Premkahaani sun 2100 ni - 7 - last part in Gujarati Love Stories by Jainish Dudhat JD books and stories PDF | પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 7 (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 7 (અંતિમ ભાગ)

"Mr. વૈભવ, તમને પૂરેપૂરી ખાતરી છે કે કાલે Robo-war માં આવેલ અજાણ્યો વ્યક્તિ ધારા જ છે ?" શિવિકાએ ધારાને ક્યારેય જોઈ નહોતી એટલે સુરક્ષાના કારણોસર તે વૈભવને પૂછી રહી હતી. "Yes My everything શિવિકા. હું મારી ધારાને ઓળખી ના શકું તેવું બને જ નહી. મને જરાય આઈડિયા નહોતો કે ધારા આ રીતે મારી સુધી પહોંચવાની કોશિશ કરશે, otherwise હું તેને ફાઇટમાં જ ઓળખી ગયો હોત." વૈભવ પૂરા આત્મવિશ્વાસથી કહી રહ્યો હતો અને હવે તે ધારાને પામીને જ રહેશે એવો વિશ્વાસ તેનાં ચેહરા પર દેખાઈ રહ્યો હતો.


"હાઈ એલર્ટ, હાઈ એલર્ટ, હાઈ એલર્ટ........" શિવિકાના સેન્સરોએ જોરથી એલાર્મ વગાડી દીધું. શિવિકા તરત જ પ્રોટેક્શન મોડમાં આવી ગઈ. વૈભવના આખા ઘરનો કંટ્રોલ તેણે પોતાની પાસે રાખી લીધો. ઘરમા આવવાના તમામ દરવાજા અને બારીઓ પર શિવિકાએ security લેસર બીમ ગોઠવી દીધા. ઘરના બધા રોબોટ અને બીજી ઓટોમેટિક સર્વિસોને સ્ટેન્ડ બાય મોડમાં મુકી દીધી અને આખા ઘરનું સ્કેનિંગ ચાલુ કરી દીધું. વૈભવ આ બધી ગતિવિધીઓ સ્ક્રીન ઉપર જોઈ રહ્યો હતો. "શિવિકા, શહેરની અંદર શું ચાલી રહ્યું છે તેનાં પર એક નજર કરી લે તો." વૈભવને ખાતરી હતી કે ઘરમાં લગભગ કઈ નહી મળે.


"As you wish Mr. વૈભવ." કહીને તેને સ્ક્રીનના અડધા ભાગમાં શહેરના CCTV footage લાઈવ ચાલુ કરી દીધા. 10 મિનિટના સમયમાં વૈભવે આખા શહેરની હિલચાલ જોઈ લીધી જે તેનાં માટે સારી કહી શકાય તેવી નહોતી. શહેરના મોટા ભાગના રસ્તાઓ અને ક્રોસિંગ પર રોબો પોલીસને stand by કરી દીધી હતી. તેઓ શહેરને બંધ કરાવતા હતા. 10 મિનિટ બાદ વૈભવને CCTV footage દેખાતું બંધ થઈ ગયું અને સ્ક્રીન ઉપર "excess blocked" નો મેસેજ દેખાવા લાગ્યો. "House scan completed, one threat found." હજી વૈભવ CCTV footage ના મેટરમા કોઈ નિર્ણય પર પહોંચે તે પહેલાં જ શિવિકાનું સ્કેન પૂરું થયું અને તેણે ઘરમાં એક અજાણી devise હોવાની જાણકારી આપી.


વૈભવને વિશ્વાસ નહોતો થતો કે તેનાં ઘરમાં આવી કોઈ વસ્તુ ગોઠવી હશે. તેણે શિવિકા તરફ જોયુ, "આ devise વિશે મારી સિસ્ટમમાં કોઈ જાણકારી નથી. બની શકે કે હું offline ગયી ત્યારે જ આને અંદર લાવવામાં આવી હોય." શિવિકાએ વૈભવને જણાવ્યું. "એક સેકન્ડ શિવિકા. તું offline ગઈ ત્યારે........, Oh shit....... Means કે આ કામ......" વૈભવને અંદાજો આવી ગયો હતો કે આ કોણે કર્યું હશે. "Dr. Richard અને Dr. Damini, એમને ઘરમાં આવવા માટે તમે access આપ્યો એટલે door સ્કેનર બંધ થઈ ગયા અને તમને એકાંત આપવા હું offline મોડમાં આવી ગઈ. Yes, આ ત્યારે જ બન્યું હોય શકે Mr. વૈભવ. આના સિવાય બીજી કોઈ શક્યતા મને નથી લાગતી."


"ત્યારે જ બન્યું છે. પણ આ devise મૂકવાની જરૂર કેમ પડી એ નથી સમજાતું ?" વૈભવે શિવિકાને કહ્યું. "Mr. વૈભવ આ devise એક નેનો માઈક છે, તેઓ આપડી વાતો સાંભળી શકતા હશે." શિવિકાએ devise ને સ્કેન કરી તેની વિગતો વૈભવને આપી. "ઓહ, તો એમ વાત છે. શિવિકા, CCTV footage માં શું થયું તે જણાવી શકીશ ?" વૈભવનું મગજ કોઈ નિષ્કર્ષ પર પહોચી ગયું હતું. તે એક પછી એક કડીઓ જોડી રહ્યો હતો. "Mr. વૈભવ, Dr. Richard એ તેમનો પાવર વાપરીને તમારા બધા આઈડી બ્લોક કરાવી દીધા છે, જેથી તમે તેમની સિસ્ટમનો ઉપયોગ ન કરી શકો અને તેઓ સિસ્ટમમાં શું કરી રહ્યા છે તેની જાણકારી ન મળી શકે." શિવિકાએ વૈભવને બ્લોક કરાયેલ હોવાની જાણકારી આપી.


"સમજી ગયો શું ખેલ રમાઈ રહ્યો છે. હવે મારો વારો છે રમવાનો. હવે જોઈ લેજો તમે વૈભવની ચાહતથી લઈને જુનુન સુધીની સફર." આમ બોલીને વૈભવ સોફા ઉપર લગાવેલ નેનો માઈક કાઢી લે છે અને સાંભળનારને મેસેજ આપી માઈક તોડી નાખે છે. "શિવિકા, તારે એક સાથે ઘણાં રોલ ભજવવા પડશે. સિસ્ટમને રેડી કર." માઈક તોડ્યા બાદ વૈભવે એક પણ ક્ષણનો વ્યય કર્યા વગર શિવિકાને ઓર્ડર આપ્યો. "શિવિકાના કેટલા ભાગ એક્ટિવ કરું Mr. વૈભવ ?" "શિવિકા, સિસ્ટમને ત્રણ ભાગમાં વિભાજન કરી દે. 60% સિસ્ટમને Richard ના સર્વરમાં હેક માટે, 30% સિસ્ટમને ઘરની સેફ્ટીમાં યુઝ કરજે અને બાકીનું 10% મારા હાથમાં જે devise છે તેમાં. હું બધી સિસ્ટમ સાથે કનેક્ટ રહી શકું અને તાલમેલ સાધી શકું તેનાં માટે 10%ની જ જરૂર છે."


વૈભવે શિવિકાની આખી સિસ્ટમને ત્રણ ભાગમાં વહેંચી નાખી અને Dr. Richard ના સર્વર પર સાઇબર હુમલાનો આદેશ આપી દીધો. આ કામમાં શિવિકા એક્સપર્ટ હતી. વિશ્વની ટોચની સુરક્ષિત સિસ્ટમમાં પણ શિવિકા સહેલાઈથી હેક કરી શકવા માટે સક્ષમ હતી. જ્યાં સુધી શિવિકા Dr. Richard ના સર્વરમાં દાખલ થઈ ત્યાં સુધીમાં વૈભવ એક સોલ્જરની જેમ તૈયાર થઈ ગયો. આજે તેણે આરપારની લડાઇ લડવાનું નક્કી કરી લીધું હતું. તેણે પોતે ડિઝાઈન કરેલ એર બાઈકની ચકાસણી કરી. શિવિકાની સિસ્ટમ અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી વૈભવે જાતે જ બાઈકમાં જરૂરી મોડીફિકેશન કર્યા.


હવાની જેમ ઊડતી બાઈક તેની અધધ સ્પીડ માટે વિશ્વ પ્રસિધ્ધ હતી, જેમાં વૈભવે વધારે ગતિ ઉમેરી હતી. આ સિવાય તેમાં ઇલેક્ટ્રિક ડાર્ટ ગન બાઈકના આગળનાં ભાગમાં ફીટ કરી હતી. હાથોહાથની લડાઈ માટે વૈભવે પોતાની મનપસંદ સ્ટીક (લાઠી) ઉપર પસંદગી ઉતારી હતી. કાર્બન ફાઈબરના સેકશન અને હાઈ એનર્જી લેસર બીમના છેડા ધરાવતી આ સ્ટીક ગમે તેવા રોબોટને ધરાશાયી કરવાં માટે સક્ષમ હતી. વૈભવની તૈયારીઓ પૂરી થઈ ત્યાં સુધી શિવિકા Dr. Richard ના સર્વરમાં દાખલ થઈ ગઈ હતી.


તેણે તરત જ સર્વરના જરૂરી ડેટા વૈભવને મોકલવાના શરૂ કરી દીધા. Dr. Richard ના સર્વરની firewall અને security સિસ્ટમને સાચવતી artificial intelligence, શિવિકાની 60% સિસ્ટમ સામે પણ નાના બાળક સાબિત થયાં હતાં. વૈભવ આ બધું જોઈને ખુબ ખુશ થઈ રહ્યો હતો. "શિવિકા, તેમનો પ્લાન હું જાણી ચુક્યો છું. તારે હવે એક જ કામ કરવાનું છે. તેમની સિસ્ટમના CCTV સેકશનને ફૂલ કંટ્રોલમાં લઈ લે. મારી દરેક ગતિવિધિને શહેરમાં લાઈવ બતાવજે. આજે Richard અને Damini ની દુનિયાને ભયાનકતાનો એહસાસ કરાવવો છે." વૈભવના ઈરાદા સારા લાગતા નહોતા.


"Mr. વૈભવ. એવું જ થશે. તમે તમારી વિજયયાત્રા ચાલુ કરો." શિવિકા પણ વૈભવને પૂરેપૂરો સહયોગ આપી રહી હતી. "Mr. વૈભવ, CCTV સેકશન આપડા કંટ્રોલમાં છે, તમારો ઓર્ડર મળતાં જ તમને લાઈવ કરી દઈશ." શિવિકાએ શહેરના તમામ CCTV કેમેરા પોતાનાં કંટ્રોલમાં લઈ લીધા. "Very very good My everything શિવિકા. એક ભયાનક વિચાર આવ્યો છે મને."


"કેવો વિચાર Mr. વૈભવ ? કયાંક તમે આખા શહેરને Robo-war નું મેદાન બનાવવા નથી માંગતાને ?" શિવિકાને એહસાસ થયો કે વૈભવ શું વિચારે છે. "Exactly My everything, શિવિકા. વૈભવની સ્માર્ટ girlfriend 😍😘. ચાલ તો લાઈવ ચાલુ કરીને પેહલા Robo-war ની જ જાહેરાત આપી દે. આજે વૈભવ આખા શહેરમાં રમવા માંગે છે." વૈભવે પોતાનો પ્લાન અમલમાં મૂક્યો. શિવિકાએ શહેરના બધા નેટવર્ક પર વૈભવની Robo-war લાઈવ થવા જઈ રહી છે તેવી ન્યૂઝ આપી દીધી.


વૈભવ તૈયાર હતો પોતાની બાઈક સાથે. શિવિકાએ કાઉન્ટ ડાઉન ચાલુ કર્યું અને કાઉન્ટ ઝીરો થતાં જ વૈભવે ફુલ રેસ આપીને બાઈકને ભગાવી મૂકી. રસ્તા પરથી પસાર થતી વખતે બાઈકની અફલાતુન સ્પીડને લીધે કોઈ રોબોટ તેનાં પર પ્રહાર કરી શક્યું જ નહીં. ઉલટાના તેઓ સ્પીડના લીધે દૂર ફંગોળાઈ ગયા. જે રોબોટ આટલી સ્પીડમાં પણ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતા હતા તેમને ઇલેક્ટ્રિક ડાર્ટ ગનથી છોડવામાં આવતી લેસર ઘડીના છઠ્ઠા ભાગમાં બેકાર બનાવી દેતી. કારણ કે આ ગન શિવિકા ઓપરેટ કરી રહી હતી.


શહેરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. શહેરના રચયિતા Dr. Richard અને Dr. Damini નો દિકરો વૈભવ આજે તેમના વસાવેલ શહેરના મૂળિયાં હલાવી રહ્યો હતો. અધૂરામાં પૂરું આ બધું લાઈવ દેખાઈ રહ્યું હતું. Richard અને Damini ને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ તરત આને રોકવા માટે ખુબ જ ઝડપથી કામે લાગ્યાં હતાં, પણ આજે શિવિકાની સામે તેઓ પણ કંઈ જ ન કરી શક્યા. સિસ્ટમને કંટ્રોલ કરવા તેમણે પાવર ઓફ કરવાની કોશિશ કરી પણ અફસોસ આખી સિસ્ટમ શિવિકાએ પોતાનાં નિયંત્રણમાં લઈ લીધી હતી. તેમની પાસે એક જ રસ્તો બચતો હતો. પોતાની સિસ્ટમને બરબાદ થતી જોઈ રહેવાનો.


અડધી કલાકની તબાહી મચાવ્યા બાદ વૈભવ શહેરની ઉત્તરે આવેલા ગોદામ તરફ આગળ વધ્યો. તેને વિશ્વાસ હતો કે ત્યાંથી આગળ જવાનો રસ્તો તેને મળી જશે. ગોદામ પહોંચ્યા પછી વૈભવે શિવિકાની મદદથી શહેરની બહાર નીકળવાનો રસ્તો શોધી લીધો. શહેરની મજબૂત દિવાલોના ફુરચા ઉડાડીને વૈભવ આગળ વધ્યો. આ દુનિયા વૈભવ માટે નવી અને અપરિચિત હતી. શહેરથી ઘણાં દૂર આવવાં છતાં તેને જીવનના કોઈ સંકેતો નહોતા મળ્યા. તેણે શિવિકાની મદદથી આગળ વધવાનું નક્કી કર્યું.


શિવિકાએ વૈભવને હાથમાં રહેલ devise ને બાઈકની આગળ લઈ જવા માટે કીધું. વૈભવના આમ કરતાં જ શિવિકાએ સામેની દિશાઓને દૂર દૂર સુધી સ્કેન કરી લીધી. વૈભવને ઉત્તરમાં જ આગળ વધવાનો અભિપ્રાય આપ્યો. વૈભવે પાછી બાઈક ચાલુ કરી અને ઉત્તર તરફ આગળ વધ્યો. થોડે દુર આવ્યા બાદ મનુષ્યોના અવશેષો દેખાય ગયા. વૈભવના ચેહરા પર ધારાને મળી શકવાની ખુશી દેખાઈ રહી હતી. શહેરના મકાનોથી અલગ રચનાવાળા ઘરોની નજીક આવતાં જ વૈભવે બાઈકની સ્પીડ ધીમી કરી દીધી.


ઘરોની સંખ્યા નજીક પહોંચતાની સાથે વધવા લાગી હતી. દૂરથી આંગળીના વેઢે ગણી શકાય તેટલાં દેખાતા ઘરો નજીક આવતાં જ સેંકડોની સંખ્યામાં દેખાઈ રહ્યા હતા. કોલોનીની શરૂવાત થતી હતી ત્યાં એક કમાન આકારની રચના હતી જે કદાચ કોલોનીનો પ્રવેશદ્વાર હતો. વૈભવે પ્રવેશદ્વાર પાસે પહોચીને બાઈક એક દમ ધીમી કરી દીધી. સામેથી લોકો આ અજાણ્યા વ્યક્તિને કુતૂહલપૂર્વક નિહાળી રહયા હતા, જેમને ખ્યાલ હતો કે આવો પહેરવેશ આધુનિક નગરોના માનવીનો છે તેઓ અન્યોને સાવધાન કરી રહ્યા હતા. થોડાં સમયમાં તે કોલોનીમાં રીતસરની દોડાદોડી મચી જવા પામી હતી.


વૈભવ અને શિવિકા બંને માટે આ અનુભવ નવો હતો એટલે બંને મૂક દર્શકની જેમ અફરા તફરીને નિહાળી રહયા હતા. વૈભવ મૂંઝવણમાં મુકાઇ ગયો, જો આમ જ બધા તેમને જોઈને ભાગી જશે તો તે ધારાને કઈ રીતે શોધશે. વૈભવ વિચારી રહ્યો હતો કે આગળ શું કરવું ત્યાં જ એક તીર તેની બાઈકના એન્જિનને ચીરીને આરપાર નીકળી ગયું. થોડી ક્ષણો બાદ તેની બાઈક બંધ થઈ ગઈ અને જમીન પર આવી ગઈ. શિવિકાએ વૈભવને સાવધાન કર્યો, તેનાં સેન્સર નજીકમાં કોઈ ખતરો હોવાનું કહી રહયા હતા. વૈભવે પોતાની સ્ટીક કાઢી અને તૈયાર થઈ ગયો આવનારા ખતરાનો સામનો કરવા.


અચાનક જ વૈભવ ઉપર એક 7 ફૂટ ઊંચાઈ ધરાવતા માણસે લાકડાના બનેલા હથિયારથી હૂમલો કર્યો, પણ વૈભવ સચેત હતો એટલે તેણે વગર કોઈ ઈજાએ પોતને બચાવી લીધો. પોતાનો વાર ખાલી જવાથી પેહલા તો એ primitive અચરજ પામ્યો. તેણે બીજો હુમલો ન કરતાં આવનાર વ્યક્તિને તેનો પરિચય પૂછ્યો. વૈભવ તેની સાથે કોઈ વાત કરવા માટે તૈયાર નહોતો. છેવટે બંને વચ્ચે મારામારી થઈ. બંને પક્ષે ઈજાઓ પહોંચી, છતાં કોઈ હાર માનવા માટે તૈયાર નહોતું. "જ્યાં સુધી રાકો જીવે છે તું પ્રવેશ નહી કરી શકે." પેલા વ્યક્તિએ વૈભવને પોતાની મંશા કહી દીધી.


વૈભવે પણ તેની તરફ સ્મિત કર્યું અને બોલ્યો, "જ્યાં સુધી વૈભવ પોતાની ચાહત "ધારા" ને નહી મળે ત્યાં સુધી એને આગળ વધતો કોઈ નહી અટકાવી શકે." વૈભવના મોઢે ધારાનું નામ સાંભળી રાકો આશ્ચર્ય પામ્યો. "તું ધારાને કઈ રીતે ઓળખે છે અજનબી ? આ શક્ય નથી. અહીંના લોકો સિવાય કોઈ ધારાને નથી ઓળખતું." રાકો ગુચવાયો હતો, તેને સમજાતું નહોતું કે બહારનો કોઈ વ્યક્તિ કઈ રીતે ધારાને ઓળખી શકે. "એ તું ધારાને જ પૂછી લે તો સારું રહેશે. જા જઈને કે ધારાને કે તેની ચાહત, તેનો વૈભવ આવ્યો છે. તે ખુદ આવી જાશે." વૈભવના શબ્દો રાકાને ગુસ્સો અપાવી ગયા.


રાકો ગુસ્સામાં વૈભવ પર વાર કરે તે પેહલા જ પવનની ઝડપે કોઈ આવીને રાકાની લાકડી લઈ લીધી. આમ થતા જ રાકો એક ઘૂંટણ જમીન પર મૂકી પોતાનું માથું ઝુકાવીને ઊભો રહ્યો. પાછળ ઊભેલી ભીડ પણ રાકાને અનુસરી. થોડી વારમાં વૈભવની ડાબી બાજુએથી ધારા હાથમાં લાકડી પકડીને વૈભવ સામે આવીને ઊભી રહી. વૈભવ તેને જોતા જ તેની તરફ દોડી પડ્યો અને ધારાને પોતાનાં આલિંગનમાં લઈ લીધી. આજે વૈભવને કંઈપણ બોલવું જરૂરી લાગ્યું નહીં. ધારાએ પણ તેને પોતાનાથી દૂર ન કર્યો. ઘણી વાર સુધી બંને એમ જ રહયા.


ત્યારબાદ વૈભવે જ ધારાને પૂછ્યું, "primitives લોકોની રાણી, ધારા, એક આધુનિક નગરોમાં વસનારને પોતાનો સાથી બનાવશે ?" વૈભવે ફરી એકવાર ધારાને એજ સવાલ પૂછ્યો જે કૉલેજથી અલગ થતી વખતે પૂછ્યો હતો અને ત્યારે ધારાએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો. આજે સમય પોતને દોહરાવી રહ્યો હતો. વૈભવને બેસબરીથી ધારાના જવાબની રાહ હતી.


"Primitives ની રાણી ક્યારેય આધુનિક નગરોમાં રેહનારને સાથી નહી બનાવે." ધારાનો જવાબ વૈભવને અંદર સુધી હચમચાવી ગયો. તેનાં ચેહરા ઉપરથી તમામ ભાવો ઉડી ગયા. વૈભવ લગભગ આજે બધું હારી ગયો હોય એવું મેહસૂસ કરતો હતો. તેની નજારો સતત ધારાની આંખોમાં જ હતી. "હા, પણ આધુનિક નગરોને ઉજાડનારા મારા વૈભવ સાથે જરૂર રહીશ." બીજું વાક્ય બોલતાની સાથે જ જાણે વસંત ખીલી હોય એમ વૈભવ ખીલી ઉઠ્યો. લડાઈમાં થયેલ ઈજાઓ ગાયબ થઈ ગઈ અને વૈભવ તેની ચાહત "ધારા" ના આલિંગનમાં સુઈ ગયો. ધારા નાના બાળકની જેમ તેનાં માથામાં હાથ ફેરવતી રહી ક્યાંય સુધી.


અચાનક વૈભવના હાથ પર બાંધેલ devise vibrate થવા લાગ્યું એટલે વૈભવની ઊંઘ ઊડી ગઈ. તેણે હાથ પર નજર કરી. Devise માં vibration થતું હતું અને લાઈટ બ્લિંક થતી હતી. વૈભવ હસ્યો અને તરત બોલ્યો, "બહાર આવી જા My everything, મારી શિવિકા." અને તરત એક હોલોગ્રાફિક સ્ક્રીન સ્વરૂપે શિવિકા ત્યાં ઉત્પન્ન થઈ ગઈ. "This is not fair Mr. વૈભવ. તમને તમારી ચાહત, તમારી ધારા મળી ગઈ એટલે girlfriend ને ભૂલી ગયા? 😜😜😜🤣🤣🤣" શિવિકાના મજાકથી માહોલ હળવો બની ગયો. વૈભવે ધારા અને શિવિકાની ઓળખાણ કરાવી.


"તો મારા માટે અંતિમ ઓર્ડર શું છે Mr. વૈભવ ? " શિવિકાને ખ્યાલ આવી ગયો કે હવે વૈભવ પાછો નહી આવે એટલે તેણે વૈભવ પાસે અંતિમ ઓર્ડર માંગ્યો. પણ વૈભવના મગજમાં કઈક બીજું જ ચાલી રહ્યુ હતુ. "શિવિકા, મને ધારા મળી એટલે હું તને દૂર નહી જવાં દવ." વૈભવે શિવિકાને જણાવ્યું. "હા, શિવિકા, હું અને વૈભવ તારા માટે અહીંયા નવું સર્વર અને સિસ્ટમ ઊભું કરીશું. અહીંયા માનવ અને Artificial Intelligence એકબીજાના સહયોગથી સાથે આગળ વધશે." ધારાએ શિવિકાને સમજાવ્યું. શિવિકા તૈયારી કરવા માટે પાછી વૈભવના ઘરે આવી અને વૈભવ ધારા સાથે devise થી જોડાયેલી રહી. Primitives area માં સર્વર તૈયાર થતાં શિવિકા હંમેશા માટે ત્યાં શિફ્ટ થઈ ગઈ.

સંપૂર્ણ