Compassion in Gujarati Short Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | સહ્રદયતા

Featured Books
Categories
Share

સહ્રદયતા

સહ્યદયતા

[દિપક એમ. ચિટણીસ (dchitnis3@gmail.com)]

રેલવેની પ્લેટફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ઉતાવળે ચાલતો જતો હતો. કારણ કે મારી પાછળ એક સાત આઠ વર્ષ નો ભિખારી જેવો બાળક, એ સાહેબ, એ સાહેબ કહી મારી પાછળ દોડતો હતો. હું મારી સ્પીડ વધારતો જતો હતો. તેમ તેમ તે બાળક પણ.....ઓ....ઓ સાહેબ ઉભા તો રહો..કહી બુમ પાડે જતો હતો. હું મનમાં ને મનમાં ખિજાતો, તેને ગાળો આપતો હતો. આ ભિખારી ની જાત. એક ને આપો તો દસ પાછળ પડે હું થાકી ને ઉભો રહી ગયો, અને જોર થી બોલ્યો ચલ અહીં થી જાવું છે કે પોલીસ ને બોલવું ?

ક્યાર નો સાહેબ, સાહેબ કરે છે .લે આ ૧૦ રૂપિયા વે જતો રહે. મેં ખીસ્સામાંથી પાકીટ કાઢી ૧૦ની નોટ કાઢવા પ્રયત્ન કર્યો, પણ જોયું તો મારુંપાકીટ ગાયબ. હું તો મૂંઝાઈ ગયો. હમણાં એ.ટી.એમ માંથી રૂપિયાઉપાડેલ તે રૂપિયા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ બધું જ અંદર હતું. સાહેબ...પેલો બાળક બોલ્યો.

અરે ..સાહેબ...સાહેબ શું કરે છે ક્યારનો ? મેં ઉંચા અવાજે કિધુ.

બાળક એ એક હાથ ઊંચો કર્યો, સાહેબ, તેના. હાથ તરફ નજર ગઈપછી તેની નિર્દોષ આંખ તરફ બે ઘડી તો મને મારી જાત ઉપર મારા ભણતર ઉપર મિથ્યાભિમાન અને મારા અધ્યાત્મિક જ્ઞાન ઉપર નફરત થઈ ગઈ.માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યારે જ આંખ મેળવીને વાત કરે છે. બાકી તો આંખ મિચોલી કરી રસ્તો બદલીને ભાગી જનાર વ્યક્તિઓ પણ સંસારમાં છે. એ બાળકની નિર્દોષ આંખો અને હાથ ઉપર નજર નાખતા મને ખબર પડી.

મારૂં ખોવાયેલ "પાકીટ" તેના નાજુક હાથમાં જ હતું, લો સાહેબ, તમારૂં પાકીટ સાહેબ ટિકિટ બારી ઉપર પાકીટ ખીસ્સામાં મુક્તાં પાકીટ તમારૂં નીચે પડી ગયું હતું. મારી આંખો ભીની થઈ ગઈ. રેલવે સ્ટેશન ઉપર ઘુંટણ ઉપર બેસી એ બાળકના માથે હાથ ફેરવ્યો, બેટા, મને માફ કરજે. આ જુલ્મી સમાજ ગરીબ માણસ ને હંમેશા ચોર અને ભિખારી જ સમજે છે. આજે પાકીટ આપતો તારો હાથ ઉપર છે, ને મારો હાથ નીચે છે.

સાચા અર્થમાં ભિખારી કોણ?

આજે મને સમજાયું, ઈમાનદારી એ ફક્ત રૂપિયાવાળા ની જાગીર નથી.બેઈમાની ના રૂપિયાથી ધરાઈને ઈમાનદારીનું નાટક કરતાં બહુ જોયા છે, પણ ભુખ્યા પેટે અને ખાલી ખીસ્સે ઈમાનદારી બતાવનાર તું પહેલો નીકળ્યો. બહુ સહેલી વાત નથી, બેટા. લક્ષ્મીજી જોઈ ભલભલાની વૃત્તિ અને એની નીતિઓ બદલાઈ જાય છે. બેટા હું ધારૂં તો આ પાકીટ તને ઇનામમાં આપી શકું તેમ છું. હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ મારૂં ખીસ્સામાંથી લઇ ગયું.

પણ ના બેટા, તને તારી ઈમાનદારીનું ઇનામ તને જરૂર મળશે. બેટા તારા મમ્મી-પપ્પા ક્યાં છે....?

મમ્મી-પપ્પા નું નામ સાંભળી...તે બાળકની આંખમાં આંસુ આવી ગયા.

હું તેના ચહેરા અને વ્યવહાર ઉપરથી એટલું સમજી ગયો હતો. કે આ ભીખ માંગવાનો વ્યવસાય તેનો જન્મજાત નહીં હોય કોઈ હાલતનો શિકાર ચોક્કસ આ બાળક બની ગયો છે. મેં તેનો હાથ પકડ્યો . ચલ બેટા આ નર્કની દુનિયામાંથી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો છે. હું સીધો નજીકના પોલીસ સ્ટેશને ગયો, અને બધી હકીકત જણાવી.

પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો.

આપને કોઈ સંતાન છે ?

મેં કીધું હા છે, પણ તે અમેરીકા છે. અહીં મારો પોતાનો બિઝનેસ છે.આ બાળકને મારે મારા ઘેર લઈ જવાની વિધી સમજાવો તો આપનો આભાર.મારી પત્ની પણ ખુશ થશે, સાથે, સાથે, અમે બાળકને ભણાવી એક તંદુરસ્ત સમાજનો હિસ્સો બનાવશું. અમે કોઈ મંદિર કે આશ્રમમાં રૂપિયા કદી આપ્યા નથી. એક સતકાર્ય અમારા હાથે થશે. કોઈ રસ્તે ભટકતા બાળકની જીંદગી બની જશે, તો એક નહિં પણ અનેક મંદિર બનાવ્યા જેટલો જ આનંદ અમને થશે.

પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખૂશ થતા બોલ્યા સાહેબ ધન્ય છે. તમારા વિચારોને. તમે ચિંતા ના કરો આ બાબતેની કાયદાકીય પ્રોસેસ હું પુરી કરી આપીશ. મને પણ એક સત્કાર્ય કર્યાનો આનંદ મળશે. કોઈ લુખ્ખા તત્વો બાળકનો કબજો લેવા આવે તો મને ફોન કરી દેજો.

આજે આ બાળક ભણી ગણીને સરકારની ટોપ કેડર ની ઉચ્ચ કક્ષાની પરીક્ષા પાસ કરી મને પગે લાગી રહ્યો છે.ગુનેગાર નથી હોતું. સંજોગો કે અન્યાયનો શિકાર બનેલા લોકો કોઈ વખત અવળે રસ્તે ભટકી જાય છે, તેનો હાથ પકડી ફરીથી સંસ્કારી સમાજ વચ્ચે મુકવાની જવાબદારી સમાજ અને સરકારની છે. મેં કહ્યું બેટા હું સમજું છું, તારા માં-બાપ આજે હાજર હોત તો ખુ ખુશ થાત પણ અમે ખુશ છીએ. તારી અકલ્પનીય પ્રગતિથી. બેટા અહીં મારા "એક પાકીટ નું ઇનામ" પુરૂ થાય છે, તેવું સમજી લેજે.

એ બાળક નું નામ અમે સુજીત રાખેલ, અને એ એટલું જ બોલ્ય.

त्वमेव माता पिता त्वमेव

त्वमेव बन्धुश्च सखा त्वमेव

त्वमेव विद्या द्रविणम् त्वमेव

त्वमेव सर्वम् मम देव देव

તમે મને કોઈ વાતની કમી રહેવા દીધી નથી.મેં નથી ભગવાનને જોયા, કે નથી મારા મા-બાપને મારા માટે તો આપ જ સર્વ સર્વા છો.

તમારૂં ઇનામ પુરૂ થાય છે, ત્યાંથી હવે મારી ફરજ ચાલુ થાય છે. પહેલાં તમે જયાં જતા, ત્યાં હું આવતો. હવે હું જ્યાં જઈશ, ત્યાં તમે હશો.

સુજીત પગ પછાડી પહેલી સેલ્યુટ અમને કરી, અને બોલ્યો. પાપા, આ સેલ્યુટ ના ખરા હક્કદાર પહેલા તમે જ છો. આને કહેવાય લેણદેણ ના સંબંધ.

‘‘ઇમાનદારી કોઇનો ઇજારો નથી’’

દિપક એમ. ચિટણીસ

dchitnis3@gmail.com