Dear pandit - 6 in Gujarati Fiction Stories by Krishna Timbadiya books and stories PDF | પ્યારે પંડિત - 6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્યારે પંડિત - 6

દરવાજા ખુલતા જ સીમા શુભાશિષ પાસે આવી ને બોલી.
જુઓ એક પિતા તરીકે વાત કરજો, પંડિત રીતે નહીં. એક માં હોવાને કારણે ચિંતા હતી કે કઈ આડુંઅવળું કરી ના બેસે.
શુભાશિષ એની વાત સાંભળી ને અવની ને કહ્યું બોલાવી લે એને એ તો વાત કરશે ત્યારે જ ખબર પડશે.
એ તમારી સાથે વાત કરતાં ડરી રહ્યો છે અવની એ કહ્યું
શું વાત છે? હું એનાથી ડરી રહ્યો છું અને એ મારાથી.

મૃણાલના રૃમમાં આવતાં જ અવની રૂમની બહાર જવા લાગી. રૂમ નો દરવાજો બંધ કરી દેજે. શુભાશિષ એ કહ્યું અવની જતી રહી બંધ દરવાજા બહાર એ અને સીમા બંન્ને ઉભા રહી વાતચીત સંભાળી રહ્યા હતા.
બંને એક રૃમમાં જઈ વાત શરૂ કરતાં શુભાશિષ એ કહ્યું કે અવની કહેતી હતી કે તું ડરી રહ્યો છે મારાથી? હું ખુશ થઇ ગયો. પણ ડરી કેમ રહ્યો છે?

એવી વાત નથી, પણ કાલે તમે સટ્ટાની વાત કરી તો શરમથી પાણી પાણી થઈ ગયો. ડરી ગયો હતો કે તમે સવાલ પૂછશે તો શું જવાબ આપીશ.

અને પેલી છોકરીને લેટર લખવાની વાત તો તું ભૂલી જ ગયો, પણ જવા દે એ વાત તો ક્યારની ખતમ થઈ ગઇ. મૃણાલ આશ્ચર્ય થી જોઈ રહ્યો.

જે વ્યક્તિ એ મને આ વાતની ખબર કરી હતી એ ગવાહી દેવા માટેની ના પાડી દીધી. બિચારો! તારાથી ડરી ને ભાગી ગયો. હવે તો ખુશ થઇ જા, તું તો મોટો થઈ ગયો પણ હું ગુનેગાર સાબિત થઈ ગયો. મારી માં નથી ને એટલે! નહિતર હું પણ નિર્દોષ સાબિત થઈ જાત.

પણ, તમે શું કર્યું છે પાપા?

મેં મારા જીગર જેવા છોકરાને ધર્મ ને અનુકૂળ ના રહી ઉછેરવાનો ગુનો કર્યો છે. બીજો એક ગુનો પણ છે. તું આસપાસની શેરીઓ માં મશહૂર થઈ ગયો છે અને હું મજબૂર. એટલા માટે મેં નિર્ણય કર્યો છે કે હું મારી બાકી ની જીંદગી મંદિર માં વિતાવી લઈશ.

ના પાપા. મંદિર માં નહીં રહો તમે. ઘરમાં રહેશો તમે. અચાનક મૃણાલ બોલી પડ્યો.
હું ઘર માં નહીં રહી શંકુ.
કેમ નહીં રહી શકો?
કારણકે ઘરમાં તું રહે છે, અને તારા કારણે હવે મને મારાથી ડર લાગી રહ્યો છે.

સીમા!! સીમા!! દરવાજા ખોલી ને અંદર આવી જા. શુભાશિષ ઉભા થતાં બોલ્યા. અને મારી વાત સંભાળ, દરવાજો ખોલી અંદર આવતા ઉભી રહી. અભિનંદન! હું તારા છોકરા માટે સબૂત મેળવવા નકામ રહ્યો. હવે મને મારા કર્યા પર શરમ આવે છે. એટલા માટે ઘર છોડી ને મંદિર માં જઈ રહ્યો છું. તું જરૂરત ની વસ્તુઓ મારી બેગમાં ભરી દે.

કેવી વાત કરો છો? સીમા બોલી પડી.
તે જ તો કહ્યું હતું કે બાપ બની ને વાત કરજો. અને હવે તો તું પણ ગવાહ છો ને કે મેં બાપ બનીને વાત કરી છે. હવે હું જવ છું કહીં ને રૂમની બહાર નીકળી ગયા.

સીમા એ ગુસ્સે થઈ ને મૃણાલ ના ગાલ ઉપર તમાચો મારી દીધો. જા! ધક્કા મારીને મૃણાલ ને બહાર નીકળ્યો અને કહ્યું પગ માં માથું મૂકી ને માફી માંગ. માફી માંગ એમને.

દરવાજા પાસે પહોંચી ગયેલા શુભાશિષ ના પગ માં પડી ગયો, પાપા હું મારા ગુનાઓ ની માફી માંગુ છું. ભગવાન ની કસમ મને માફ કરી દો. શુભાશિષ ના પગ પકડી ને રડી પડ્યો. શુભાશિષ સીમા સામે જોઈ રહ્યો. સીમા પણ ઈશારો કરી માફ કરવા કહી રહી હતી.

શુભાશિષ એ મૃણાલ ને ઊભો કરીને પહેલા બપોર ની આરતી કરી પછી વાત કરીએ. એમ કહી મંદિર જવા ઘર ની બહાર નીકળી ગયા.

એમના ગયા પછી સીમા બોલી, જોયું પૂરી રીતે માફ નહીં કર્યો તને. તું અત્યારે જ મંદિર જવા નીકળ અને આરતી માં આગળ ઊભો રહેજે. ઈશારો દઈને ગયા છે તને. જા હવે! મૃણાલ આંસુઓ સાફ કરી નીકળી ગયો.

અરે તમે? અચાનક અવાજ સાંભળીને મૃણાલ ઊભો રહ્યો. મંદિર જઈ રહ્યા છો? મંદિર ના રસ્તે જતા મૃણાલ ને જોઈ ને અચરજ પામતી કુંદન બોલી પડી.
હા! ટૂંકમાં જવાબ આપતા મૃણાલ બોલ્યો.
આ ક્યારથી થયું?
આજથી જ. પાપા એ કહ્યું આરતી માં આવજે નહિતો...
નહિતો શું? હજુ કુંદન આગળ કઈ બોલે ત્યાં તો આરતી નો ઘંટ સંભળાવવા માંડ્યો.
વાત કાપતો મૃણાલ બોલ્યો આરતી નો ટાઇમ થઈ ગયો એમ કહી નીકળી ગયો.
હા હા હા! કુંદન ને તો હસવું આવી ગયું.

મંદિર ની આરતી પૂરી થયા બાદ શુભાશિષ એ મૃણાલ ને આરતી માં જોયો. બન્ને એકબીજા ની સામે જોઈ રહ્યા. મૃણાલ ને લાગ્યું કે જાણે પાપા એ એમને માફ કરી દીધો હોય.

મંદિરની આરતી પછી શુભાશિષ મૃણાલ ને જોબ માટે કોઈ જગ્યા પર લઈ જવા લાગ્યા. અને જ્યાં ટેક્સી ઉભી રહી અને મૃણાલ એ જોયું તો તો એમને લાગ્યું કે નક્કી પાપા છોકરી વળી વાત દિલ પર લઈ લીધી છે.

પાપા! પેલી છોકરીના લેટર વાળી વાત ખોટી છે, એવું કશું નથી..... અરે! મૃણાલની વાત કાપી નાખતા હસી ને બોલી પડ્યા... અરે! સવાણી સાહેબ સાથે વાત કરી હતી તારી જોબ માટેની. એમણે કહ્યું કે લેતા આવજો! હું જોબ પર રાખી લઈશ. વાત સાંભળીને મૃણાલ ને હાશ થઈ. આમ પણ B.A. કર્યું હોવાથી અને શુભાશિષ ને કારણે મૃણાલ ને જોબ પર રાખી લીધો.
*

રાતના 9 વાગી રહ્યા હતા, હમેશાંની જેમ ક્યારા ટેરેસ પર પોતાના favorite હીંચકે હીચકી રહી હતી. ક્યારા પોતાના વાળની લટો સાથે રમતી કંઈક વિચારી રહી હતી કે અચાનક જ જોયું તો અમિત તેની પાસે આવી ઊભો હતો. એ ક્યારા સામે હસી ને હિચકા પર બેસી ગયો. એ હજુ તેની સામે જોઈ રહ્યો હતો.

ક્યારા વાતચીત શરૂ કરતાં બોલી. મને એ કહો કે કેટલું મોટું દિલ છે તમારું?

આજમાવી ને જોઈ લો. અમિતે હસી ને સિમ્પલ જવાબ આપ્યો.

એટલે જ તો પુછ્યું કે પાછળથી કઈ પ્રોબ્લેમ ના થઇ જાય.

અરે! પ્રેમના નામ પર તો અમે પ્રાણ પણ આપી દઈએ.

પણ જમાનો હવે બદલાઈ ગયો છે. પ્રેમનાં નામ પર પણ લોકો થોડું કોમ્પ્રોમાઈઝ કરી લે છે. ક્યારા પોતાની વાત રજૂ કરવાની કોશિષ કરી રહી હતી.

લોકો કોમ્પ્રોમાઈઝ કરી લેતા હશે પણ આપણે આ વાત કેમ કરીએ છીએ? કંઈક બીજી વાત કરો ને! અમિત બોલતા ક્યારા નો હાથ પકડી લીધો.

અરે! હા હું પણ શું વાત લઈ ને બેસી ગઈ. પોતાનો હાથ છોડાવી હસી ને બોલી.

હવે લાગી રહ્યું છે કે આપણાં વચ્ચે undestanding થઇ રહી છે. અમિત શરમાતા બોલ્યો.

હવે જે હું કહેવા માંગુ છું એ સાંભળીને તમે ડિસ્ટર્બ ના થઈ જતાં. ક્યારા એક એક શબ્દ સંભાળી સંભાળીને ને બોલી રહી હતી.

અરે! કઈ નહીં થાય.

વાત થોડી ખરાબ છે પણ કહી દેવી સારી. નહીં તો ભવિષ્યમાં તમને ખબર પડશે તો ખરાબ લાગશે. અને આવી વાતો લગ્ન પછી જો ખબર પડે તો પ્રેમ કરવાવાળાઓ વચ્ચે પણ દરાર પડી શકે છે.

અરે?આ શું કહો છો તમે! આશ્ચર્ય થતાં અમિત બોલ્યો

દિલ પર હાથ રાખો.. અમિત એને જોઈ રહ્યો.. અરે રાખો ને! એમાં એવું છે ને કે.. હું કોઈ બીજા ને પ્રેમ કરું છું અમિત.. નાનપણથી જ. અમે સ્કૂલ માં સાથે ભણતા હતા. પેલા તો રોજ અમે એકબીજાને લેટર લખતા હતા અને હવે કલાકો સુધી ફોનમાં વાતો કરીએ છીએ. એ કહે છે કે મરી જઈશ તારા વિના. આમ તો લગ્નની તારીખ નક્કી ના હતી થઈ ત્યાં સુધી તો હું પણ એ જ કહેતી હતી, અમિત હજુ દિલ પર હાથ મૂકીને એની સામે આશ્ચર્ય થી જોઈ રહ્યો.
પણ હવે લાગે છે કે, પાપા માટે મારે મારા પહેલા પ્રેમ ની કુરબાની દેવી પડશે. મને ખબર છે કે તમને બહુ જ ખોટું લાગી રહ્યું હશે પણ.....

નહીં મને જરાય ખોટું નથી લાગી રહ્યું હું તો ખુશ છું કે બીજી કોઈ છોકરીઓ ની જેમ તમે તમારા past ને છુપાવ્યું નહીં.

ક્યારા ચોંકી ને અમિતની સામે જોઈ રહી.

બહુ જ હિંમત છે તમારામા. બધી જ વાત મારા મોઢે જ કહી નાખી. તમારી કસમ, મારી નજરો માન થી ઝૂકી ગઈ છે. I'm proud of you.
મને તમારા past સાથે કોઈ લેવા દેવા નથી. અને તમે કઈ આ જ કોમ્પ્રોમાઈઝ ની વાત તો ના હતા કરી રહ્યા ને.

ક્યારા સૂન થઈ ને અમિત ને તાકી રહી. ક્યારા ને એમ હતું કે આ વાત સાંભળીને અમિત લગ્ન કરવાની ના પાડશે પણ આ તો બધું ઉલટું થઈ ગયુ.

*
ઓફિસ પર જવા માટે મૃણાલ રેડ્ડી થઈ રહ્યો હતો. વ્હાઈટ શર્ટ અને બ્લ્યુ લાઈન વિથ ટાઇ માં બહુ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. ત્યાં જ એની અવની રૃમમાં આવી એને જોઈ રહી તેની પાસે ગઈ અને એનો હાથ ખેંચી ને કિચન માં લઈ ગઈ જ્યાં એની માં ટિફિન તૈયાર કરી રહી હતી..

માં! કેવો લાગી રહ્યો છે મારો ભાઈ!
હેન્ડસમ! સીમા બોલી
મસ્ત લાગુ છું! મૃણાલ માં અને બન્ને સામે જોઈ બોલ્યો.

હા! અવની ગાલ ખેંચતા બોલી
અને હા નજર ઉતાર એની. સીમા બોલી
અરે માં કઈ પણ કરી લો આજે તો નજર લાગશે જ. ત્યારે જ શુભાશિષ પણ આવ્યા અને મૃણાલ સામે જોઈ રહ્યા...

જ્યારે બહુ redy થા ત્યારે મારી નજરો માં ઓછો આવ! મારી નજર લાગી જશે. ખબર નહીં ભગવાને મારી કઈ પ્રાર્થના સાંભળી લીધી.

અરે! પાપા ભગવાને તમારી નહીં મારી પ્રાર્થના સાંભળી લીધી. એ દિવસે મેં પ્રાર્થના કરી હતી કે જો મૃણાલના હકમાં કઈ સારા સમાચાર નહીં મલે તો હું ક્યારેય મંદિર નહીં જવું.

અરે! પાગલ ભાઈ માટે તું ભગવાન સાથે લડી પડી.
ધમકી આપી ભગવાન ને.

હા તો! તમારાથી નારાજ થઈ ને કહું કે હું જમવાનું છોડી દઈશ તો એ ધમકી થોડી લાગે..
ધમકી તો ત્યારે લાગશે જ્યારે હું તમારા કામ ના કરું. કામ તો હું બધા કરું છું પાપા! તમારા પણ અને એના (ભગવાન) પણ.

ઠીક છે! અને આવી વાત દિલ પર ના લઈ લે. હસતાં શુભાશિષ અવની ને કહી રહ્યાં હતાં. અને હા જમવાનું તૈયાર કરી અને એક બે પરાઠા અહીં ખાઈ ને જજે, ઘરે આવતા તને 5 વાગી જશે. હા! શુભાશિષ આજે બહુ ખુશ હતા. પહેલીવાર મૃણાલ જોબ પર જઈ રહ્યો હતો.

*

અમિત બોમ્બે જવા માટે તૈયાર થઈ ક્યારા ને મળવાંના બહાને દાદરા ચઢી રહ્યો હતો. ત્યાં જ કુંદન રોકતા બોલી. અરે! તમે ત્યાં ઉપર કેમ જઈ રહ્યા છો?

અરે પણ તમે જ તો કહ્યું હતું કે તે સી ઓફ કરવા નહીં આવે.

સ્વાભાવિક છે, પાપા ત્યાં ઊભા હશે તો કઈ રીતે સી ઓફ કરવા આવશે તમને.

એટલે જ તો જતો હતો! વિચાર્યું કે ક્યાંક રોઈ ના રહી હોઈ.. ઉપર એના રૂમ સામે જોઈ નિરાશ થતાં અમિત બોલ્યો.

કુંદન તો પાગલની જેમ એની સામે જોઈ રહી.
શું?

એમાં એવું છે કે વિદાય નો ટાઇમ પ્રેમ કરતા લોકો માટે બહુ કઠિન હોય છે.

કુંદનને અમિતની આ વાત પર હસવું આવી ગયું. અને વિચાર્યું કે આ પાગલ થઈ ગયો છે.

અને ઉપરથી આ સી ઓફ કરવા પર પ્રતિબંધ. તમે વિચારો, શું વીતી રહી હશે એના પર. અમિત પાગલ મજનૂ ની જેમ વાત કરી રહ્યો હતો.

કુંદન ને સખત હસવું આવી રહ્યું હતું. આંટી ગાડી માં બેસી ગયા છે અને તમારી રાહ જોઈ રહ્યા છે.

ક્યારા શું કરી રહી હશે? ફરીથી ઉપર જોતા અમિત બોલ્યો. અરે! આ પણ કોઈ પૂછવાની વાત છે. ચોક્કસ! તડપી રહી હશે.

હવે ઉપર ના જોતા પ્લીઝ! પાપાને બહાનાં થી ત્યાં જોવાની આદત છે. ઉપર રૂમ તરફ જોતા અટકાવવા કુંદન બોલી

માફ કરી દો! પણ. 2021 માં 1921 વાળી આદત છે તમારા પાપાની. પરંતુ ઠીક છે, ક્યારા ને કહેજો કે આ રીતે તો લગ્ન પછી પણ થશે તો શું રોઈ રોઈ ને હાલત બગાડી નાખશે શું? ક્યારેક તો 8-10 દિવસ માટે ક્યાંક જવાનું પણ થાય.

હું કહી દઈશ. કુંદન માંડ માંડ હસવાનું રોકી બોલી.

અને હા એક જરૂરી વાત કે... એ cell phone પર ગેરજરૂરી વાતો ના કર્યા કરે.

કહેવાનો મતલબ શું છે?

બધું તો ના કહી શકાય પણ તમે ઈશારો ઈશારો માં કહી દેજો કે જે વીતી ગયુ એને યાદ કરીને કશો ફરક પડતો નથી. આટલું કહી બહાર નીકળી ગયો.

કુંદન ને જાણે જોર થી માથું દુખતું હોય એમ માથું પકડી લીધું.. આ માણસની વાતો તો આઉટ ઓફ ધ બોક્સ છે. ખબર નહીં ક્યારા નું શું થશે.


વધુ આવતા અંકે..