક લેટ છે. પણ આ ત્રણ ને તો એક કલાક વધારે જોડે રહેવાનો ટાઈમ મળ્યો હોય એમ ખુશ હતા. અને બોવ દિવસ પછી મળ્યા હતા એટલે વાત તો એમની પતે એમ હતી નહિ.
થોડા દિવસ પછી,
સાંજે 4 વાગે,
"કોણ આવ્યું છે ? " નિયા એના રૂમ માંથી બોલી.
"ઊઠી ને બહાર તો આવ. પછી પૂછ જે કોણ આવ્યું છે એમ " દાદી બોલ્યા.
નિયા ને હજી ઉઠવાનું મન થતું નઈ હતું એટલે એ હજુ બહાર નઈ આવી હતી. પછી બેડ અને એના બધા પિલો ને સરખા ગોઠવી એ બહાર આવી.
"Omg" નિયા એ લોકો ને જોઈ ને બોલી.
નિયા એ લોકો ને જોઈ ને એટલી ખુશ થઈ ગઈ કે કઈ બોલી પણ નાં શકી.
કોણ આવ્યું હસે જેને જોઈ ને નિયા આટલી ખુશ થઈ ગઈ ?
પૂજા દીદી નું શું થશે?