*એ જગતનો તાત* ભાગ-૨..... વાર્તા.... ૮-૭-૨૦૨૦. બુધવાર...
આપણે આગળ પેહલા ભાગમાં જોયું કે કનુભાઈ મહેનત કરીને અનિલ ને ભણવા અમેરિકા મોકલે છે...
હવે વાંચો બીજો ભાગ..
પશા કાકાએ બાપુ ને કહ્યું કે કનુભાઈ આ તમારી જ આપેલી જમીન છે તો તમે પાછી લઈ લો અમે આખો પરિવાર મહેનત મજૂરી કરીશું પણ તમે આમ છતી જમીને દાડીયા મજૂરી કરો એ મને નથી ગમતું...
ત્યારે બાપુએ કહ્યું કે એક વખત આપેલી વસ્તુ પાછી નાં લેવાય...
અને આ જમીન નો ટુકડો એ તમારાં પરિવાર ની મહેનતથી તમારું પાલન પોષણ કરે છે એને હું મારા સ્વાર્થ માટે પાછો ના લઉં પણ થોડું શાકભાજી જ્યારે શહેરમાં પાક વેંચવા જાવ ત્યારે નિશાળ નાં માસ્તરોને મફત આપજો એ જ મારી વિનંતી...
પશા કાકા તો બાપુ ની આ વાત સાંભળીને આંખોમાં આવેલા આંસુ લૂછી રહ્યાં...
અને હું ભણીગણીને કમાતો થયો અને ત્રણ વર્ષે દેશમાં આવ્યો ત્યારે મને આ બધી વાત જાણવા મળી...
બાપુ આ પાવડો અને કોદાળી થી બીજા નાં ખેતરમાં મજૂરી કરતાં અને મહિને એકવાર શહેરમાં જઈને મને ભણાવનાર શિક્ષકો ને શાકભાજી આપી આવતાં...
શિક્ષકો નાં કહે કે નાં લાવશો...
પણ બાપુ એ લોકોને જીદ કરીને શાકભાજી આપી આવે...
અને હું અમેરિકા ગયો એ દિવસથી બાપૂ એક ટાઈમ જ રોટલો બનાવે...
સવારે ડુંગળી જોડે ખાય અને અડધો રોટલો સાંજે દૂધ જોડે ખાય...
આપણે અમેરિકામાં મોલ અને ઘર લીધું પછી હું બાપુને તેડવા આવ્યો હતો પણ એમણે નાં કહી કે તું ત્યાં સુખી રહે મને અહીં આ દેશમાં જ ફાવશે..
અને હાથ-પગ ચાલશે ત્યાં સુધી ખેતરમાં કામ કરીશ...
મેં કહ્યું કે બાપુ હવે હું કમાઉં છું તો રૂપિયા મોકલીશ તમે મજુરી છોડી દો અને એવું હોય તો હું શાહુકાર પાસેથી આપણી જમીન વેચાણ થી લઈ લઉં તમે કોઈ બીજા પાસે કામ કરાવજો અને દેખરેખ રાખજો પણ કહે નાં જો બેટા તું કમાણી વધારે કરે તો આપણા ગામમાં એક નિશાળ બનાવડાવજે જેથી બીજા ખેડૂતો નાં છોકરાઓ ભણી ગણીને આગળ વધી શકે...
અને બાપુ એ એટલે જ હાથ-પગ ચાલ્યા ત્યાં સુધી મજૂરી કરી અને એ મજૂરીનાં અડધાં રૂપિયા સરપંચ ભરત ભાઈ પાસે જમા કરતાં હતાં એટલે જ ભરત ભાઈએ મને બોલાવ્યો હતો...
અને તું મને પુછ્યા વગર આ વસ્તુઓ ભંગારમાં આપી બેઠી..
તારા સ્વભાવ અને નજર પ્રમાણે...મારી બાપુની આ ચીજવસ્તુઓ બેકાર અને ભંગાર છે???
આ બાબતે મેં તને ચેતવણી આપી હતી..તારે જે કરવું હોય તે કરજે પણ આ વસ્તુઓ ને હાથ નાં લગાવીશ તોયે તે ભંગાર વાળા ને વેચી નાખ્યા???
તને મારા બાપુના ની જૂના સાધનો નાં ગમતાં હોય તો તે પહેરેલા જુના ઘરેણાં ઉપર પણ તારો અધિકાર નથી કારણકે એ પણ મારી મા નાં છે અને બાપુએ ખરીદેલા છે...
ગાર્ગી સામું જોઈ રહી...
અંદર થી મારો પુત્ર જેનિલ આવ્યો પપ્પા આટલા બધા કદી ગુસ્સે નથી થતા..કેમ આજે???
મેં આંખ મા પણી સાથે કીધું..તારા દાદા....અને મારા બાપુ ની એક યાદ, તારી મા એ ભંગાર માં વેચી નાખી...એ પણ મારી સ્પષ્ટ ના હોવા છતાં
પણ પપ્પા એ સાધનો???
બેટા એ સાધનો હતાં એટલે જ આ તારો પપ્પા છે જીવતો જાગતો...
મારાં બાપુ ધરતી પુત્ર એ જગતનાં તાત એમણે મારાં સુખ માટે જમીન વેચી દીધી અને જીવ્યા ત્યાં સુધી મજૂરી કરી...
મારે એમની આખરી ઈચ્છા પૂરી કરવી છે ગામમાં શાળા બનાવીશ અને એને " જગતનાં તાત સ્કૂલ સંકૂલ " નામ આપીશ જેથી બીજા કોઈ નો દિકરો આ ધરતી છોડી વિદેશ નાં જાય... અને આ જૂનાં સાધનો, પટારો, ડાબરો એ બધું એ સ્કૂલ માં હું એક અલગ રૂમમાં યાદગીરી રૂપે સાચવી રાખીશ એવું વિચારીને હું સરપંચ સાહેબને મળીને આવ્યો પણ....
મારી આંખો માંથી અવિરત આંસુ વહી રહ્યા હતા...
મારો પુત્ર પણ દાદાની વાતો સાંભળી...રડી પડ્યો...મારી પત્ની ગાર્ગી હાથ જોડી બોલી.... અનિલ મને માફ કર.... બાપુને ને સમજવા માટે દસ અવતાર ઓછા પડે....એ પણ રડી પડી....અને બોલી...ફક્ત સાંભળી ને આટલું દુઃખ થાય એ બાપુએ કેટલું વેઠયું હશે ત્યારે એમણે ગામમાં નિશાળ બનાવવા મજૂરી કરી વિચાર કેવું દુઃખ થયું હશે એમને..
આ સાંભળીને ગાર્ગી એ ભંગાર વાળા જોડેથી રૂપિયા આપીને બધું પાછું લઈ લીધું...
એટલામાં સરપંચ અને ગામનાં મુખી આવ્યા ...
અરે બેટા...
રસ્તામાં આ ભરતભાઈ એ વાત કરી બેટા...વાસ્તવ માં લોકો બારમું તેરમું અસ્થિ વિસર્જન મા બાપ ના મોક્ષ માટે કરતા હોય છે...પણ તે તારા બાપુને આજે ઋણ મુક્ત કરી દીધા..તેનો મોક્ષ નક્કી છે જે બાપની ઈચ્છા પૂરી કરવા ગામમાં નિશાળ બનાવડાવે છે....
ધન્ય છે બેટા તારા જેવા સંતાન દરેક ના ઘરે થજો...
ભાવના ભટ્ટ અમદાવાદ......