(યશ્વી અને દેવમના મેરેજ થઈ ગયા. યશ્વી પણ સાસરીમાં બરાબર સેટ થઈ ગઈ હતી.એવામાં એક દિવસ સાન્વી નો ફોન યશ્વી પર આવ્યો.હવે આગળ...)
સાન્વી ફોન પર વાત કરતી હતી પણ યશ્વીને સાન્વીના અવાજમાં ઉદાસી લાગી એટલે પૂછ્યું કે, "શું થયું દીદી? કોઈ પ્રોબ્લેમ છે?"
સાન્વી બોલી કે, "કંઈ નહીં, યશ્વી સ્કૂલમાં આજથી મારી એસમ્બલીમાં ડયુટી છે. કંઈક નવું એટલે કે કોઈ બાળકની ક્રિએટીવીટી બહાર આવે એવો કોઈ પ્રોગ્રામ દેવો પડે. પણ ખબર નથી પડતી કે શું કરું?"
યશ્વી બોલી કે, "એક નાટક રજુ કરી દો દીદી."
સાન્વી બોલી કે, "પણ મને નાટકને એવું પસંદ જ નથી. તો લખવું કેવી રીતે એનું પણ ટેન્શન."
યશ્વી બોલી કે, "હું હેલ્પ કરું."
સાન્વી બોલી કે, "કેવી રીતે?"
યશ્વી બોલી કે, "હું પાંચ મિનિટનું કોમેડી નાટક લખી આપીશ. લખીને તમને વૉટ'સ અપ કરું."
સાન્વી બોલી કે, "ઓ.કે. બાય"
સાન્વીએ દેવમને ફોન કરીને કહ્યું કે, " તારું કામ થઈ ગયું. બરાબર ભઈલા."
દેવમ બોલ્યો કે, "થેન્ક યુ, મેમ"
સાન્વી બોલી કે, "ના દેવમ, એકચ્યુઅલી થેન્ક યુ તો મારે કહેવું જોઈએ. મારા પ્રોબ્લેમ નું આટલું સરસ સોલ્યુશન આપ્યું એ બદલ. ચાલ તારે કામ હશે તો ફોન મૂકું. બાય"
યશ્વીએ લખવાનું શરૂ કર્યું.
' એસ. એન.
(એક પુરુષ ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો. એવામાં એક કેન્ડીડેડ આવ્યો.)
એક બાળક: "બેસો, તમારું નામ શું?
બીજો બાળક: "એસ.એન."
એક બાળક: "એસ.એન."
બીજો બાળક: "શ્યામ નાગર"
એક બાળક: "ઓ.કે. પિતાનું નામ"
બીજો બાળક: "એસ.એન."
એક બાળક: "એસ.એન. એટલે"
બીજો બાળક: "સત્યપ્રકાશ નાગર"
એક બાળક: "તમારે રહેવાનું કયાં"
બીજો બાળક: "એસ.એન "
એક બાળક: "એટલે"
બીજો બાળક: "સત્ય નગર"
એક બાળક: "તમારું નેટીવ કયાં?"
બીજો બાળક: "એસ એન."
એક બાળક(કંટાળીને): "વળી, એસ.એન."
બીજો બાળક: "સુંદર નગર."
એક બાળક: "શું ભણેલા છો?"
બીજો બાળક: "એસ.એન."
એક બાળક: "આમાંય એસ.એન."
બીજો બાળક: "હા સર, એસ.એસ.સી નાપાસ"
એક બાળક: "ઓ.કે. તમારી કવોલિટી કંઈ?"
બીજો બાળક: "એસ.એન."
એક બાળક: "એટલે?"
બીજો બાળક: "સાવ નહીં. તમારે કેવો એમ્પ્લોઈ જોઈ છે."
એક બાળક: "એસ.એન."
બીજો બાળક: "એટલે.."
એક બાળક: "સિમ્પલી નોટ"
બીજો બાળક: "તમે મને જોબ પર લીધો કે નહીં?"
એક બાળક: "એસ.એન."
બીજો બાળક(ચિડાઈને): "એટલે.."
એક બાળક: 'શ્યોર નહીં"
બીજો બાળક: " તો તમે મને પગાર કેટલો આપશો?"
એક બાળક: "એસ.એન."
બીજો બાળક: "એસ.એન.એટલે"
એક બાળક: "સાવ નહીં, હું તમને નોકરી પર રાખવા નથી માંગતો. નહીં તો મને તારા લીધે એટેક આવી જશે."
બીજો બાળક: "તો તમારું એસ.એન. થાવ"
એક બાળક: "વળી પાછું એસ.એન."
બીજો બાળક: "હાસ્તો"
એક બાળક: "એટલે પણ શું?"
બીજો બાળક: "તમારું સત્ય નાશ થાવ.'
યશ્વીએ નાટક લખીને સાન્વીને વોટ્સએપ કર દીધું. પછી ઘરના કામો માં પરોવાઈ ગઈ.
સાન્વીએ સ્કૂલમાં સ્ટુડન્ટસ જોડે પ્રેક્ટીસ કરાવીને જયારે એસમ્બલીમાં રજૂ કર્યું તો સ્કૂલમાં બધાં જ હસીને લોટપોટ થઈ ગયા.
પ્રિન્સિપાલે નાટકના ખૂબજ વખાણ કર્યા. બીજા બધા ટીચરે પણ વખાણ કર્યા.
સાન્વી નાટક સરસ રીતે પ્રેઝન્ટ થયું અને વખાણ પણ થયા હોવાથી તે ખુશ થઈને ભાઈ-ભાભીને ટ્રીટ આપવાનું વિચાર કર્યું.
એણે યશ્વીને ફોન કરી કહ્યું કે, "થેન્ક્સ યશ્વી, યુ એન્ડ યોર પ્લે વન્ડરફૂલ. આજે તારા લીધે મારા વખાણ થયા."
યશ્વી બોલી કે, "અરે દીદી, એમાં શેનું થેન્ક યુ. તમારા લીધે હું પણ ઘણા દિવસ પછી લખ્યું."
સાન્વી ચહેકતી બોલી કે, "આજે મારા તરફથી તને અને ભાઈને ટ્રીટ. સાંજે હોટલમાં ડીનર પર જઈશું, બાય."
"બાય દીદી" કહીને યશ્વીએ ફોન મૂકયો.
ત્યાં જ સુજાતા બહેન આવ્યા અને યશ્વીને ખુશ જોઈને પૂછયું કે, " શું વાત છે યશ્વી? તું બહુ ખુશ છે આજે."
યશ્વીએ ચહેકતી જવાબ આપ્યો કે, "હા મમ્મી, મેં દીદીને એસમ્બલીમાં પર્ફોર્મન્સ માટે એક નાટક લખી આપ્યું હતું. એ સરસ રીતે પર્ફોમ થયું અને એના લીધે દીદી અમને ડીનરની ટ્રીટ આપવાના છે."
"સરસ જઈ આવો ડીનર પર, એન્જોય કરો." સુજાતાબહેન બોલ્યા કે, "અરે, યશ્વી બેટા હું તને કહેવા માંગતી હતી કે, તારે પણ જોબ કરવી હોય તો કર. સાન્વી પણ કરે જ છે ને."
"ના મમ્મી, મારે જોબ નથી કરવી. મારે તો તમારી જોડે જ રહેવું છે." યશ્વી લાડ કરતી બોલી.
"કેમ, આવો મોકો ના જવા દેવાય. યશ્વી બહાર જલસા ના જલસા, અને ઘરના કામમાંથી છૂટી વધારાની." સાન્વીનો અવાજ સાંભળીને સુજાતાબહેન અને યશ્વીએ પાછળ જોયું.
સુજાતાબહેન બોલ્યા કે, "હા, તારા સાસુને ફરિયાદ કરીને કહું કે સાન્વીને ઘરમાં રાખો."
સાન્વી સુજાતાબહેનના ગળે વળગી અને બોલી કે, "શું તું પણ મમ્મી? હું તો તને અને તારી વહુને ચીડવતી હતી.'
"સાચું કહું તો તારી વહુતો લેખક બનાવ. જોબ નહીં કરાવ પણ લખવાનું કહે સમજી."
સુજાતાબહેન આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા તો સાન્વીએ નાટકનો વિડીયો બતાવીને કહ્યું કે, "જો હું ખોટું કહું છું."
સુજાતાબહેન બોલ્યા કે, "હા, યશ્વી બેટા સરસ લખે છે. તું આમાં પણ આગળ વધી શકાય."
આ વાત સાંભળીને યશ્વી હસી અને રસોડામાં ચા-નાસ્તો તૈયાર કરવા ગઈ. એની પાછળ પાછળ સાન્વી આવી અને કહ્યું કે, " યશ્વી મને ભાઈએ તારા સપનાં વિશે કીધેલુ છે. તું લખવાનો ચાલુ કર. તારું લખાણ સરસ છે. બધાં તારા નાટકના વખાણ કરતા હતા."
આમને આમ એક વર્ષ પસાર થઈ ગયું.
યશ્વીએ ખુશખબરી સંભળાવતા જ આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.
ઘરમાં દાદા-દાદી, ફોઈ બનવાની ખુશીમાં યશ્વીને ખાટલે થી પાટલે અને પાટલેથી ખાટલે રાખી.
નવ મહિના પૂરા થતાં યશ્વીએ એક દીકરાને જન્મ આપ્યો.
સવા મહિના પછી સાન્વીએ દીકરા નું નામ સોહમ પાડયું.
સોહમ તો આખા ઘરનો લાડકવાયો બની ગયો હતો. મમ્મી-પપ્પા ની જોડે જોડે દાદા-દાદી અને નાના-નાની નો જીવ હતો.
સોહમનું પહેલી વાર નું બોલવું, ચાલવું અને એની ધમાચકડી બધાં ખૂબજ એન્જોય કરી રહ્યા હતા. એવામાં એની કાલીઘેલી બોલીએ તો એ લોકો ને તો વધારે ને વધારે ઘેલા કરી રહ્યા હતા.
એ બધી જ પળોને માણતાં અને મોબાઈલમાં યાદ રૂપે કેદ કરતાં હતાં.
આમ, સોહમ નું બાળપણ સુખરૂપ વીતી રહ્યું હતું.
એક દિવસે સોનલ અને નિશાનો કોન્ફરન્સ કોલ આવ્યો.
સોનલે કહ્યું કે, "હાય યશ્વી, નિશા"
બંને એ એકબીજાને હાય કર્યું.
પછી યશ્વી બોલી કે, "બહુ સમય પછી આપણે વાતો કરી શકયા."
સોનલ બોલી કે, "હા, યાર મેરેજ પછી જવાબદારી વધી જાય ને. વળી, મારે તો બે વર્ષની દિકરી પણ છે."
નિશા બોલી કે, "હું તો સ્કૂલમાં જોબ કરું છું. પણ બહુ જલદી નાનું બેબી મારા ખોળામાં હશે."
યશ્વી બોલી કે, "ક્રોન્ગ્રેટસ યાર ફોર બોથ નિશા, જોબ એન્ડ બેબી. મારે પણ એક વર્ષનો બાબો છે."
સોનલ પણ બોલી કે, "ક્રોન્ગ્રેટસ નિશા, આપણે ચાલો ને મળીએ. જોડે થોડો સમય પસાર કરીશું અને ઢગલાબંધ વાતો પણ ફ્રીલી કરીશું."
"હા, કેમ નહીં. આ શનિવારે બોલો ફાવશે." યશ્વી બોલી
સોનલ અને નિશાએ હા પાડી તો જગ્યા અને સમય નક્કી કરીને ફોન મૂકયો.
(શું યશ્વી, સોનલ અને નિશા શનિવારે મળીને ફરીથી એ યાદો તાજી કરતા નાટકો અને ક્રિએશન ખોલવાનું સપનું યાદ આવશે? શું યશ્વી પોતાનું સપનું ભૂલી જશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)