Love Bichans - 2 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | લવ બાયચાન્સ - 2

Featured Books
Categories
Share

લવ બાયચાન્સ - 2

( મિત્રો આપણે આગળના ભાગમા જાણ્યુ કે ઝંખના પર એક અજાણ્યા વ્યકિતના વારંવાર મેસેજ આવે છે. ઝંખના દ્વારા ના કહેવા છતા પણ એ વ્યકિત મેસેજ કરવાનુ છોડતો નથી. અને એની બધી માહિતી પણ ઝંખનાને આપે છે. ઝંખનાને પણ એની પર વિશ્વાસ આવતા એ એની સાથે થોડી ઘણી વાતચીત કરી લે છે. પણ હજી એવી દોસ્તી બંને વચ્ચે નથી થઈ. હવે જાણીશુ આગળ શુ થાય છે. )


રોજની જેમ આજે પણ ઝંખના એના ઓફિસે જવા નીકળી. રસ્તામા સિગ્નલ પાસે કન્સ્ટ્રક્શન નુ કામ ચાલતુ હતુ ત્યા થોડા મજૂરો કામ કરતા હતા. સિગ્નલ ઓફ થતા ઝંખનાનુ ધ્યાન એ તરફ જાય છે. જ્યા એક સ્ત્રી એના બાળકને નવડાવી રહી હોય છે. એ નાનુ બાળક પણ એની મા સાથે મસ્તી કરતા કરતા ઠંડા પાણીનો આનંદ માણે છે. ક્યારેક મા એના બાળક પર પાણી ઉડાડે છે તો ક્યારેક બાળક એની મા પર એના નાના હાથથી પાણીના છાંટા ઉડાડે છે. એની મા એના હાથ પકડી એને ગળે લગાડે છે. બંનેનો આ લાડ પ્રેમ જોઈ ઝંખનાના ચેહરા પર એક હલ્કી મુસ્કાન આવી જાય છે. પણ સાથે સાથે એના હ્દયમા ઊંડે કંઈક લાગણી સળવળે છે. જેના વિચિત્ર અનુભવથી એ કંઈક અજીબ એહસાસ મેહસુસ કરે છે. સિગ્નલ ખૂલતા એ એની ઓફિસ તરફ જાય છે.


આખો દિવસ કામમા વ્યસ્ત એને અરમાન સાથે વાતો કરવાનો સમય જ ના મળ્યો. સાંજે ઘરે જઈને પણ એ ઘરના બીજા કામોમા પરોવાઈ ગઈ. રાત્રે જમીને પરવારીને જયારે એણે મોબાઈલ હાથમા લીધો તો અરમાનના મેસેજ આવેલા હોય છે.


અરમાન : હેલો,, મીસ ઝંખના ક્યા છો ? એટલા બધા બીઝી થઈ ગયા કે એક મેસેજ કરવાનો પણ સમય નહી રહ્યો.


મેસેજ વાંચી ઝંખનાના ચેહરા પર એક સ્માઈલ આવે છે અને એ રિપ્લાય આપે છે. "સોરી આજે કામ બહુ હતુ તો સમય જ ના રહ્યો."


અરમાન ઓનલાઈન જ હતો તો એણે પણ તરત જ રિપ્લાય આપ્યો " ઓહ એમા સોરી કેહવાની જરૂર નથી. હુ સમજી શકુ છુ. કામ હોય તો વાતચીત ના પણ થાય. બોલો કેવો રહ્યો આજનો દિવસ.


ઝંખના : બસ એવો જ સાધારણ નવુ કંઈ નહી એ જ આખો દિવસ પ્રોજેક્ટનુ કામ કરવાનુ અને એનુ પ્રેઝન્ટેશન કરવાનુ. એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે કંપનીને. અને એને લીડ કરવાનુ કામ મને સોપ્યુ છે. તો બસ એમાથી જ સમય નથી મળતો.


અરમાન : અરે વાહ આ તો સારુ કહેવાય ને કે તમને એ લોકો આટલી મોટી જીમ્મેદીરી સોપે છે. એનો મતલબ તો એ જ થયો ને કે તેઓ તમને એને લાયક સમજે છે.


ઝંખના : હા વાત તો તમારી સાચી જ છે. હુ પણ બહુ ખુશ છુ આ નવી જીમ્મેદારી મેળવીને. ચાલો વાતો બહુ થઈ હવે સૂવાનો સમય થઈ ગયો છે. તો ગુડ નાઈટ.


અરમાન : તમે આટલા બોરિંગ કેમ છો ?


ઝંખના : શુ ??


અરમાન : એટલે કે તમે આવા જ છો કે મારી સાથે જ કંઈક સ્પેશિયલ છે.


ઝંખના : ખરેખર મને બિલકુલ સમજ નથી આવતી તમે શું કહેવા માંગો છો.


અરમાન : તમે તમારા બીજા ફ્રેન્ડ સાથે પણ આજ રીતે બોરિંગ વાતો કરો છો કે પછી મારાથી જ કોઈ વેર છે.


ઝંખના : (ખડખડાટ હસવા લાગે છે.) સાચુ કહું તો મારા કોઈ વધારે દોસ્ત નથી. અને હું બધા સાથે આ જ રીતે વાત કરુ છુ.


અરમાન : સાચે યાર તમને એક દોસ્ત ની ખૂબ જરૂર છે. તમે ખૂબ જ નીરસ જીવન જીવો છો. આવુ જીવન તો કોઈ રિટાયર્ડ વ્યકિત પણ ના જીવે.


ઝંખના : એટલે તમારો કહેવાનો મતલબ શુ છે. હુ આમ જ કોઈને પણ દોસ્ત બનાવી લઉં અને એની સાથે પ્રેમ ભરી મીઠી મીઠી વાતો કરું અને પછી એ મારુ દિલ તોડીને પોતાને રસ્તે ચાલ્યો જાય. (ઝંખના થોડા ગુસ્સા મા કહે છે. )


અરમાન : ના હું એમ નથી કહેવા માંગતો. હું તો એમ કહું છું કે દોસ્ત સાથે હસી મજાક કરવો કોઈ ગુનો નથી. અને અહી પ્રેમની તો વાત જ નથી. તમે તમારા મનથી જ બધુ ધારી લો છો. હુ ક્યા એમ કહુ છુ કે કોઈ સાથે પ્રેમમા પડો અને રોમેન્ટિક વાતો કરો. પણ કોઈ દોસ્ત સાથે મજાક મસ્તી તો કરી જ શકાય ને.


ઝંખના : હું સમજુ છું તમારી વાત પર ખબર નઈ કેમ હું કોઈ પર વિશ્વાસ જ નથી કરી શકતી. હું ચાહવા છતા પણ કોઈ ને દોસ્ત બનાવી શકતી નથી.


અરમાન : લાગે છે તમારા જીવનમા કંઈક એવો બનાવ બની ગયો છે. એટલે જ તમારુ માઈન્ડ આટલુ નેગેટિવ થઈ ગયુ છે.


ઝંખના : હા મારી જીંદગી એટલી સરળ નથી.


અરમાન : તમે ઈચ્છો તો મને તમારી જીંદગી વિશે જણાવી શકો છો. જો તમે મને એક દોસ્ત માનતા હોવ તો.


અરમાનનો આ મેસેજ ઝંખનાએ રીડ કર્યો પણ પછી તરત જ ઓફ લાઈન થઈ ગઈ. ઝંખનાના આમ તરત ઓફ લાઈન થઈ જવાથી અરમાન વિચારવા લાગ્યો કે કદાચ મારે એમની અંગત જીંદગી વિશે ના પૂછવુ જોઈએ. અને એ એક મેસેજ મૂકે છે.


આ બાજુ ઝંખના મેસેજ વાંચી રિપ્લાય આપવા જ જતી હોય છે કે એના ફોન પર એની માસીનો ફોન આવે છે. એની મમ્મી ફોન રીસીવ નોહતી કરતી હોવાથી માસીએ એના ફોન પર ફોન કર્યો હોય છે. ઝંખના એની મમ્મી સાથે માસીની વાત કરાવે છે. માસીની અને મમ્મીની વાત અડધો એક કલાક સુધી ચાલે છે. તો ઝંખનાને અરમાનનો બીજો મેસેજ જોવાનો સમય નોહતો મળ્યો. અને એ ડેટા ઓફ કરીને સૂઈ જાય છે.


સવારે જ્યારે એ ફોન લઈ ને ચાલુ કરે છે તો અરમાનનો મેસેજ જુએ છે. અરમાને રાતે પણ એક મેસેજ કરેલો હોય છે અને ગુડ મોર્નિંગ વીશ કરતો મેસેજ પણ કરેલો હોય છે. અરમાનનો રાતનો મેસેજ આ રીતનો હોય છે.


" માફ કરશો મે તમારી અંગત જિંદગી મા દખલ કરી. દરેક ની પોતાની પર્સનલ લાઈફ હોય છે. જે એમણે બીજા સાથે શેર કરવી કે ના કરવી એ એમનો નિર્ણય હોય છે. હવે હું તમને ફરી ક્યારેક આવી મુશ્કેલ પરિસ્થિતિમાં નહી નાંખીશ. કાલના સવાલ માટે ફરીથી સોરી."


અરમાનનો મેસેજ વાંચી ઝંખના મનમા વિચારે છે કે અરમાન કેટલો સમજુ છે. બીજાની પરિસ્થિતિ કેટલી સારી રીતે સમજે છે. એને મારા વિશે કહેવામાં કોઈ ખોટુ નથી. અને એ અરમાનને પહેલા ગુડ મોર્નિંગ વિશ કરે છે. અને પછી એના રાતના મેસેજ નો જવાબ આપે છે.


"અરે એમા તમારે સોરી કહેવાની જરૂર નથી. ઉલટાનું મારે તમારી માફી માંગવી જોઈએ કે મે તમને વહેલો જવાબ ના આપ્યો. અને પછી એ એના માસીના ફોન આવ્યાની વાત કરે છે. અને કહે છે, મને તમારી પર પૂરો વિશ્વાસ છે. હુ તમને મારી જીંદગી વિશે કહીશ પણ મને થોડો સમય જોઈશે."


અરમાન ઝંખનાનો મેસેજ વાંચે છે અને ખુશ થાય છે. અને ઝંખનાને ફરી થી એક મેસેજ કરે છે.


" મારી પર વિશ્વાસ કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને હું તમને એવો કોઈ ફોર્સ નથી કરતો. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે કેહજો. "


પછી તો બંને જણા પોત પોતાના કામમા વ્યસ્ત થઈ ગયા. બપોરે જ્યારે લંચ ટાઈમમા ઝંખનાએ ફોન જોયો તો અરમાનનો મેસેજ જોયો અને રિપ્લાય આપ્યો.


" ના ના હું બિલકુલ પર બોર્ધર નથી. અને કોઈકને તો મનની વાત કરવી જ જોઈએ. હુ મારા દિલ પર એક બોજ મેહસુસ કરુ છું. અને તમારી સાથે વાત કરીને થોડી હળવી થવા માંગુ છું. રાતે આપણે વાત કરીશું.


રાતે જમી પરવારીને રાતે જ્યારે એ ફોન લઈ બેસે છે તો રોજની જેમ અરમાનનો મેસેજ આવેલો હોય છે.


" hii, "


Had yr dinner ?


ઝંખના રિપ્લાય આપે છે..


Hello


Yes..


What about u..


થોડી જ વારમાં અરમાનનો મેસેજ આવ્યો
Yes.. I also finished my dinner
શુ કરો છો ?


ઝંખના : nothing.. બસ બધુ કામ પતાવીને બેઠી છું ફોન લઈને.


અરમાન : કેવો રહ્યો આજનો દિવસ ? અને મુડ કેવો છે ? મતલબ કે કોઈ જીજક તો નથી ને વાત કરવામાં.


ઝંખના : ના ના કોઈ જીજક નથી. Infact મારે વાત કરવી જ છે. અને પછી ઝંખના એના બાળપણ થી લઈને અત્યાર સુધીની એની બધી કહાની કહે છે. કેવી રીતે એના પપ્પાને કારણે એનો જીવન જીવવાનો અભિગમ બદલાઈ ગયો. અને કેમ એને મેરેજ પર કે કોઈ પણ રિલેશનશીપ પર વિશ્વાસ નથી.


અરમાન ઝંખનાની વાત ધ્યાનથી વાંચે છે. અને પછી રિપ્લાય આપે છે.


જુઓ ઝંખના હું આ બધુ કહીને તમારા પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી બતાવતો. પણ તમે જે પરિસ્થિતિમાં જીવ્યા છો એ પછી પણ પોતાના અભ્યાસ પર ધ્યાન આપીને અત્યારે આટલી મોટી કંપનીમાં એક સારી પોસ્ટ હાસિલ કરવી એ કંઈ નાની સુની વાત નથી. તમે જે મનોયાત્ના માથી પસાર થયા છો પછી આ રીતે પગભર રહેવુ બધાના બસની વાત નથી. એના માટે તમને સલામ છે. અને રહી વાત કોઈ પણ સંબંધ પર વિશ્વાસ ના કરવાની તો એક પ્રખ્યાત ડાયલોગ છે. " मरने के डर से कोई जीना नही छोड़ देता " કોઈ એક વ્યકિત ના અનુભવ પરથી આપણે બધાને એજ પ્રમાણે આંકી ના શકીએ. આ બહુ ચવાયેલી વાત છે પણ છે સત્ય કે બધા વ્યકિત સરખા નથી હોતા. જેમ બધાં વ્યકિત સારા નથી હોતા તેમ બધાં જ વ્યકિત ખરાબ નથી હોતા.


ઝંખના : હુ તમારી વાત સમજુ છું. પણ મને મારી આ જ જીંદગી ગમે છે. મે મારી મમ્મીને રોજ તીલ તીલ મરતા જોઈ છે. કેમ કે મારી મમ્મીએ પોતાના જીવનની દોરી બીજાના હાથમા આપી દીધી હતી. હુ એવી કોઈ ભૂલ નથી કરવા માંગતી. હુ મારુ જીવન મારી રીતે જીવીશ. એની પર ફક્ત મારો જ અધિકાર રેહશે. સારા કે ખરાબ જે પણ નિર્ણય લઈશ એ મારા પોતાના રેહશે. એમા બીજા કોઈ ની દખલગીરી નહી હોય.


અરમાન : અરે તમે તો મારા મનની જ વાત કરી દીધી. હું પણ આવા જ વિચારો ધરાવુ છું. હું નથી કોઈ ના જીવનમા દખલગીરી કરવા માંગતો કે નથી કોઈ ને મારા જીવનમાં દરમ્યાનગીરી કરવા દેવા માંગતો. હુ પણ એક આઝાદ પંછીની જેમ ખુલ્લા આકાશમા ઉડવા માંગુ છું.


ઝંખના : હા એ જ તો મે તો મારા મમ્મીને સાફ સાફ કહી દીધુ છે કે મને મેરેજ માટે બિલકુલ પણ ફોર્સ નહી કરવો. હું કોઈ દિવસ મેરેજ કરવાની નથી.


અરમાન : wow.. same here.. મે પણ મમ્મી પપ્પાને સીધે સીધુ ના જ કહ્યુ છે. પણ મારી મમ્મી મારો પીછો જ નથી છોડતી. સાચુ કહું તો જયારે અહીં બોમ્બેમાં ટ્રાન્સફર આવ્યું તો મે એટલા માટે જ સ્વીકાર્યુ કે મમ્મીના રોજના નવી નવી છોકરીઓ ના બાયોડેટા બતાવવામાથી તો પીછો છૂટશે.


ઝંખના : ચાલો વાતો બહુ થઈ ગઈ. હવે સુવાનો સમય થઈ ગયો. સવારે વહેલા પણ ઊઠવાનુ છે.


અરમાન : ઓહ હા.. આમ જ વાતો વાતોમા સમયનો ખ્યાલ જ ના રહ્યો. ચાલો ત્યારે Good night..


Take care..


ઝંખના : good night.. take care..


અરમાન અને ઝંખનાની વાત પરથી લાગે છે કે બંનેના જીવન પ્રત્યે ના અભિગમ સરખા જ છે. પણ શું આ બંનેના એક સરખા વિચારો એમને નજીક લાવશે કે દૂર લઈ જશે એ જાણીશું આપણે આગળનાં વાર્તા પ્રવાહમાં.


** ** ** **


મિત્રો આ ભાગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. જેથી મને આગળ વાર્તાના પ્રવાહને કંઈ તરફ લઈ જવો એ સમજ આવે. માટે તમારા અમૂલ્ય મંતવ્ય જરૂરથી આપજો.


Tinu Rathod - તમન્ના