Pollen 2.0 - 5 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પરાગિની 2.0 - 5

પરાગિની ૨.૦ - ૦૫


રિની, એશા અને નિશા તૈયાર થઈ એશાની ગાડી લઈ પરાગના ઘરે જવા નીકળે છે. પરાગનાં ઘરે બહાર જ ગાડી પાર્ક કરી દે છે.

રિની- આપણે મેઈન ગેટમાંથી નહીં જઈએ.. મને બીજો ગેટ ખબર છે... ચાલો...!

રિની તેમને બીજા ગાર્ડન સાઈડના દરવાજેથી અંદર લઈ જાય છે. એશા અને નિશા પહેલી વખત પરાગના ઘરે આવ્યા હોય છે. તેઓ ગાર્ડનમાં જ ઊભા હોય છે.

રિની- આ છે પરાગનું ઘર....

નિશા- કેટલું મોટું ઘર છે...!

એશા- આ જ ઘરમાં તેઓ અત્યારે પાર્ટી કરી રહ્યા છે અને ખબર નહીં બીજું શું કરતાં હશે...?

નિશા- ઘરનાં બધા જ પડદાં બંધ છે..! એવું તો શું કરતાં હશે..?

રિની- પરાગ તમને હું શું સમજતી હતી અને તમે શું નીકળ્યા? મારી સાથે આવું કેમ કર્યુ તમે?

રિની જોરથી બૂમ પાડવાં જતી હોય છે કે એશા તેનું મોં દબાવી દે છે અને કહે છે, રિની તું શું કરે છે? આજુબાજુ વાળા ભેગા થઈ જશે અને આપણે આ બોય્ઝને રંગે હાથ નહીં પકડી શકીએ...!

રિની- સોરી... હું મારી ફિલીંગ્સને કંટ્રોલ ના કરી શકી... કે પરાગ આવું કરશે...!

એશા- પરાગ તો છે જ.. પણ માનવ અને સમર પણ...

નિશાને સમર ગમવા લાગ્યો હોય છે તેથી તેને પણ લાગી આવે છે પરંતુ તે એશા અને રિનીથી છૂપાવી રહી હોય છે.

એશા- ચાલો અંદર જઈએ...

રિની- હા... ચાલો

ત્રણેય અંદર શાંતિથી અવાજ ના થાય તેમ ધીમા પગલે જાય છે. પરાગ, સમર અને માનવ મૂવી જોતા હોય છે અને સાથે બહારથી મંગાવેલ ફૂડ જમતા હોય છે. ત્રણેય છોકરીઓ કિચનમાં છૂપાયને ઊભી હોય છે અને ત્રણેય છોકરોઓની વાતો સાંભળતી હોય છે.

પરાગ- બહુ મસ્ત સ્પાઈસી આઈટમ લાવ્યો છે હા... માનવ..

આ સાંભળી રિની અકળાય છે.

માનવ- મને સ્પાઈસી નહોતી ફાવતી પણ આજે ટ્રાય કર્યો... મજા આવી હા...

માનવની વાત સાંભળી એશાને ગુસ્સો આવે છે.

સમર- સાચ્ચે.. ભાઈ.. મને પણ આ હોટ આઈટમ મળી છે મજા આવી ગઈ...

સમરની વાત સાંભળી નિશાને પણ ગુસ્સો આવે છે.

રિની- ગર્લ્સ... રેડી?

એશા- યસ... આમને હવે છોડીએ નહીં...!

રિની- વન.. ટુ... થ્રી...

ત્રણેય ગર્લ્સ બૂમો પાડીને સીધી ડ્રોઈંગ રૂમમાં જાય છે અને કહે છે, ક્યાં છે એ બીજી છોકરીઓ... ક્યાં છે?

એશા- માનવ... ક્યાં છૂપાઈને રાખી છે બતાવ..!

પરાગ, માનવ અને સમર જમતાં હોય છ અને રિની, એશા અને નિશાને જોતા અને તેમની બૂમો સાંભળતા જ ઊભા થઈ જાય છે...

સમર- શું થયું?

માનવ- તમે અહીં કેમના?

પરાગ- ઓહ.... રિની તું પણ....?

પરાગ તો રિનીને જોયા જ કરતો હોય છે કેમ કે રિની ખૂબ જ સુંદર લાગી રહી હોય છે... નેવી બ્લ્યુ કલરનું ક્રોપ ટોપ પહેર્યુ હોય છે અને વ્હાઈટ કલરનો શોર્ટ પહેર્યો હોય છે.

રિની- તમે મને આમ કેમ જુઓ છો?

પરાગ- શું કરું તું લાગે છે જ એટલી સુંદર કે મારી નજર જ નથી હટતીને...!

રિની- વાત ના બદલશો... બીજા છોકરીઓ ક્યાં છે?

પરાગ રિનીની એકદમ નજીક આવી જાય છે. રિનીના વાળમાં હાથ ફેરવવા જ જતો હોય છે પણ રિની હટી જાય છે.

સમર- તમે અહીં કેમ આવ્યા? અને શું પ્રોબ્લમ થયો કે બૂમો પાડો છો?

એશા- તમારા માંથી કોઈ કહેશો કે એક્સઝેટલી અહીં થઈ શું રહ્યું છે?

પરાગ, સમર અને માનવ સાથ બોલે છે, ફ્રિકી ફ્રાઈ ડે!

રિની- ઓફ્ફો..... આ ફ્રિકી ફ્રાઈ ડે છે શું? ફ્રિકી ફ્રાઈ ડે સાંભળીને થાકી ગઈ હું...! અને પેલી શું ગંદી ગંદી વાતો કરતાં હતા તમે?

પરાગ અને સમર હસી પડે છે.... આ ટેબલ પર જે ખાવાનું છે તેની વાત કરતા હતા... તમારે જમવું હોય તો જમી શકો છો..।!

સમર માનવને ટૂંકમાં સમજાવી દે છે સવારે જે વાત થઈ હોય છે તે..!

પરાગ- બાય ધ વે તમે શું સમજ્યાં હતા?

રિની- ઓહ.... તો તમે આની વાત કરતાં હતા?

પરાગ- હા... મહિનાનાં એક શુક્રવારે અમે ભેગા થઈએ છે જેને અમે ફ્રિકી ફ્રાઈ ડે કહીએ છીએ, જેમાં ખાવાનું-પીવાનું અને મૂવી જોવાની...!

રિની, એશા અને નિશા ત્રણેય છોભા પડી જાય છે. તેમને શરમ આવે છે કે તેઓએ કેવું ખોટું વિચાર્યુ અને બોય્ઝની પાર્ટી બગાડી..!

એશા- હા... પણ બધા પડદાં કેમ બંધ રાખ્યા છે?

માનવ- ડાર્લિંગ... અહીં બધે જ કાચની સ્લાઈડર જ છે... પડદાં ખુલ્લા રાખીએ તો મૂવી બરાબર ના દેખાય...

રિની- એક વાત તો કહો... તમારા બધાનો ફોન કેમ બંધ આવે છે?

સમર- એક તો તમે અમારી પાર્ટી બગાડી એ પણ અમારા જ ઘરમાં ઘૂસીને અને અમને સવાલ કરો છો?

માનવ- હા, સાચી વાત છે.

પરાગ- ઓકે... તમે બધા શાંત થઈ જાઓ..!


આ બાજુ આશાબેન નમનને નીચે બોલાવે છે. રીટાદીદીઅને આશાબેન બંને નમન સામે બેસી તેને સવાલો પૂછવાનું ચાલુ કરે છે. સવાલ બધા પરાગ વિશે હોય છે. નમન બધા જવાબ આપે છે પણ તેને ટીયાની કહેલી વાત યાદ આવે છે.


પરાગ અને રિની બંને નીચે ગાર્ડનમાં જઈ સોફા પર બેસે છે. રિની પરાગના ખભા પર માથું રાખીને બેઠી હોય છે અને પરાગ પણ તેના હાથ રિનીના પાછળથી ખભા પર મૂકે છે. પરાગ નોન-સ્ટોપ હસ્યા જ કરતો હોય છે.

રિની- બસ હવે...!

પરાગ- એટલે તુએ અમારી બધી વાતો છૂપાયને સાંભળી એમ ને...?

રિની- અરે... બસ... મને હવે બહુ ઓડ લાગે છે હા... તમને બધુ કહ્યુ તો ખરું...

પરાગ- મને ફોન કરીને પૂછી લીધુ હોત તો પણ કહી દેત ને હું...

રિની- ફોન સ્વીચ ઓફ આવતો હતો...

પરાગ- ઓહ.... એટલે ફોન કર્યો હતો એમ ને...!

રિની- હા... કર્યો હતો..

પરાગ- (હસતાં) ચેક કરવા ફોન કર્યો હતો..?

રિની- પરાગ..... વાત કરવી હતી એટલે કર્યો હતો....!

પરાગ હસીને રિનીને ગળે લગાવી દે છે.


સમર અને નિશા સાથે બેસીને ડ્રોઈંગ રૂમમાં વાતો કરતાં હોય છે. એશા અને માનવ કિચનમાં વાતો કરતાં હોય છે.

માનવ- કહેવું પડે હા... એક વાત આજે મને ખબર પડી ગઈ..

એશા- શું?

માનવ- એ જ કે તું મને લવ કરે છે..

એશા- એવું કંઈ જ નથી...

માનવ- એટલે તો તું ચેક કરવા આવી... કે હું શું કરુ છુ અને ફોન પણ કર્યો..!

એશા- એવું કંઈ જ નથી..

માનવ- એવું જ છે.. તુ મને ઈગ્નોર ના કરી શકે...

એશા પાસે હવે બોલવાનું કંઈ હોતું નથી તેથી તે બહાર જતી રહે છે.

માનવ ખુશ થઈ જાય છે... આખરે તેને તેનો જવાબ મળી ગયો હોય છે કે એશાને પણ પોતાની માટે પ્રેમ હોય છે.

પરાગ હજી રિનીને ગળે લગાવીને બેઠો હોય છે.

પરાગ- સોરી રિની...

રિની- કેમ સોરી?

પરાગ- ખરેખરમાં તને સંભળાવા જ હું આવો બધુ બોલતો હતો... તને હેરાન કરવા.. હા.. પણ હોટ, સ્પાઈસી જમવાનું જ કહેતો હતો અને એ જ અમે જમતા હતા અને તમે આવી ગયા..

રિની- પરાગ... આવું હેરાન કરવાનું?

રિની સોફા પરના કુશન લઈને પરાગને મસ્તીમાં મારે છે.. સામે પરાગ પણ તેને કુશનથી મારે છે. બંને મસ્તી કરે છે અને પરાગ રિનીનાં બંને હાથ પકડી તેને એકદમ નજીક લાવી દે છે, રિનીના ગુલાબી હોઠ પર પરાગ તેના હોઠ ધરી દે છે.

થોડી વાર બાદ તેઓ અંદર જાય છે. છ એ જણા સાથે મૂવી જોવા બેસે છે. સમર અને નિશા સાથે બેઠા હોય છે બંને પોપકોર્ન ખાતાં હોય છે અને મૂવી જોતા હોય છે. માનવ અને એશા બંને ચોંટીને બેઠા હોય છે. હા.. ફાઈનલી તેમની લવસ્ટોરી પણ ચાલુ થઈ જાય છે. માનવ તો એશાને ગાલ પર કિસ કરતો.. તેને વ્હાલ કરતો... સામે એશા માનવનાં વાળ ખેંચતી... ચોંટતી..! તેમને જોઈ બધા હસી લેતા હતા. પરાગ અને રિની સૌથી પાછળ બેઠા હોય છે. બંને સાથે જ બેઠા હોય છે. બંનેનું મૂવીમાં ધ્યાન ઓછું અને એકબીજા પર વધારે હતું.. પરાગ રિનીને જોતો વચ્ચે વચ્ચે.. તો રિની પરાગને જોતી..! પરાગ રિનીની એકદમ નજીક જઈ તેને પ્યારથી ખેંચીને તેની નજીક લાવી દે છે. પરાગનો એક હાથ રિનીના ખભા પર અને બીજા હાથથી રિનીનાં હાથ સાથે રમતો હતો.. રિનીને પણ આ હૂંફ ગમતી હતી. પરાગ વારંવાર ગાલ પર, હાથ પર , નાક પર રિનીને કિસ કરી લેતો..!

મૂવીમાં વચ્ચે ઈન્ટરવલ પડતાં રિની બધા માટે જ્યૂસ લેવા કિચનમાં જાય છે. માનવ વોશરૂમ જાય છે. એશા તેની પાછળ પાછળ જઈ દરવાજે ઊભી રહી જાય છે. સમર અને નિશા ત્યાં જ બેસી રહી ભૂખડની જેમ ખાતાં હોય છે. પરાગ પણ રિની પાછળ કિચનમાં જાય છે. રિની નીચે ડ્રોવર માંથી ગ્લાસ કાઢતી હોય છે. પરાગ પાછળથી આવીને રિનીને પકડી લે છે. રિની બધા ગ્લાસમાં જ્યૂસ કાઢતી હોય છે. પરાગ રિનીના વાળ સાઈડ પર કરી તેને સાઈડ પરથી ગળા પર કિસ કરે છે. રિનીના રોમ રોમમાં કરંટ લાગી જાય છે. તે ધીમેથી કહે છે, પરાગ.. શું કરો છો? કોઈ જોઈ જશે..

પરાગ- હા... તો બધાને ખબર છેને આપણા વિશે.... તું રોજ થોડી આવી રીતે મને મળવા આવવાની છે કંઈ...! થોડો રોમાન્સ તો થાય જ..!

રિની તેનો એક હાથ પરાગના ગાલ પર મૂકી તેની બાજુ ફરી ગાલ પર કિસ કરે છે અને બીજો હાથ પરાગનાં હાથ પર મૂકી દે છે.

થોડી વાર બાદ રિની જ્યૂસના ગ્લાસની ટ્રે લઈ ડ્રોઈંગ રૂમમાં જાય છે... બધા મૂવી જોઈ છે અને સાથે બધાનો રોમાન્સ પણ ચાલુ રહે છે. સમર અને નિશા વચ્ચે વચ્ચે એકબીજાને જોઈ લેતા... બંને એકબીજાને પસંદ કરતા હોય છે પસંદ કરતા પણ વધારે હોય છે પરંતુ તેઓ કહી નથી શકતા... સમરનો સ્વભાવ એવો નથી.. તે તો કહી જ દે જે તેના દિલમાં હોય પણ આ વખતે તે પણ કંઈ બોલી નથી શકતો..!

મૂવી પતી જાય છે.. ત્યારબાદ તેઓ બધા ઘણી વાતો કરે છે, મસ્તી કરે છે. સાડા દસ થતાં ત્રણેય છોકરીઓ ઘરે જવા નીકળે છે. બધા નીચે ગાર્ડનમાં ઊભા હોય છે.

પરાગ- આજે મજા આવી તમારા બધા સાથે... એવું ના થઈ શકે કે આપણે બધા સાથે રહી શકીએ?

નિશા- એવું તો ના થઈ શકે... અમને પરમિશન ના મળે..!

સમર- ચાલો.. તો હું પણ ઘરે જવા નીકળું...!

માનવ ત્રણેય છોકરીઓને કહે છે, ચાલો તમને ઘરે મૂકીને મારા ઘરે જઉં..!

એશા- રિની અમે જઈ છે.. તું આવ ઉપર...

રિની- હા....

બધાના ગયા બાદ પરાગ રિનીને કહે છે, શું હું તને તારા ઘરેથી લેવા અને મૂકવા આવી શકુ?

રિની- મને કંઈ પ્રોબ્લમ નથી પણ આજુબાજુ બધા રહે છે અને તેઓને આ બધુ ફાવતું નથી... તેઓ વાતો કરે છે અને પછી મમ્મીને કહેશે.।!

પરાગ- એટલે નહીં આવી શકાય એમ ને...!

રિની- મેં ના ક્યાં પાડી છે? સોસાયટીથી થોડો આગળ ઊભા રહેશો તો પણ ચાલશે... એટલું તો ચાલીને હું આવી શકુ છું...

પરાગ રિનીને તેની નજીક લઈ લે છે અને કહે છે, સો.... બી રેડી ઓન ટાઈમ ટુમોરો... આઈ વિલ બી વેઈટીંગ ફોર યું।.!

રિની- સ્યોર..! ઓકે.. તો હવે હું નીકળું?

પરાગ- હા...

રિની પરાગને ગાલ પર કીસ કરે છે અને બાય કહે છે... એક ડગલું આગળ જાય છે અને ફરી પાછળ ફરી બાય કહે છે.

પરાગ ફક્ત હમ્મ કહે છે. રિની થોડી જ બે ડગલા જેટલી આગળ જાય છે કે તરત પરાગ પાછળથી રિનીનો હાથ પકડી તેની તરફ ફેરવીને ખેંચીને ગળે લગાવી લે છે અને ડોક પર કિસ કરી.. હોઠ પર કિસ કરી કહે છે, હવે જઈ શકે છે..!

રિની મોટી સ્માઈલ આપી બાય કહી ગેટ ખોલી જાય છે.


બીજા દિવસે ઓફિસમાં સવારે પરાગ તેના કેબિનમાં કામ કરતો હોય છે અને ટીયા તેની કેબિનમાં આવે છે.

ટીયા- હાય...

પરાગ ટીયા તરફ જોઈ છે અને કહે છે, શું કામ હતું?

ટીયા- મારે તને એક વાત કહેવી છે..!



હવે ટીયા શું નવું નાટક કરશે?

શું ટીયા પરાગ અને રિની વચ્ચે દરાર પાડી શકશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૬