Loaded Kartuus - 5 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા - પારો books and stories PDF | Loaded કારતુસ - 5

Featured Books
Categories
Share

Loaded કારતુસ - 5

પોતાની ચોરી પકડાઈ જવાનાં ડરથી શરાબી છટપટવા લાગ્યો જળ બિન મછલીની જેમ.

"હલ્લો, કૌન બોલ રહા હૈ? મૈં CBI સે હેડ કોન્સ્ટેબલ બીલ્લુસિંહ બોલ રહા હૂઁ. હાં, મુઝે કમિશ્નર લલિત અરોરા સર સે બાત કરની હૈ. હાં, ઉન્હોંને જો ફોટો ભેજા થા કુટ્ટી સર કો. ઉસકે જૈસા એક આદમી યહાઁ મેરે સામને બૈઠા હુઆ હૈ. ઔર શાયદ જાસૂસી કરને આયા હો વૈસા લગને પર મૈને ઉસે કુર્સી સે બાંધ દિયા હૈ. હાં સર. ક્યા કહા સર. એન્કાઉન્ટર કર દું! મૈં કર દું યા કુટ્ટી સર યા માધવન સર કા વેઇટ કરું? ઠીક હૈ સર. જૈસા આપ કહે સર." 

એકધારું બોલીને બીલ્લુએ પોતાની રાઇફલ ઉઠાવી અને અનલોક કરવા પહેલા યકાયક યાદ આવ્યું હોય એમ ખુરસી સાથે બાંધેલા પેલા શરાબીને છોડવાની એક્ટિંગ કરવા લાગ્યો કે એ શરાબી કરગરવા લાગ્યો: "બીલ્લુ સર જી, દેખીયે મેં તો એક મામુલી સા ઈન્સાન હૂઁ. મેરેકો ઇસ મેં કા કુછ નહિ સમજતા હૈ. હું તો ખરેખર તમને મદદ કરવા માટે જ આવ્યો હતો. કસમ સે. સિતારા દેવીનું મારા માથે ઋણ છે. એ ઉતારવા માટે જ અહીં આવવાની બુદ્ધિ સૂઝી."

  બીલ્લુએ એનાં મ્હોં પાસે જઈ શરાબ પીધેલો છે કે નહીં એ ચેક કરતાં દેશી ઠર્રો મોંઢે લગાડ્યો હોય એવી બદ્બુ આવી એટલે રાઇફલ બાજુએ મૂકી એને પોતાની અને પોતાનાં સિતારા દેવીની રામ કહાણી સુણાવવાનો ઈશારો કર્યો.

  અને, હવે સાચકલી સ્ટાઇલમાં શરાબીએ વાત આગળ વધારતાં કહ્યું:  

  "છ - સાત વર્ષ પહેલાં મેગાસેસ એવોર્ડ અને ચારેક વર્ષ પહેલાં તેઓને પદ્મશ્રીનો ખિતાબ પણ મળ્યો હતો એમને. સિતાર સાથે તબલાની સાથ આપનાર રયત-સનતની જોડીમાંનો એક હું પણ હતો - સનત.

  "તું અહીં છે તો રયત ક્યાં ગયો?"

  "સાહેબ, રયત ગયા મહિને જ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો. અને એનાં ગયા પછી હું અનાથ થઈ ગયો." કહી એ સનત રડવા લાગ્યો.

  કાળા માટલામાંથી પાણીનો ગ્લાસ ભરી બીલ્લુએ ઇન્સાનિયતનાં નાતે સનતને આપ્યો. બાંધેલા હાથ છોડવા માટે સનત આંખોના ઈશારે વિનંતી કરવા લાગ્યો. એટલે એક હાથ છોડી દીધો કે સનતે ઘૂંટડે ઘૂંટડે પાણી પીધું. અને ગ્લાસ પાછો આપવા જતામાં બીજો હાથ છોડવા માટે કરગરવા લાગ્યો.

  "તારી કહાણી પૂરી થાય એટલે છોડી દઈશ. હવે, મેલોડ્રામા કર્યા વગર ઝપાટો કર તારી કહાણી કહેવામાં સમજ્યો ને! નહીંતર મારી રાઇફલને તારી ખોપડી સામસામા જ છે એ ધ્યાનમાં રાખજે. ચલ બોલ હવે જલ્દી." બીલ્લુસિંહે પોતાનો રુવાબ ઝાડયો.

  "આભાર. હું પૂરી કોશિશ કરીશ કે ઝીણામાં ઝીણી બાબત આપને કહેવામાં કચાશ ન રહે." એમ કહી સનતે પોતાની વાત ફરી નવેસીરેથી શરૂ કરી:

    "સિતારા દેવી સ્ટેજ પર પરફોર્મન્સ આપતાં ત્યારે એમની સાથેની ટીમમાં અમને પણ નિમંત્રણ મળવા લાગ્યું. પછી અમારી એક ફિક્સ ટીમ બની ગઈ. આમને આમ વીસ વર્ષ વીતી ગયાં. 

  અને એક સાંઝે કોઠી પર કોઈની દસ્તક સાંભળી. આટલી મોડી સાંઝે કોણ હોઈ શકે એમ વિચારી રયતે હાથમાં કાઠી લઈ મેઈન ગેટ ખોલ્યો. સામે જોયું તો જૂની પુરાણી શાલ ઓઢેલી છ-એક વર્ષની એક બાલિકા થરથર કાંપી રહી હતી. અને વારેઘડીએ હવેલીની સામેની તરફ ઈશારો કરીને કંઈક બતાવવાનો પ્રયાસ કરી રહી હતી.

  ઢળતી સંધ્યા અને એમાં અમાસની ચંદ્ર ની શીતળતા વગરની કાળા વાદળોથી ઘેરાયેલી એ સાંઝમાં સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો હતો. રયત જવાબ આપવા કે કંઈ પૂછવા રોકાય એ પહેલાં એરગનમાંથી એક ગોળી છૂટી અને એ ગોળી પેલી બાલિકાનાં ખભાને ચીરતી મેઈન ગેટ પર ક્યાંક ગુમ થઈ ગઈ.

  ગોળીબારનો અવાજ સાંભળી રિયાઝ કરી રહેલા સિતારા દેવી અને સનત એટલે કે હું બહાર તરફ દોડ્યાં. રયત ગોળીબાર થયેલ જગ્યા તરફ દોડી રહ્યો હતો. અને પેલી બાલિકા હવેલીના આંગણામાં બેહોશ પડેલી હતી.

  સિતારા દેવીએ એ બાલિકાને મારી સહાયથી ભીતર લીધી. ડૉ.ને બોલાવી એની ટ્રીટમેન્ટ કરાવી. થોડા દિવસ બાદ એનું સ્વાસ્થ્ય સુધારવા લાગ્યું. પણ, એ દુર્ઘટનાનાં સંદર્ભમાં જ્યારે પણ વાત નીકળતી એ બાલિકા બીમાર પડી જતી. ડૉ.નાં કહેવા મુજબ બાલિકાનું હૃદય હજુ નબળું છે. એટલે ભયભીત થાય એવી કોઈપણ ઘટનાનો ઉલ્લેખ એની સામે કરતા ટાળવો.
     દિવસો પસાર થતા ગયાં. બાલિકા સિતાર વગાડવામાં માહિર થતી ગઈ. એ સિતારાદેવી સાથે સ્ટેજ પર પર્ફોર્મ કરવા માટે ઉત્સાહિત રહેતી. પણ, સિતારા દેવીનાં મનમાં કોઈ બીજો જ વિચાર સળવળતો રહેતો. અને એટલે કોઈને કોઈ બહાને તેઓ બાલિકાને પરફોર્મન્સથી દૂર રાખતાં. પેલી બાલિકા હવે સમજદાર થઈ હતી. એને ક્યાંકને ક્યાંક તો ખટકતું જ હશે કે આટાટલો સ્નેહ આપનાર સિતારા દેવી એની કલાને નિખારવા માટે તનતોડ મહેનત કરે છે પણ, પ્રદર્શન સમયે કેમ પીછેહઠ કરે છે!!

  એક પર્ફોમન્સ પત્યા બાદ એક બંગાળી ફેમલી સિતારા દેવીને બેકસ્ટેજ પર મળવા આવી. સિતારા દેવીનાં તેમજ એમની આખીયે ટીમનાં ખૂબ વખાણ કર્યાં. અને કલકત્તા આવવાનું નિમંત્રણ આપી આગ્રહ કરી ગયાં. તેમજ, આવવા જવા માટેની વ્યવસ્થા સ્વરૂપ ટ્રેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ પણ બુક કરાવી દીધી.

  અમે સહુ ખૂબ આનંદિત હતાં. પખવાડિયાથી કલકત્તા જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. 

  કલકત્તા જવાનો સમય પણ આવી ગયો. આ પહેલાં આઉટડોર પરફોર્મન્સ માટે અમારી ટીમ ખૂબ ઉત્સાહિત રહેતી. પણ, આ વખતે બાલિકાનું ધ્યાન રાખવા માટે ફિકર થવા લાગી. કંઈ કેટલીયે ચર્ચાઓ બાદ નક્કી કરવામાં આવ્યું કે બાલિકા અમારી સાથે કલકત્તા આવશે અને ત્યાંથી જ એને હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ કરી દેશું."

   "નક્કી કરેલા નિર્ણય મુજબ બધું બરાબર ચાલ્યું. ધનાઢય કુટુંબમાં બાર વર્ષ બાદ એક બાળકનો જન્મ થયો હતો. અને એની વધામણી માટે સિતારા દેવીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. પર્ફોર્મનસથી યજમાન તથા તેમના મહેમાનો બહુ જ ખુશ થયા હતાં. અપેક્ષા કરતા પણ વધારે પેશગી મળી હતી. તેમજ, સોના ચાંદીના સિક્કાઓ પણ મળ્યા હતાં."

  સિતારા દેવીની બાલિકાને સારામાં સારી હોસ્ટેલમાં ભણાવવા માટેની પૈસાની વ્યવસ્થા ઈશ્વરે ખૂબ સારી રીતે પાર પાડી હતી. યજમાનની ઓળખાણ લઈને અમે સહુ સિલિગુરી, દાર્જલિંગ પહોંચ્યાં. બંગાળી પરિવારની ઓળખ બતાવી હિમાલિયા બોર્ડિંગ સ્કૂલમાં બાલિકાનું એડમિશન કરાવી દીધું. 

  વર્ષો વીતતા ગયાં. વેકેશનમાં બાલિકા અહીં હવેલીમાં આવતી. સિતારા દેવી સાથે પ્રેમભાવે રહેતી. ક્યારેક એમને પોતાની સાથે લઈ જવાનો આગ્રહ પણ કરતી. અને દર વખતે સિતારા દેવીને પટાવી એમનો એક ફોટો નક્કી પોતાની સાથે લઈ જતી.

    એકાએક પરિસ્થિતિ હદ બહાર થતી ગઈ. સિતારા દેવીનાં અતીત વિશે લોકો પાસેથી ડાર્ક ફેન્ટસી સાંભળવામાં આવી.
     
   અમને એ વાતે કોઈ ફરક નહોતો પડતો. અને પડે પણ શું કામ? અમે જાણતાં હતાં કે પ્રસિદ્ધિનાં ગુલાબ સાથે કાંટાઓ તો રહેવાના જ. જેમ કમળ સાથે કીચડ હોય કે પછી ચંદનનાં વૃક્ષ નીચે નાગ દેવતાનો વાસ રહેવાનો એમ અમારાં સિતારા દેવી માટે એમની સિદ્ધિઓથી ઈર્ષ્યા કરવા વાળા કંઈક ગતકડું તો કાઢવાનાં જ!!

    સિતારા દેવીનાં પરિવારમાં અમારી ગણના થવા લાગી. આટલી મોટી હવેલીમાં અમારી સાથે એમનાં વિદેશનાં સ્ટુડન્ટ્સની પણ રહેવાની વ્યવસ્થા હતી. યકાયક સમય પલટાયો. અને હવેલી હતી ન હતી થઈ ગઈ.

   એકંદરે સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટવા લાગી, કેમકે, આધુનિક કાળનાં છોકરા છોકરીઓને સિતારમાંથી ઇન્ટરેસ્ટ ઓસરી ગયો હતો. હવે સહુ ગિટાર કે પછી બૉલીવુડ સંગીત તરફ ઢળવા લાગ્યા હતાં. તેની સાથે ફિલ્મી નાચગાનમાં વધારે રુચિ ધરાવતા થઈ ગયાં. અને સિતારને ઓલ્ડ ફેશન માનવા લાગ્યાં. વર્ષોથી ઝાકમઝોળ એવી આ હવેલીમાં વર્ષોના ગણ્યા ગાંઠિયા લોકો જ આવતા થયા. બાકીનાઓનો રૂખ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વધારે ને વધારે વધવા લાગ્યો. 

    અમારી સાથે વાટાઘાટો થકી સિતારા દેવીએ એક પાક્કો નિર્ણય કર્યો જે એમનાં એથીક્સ પ્રમાણે યોગ્ય નહોતો. તેમ છતાંય બદલાતાં જમાના પ્રમાણે એમણે પોતાની રીતભાત બદલાવા માંડી. અને નાના મોટાં બાળકો સિતાર સાથે ક્લાસિકલ નૃત્યની પણ તાલીમ લેવા માંડ્યા. એ માટે અલગથી ટીચર્સ નિયુક્ત કર્યા. અલગ અલગ બેચિસ બનાવ્યાં. નાનાં બોયઝ અને ગર્લ્સનો એક બેચ અને મોટાઓ માટે અલગ અલગ. તેમાં પણ સવારે 9 વાગ્યાથી બેચિસ શરૂ થતાં અને બપોર પછી કોઈ બેચ રાખવામાં ન આવતાં. કોઈની ખાસ ફરમાઈશ હોય તો સાંજનો બેચ ગોઠવાતો. અને એમાં ખાસ તાકીદ કરવામાં આવતી કે બાળક સાથે એમનાં માત-પિતા કે બેમાંથી એક સાંજના સુમારે ક્લાસમાં હાજર રહે, કે જેથી નાના હોય કે મોટાં, બાળકોને એકલા ઘરે જવાનો વારો ન આવે. આ હવેલીની આસપાસનો વિસ્તાર થોડો ઘણો સૂમસામ ખરો ને, બસ એટલે જ!

    અને, એક વાતનું હમેશા ધ્યાન રખાતું કે કોઈપણ સંજોગોમાં બાળક સાંજે 5 પછી શીખવા ન આવવું જોઈએ. મ્યુઝિક કે ડાન્સની એક્ઝામ હોય કે કોઈ કોમ્પિટિશનની તૈયારીઓ કરવાની હોય તો પણ એની પ્રેક્ટિસ સવારે કે બપોરે લઈ લેવાતી. દિવસભર ક્લાસિસ ચાલતા રહેતા અને સાંજે મહેફિલ ભરાતી ખરી પણ માત્ર સિતાર અને તબલાની જુગલબંદીની જ. ગીતસંગમ તો વર્ષો વીત્યાં સિતારા દેવીએ ક્યારનાં ય છોડી દીધા હતાં. અને એ જ કેટલાંક શેઠિયાંઓને નાપસંદ હતું.

     દોઢેક વર્ષ પહેલાં નવારીસ એવી આ હવેલી કે જે ત્રણ દાયકા સુધી ઝાકઝમાળ નવી દુલ્હન સમાન ચહેકતી ને મહેકતી રહેતી હતી. એની શાન શૌક્ત જે વ્યક્તિને કારણે હતી તે સિતારા દેવી આ ફાની દુનિયા છોડી ઝન્નતનશીં બન્યાં. 

  "પેલી બાલિકાનું શું થયું? એનો વાલી કોણ? કોઈ તો હશે ને એનો પાલનહાર?"

  "કલકત્તાનાં જે પરિવારની ઓળખથી દાર્જલિંગની સ્કૂલમાં જ્યાં એડમિશન લીધું હતું. એ સ્કૂલમાં જ એમનું બાળક પણ ભણવા જતું થયું. કેટલાક વર્ષોમાં યોગાનુયોગ એ બંને બાળકોને એકબીજા પ્રત્યે ખૂબ આત્મીયતા જાગી. એટલે એ પરિવારે પેલી બાલિકાને દત્તક લઈ લીધી. અને ત્યારથી એ બાલિકાની સ્નેહવર્ષાને વળાંક મળ્યો અને સિતારાદેવી ભૂલાઈ ગઈ. તો અમારી ક્યાં કોઈ વિસાત કે અમે એને એનું બાળપણ યાદ દેવડાવી પોતાનું ગુજરાન ચલાવીએ.!

   બસ, તે દિવસથી જ આ હવેલી હવે થારનાં રણની જેમ કે કદાચ એનાંથીય બદ્તર હાલતમાં વિરાન રહેવા લાગી. એમની ગેરહાજરીમાં નાચગાન નહિવત થઈ ગયાં. તબલા શીખવા કોઈ નહોતું આવતું.

  એ પછી આ હવેલી નશેરી-જુગારીઓનો અડ્ડો બની ગયો. ક્યારેક કોઈ નાનો મોટો ચોર અહીં આશરો લેતો, પણ વધારે સમય સુધી ટકતો નહીં."

  નશામાં બહુ બધુ બોલીને થાક્યો હોય એમ એ શરાબી તંદ્રીત થઈ ગયો. એટલે બીલ્લુએ એનાં હાથપગની દોરી ઢીલી કરી છતાંય કુર્સી સાથે બાંધેલી રાખી. કે જેથી ભાગવાની કોશિશ કરે તો ધ્યાનમાં રહે.

® તરંગ
20/2/21

★★★ loaded કારતુસ ★★★
ક્રમશઃ (6)