My favorite college in Gujarati Anything by Boricha Harshali books and stories PDF | મારી પ્રિય કોલેજ

Featured Books
Categories
Share

મારી પ્રિય કોલેજ

મારી પ્રિય કમાણી સાયન્સ કોલેજ


ગુણવંત શાહે સરસ કીધું છે કે કોલેજ નું કેમ્પસ એટલે પારમિતાની ઉપાસનાની લીલી વાડી ..શિક્ષણ ના ત્રણ વિટામિન છે . શું ભણવું , કેમ ભણવું અને માત્ર ભણતર જ પૂરતું નથી, એ વાત ની પ્રતીતિ ! કોલેજ ના એ બે વર્ષ કેમ પુરા થઇ ગયા ખબર જ ના પડી ...ઓહ્હ જો તમને મનમાં પ્રશ્ન તો થયો જ હશે કે કોલેજ ના તો ત્રણ વર્ષ હોય તો પછી બે કેમ પણ મારે ત્રીજા વર્ષ માટે કોલેજ બદલાવવી પડી હતી , કોલેજ ને છોડીને જવાનું મન જ નહોતું થતું પણ સારા ભવિષ્ય માટે અને કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે છે , અને હા કોલેજ માં ડિગ્રી મળે એ એક વાત છે. અને વિવેક પ્રાપ્ત થાય એ બીજી વાત છે . અને મારી કોલેજ ની તો વાત જ નિરાળી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની બેસ્ટ કોલેજ , સેલ્ફ ફાયનાન્સ નહિ પરંતુ સરકારી કોલેજ , કોલેજ લાઈફ એટલે બધાના મનમાં કેન્ટીન , બંક , અટેન્ડન્સ, મસ્તી ,સ્પેશિઅલ ડેજ઼ પણ અમારી કોલેજ જ માં તો ઓન્લી સ્ટડી ની સાથે મસ્તી બસ, અને કડક શિસ્ત વાળું વાતાવરણ તો પણ કોલેજ તો બહુજ ગમતી , કહેવાય છે સ્કૂલ લાઈફ એ ગોલ્ડન લાઈફ હોય છે , પણ સ્કૂલ લાઈફ ને પણ ભુલાવી દે એવી અમારી કોલેજ ની પ્લેટિનમ લાઈફ હતી સોના કરતા પણ મોંઘી ,, આર્ટસ અને સાયન્સ કોલેજ નો સમન્વય ,રંગબેરંગી ફૂલો વાળું ગાર્ડન ,નારનરમ્ય વાતાવરણ ,પક્ષીઓ નો કલરવ , વિશાળ પુસ્તકાલય , મોટી કોલેજ બિલ્ડિગ, અને કોલેજ ના એક પણ ફૂલ ને છોડતા નહિ , અરે તોડતા નહોતા પણ તેના ફોટોસ ક્લિક કરતા , બાયોલોજી ના સ્ટુડન્ટ હોવાથી નેચર તો બહુ જ ગમતું .


રૂમ નંબર :૨૫ અને ૧૩ અમારા ફેવરિટ ..એ ક્લાસ માં લેક્ચર ભરવાની ખુબ જ મજા આવતી .ફિઝિક્સ , કેમિસ્ટ્રી અને ઝૂલોજી અમારા વિષયો ..એક ભી લેક્ચર મિસ નહોતા કરતા .જ્ઞાન ની સાથે ગમ્મત ,કેમિસ્ટ્રી વાળા એટલે નવા નવા એક્સપેરિમેન્ટ અને ,એ કેમિકલ સાથે કરેલી મસ્તી લેબ માં સબસ્ટન્સ એકને મળતો હોય તો બધાને મળી જાય. .ટૅસ્ટટ્યૂબ ,બિકાર, ફ્લાસ્ક એવા સાધનો તો તૂટતાં જ હોય એમાં પણ સોડિયમ ના ટુકડાને પાણી માં નાખતા થતો નેનો એવો ધડાકો ...,ઝૂલોજી લેબ માં કોબ્રા સાથે કરેલી વાતો .સાચે જ ખુબ જ જાણવા અને શીખવા મળ્યું ,બધાને લાસ્ટ બેન્ચ માં બેસવું ગમેં અને અમને ફર્સ્ટ બેન્ચ માં ,નેચર કેમ્પ હોય કે પીકનીક એક પણ બાકી ન મુક્તા ,એ અમારા પાંચ નું ગ્રુપ બધા માં નંબર વન ,બધાજ કવિતા બનાવા માં હોસિયાર ,કહેવાય છે કે યુનિવર્સીટી ની કોઈ પણ ડિગ્રી વિદ્યાર્થી ને વિવેક ન આપી શકે ,પણ અમારી કોલેજ ના પ્રોફેસરો એ શિક્ષણ ની સાથે જ્ઞાન પણ આપ્યું ,સમાજ ,ગામ , દેશ , માં પોતાની એક અનોખી ઓળખાણ કેમ ઉભી કરવી એ શીખવ્યું ..યુનિવર્સીટી એટલે શું ? યુનિવર્સીટી એટલે સારા સારા વિચારોની પ્રયોગશાળા ...કંઈક આમ જ કોલેજ લાઈફ પુરી થઇ જાય છે .અમારી કેટલી બધી યાદો અને ખાસ અમારા એ શિક્ષકો કે જેને અમારું ભવિષ્ય બનાવવા અને અમને સફળ કરવા અમને આપેલું એ જ્ઞાન એમને તો સત સત વંદન ને સત સત નમન કંઈક એવાજ ખાસ મારા બધા ફ્રેન્ડ્સ અને એમની સાથે કરેલી એ મસ્તી ,મઝાક ,મિત્રો આ બધું કોઈ દિવસ નહિ ભુલાય thank u my all sir ,mam ,all my friends and special thanks to my college ..thanks a lot all of you .it was best memory in my life and always will be ..love you friends ..i will miss you forever forever forever ....આભાર કમાણી અને બધા પ્રોફેસરો ..છેલ્લે બસ એક નાનકડી કવિતા ...


બૅઝિનની રિંગ જેવી છે આ જિંદગી ....


કિડની ની હિસ્ટોલોજી જેવી અસ્પષ્ટ છે આ જિંદગી .....


સર્કિટ ના વાયરો ની જેમ ગૂંચવાયેલી છે આ જિંદગી ....


ક્યારેક સોલિડ તો ક્યારેક લીકવીડ છે આ જિંદગી .....


ક્યારેક ગ્લુકોઝ જેવી મીઠી છે આ જિંદગી ....


ક્યારેક અલ્કેન ની સરળ શૃંખલા જેવી છે આ જિંદગી....


પણ બોટનીના રંગબેરંગી ફૂલો જેવા અતરંગી , સતરંગી ,અને પ્યારા મિત્રો હોવાથી પ્યારી છે આ જિંદગી .....


આભાર જિંદગી