હવે આગળ ,
દેવ પેપરમાં જોઈને ટિક કરવા લાગ્યો ધીમે ધીમે તેને બધા સવાલના જવાબ આવડવા લાગ્યા દેવે 25 માર્કનું ટિક કર્યું તેમાંથી એક બે તેને ડાઉટ ફૂલ લાગતા હતા તે પણ ટિક કર્યા અડધી કલાક નો સમય ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી. સર દ્વારા કહેવામાં આવ્યું કે તમારો બધાનો સમય પૂરો થાય છે અને બધાના પેપર લઈ લેવામાં આવે છે બીજી તરફ દેવ થોડો મૂંઝવણમાં હોય છે કે તે આ પરીક્ષામાં પાસ થશે કે નહીં ,પણ તેની મુંજવણ અડધી કલાક સુધી રહે છે .એક એક મિનિટ તે બધા પેપર ચકાશે છે ત્યાં જ છે તેની નજર પણ ત્યાંથી હટતી નથી. થોડીવાર માં એક સર ઉભા થઈને આગળની કાર્યવાહી શરૂ કરે છે તે પહેલાં સર બધાને કહે છે કે આ પરીક્ષામાં જેટલા પાસ થયા તેને હું અભિનંદન પાઠવું છું તે અહીં જ બેસી રહેશે અને બીજા લોકો જે આ પરીક્ષામાં નાપાસ થયા છે તે આ હોલ છોડી બહાર બેસશે આટલું કહી સર એક પછી એક ના નામ બોલવાનું શરૂ કરે છે પહેલા જ નંબર પર દેવ આવે છે તેને તો થોડીવાર માટે આ સપનું જ લાગ્યું. તે કઈ બોલી શકતો નથી પણ તેના ચહેરા પર એક ખુશીનું મોજું ફરી વળે છે અને આંખોમાં આસુ પણ આવી જાય છે તે ફરી એકવાર વિશ્વાસ જ બેસતો નથી કે હું પહેલા નંબર પર આવ્યો છું દેવના બધા મિત્ર તેની સામે જોઇને સ્માઈલ આપે છે. દેવ પણ સામે સ્માઈલ આપે છે અને તેની આંખોમાં થોડા ખુશીના આસું આવી જાય છે .થોડીવારમાં એક પછી એકના નામ લેવાતા જાય છે તેમ દેવના મિત્ર પણ પાસ થાય છે કુલ 70 જેટલા લોકો આ પહેલી પરીક્ષામાં પાસ થાય છે .
આ પરીક્ષામાં દેવ અને તેના બીજા મિત્રો બીજી પરીક્ષા લેવાની વાત સર દ્વારા કહેવામાં આવે છે . સર તેની વાત આગળ વધારતા કહે છે કે આ પરીક્ષા એક ઇન્ટરવ્યૂ ટાઈપ હશે તેમાં તમને થોડા સવાલ પૂછવામાં આવશે અને પછી તમારું રિજલ્ટ આપવામાં આવશે થોડીવાર માટે બધાને 10 મિનિટનો બ્રેક આપવામાં આવશે અને ફરી પાછા આપણે અહીં જ ભેગા થઈશું.
દસ મિનિટ ક્યાં જતી રહે છે દેવ કે તેના કોઈ મિત્રને ખબર પડતી નથી દેવ અને તેના મિત્રો ફ્રેશ થઈને ફરી હોલમાં આવે છે બધા સર આવે તેની રાહ જોવા લાગે છે સર પણ પોતાના સમય પ્રમાણે ત્યાં ઉપસ્થિત થાય છે થોડી જ વારમાં બધાને એક પછી એક ઇન્ટરવ્યૂ માટે બોલાવવાની વાત કરે છે અને બાજુના રૂમમાં બીજા બે થી ત્રણ સર ઇન્ટરવ્યૂ લેશે એવું કહીને તે તેની વાત પૂરી કરે છે .થોડી જ વારમાં દેવના મિત્રને ઈન્ટરવ્યું માટે એક અલગ રૂમમાં બોલાવવામાં આવે છે દેવ તેના તરફ ઈશારો કરીને best of luck કહે છે .સામે દેવને પણ thank u કહે છે અને તે હોલમાંથી બહાર નીકળી બીજા રૂમ તરફ આગળ વધે છે ધીમે ધીમે એક પછી એક બધાનો વારો આવવા લાગે છે અને હવે દેવનો પણ વારો આવી જ ગયો દેવનો વારો 11 મો હતો દેવ થોડો નર્વસ હતો પણ તે મનમાં વિચાર કરીને આગળ વધર છે હોલમાંથી ઉભો થઈને તે બીજા રૂમ તરફ આગળ વધે છે એક મિનિટમાં જ તે ઇન્ટરવ્યૂ રૂમમાં પહોંચે છે અને તેને એક પછી એક સવાલ પૂછવા લાગે છે દેવ પણ સામે એક પછી એક સવાલના જવાબ આપવા લાગે છે દેવ પણ મુંજાયા વગર બધા સવાલના જવાબ આપે છે 10 મિનિટ સુધી દેવનું ઇન્ટરવ્યૂ ચાલે છે .
શુ દેવ આ ઇન્ટરવ્યૂમાં પાસ થશે ? શુ દેવ આ નોકરી માટે લાયક હશે ? શુ દેવ પોતાના નક્કી કરેલા ગોલને પાસ કરી શકશે ? શુ દેવ પોતાનું ઘર છોડી બહાર નોકરી માટે જશે ? શુ દેવને ઘરે થી નોકરી માટેની પરમિશન આપશે ? વધુ વાંચવા માટે વાંચતા રહો લવની ભવાઇ.