Sapna Ni Udaan - 13 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 13

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 13

હવે પ્રિયા , રોહન અને અમિત ત્રણેય સાથે બેસીને આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવાની કોશિશ કરતા હતા. તેઓ પોતાના મન માં આવતા વિચાર એકબીજાને કરી રહ્યા હતા. ત્યાં પ્રિયા ના ફોન માં મેસેજ આવે છે. મેસેજ ગૌતમ અરોરા નો હતો. તેને લખ્યું હતું," ડૉ. પ્રિયા લગ્ન ની તૈયારી કરવા લાગજો. હું તમારી રાહ જોવ છું. તમારા જવાબ નો ઇન્તજાર કરીશ."

આ જોઈ પ્રિયા એ રોહન અને અમિત ને મેસેજ બતાવ્યો. રોહન બોલ્યો," આ અરોરા સમજે છે શું પોતાને !! પ્રિયા તેના મેસેજ નો કઈ પણ જવાબ ના આપતી. હું છું ત્યાં સુધી તારી સાથે કઈ પણ ખોટું થવા નહિ દવ." ત્યાં અમિત બોલ્યો," હા ડૉ. પ્રિયા હું પણ તમારી સાથે જ છું .તમે ચિંતા ના કરો." ત્યાં રોહન ને એક જબરદસ્ત વિચાર આવ્યો. તે બોલ્યો," રસ્તો મળી ગયો!." પ્રિયા બોલી," શું ? જલદી બોલ રોહન ". રોહન બોલ્યો," આપણે સૌથી પહેલા તો પ્રિયા ની સાઈન વાળા જે પેપર છે. તે અરોરા પાસે થી ગમે તેમ કરી લેવા પડશે. હવે જો પેપર જ નહિ હોય તેની પાસે તો એ આ લગ્ન ની વાત કહી જ નહિ શકે અને આપડે પૈસા પણ ચૂકવવા નહિ પડે."

અમિત બોલ્યો," હા એ વાત સાચી પણ આપણે એ પેપર લાવશું કેવી રીતે?" રોહન એ થોડા હાસ્ય સાથે કીધું," એ પણ મે વિચારી લીધું છે " . પછી રોહન બધી વાત પ્રિયા અને અમિત ને સમજાવે છે. હવે પ્રિયા , રોહન અને અમિત પોતાના પ્લાન ને અંજામ આપવા તૈયાર હતા.

થોડી વાર માં એક મેકઅપ આર્ટિસ્ટ આવે છે. તે રોહન અને પ્રિયા ને એવી રીતે તૈયાર કરે છે કે તે બંને ને કોઈ ઓળખી જ ના શકે. તે જ્યારે તૈયાર થઈ આવ્યા તો અમિત તો તેમને જોતો જ રહી ગયો. રોહન એ એક બ્લેક સુટ પહેર્યું હતું. પગ માં બ્લેક શૂઝ , હાથ માં એક મોંઘી ઘડિયાળ, વાળ એકદમ સ્ટાઇલિશ ઓળ્યા હતા. આંખ માં ગોગલ્સ પહેર્યાં હતાં. તે ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. આ બાજુ પ્રિયા એ બ્લેક પેન્ટ અને સફેદ ટીશર્ટ અને ઉપર બ્લેક બ્લેઝર પહેર્યું હતું. બંને એ ટાઈ પણ પહેરી હતી. પ્રિયા ના લાંબા વાળ ની જગ્યા એ તેને ખભા સુધી આવે તેવા વાળ ની વિક પહેરી હતી. આગળ ના વાળ આંખ ની ઉપર સુધી આવે તે રીતે સેટ કર્યા હતા. આંખ પર ગોગલ્સ પહેર્યાં હતાં. હોઠ પર લિપસ્ટિક લગાવી હતી. પગ માં ઉંચી એડી ના સેન્ડલ પહેર્યાં હતાં. તે બંને કોઈ મોટી કંપની ના મેનેજર જેવા લાગતા હતા.

અમિત બોલ્યો," વાહ! તમે બંને શું લાગો છો!!!! તમને તો હું પણ ઓળખી ના શક્યો તો પેલો અરોરા તો શું ઓળખી શકવાનો. શું પ્લાન બનાવ્યો છે રોહન" . પછી ત્રણેય હસવા લાગ્યા.

હવે પ્લાન નું પહેલું ચરણ શરૂ થાય છે. પ્રિયા અને રોહન બંને કંપની એ પહોંચે છે. તે બંને અરોરા ની પીએ ના કાઉન્ટર પર જઈ કહે છે," hello! Mam , can we meet Mr.Gautam Arora". તેની પિએ બોલી," તમે કોણ છો? અને સર ને કેમ મળવા માંગો છો?". તો રોહન બોલ્યો," હું કશ્યપ ચોપરા અને આ છે સુરભી મલ્હોત્રા. અમે મુંબઈ થી આવ્યા છીએ. અમે ત્યાંની પ્રખ્યાત કંપની 'LTI' ના વાઇસ ચેરમેન છીએ. તમે આ કંપની નું તો નામ સાંભળ્યું જ હશે. અમે મી.ગૌતમ અરોરા સાથે અમારી કંપની ની ડીલ વિશે વાત કરવા આવ્યા છીએ. ". તો તેની પીએ બોલી," ડીલ વિશે શું વાત કરવા માંગો છો?". પ્રિયા બોલી," સોરી , પણ અમે તે માત્ર મી.ગૌતમ અરોરા ને જ જણાવી શકીએ".

પછી તેની પીએ અરોરા ને ફોન લગાવે છે અને કહે છે," હેલ્લો! સર 'LTI' કંપની માંથી બે વ્યક્તિ આવ્યા છે જે પોતાને વાઇસ ચેરમેન કહે છે. તે તમને મળવા માગે છે ". અરોરા થોડુક વિચારે છે પછી તેમને અંદર મોકલવા કહે છે.

હવે આપણને એમ થાય કે પ્રિયા અને રોહન એ 'LTI' કંપની નું જ નામ કેમ આપ્યું. તો જ્યારે પ્રિયા ગૌતમ અરોરા ને મળવા આવી હતી ત્યારે અરોરા વાત વાત માં પ્રિયા ને કહ્યું હતું કે એનજીઓ નું કામ વહેલા શરૂ કરવું પડશે કેમ કે તેની મુંબઈ ની 'LTI' કંપની સાથે ડીલ થઈ છે. તો કંપની ના ચેરમેન તેને મળવા આવવાના છે અને તેની સાથે તે થોડાક દિવસ વ્યસ્ત રહેશે. આ વાત પ્રિયા ને યાદ આવી અને તેઓ એ 'LTI' કંપની ના વાઇસ ચેરમેન બનવાનું નક્કી કર્યું કેમ કે એના ચેરમેન ને અરોરા પહેલેથી જ જાણતો હતો. અને એમ ભી પ્રિયા અને રોહન ને માત્ર ઓફિસ માં પ્રવેશ કરવાનો હતો. પછી નું બધું અમિત સંભાળી લેવાનો હતો.

રોહન અને પ્રિયા અંદર જાય છે. તે ગૌતમ ની સામે જઈ બેસે છે. તેમણે વિચાર્યું હતું તેમ અરોરા તેમને ઓળખી શક્યો નહિ. હવે અરોરા બોલ્યો," તો તમે 'LTI' કંપની માંથી આવ્યા છો, પણ મારી થોડાક દિવસ પહેલા જ ત્યાંના ચેરમેન એ.એમ નેઇક સાથે વાત થઈ હતી તે તો પોતે આવવાના હતા અને એ પણ બે દિવસ પછી.માફ કરજો પણ આ વાત મને ગળે ના ઉતરી. જો હું એક વાત સ્પષ્ટ કહી દવ ડીલ ની વાત હું ફક્ત તમારા ચેરમેન સાથે જ કરી શકું. ." રોહન બોલ્યો," મી.ગૌતમ અરોરા ! હું કશ્યપ ચોપરા અને આ છે સુરભી મલ્હોત્રા . અમે 'LTI' કંપની ના વાઇસ ચેરમેન છીએ. અમને ખબર છે સર જ આવવાના હતા. પણ એક જરૂરી વાત છે જે અમે તમને કહેવા માગતા હતા. સર થોડા વ્યસ્ત હોવાથી આવી શક્યા નહિ તે આવશે પણ બે દિવસ પછી. તેમને અમને મોકલ્યા જેથી એ વાત અમે તમને જણાવીએ અને તમે વહેલી તકે તેની તૈયારી કરી શકો." અરોરા બોલ્યો," હા તો તમે કંઇ જરૂરી વાત કરવા માગો છો?".

અરોરા ની વાત પૂરી થઈ ત્યાં જ તેની પીએ દોડતી આવી અને બોલી સર તમારું કામ છે થોડી વાર માટે તમે અહી આવો. અરોરા એક મિનિટ માં આવું એમ કહી તેની સાથે જાય છે. તે નીચે જોવે છે તો અમિત હોય છે. અમિત કંપની માં જઈ જોર જોર થી બોલી રહ્યો હતો," ગૌતમ અરોરા! ક્યાં સંતાય ને બેઠો છો??? હિંમત હોય તો અહી આવ ? કાલ નો માર કદાચ ભૂલ્યો નથી લાગતો એટલે જ ક્યારનો બોલાવું છું તો પણ બહાર નથી આવતો!" અરોરા ત્યાં જઈ ખૂબ ગુસ્સે થઈ બોલે છે," તારી હિંમત કેમ થઈ મારી કંપની માં આવી , મારા વિશે આવી રીતે વાત કરવાની!!!"

અમિત બોલ્યો," તારી હિંમત કેમ થઈ પ્રિયા ને મેસેજ કરવાની, ઇ તો કાલે પ્રિયા હતી , તે ગભરાઈ ના જાય એટલે તને મૂકી દીધો પણ આજે તને નહિ મુકું!!" .

હવે પ્રિયા ની વાત તો કંપની માં કોઈ ને ખબર નહોતી. જો અમિત અહીંથી નો જાય અને બોલ્યા કરે તો બધાને પ્રિયા ની વાત ની ખબર પડી જાય . એટલે અરોરા એ સિક્યુરિટી વાળા ને બોલાવી તેને બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યો. બીજી બાજુ રોહન અને પ્રિયા તે પેપર ગોતી રહ્યા હતા. પણ તેમને હજી સુધી પેપર મળ્યા નહોતા. અરોરા હવે અમિત જતો રહ્યો એટલે તે ઉપર આવી રહ્યો હતો. ત્યાં પ્રિયા ને એક કબાટ માં તે પેપર મળી જાય છે. પણ તે જ સમયે અરોરા ઓફિસ માં આવી જાય છે. તે પ્રિયા ને પેપર સાથે જોઈ જાય છે.

વળી પ્રિયા દોડાદોડ કરી ને પેપર શોધતી હતી તેથી તેને પહેરેલી વિક આડીઅવળી થઈ ગઈ હોય છે. એટલે અરોરા સમજી જાય છે કે આ પ્રિયા જ છે. કેમ કે તે પેપર ને ઓળખી જાય છે. જે પ્રિયા એ સાઈન કર્યા હતા . અરોરા બોલ્યો," તો !! તમે ડૉ. પ્રિયા છો, સાચું. મને થોડોક શક તો હતો જ કે દાળ માં કંઇક કાળુ છે. નહીતો , આમ અચાનક આટલી મોટી કંપની ના વાઇસ ચેરમેન જણાવ્યા વગર આવી થોડા જાય. તો ચાલ હવે પેપર પાછા મૂક ." આ સમયે રોહન પાછળ સંતાઈ ગયો હતો. તે ત્યાં પેપર શોધતો હતો. ત્યાં તેણે અરોરા ને આવતા જોઈ લીધો હતો. હવે તે અરોરા ને પાછળ થી આવી પકડી લે છે. અને બોલે છે," પ્રિયા!! જલ્દી તે પેપર ફાડી નાખ!." અરોરા છૂટવા ની કોશિશ કરે છે પણ છુટી શકતો નથી . ત્યાં પ્રિયા બધા પેપર્સ ના કટકા કરી નાખે છે અને પાછળ બારી હતી તેની બહાર ફેંકી દે છે."

રોહન હવે બીજી તરફ અરોરા ને જોર થી ધક્કો મારે છે અને પ્રિયા ને જોર થી કહે છે," પ્રિયા!!! ભાગ!!....." પ્રિયા રોહન તરફ આવે છે અને બંને હાથ પકડી ત્યાંથી ભાગે છે. અરોરા ટેબલ સાથે ભટકાય જાય છે અને તેને આંખ માં અંધારા આવી જાય છે તેથી પાછળ ભાગી શકતો નથી. પ્રિયા અને રોહન પાછળ અરોરા આવતો નથી એ જોઈ બીજા કોઈ ને ખબર ના પડે તેમ ત્યાં થી બહાર નીકળી જાય છે. આમ તે ત્રણેય સાથે મળીને પેપર્સ નું નામોનિશાન રહેવા દેતા નથી.

હવે આ જોઈ ગૌતમ અરોરા ચૂપ તો નહિ બેસે. તે કઈ પણ કરીને પ્રિયા ને પોતાની બનાવાનો પ્રયાસ કરશે. હવે જોઈએ છીએ અરોરા શું નવો પ્લાન કરશે અને પ્રિયા કઈ રીતે તેનો સામનો કરશે.આ જાણવા વાચતા રહો ' સપના ની ઉડાન


To Be Continue...