( યશ્વી અને દેવમ ની મુલાકાત સારી રહી. એકબીજાને પોતાના સપનાં અને વિચારો પણ કહ્યાં. યશ્વીના મોટાપપ્પાએ એને શાંતિથી વિચારીને જવાબ આપવાનો કહ્યો. હવે આગળ...)
ઘડીકમાં યશ્વી વિચાર કરતી કે 'મારું ક્રિએશન ખોલવાનું સપનું પુરુ નહીં થાય. તો ઘડીકમાં એ સપનું પૂરું નહીં થાય પણ દેવમ યોગ્ય લાગે છે જીવનસાથી માટે. વળી, લેખક બનવાની ઈચ્છા તો પૂરી થવાની છે. કંઈ વાંધો નહીં એકાદ ઈચ્છા પૂરી ના થાય તો.' કન્ફ્યુઝન વધી રહ્યું હતું. શું કરવું એ જ ખબર નથી પડતી.
એવામાં સોનલનો ફોન આવ્યો કે, "હાય, બોલ શું કરે છે? સૂઈ ગઈ હતી કે ભણતી હતી?"
યશ્વી બોલી કે, "હાય, ના યાર."
સોનલે પૂછ્યું કે, "કેમ સ્લો સાઉન્ડ કરે છે. વૉટ હેપન્ડ..?"
યશ્વી સ્લોલી બોલી કે, "નથિંગ યાર, એકચ્યુઅલી આજે એક છોકરા જોડે મિટિંગ હતી."
સોનલ ખુશ થઈને બોલી કે, "ઓ.કે. તો... કેવી રહી? ગમ્યો કે નહીં? કોલેજમાં કેમ કંઈ ના બોલી. છૂપી રૂસ્તમ"
"કંઈ નહીં, કન્ફ્યુઝન છે કે શું કરું? આમ તે ભણેલો, સારી એમ.એન.સી. કંપનીમાં જોબ કરતો. વળી, જીવનસાથીના કાઈટેરિયા માં પરફેક્ટ છે.પણ.." યશ્વી બોલી
સોનલે પૂછ્યું કે, "પણ.."
યશ્વી નિસાસો નાખતા બોલી કે, "પણ મારું ક્રિએશન ખોલવાનું સપનું એમ જ રહી જશે." એમ કહીને દેવમ અને તેના વચ્ચે થયેલી વાત કરી.
ફોનમાં બંને સાઈડ ચૂપકીદી છવાઇ ગઇ.
સોનલ કંઈક વિચારીને કહ્યું કે, "મારા મનથી આવી વાતો માટે યોગ્ય જીવનસાથી મળતો હોય તો ના ન પડાય. આમ પણ, મેરેજ કરવાના છે તો ખરા જ પણ પછી, આવો લાઈફ પાર્ટનર મળે કે ના મળે. રહી તારા સપનાં ની વાત તો જો યશ્વી આમાં મારા કરતાં વડીલોને વધારે ખબર પડે પણ પ્રેકટીકલી કહું તો કોઈપણ વ્યક્તિને ભલે તે વધૂ હોય કે પત્ની થિયેટરમાં કામ કરતી હોય તે ના જ ગમે. વળી, તને લખવા દેવાની હા પાડે છે જ ને. આમ પણ, તું આપણી મમ્મી, કાકી ને જો એમને પણ એમના સમયમાં ઘણાં સપનાં હોય છે. પણ તે જવાબદારીઓ માં કયાંય ખોવાઈ જાય છે. મારો જ વિચાર કર મારી સગાઈ નાનપણથી જ નક્કી હતી. એટલે જીવનસાથી તરીકે નિમેષ યોગ્ય છે કે નહીં તે મને જાણવા કે ઓળખવા જ ના મળ્યું. છતાંય તું વિચાર અને તારા ભાઈથી તો તું ખૂબ કલોઝ છે. તો તેની સાથે વાત કરી જો. બેસ્ટ ઓફ લક"
યશ્વીએ ફોન મૂકયો અને ભાઈના રૂમ તરફ જઈને બોલી કે, "ભાઈ, તારી જોડે વાત કરવી છે."
નમન ભણતો હતો. યશ્વીનો અવાજ સાંભળીને બુક બાજુમાં મૂકીને બોલ્યો કે, "બોલ શું વાત છે, યશુ?"
યશ્વીએ દેવમ જોડે થયેલી બધી વાતો કરી અને પૂછયું કે, "હું યોગ્ય નિર્ણય લઉં છું ને ભઈલુ."
નમન બોલ્યો કે, "હા, તારી ક્રિએટીવીટી લેખક તરીકે પણ આગળ વધી શકશે જ ને."
યશ્વીએ પણ મનને મનાવી લીધું. અને પોતાનાં સપનાંઓ જોડે સમાધાન કરી લીધું.
યશ્વીએ સવારે રામભાઈ અને નમ્રતાબહેનને કહ્યું કે, "પપ્પા-મમ્મી મારા તરફથી હા છે. બાકી તમે આગળ જોઈ લેજો."
આટલું કહીને યશ્વી કોલેજ જતી રહી. ઘરમાં ખુશી નો માહોલ છવાઈ ગયો.
રામભાઈએ કાનજીભાઈ ને ફોન કરી ખુશખબરી આપી. તેમણે પણ સામે વધામણી આપી.
રામભાઈએ કહ્યું કે, "મોટા ભાઈ નવિનભાઈને ફોન કરવો પડશે ને..!"
કાનજીભાઈ બોલ્યા કે, "ના, નાના તું ઘરે આવ. હું અનિલને પણ બોલાવી દઉં. અહીંથી જ સીધો જનકભાઈને ફોન કરીએ."
રામભાઈએ કહ્યું કે, "એ વાત સાચી તમારી."
રામભાઈ, અનિલ ભાઈ કાનજીભાઈ ના ઘરે પહોંચ્યા. રામભાઈને અનિલભાઈ અને કાનજીભાઈ વધામણી આપી. ગીતા બહેન મોઢું મીઠું કરાવ્યુ.
કાનજીભાઈએ જનકભાઈને ફોન કર્યો. અને કહ્યું કે, "જનકભાઈ અમને તો દેવમ ગમ્યો છે. તો તમારો શું વિચાર છે?"
જનકભાઈ બોલ્યા કે, "અમને પણ યશ્વી પસંદ છે. જો બંને પક્ષે હા છે તો કરો કંકુના. બાકી આપ કહો તે રીતે વડીલ."
કાનજીભાઈએ કહ્યું કે, "હા, વેવાઈ પણ તમારી અનુકૂળતા પ્રમાણે."
જનકભાઈ બોલ્યા કે, "આવતા મહિને સગાઈ અને બે મહિના પછી લગ્ન. જો તમને અનુકૂળ હોય તો."
કાનજીભાઈએ હરખથી બોલ્યા કે, "બરાબર છે, એકવાર મળીને વ્યવહારની વાતો અને મુર્હુત પણ જોવડાવી લઈએ."
જનકભાઈ એ હા પાડી ફોન મૂકયો અને એમના ઘરમાં ખુશખબરી આપી.
બીજા મહિને સગાઇ થઈ ગઈ. અને યશ્વીની એકઝામ પતે એટલે ત્રણ મહિના પછી લગ્ન પણ રંગેચંગે પતી ગયાં.
યશ્વી પિયરમાં થી વિદાય લઈને સાસરી ના દરવાજે આવી ઊભી રહી. તેનો શાનદાર ગૃહપ્રવેશ ની વિધિ થઈ. બીજી વિધિઓ પતાવીને યશ્વીને દેવમના રૂમમાં મોકલી દીધી. અને આરામથી રિલેક્સ થવાનું કહ્યું.
જયારે દેવમના બેડરૂમના દરવાજે તેની બહેન અને જીજાજી ઊભા રહીને નેક માગવા લાગ્યા. દેવમને ખૂબ હેરાન કર્યો આખરે દેવમને રૂમમાં જવા દીધો. બધાં ના જતાં રહ્યા પછી દેવમ યશ્વીની બાજુમાં બેઠો.
યશ્વી સંકોચાઈ ગઈ. પણ દેવમે યશ્વીનો હાથમાં હાથ લઈને બોલ્યો કે, "યશ્વી મને ખબર છે કે તારા મનમાં તારું ઘર છોડીને દુઃખી હશે. પાછું તારા મનમાં સાસરીને લઈને એટલે કે આ ઘરના લોકોને લઈને ઘણાં પ્રશ્નો હશે. પણ, વિશ્વાસ રાખ એના જવાબ પણ મળી જશે. મને એ ખબર નથી કે તે જવાબ તારી અપેક્ષા પ્રમાણે હશે કે નહીં પણ તે યોગ્ય ચોક્કસ હશે. અને જો કોઈપણ તને ખોટી પાડતાં હશે તો મારા પહેલાં એજ તારી જોડે ઊભા રહેશે. ભલેને એ માટે એમના દિકરાની વિરુદ્ધ જ ઊભું રહેવું પડે.'
"રહી વાત તારા સપનું પુરુ કરવાની તો એકવાર ફરીથી કહું છું તું લખજે. એમાં હું પણ તારો સાથ આપીશ. પણ એક જ વાત નું દુઃખ છે કે તારું એક સપનું પૂરું નહીં કરવાનું અફસોસ છે મને."
યશ્વી આશ્ચર્યથી દેવમ સામે જોઈ રહી. એટલે દેવમ બોલ્યો કે, "આમ આશ્ચર્યથી મારી સામે ના જો. કારણ કે હું માનું છું કે જેમ મને પોતાના સપનાં પૂરાં કરવાનો હક છે. એમ તને પણ તારા સપનાં પૂરાં કરવાનો અને જીવવાનો હક છે. સો આઈ એમ સોરી."
યશ્વી બોલી કે, "ડોન્ટ સે સોરી દેવમ, તમારા લીધે મારું લેખક બનવાનું સપનું તો પૂરું થશે. નહીં તો એ પણ ના થાત. એ પણ મારા માટે એક મોટી વાત છે."
દેવમે કહ્યું કે, "વાતો તો આખી રાત કરી શકીશું. એ માટે આખી જિંદગી પડી છે. પણ હાલ, પ્રસંગો ના લીધે થાક લાગ્યો હશે અને કાલે તમારે પહેલી રસોઈ અને પગ ફેરો પણ છે. માટે આરામ કરીએ. ગુડ નાઈટ."
દેવમે આટલું કીધું પછી બંને સૂઈ ગયા.
બીજા દિવસે યશ્વીએ પહેલી રસોઈમાં સોજી નો શીરો બનાવી ભગવાન ને ભોગ ધરાવ્યો. પછી બધાં એ ખાઈને વખાણ કર્યા. અને દાદી એ ખાનદાની સેટ આપ્યો.
યશ્વીનો પગફેરા માટે નમન તેડવા આવી જતાં તે પિયર ગઈ.
મેરેજના ત્રીજા દિવસે દેવમ અને યશ્વી શિમલા-મનાલી ફરવા નીકળી ગયા.
ફરીને આવ્યા પછી દેવમે જોબ ચાલુ કરી અને યશ્વી સાસરીમાં સેટ થવાનો પ્રયત્ન કરવા લાગી.
યશ્વીના સાસરીમાં સાસુ, સસરા, દાદી સાસુ બધાં તેને ખૂબજ સાચવતાં. સાસુ-સસરા મા-બાપની જેમ ધ્યાન રાખતાં. સાન્વી નણંદ ની જગ્યાએ ફ્રેન્ડ બની ગઈ હતી. દાદી સાસુ ના ચારે હાથ એના પર હતાં. યશ્વી પણ જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ.
એવામાં એક વખત સાન્વીનો ફોન યશ્વી પર આવ્યો.
(સાન્વીએ યશ્વીને ફોન કેમ કર્યો હશે? શું યશ્વીનું સપનું સપનું જ રહેશે? શું યશ્વી લેખક પણ નહીં બની શકે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)