Sambandhoma Prapanch - 3 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 3

Featured Books
Categories
Share

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 3

 


કહાની અબ તક: સંજય એના ફ્રેન્ડ દિનેશ સાથે રઈશ સક્સેના ની કંપનીને જોઈન કરે છે! એમની છોકરી મિસ શિવાની સક્સેના સાથે બંનેનું નોકજોક ચાલે છે. આ બાજું શિવાની અને એની સેક્રેટરી છે અને બીજી બાજુ સંજય અને એનો આસિસ્ટન્ટ છે! મિસ્ટર રઈશ સક્સેના પર બે બાઈક સવારનો હુમલો થાય છે! ઑફિસ થી ઘરે સંજય જ સંજય સાંભળીને શિવાની કંટાળે છે! સંજયને કોલ પર હુમલા ખોરનું નામ કહેવાય છે તો એણે એના કાન પર વિશ્વાસ નથી આવતો. હાલ માટે એ કોઈને કઈ નથી કહેતો. એટલામાં માં રઈશ સાથેની મિટિંગમાં શિવાની પગ સ્પર્શ કરી ને ફ્લર્ટ કરે છે! સામાન્ય ફ્લર્ટિંગ માં એ કંપારી ફિલ કરે છે! મિટિંગ બાદ એ કોફી પર જવા કહે છે તો સંજય કામનું કહી ટાળે છે! ત્યાં જોવે છે તો એ વંદા સાથે હોય છે! આ બાજુ દિનેશને સાથે જોઈ વંદા પણ ભળકે છે! એટલામાં કોઈ ગોળી વંદા પર છોડે છે! તો સંજય એણે નીચે જુકવી દે છે! એની આ મદદ માં શિવાની તો સંજય નો લવ જોવે છે અને વધારે ઉદાસ થઈ જાય છે!

હવે આગળ: સંજય અને દિનેશ એ ગોલીમારનો પીછો કરે છે! પણ ક્યાંય સુધી પીછો કરવા છત્તા એ ભાગી જાય છે!

વંદા તો દિનેશને ભેટી જ પડે છે!

"કઈ નહિ, તને કઈ નહિ થાય!" દિનેશે પણ આશિષ વચન આપ્યું.

🔵🔵🔵🔵🔵

સૌ ઓફિસે આવ્યા તો કોઈને કઇ નથી થયું એ જાણી ને રઈશ ને જાન માં જાન આવી.

"બંદા તો બહુ જ ગમે છે ને તને તો! છે પણ મારી કરતા મોર બ્યુટીફુલ!" શિવાની સંજયના કેબિનમાં હતી અને એ જ સમયે દિનેશ શિવની ના કેબિનમાં વંદા સાથે હતો!

"અરે એવું કઈ જ નથી, તું મોસ્ટ બ્યુટીફુલ ગર્લ છું!" સંજયે બાજી સંભાળવી ચાહી.

"હા એટલે જ તો વંદા સાથે કોફી પીવા જવાયું!" શિવાની ભારોભાર ગુસ્સામાં હતી!

"જો એવું કઈ જ નથી, એ તો અમે પહેલેથી પ્લાનિંગ રાખ્યું હતું તો અચાનક તારી સાથે જાઉં તો એણે બિચારીને ખોટું ના લાગે!" સંજય બોલ્યો.

"સારું, તું એની સાથે જ વાત કરજે, મારી સામું પણ ના દેખતો! યુ લાયર! આઈ ડોન્ટ વોંટ ટુ સી યોર ફેસ!" શિવાનીએ આંગળી બતાવી કહ્યું.

એ જ સમયે શિવાનીના કેબિન માં વંદા તો રડતી હતી! એ રડતાં રડતાં બોલતી હતી - "દિનુ, યાર તું કેમ મેમ સાથે આવેલો! મને બહુ જ ખોટું લાગેલું!"

"અરે એ તો મેમ ને સંજુએ ના પાડી તો મારે જવું પડ્યું!" દિનેશે એની સફાઈ આપી.

"યાર, ગોળી આવીને તો હું તો ગભરાઈ જ ગઈ!" કહેતા એ ફરી દિન શ ને વળગી પડી!

"શિવુ, શિવુ, શિવુ! જો પ્લીઝ મારે અને વંદા ને કઈ જ નથી!" એણે શિવાની ને પકડીને પાસેના સોફા પર બેસાડી દીધી!

"તું તું વાત ના કર મારી સાથે!" શિવાની બોલી.

"અરે બાપા, હું એની પાસે પણ નહિ જઉં, ઓકે!" સંજયે કહ્યું.

"એક શરતે જ માફ કરીશ!" શિવાની બોલી.

"શું?!" સંજયે સાશ્ચર્ય પૂછ્યું.

"આજે મારી સાથે ડિનર પર... ફિક્સ!" એણે હળવું શરમાતા કહ્યું.

"હા... હા... હા... ચોક્કસ. ફિક્સ." સંજય બોલ્યો.

🔵🔵🔵🔵🔵

ઑફિસમાં કામ પૂરું કરી બંને શાહરના શાનદાર હોટેલમાં કેન્ડલ લાઈટ ડિનર માટે આવ્યા હતા. આખો પ્લાન શિવાનીનો હતો.

બંને એ એક જ ડિશ ઓર્ડર કરી, સંજય તો ડાહ્યો ડમરો થઈ ને પ્લેટમાં જોતો હતો જાણે કે એની શરમ છુપાવતો ના હોય!

"સંજય, જો હવે તું વંદા પાસે ગયો છે ને તો..." શિવાની બોલી.

"ના... ક્યારેય નહીં!" સંજયે હસતા અને હળવેથી કહ્યું.

"યુ આર લુકિંગ સો બ્યુટીફુલ!" સંજયે થોડુ શરમાતા કહ્યું.

"થેન્કસ! યુ આર ઓલ્સો સીમિંગ ડેશિંગ!" શિવાની બોલી.

બંને એ સપનામાં પણ નહોતું વિચાર્યું એવો એમને મીઠો ઝટકો લાગવાનો હતો! ઉપરથી કંઇક એવું પણ થવાનું હતું કે સંજય ને આ ખુશખુશાલ વાતાવરણમાં પણ દહેશત મહેસૂસ થવા લાગી હતી.

વધુ આવતા અંકે...

એપિસોડ 4માં જોશો: એ રાત્રે જ અમુક હલચલ થઈ તો સંજયની આંખ ઊઘડી ગઈ! કોઈએ શિવાની નું ગળું દબાવવાની કોશિશ કરી હતી! પણ એની ઠીક પાસે સંજય હતો એણે સાવધાનીથી એ વ્યક્તિના હાથને ગળું દબાવતા રોક્યા અને હળવેથી નખ પણ મારી લીધા! જેથી એણે ઓળખી શકાય.