Yakshi - 7 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 7

Featured Books
Categories
Share

યશ્વી... - 7

(યશ્વીના મોટા પપ્પા અને મોટી મમ્મી યશ્વી માટે સંબંધ ની વાત આવી છે તે કહે છે. યશ્વીના મમ્મી અને પપ્પા યશ્વીની ઈચ્છા પૂછે છે. ભાઈ સાથે યશ્વી વાત કરી રિલેક્સ થાય છે પણ કન્ફ્યુઝન હજી એમનું એમ જ રહે છે. હવે આગળ..)

યશ્વી કોલેજ ગઈ અને રામભાઈ અને નમ્રતાબહેનના મનમાં અવઢવ ચાલુ હતી પણ પોતાના દૈનિક કામ પતાવી રહ્યા હતા.

ત્યાં જ રામભાઈના ફોન પર નમનનો ફોન આવ્યો.

રામભાઈએ ઊપાડીને બોલ્યા કે, "નમન તારી મમ્મીનો ફોન લાગતો નથી કે શું બગડયો છે?"

નમન બોલ્યો કે, "ના પપ્પા, હું તમારી જોડે વાત કરવા માંગુ છું"

રામભાઈ બોલ્યા કે, "સમજયો કેટલા રૂપિયા મોકલું?"

નમન બોલ્યો કે, "પપ્પા રૂપિયા નથી જોઈતાં."

રામભાઈ બોલ્યા કે, "શું તારે રૂપિયા નથી જોઈતા તો એ વગર તું મને ફોન કરે એ જ નવાઇ. બધી વાતો તું મમ્મીને કરે છે. અને આજે મને.."

નમન ચિડાઈને બોલ્યો કે, "મારે તો તમને પૂછવું છે કે યશુ હજી નાની છે. ગ્રેજ્યુએટ પણ થઈ નથી, તો મેરેજ ની ઉતાવળ શું કામ પપ્પા?

રામભાઈએ કહ્યું કે, "ઓ.કે. યશ્વી જોડે વાત થઈ. બેટા, ઉતાવળ નથી પણ મોટા પપ્પા અને મોટી મમ્મીએ એક સારું ઠેકાણું દેખાડ્યું અને વળી, વાત પણ એ લોકો તરફથી આવી છે.'

બેટા, મેરેજ તો કરાવવાના છે જ તો આ વર્ષે થાય કે બે-પાંચ વર્ષે શું ફરક પડે? તેને સારાં ઘરે વળાવી પછી તને સેટ કરવાની જ અમારી જવાબદારી બાકી રહે."

નમને કહ્યું કે, "પપ્પા, આ બે-પાંચ વર્ષમાં તો યશુની કેરિયર બની જાય. મારા મતે યશુ મારી લાડલી અને નાની બહેન છે. એ કંઈ જવાબદારી કે ફરજ નથી."

રામભાઈ તેનો ગળગળો અવાજ અનુભવી રહ્યા હતા એટલે બોલ્યા કે, " બેટા એ આ ઘરની લક્ષ્મી છે. પણ જે કરવું પડતું હોય તે કરવું પડે કે નહીં. મેરેજ ની એક એઇજ હોય. બેટા એ મારા અને તારી મમ્મી માટે યશ્વી નાની જ રહેશે. સામાજિક કર્તવ્ય પણ પૂરાં કરવા તો પડે ને."

નમનનો અવાજ ગળગળો થઈ ગયો અને કહ્યું કે, " પપ્પા જેમ તમે કહો તેમ. પણ પપ્પા પ્લીઝ તમે એને ફોર્સ ના કરતાં. એને જે ગમે તે જ કરવાનું. હું એવું નથી માનતો કે સ્ત્રી નું સાચું ઘર સાસરી. સો પ્લીઝ, અને બધી તપાસ કરજો. અને છોકરો બરાબર પારખજો. હું આવી જ જઈશ છતાં પણ મનીષભાઈને જોડે રાખજો. જે પણ તપાસ કરો કે વાત મને જણાવજો."

રામભાઈએ ખુશ થઈને કહ્યું કે, "હાશ! બેટા, તારી વાતો સાંભળીને લાગ્યું કે યશ્વીનો ભાઈ નહીં પણ પપ્પા જ બોલે છે. આમ જ ભાઈ-બહેન નો પ્રેમ રાખજો અને સુખ દુ:ખ માં જોડે રહેજો. હું તને પ્રોમિસ કરું છું કે ફોર્સ નહીં કરુ, યશ્વી ના મનની વાત સાંભળીશ.ઓ.કે. લાટ સાહેબ. બીજો કોઈ હુકમ?"

નમન હસી પડયો અને બોલ્યો કે, "ના પપ્પા, શું તમેય!"

એવામાં નમ્રતાબહેન આવ્યા અને પૂછ્યું કે, "કોનો ફોન છે?"

રામભાઈએ જવાબ આપ્યો કે, "તમારા રાજકુમારનો, લે ફોન તું વાત કર. હું નાહવા જાઉં."

નમ્રતાબહેન અને નમને વાત કરી ફોન મૂકયો. સાંજના સમયે જમતાં રામભાઈએ પૂછ્યું કે, "યશ્વી બેટા, શું વિચાર છે તારો?"

યશ્વી પહેલાં તો અવઢવમાં પડી પણ થોડી વાર રહીને કહ્યું કે, " પપ્પા એવું કંઈજ વિચાર્યું નથી. તમે મારા માટે જે શોધશો કે જે વિચારશો તે તમારી જેમ બેસ્ટ જ હશે. બસ, ખાલી તે ભણેલો હોવા જોઈએ."

રામભાઈ અને નમ્રતાબહેને પહેલાં તો એને ગર્વથી જોઈ રહ્યા. પછી ગળગળા થઈ ગયા.

હિંમત કરીને રામભાઈ બોલ્યા કે, "મારી પરી ગઈકાલે મોટા પપ્પા અને મોટી મમ્મી એ તારા માટે એક માંગુ આવ્યું છે એ જ કહેવા આવ્યા હતા.'

"જનકભાઈ અને સુજાતાબહેન નો દિકરો દેવમ માટે તારા માટે પૂછ્યું છે.'

"દેવમ એમ.સી.એ. કરેલું છે અને એમ.એન.સી. કંપનીમાં જોબ કરે છે. એક ની એક બહેન પરણાવેલી છે. ઘરમાં ત્રણ જ સભ્યો રહે છે. મા-પિતા અને આ દીકરો."

યશ્વી વિચાર્યા વગર બોલી કે, "પપ્પા તમને ગમે તેમ."

નમ્રતાબહેને પુછ્યું કે, "તો આ રવિવારે મુલાકાત ગોઠવીએ. શું કહેવું છે તમારા બંનેનું?"

યશ્વીએ હા પાડી. પોતાની રૂમમાં જતી રહી.

રામભાઈએ પોતાના મોટા ભાઈને ફોન કરી ખુશખબરી આપી કે, "યશ્વી દેવમ જોડે મુલાકાત કરવા તૈયાર છે. મોટા ભાઈ"

મોટા ભાઈએ કહ્યું કે, "સરસ સમાચાર આપ્યાં નાના તે. હું નવિનભાઈને વાત કરી આ જ રવિવારે મુલાકાત નું ગોઠવી દઉં છું."

રામભાઈએ કહ્યું કે, "તે પહેલાં દેવમ અને તેના પરિવાર વિશે બરાબર તપાસ કરવી પડશે."

કાનજીભાઈ બોલ્યા કે, "હા નાના, પરિવારની આગળ પાછળ પણ તપાસ કરી લઈશું. આખરે એકની એક દિકરીની જીંદગીનો સવાલ છે."

આમ કહીને કાનજીભાઈએ ફોન મૂકીને ગીતા બહેનને સમાચાર આપ્યાં. રામભાઈ સૂવા ગયાં.

યશ્વી પોતાના રૂમમાં ગડમથલમાં આટા મારી રહી હતી. એવામાં એના ભાઈ નમનનો ફોન આવ્યો. યશ્વીનો સ્લો સાઉન્ડ સાંભળીને પૂછયું કે, "યશ્વી હજી મનમાં કંઈ વાત છે તો મને કહે મારી લાડલી બહેન."

યશ્વી આવું સાંભળીને રોઈ પડી કે, "ભઈલુ તારા વગર એકલું એકલું લાગે છે."

નમનની આંખો ભીની થઈ ગઈ પણ પોતાની જાતને સંભાળીને બોલ્યો કે, "યશુ, શું વાત છે? મને કહે તારો ભાઈ છે ને. બોલ કંઈ મનમાં ને રાખ."

યશ્વી પણ પોતાની જાત સંભાળીને બોલી કે, "એવું કંઈજ નથી, ભઈલુ. બસ તારી યાદ આવી છે. અને ડર પણ લાગે છે કે બધું બરાબર હશેને. શું વાત કરવી? મને તો કંઈજ સમજ નથી પડતી."

નમન બોલ્યો કે, "અરે યશુ, તને યોગ્ય લાગે તો જ હા પાડજે. મેં પપ્પાને પણ કહી દીધું છે. "તારા મનમાં જે હોય તે કહી પણ દેજે અને પૂછી પણ લેજે. અને હા, હું તે સમયે તારી જોડે જ હઈશ.સો ડોન્ટ વરી.ઓ.કે. ગુડ નાઈટ "

યશ્વીએ ગુડ નાઈટ કહીને ફોન મૂકયો.

નમને યશ્વી જોડે વાત કરીને ફોન મૂકયો. એવો તરતજ
નમને મોટા પપ્પાના દિકરા મનીષભાઈને ફોન કર્યો અને કહ્યું કે, "ભાઈ એક કામ હતું."

મનીષભાઈ નમનને છેડતા બોલ્યો કે, " બોલ, કોઈ છોકરી ગમે છે. કાકાને વાત કરું."

નમન બોલ્યો કે, "ના ભાઈ, આ તો યશ્વી માટે દેવમ ની વાત ચાલે છે. મોટા ઓતો કુટુંબ અને પેઢી, સ્વાભવ અને મિલકત વિશેની તપાસ કરશે જ. પણ તમે દેવમ વિશે ઊંડી તપાસ કરજો. બધા આગળ, સામે સારું નેચર હોય પણ અંદરખાને ના હોય, કેરેક્ટર બરાબર ના હોય તો."

મનીષ બોલ્યો કે, "તું ચિંતા ના કર. હું બરાબર તપાસ. કરીશ."

જયારે યશ્વી મનમાં જ વિચારી રહી હતી કે, 'જયારે મારા મમ્મી-પપ્પા જ મારા સપનાં સમજી નથી શકતાં. નથી મારું પેશન લખાણ, નાટક અને ક્રિએશન ઓપન કરવાનું સમજી શકતા. તો સમાજ કયાંથી સમજી શકશે. તો પછી છોકરો કે તેના માતા-પિતા કયાંથી સમજશે એ તો શક્ય જ નથી.

ભાઈને કહું તો ભાઈ મારું સપનું કે મારી વાત સમજે પણ ખરો, ના પણ સમજે.

ભાઈ કહે છે કે મારા મનમાં જે હોય તે એ છોકરાને જણાવું પણ તે સમજશે ખરો કે પછી? શું કરું?"

વિચારોથી થાકીને તે સૂઈ ગઈ.

(શું યશ્વી દેવમ જોડેની મુલાકાતમાં પોતાના સપનાંઓ ની વાત કરશે? શું મનીષ દેવમ ની તપાસમાં ઊંચનીચ મળશે કે બરાબર હશે? શું બધાં ના મનની ચિંતા રહેશે કે નહીં?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)