Pollen 2.0 - 4 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 4

Featured Books
Categories
Share

પરાગિની 2.0 - 4

પરાગિની ૨.૦ - ૦૪


પરાગ અને સમર જાણી જોઈને રિનીને જેલેસ ફિલ કરાવતા હોય છે. પરાગ, સમર અને માનવ ત્રણેય સાથે હોય છે. રિની છૂપાયને તેમની વાત સાંભળતી હોય છે અને આ વાત સમર જાણે છે અને તે પરાગને કહે છે, ભાઈ માનવ પણ અહીં જ છે તો તેને રાતનો પ્લાન સમજાવી દઈએ?

પરાગ- હા... આજે આપણો ફ્રિકી ફ્રાઈ ડે છે...

માનવ- હા... તો શું નક્કી કર્યુ?

સમર- તો ભાઈ તમે શું પસંદ કરશો?

પરાગ- મને તો કોઈ હોટ એન્ડ સ્પાઈસી મળી જાય તો પણ ચાલશે..!

આવું સાંભળી રિની ચોંકી જાય છે, રિની કંઈ બીજુ જ સમજે છે પણ અસલમાં પરાગ ખાવાની વાત કરતો હોય છે, તે જાણી જોઈને આવું બોલે છે જેથી રિની અકળાઈ..!

રિની જાતે જ બબડે છે, પરાગ તમે આવા નીકળશો મને તો ખબર જ નહોતી... હોટ એન્ડ સ્પાઈસી... હા...

માનવને ખબર નથી કે પરાગ અને સમર રિનીને હેરાન કરવા આવું બોલે છે પણ તે જાણે છે કે ખાવાની વાત ચાલે છે.

માનવ- મને પણ કોઈ સ્પાઈસી આઈટમ ચાલશે...!

રિની- હોં.... માનવ પણ?

પરાગ- ધીમે બોલો કોઈ સાંભળી જશે...

સમર- ઓહ... ભાઈ.. એમાં શું છે આપણી પર્સનલ લાઈફ પણ હોય ને..?

પરાગ- સમર તારી શું ઈચ્છા છે? કેવી આઈટમ ઓર્ડર કરીશ?

સમર- મને તો મસ્ત રસીલી અને હોટ જોઈશે ભાઈ...

રિની હવે ગુસ્સો આવે છે તે પગ પછાડતી ત્યાંથી જતી રહે છે. વોશરૂમમાં જઈ પહેલા એશાને ફોન કરે છે. એશા અને નિશા સાથે જ હોય છે.

રિની- ગર્લ્સ... આ બોયઝએ તો બધી હદ પાર કરી દીધી છે... કેવી ગંદી વાતો કરે છે..!

એશા- શું થયું?

રિની- તમે વિશ્વાસ નહીં કરો.. આ લોકો કેવી વાત કરતાં હતા..!

એશા- હા, તો કહે તો ખબર પડે... બોલને..

રિની- આ ત્રણેય જણા ભેગા મળીને કોઈ પ્લાન બનાવ્યો છે જેને એ લોકો ફ્રિકી ફ્રાઈ ડે કહે છે. એમાં એ લોકો પાર્ટી કરશે અને બીજું.... મને તો બોલવામાં પણ શરમ આવે છે... તમને કેવી રીતે કહું?

નિશા- એટલે કેવી વાત?

રિની- પરાગને તો હોટ અને સ્પાઈસી આઈટમ જોઈએ છે....

એશા- હોં.... વોટ...?

રિની- નિશા.... સમર કહેતો હતો... એને તો ફ્રેશ અને હોટ રસીલી આઈટમ જ ગમશે...

નિશા- શું? એને તો હું જોઈ લઈશ...

રિની- એશા... માનવ... માનવ પણ કહેતો હતો કે તેને કોઈ પણ સ્પાઈસી આઈટમ ચાલશે એમ...

એશા- (ગુસ્સામાં) ઓહ... તો માનવને સ્પાઈસી છોકરી જોઈએ છે.... એને તો હું છોડું નહીં...

રિની- બધા સરખાં જ છે...

નિશા- સાચી વાત...

રિની- આપણે કંઈક કરવું પડશે... યાર..!

એશા- હું થોડી વાર પછી માનવ સાથે ફોન પર વાત કરી પૂછવાનો ટ્રાય કરું છું.

નિશા- હું પણ સમર સાથે વાત કરું...

રિની- હા... સાંજે ઘરે મળીએ...

એશા- હા..

ફોન મૂકી રિની તરત પરાગ પાસે જાય છે. પરાગ તેની કેબિનમાં જતો રહ્યો હોય છે. રિની કેબિનમાં જઈ દરવાજો લોક કરી દે છે.

પરાગ- રિની તું શું કરે છે? દરવાજો કેમ લોક કર્યો? તે તો કહ્યું હતું કે ઓફિસમાં થોડું ડિસટન્સ રાખીશું અને હવે તું જ?

રિની- મારે વાત કરવી છે.

પરાગ ઊભો થઈ રિનીની એકદમ નજીક જાય છે અને કહે છે, ઓહ... એવું છે... પરાગ રિનીને કમરએથી પકડી તેની નજીક લાવી દે છે અને કહે છે, શું વાત કરવી છે? હું સાંભળું છું..

રિની- આપણા વચ્ચે કંઈ બદલાયું નથીને? એટલે...

પરાગ- કંઈ જ નહીં બદલાય... ઈન્ફેક્ટ મને તો રોજ તારી માટે વધારે પ્રેમ આવે છે.

રિની- ઓહ.... તો આજે રાત્રે આપણે કંઈ બહાર જવાનો પ્લાન બનાવીએ..?

રિની ફટાફટ એક જ શ્વાસમાં બોલી જાય છે... જો કોઈ પ્લાન હોય તો શું પ્લાન છે? કોની સાથે છે? શું કરવાના છો તમે?

પરાગ સમજી જાય છે કે રિની શું પૂછવા માંગે છે.. !

પરાગ- આનો જવાબ પછી આપીશ... પહેલા હું આ મોમેન્ટને એન્જોય કરી લઉંને... મીસ તો ના જ કરું...

પરાગ રિનીની એકદમ નજીક જઈ રિનીને હોઠ પર કિસ કરવા જતો હોય છે પરાગના મોબાઈલમાં રીંગ વાગે છે.

પરાગ- બીજી એક કિસ ઉધાર રહી....

રિની દરવાજો ખોલી હસતી હસતી કામ કરવા જતી રહે છે.


આ બાજુ એશા માનવને કેફેમાં મળવા બોલાવે છે. એશા બહુ જ પ્યારથી માનવ સાથે વાત કરે છે પણ માનવ જાણી જોઈને એશાને એટીટ્યૂડ બતાવે છે. એશા જાણવાની કોશિશ કરે છે માનવ પાસેથી કે સાંજે કોણ કોણ મળવાના છે પણ માનવ તેને કહેતો નથી.

પરાગ રિની અને સિયાને તેની કેબિનમાં બોલાવી આવતીકાલની બધી મીટિંગ સોમવાર ગોઠવવાનું કહે છે.

રિની- પણ કાલે તો દુબઈથી મિસ્ટર શેખ આવવાના છે અને એ આપણી અગત્યની મીટિંગ છે.

પરાગ- હા, મને ખબર છે. કાલે હું ઓફિસ મોડો આવવાનો છું એટલે તમને પોસ્ટપોન કરવાનું કહુ છું. મેં મિસ્ટર શેખ સાથે વાત કરી લીધી છે.

રિની સમજી જાય છે કે પરાગ સાંજે લેટ નાઈટ પાર્ટી કરવાના છે એટલે કાલની મીટિંગની ના કહે છે.

રિનીનું મોં જોઈ પરાગને હસવું આવે છે પણ તે કંટ્રોલ કરે છે. રિની અને સિયાના ગયા બાદ પરાગ હસી પડે છે.


નિશા પણ સમરને ફોન કરી જાણવાની કોશિશ કરે છે પણ તેને જાણવા નથી મળતું.

પરાગ હજી ઓફિસમાં જ હોય છે વેકેશનના લીધે થોડું કામ પેન્ડિંગ રહી ગયું હોય છે તે પૂરું કરતો હોય છે. રિની ઘરે જઈ ફ્રેશ થઈને બેઠી હોય છે કે આશાબેન તેની સાથે બેસે છે અને અમુક છોકરાનાં ફોટો બતાવે છે.

આશાબેન- આ ફોટો જો તને આમાંથી કોઈ પસંદ પડે તો કહે મને આગળ વાત ચલાવુ..

રિની- મમ્મી.... મારે નથી જોવો કોઈ છોકરો....

આશાબેન- બેટા... હવે ઉંમર થઈ ગઈ છે અને તારી જોબ પર સારી છે... હવે તો સેટ થવાનું વિચાર...

રિની- મમ્મી.. એક વાત કહું... પણ પ્લીઝ શાંતિથી સાંભળજે... તરત રિએક્ટ ના કરતી... ગુસ્સે પણ ના થતી...

આશાબેન- હા... સારૂં... બોલ.. શું કહેવું છે?

રિની- મમ્મી... મને એક છોકરો ગમે છે...

આશાબેન- કોણ?

રિની- મારી કંપનીમાં જ છે... એટલે કે મારા બોસ જ છે...

આશાબેન- હેં....

રિની- મારી વાત સાંભળી લે પછી તું મને લડી લેજે... એમનું નામ પરાગ છે...

આશાબેન- પણ એ તો પેલી મોડેલ જોડે લગ્ન કરવાનો હતોને? એનું ચક્કર તો એની સાથે જ હતું...

રિની- ના, એવું કંઈ જ નહોતું... પરાગ કોઈ સાથે નહોતા બોલતા... એ છોકરીને એમની સાથે મેરેજ કરવા હતા એટલે બધુ નાટક ઊભું કર્યું હતું... પરાગ મને પ્રેમ કરે છે... અને હું પણ.... તેઓ મેરેજ કરવા પણ માંગે છે. એમના ઘરે તેમના દાદી અને તેના નાના ભાઈને ખબર છે.

આશાબેન- બધું નક્કી જ કરી દીધુ છેને તમે તો...

રિની- મમ્મી... ક્યાં નક્કી કર્યું છે.... એના ઘરે આપણા ઘર જેવું વાતાવરણ નથી... પરાગ તેની બધી વાત તેની દાદી સાથે શેર કરે છે. આપણા ઘરે હું આવું બધુ કહુ એમાં તો પરમાણુ બોમ્બ ફૂટે છે. હું એવું નથી કહેતી કે લગ્ન કરાવી આપો મને... મારે પણ સમય જોઈએ છે એને સમજવાનો... તું પણ એને મળી જો...

આશાબેન પહેલા આ વાત સાંભળીને અકળાય છે પણ પછી થોડા શાંત થઈ વિચારે છે.

આશાબેન- સારૂં... હું આ બાબતે વિચારીશ... મળવાનું પણ ગોઠવીશું...

રિની ખુશ થઈ જાય છે અને તેની મમ્મીને ભેટીને થેન્ક યુ કહે છે.

રિની- તું આટલી જલ્દી કેમની માની ગઈ?

આશાબેન- હજી માની નથી....

રિની- તું પણ માની જ જઈશ...


આ બાજુ પરાગના ઘરે પરાગ, માનવ અને સમર ત્રણેય બેઠા હોય છે. સાંજના છ વાગ્યા હોય છે.

માનવ- જે સામાન કહ્યો હતો તે લઈ આવ્યો છે.

સમર- ભાઈ.. આજે ત ડ્રિન્ક કરીશું ને?

પરાગ- હા, કેમ નહીં..!

માનવ- તો હવે શું તૈયારી કરવાની છે?

પરાગ- પોપકોર્ન અને ડ્રિન્ક બનાવીને ટીવીની સામે ગોઠવાય જઈએ?

બધુ તૈયાર કરી ડ્રોઈંગ રૂમમાં તેઓ જતા રહે છે.

માનવ- એક મિનિટ પહેલા બધા જ પડદા બંધ કરી દઈશું... અંધારું હશે તો જ મજા આવશે...

પરાગ- ઓકે તો તમે બંને મોબાઈલ પોકેટમાંથી બહાર કાઢો...

સમર- ઓહ... ભાઈ સમજી ગયો હું....

પરાગ- યસ.... વન... ટુ... થ્રી... મોબાઈલ સ્વીચ ઓફ...!

ત્રણેય મોબાઈલ સ્વીચ ઓફ કરી ફોન સાઈડ પર મૂકી દે છે.

માનવ- આ પણ થઈ ગયું... હવે મૂવી ચાલુ કરીશુ?

સમર- અફકોર્સ...!


એશા,નિશા અને રિની ત્રણેય સાથે બેઠા હોય છે. રિની તેની મમ્મી સાથે જે વાત તે પહેલા કહે છે અને પછી ઓફિસમાં સાંભળેલી બધી વાત ડિટેઈલમાં કહે છે.

રિની- આપણે કંઈક કરવું પડશે... આપણે પૂછ્યું તો પણ તેમણે આપણાને ના કહ્યું..!

એશા- નિશા... તું સમરને ફોન કરી પૂછ તો...

નિશા- મેં ફોન કર્યો હતો... તેણે પણ મને કંઈ ના કહ્યું...

એશા- ફરી ફોન કર... આમ પણ તમે હજી ફ્રેન્ડસ જ છો ને..? એટલે તું એને ફોન કરી પૂછી શકે છે..

નિશા સમરને ફોન લગાવે છે પણ સમરનો ફોન સ્વીચ ઓફ આવે છે.

એશા- હું મારાવાળાને ફોન લગાવી જોઉ.. એનો ક્યારેય બંધ નથી હોતો...

એશા માનવને ફોન કરે છે પણ તેનો ફોન પણ બંધ જ આવે છે.

નિશા- લો.... માનવનો ફોન પણ બંધ આવ્યો...

એશા અને નિશા બંને હવે રિની તરફ જોઈ છે અને કહે છે, તારો વારો.... હવે પરાગને ફોન કર...

રિની- ના.. યાર.. કેવું લાગશે?

એશા- ફોન કર રિનુડી...

રિની- હા... કરું છું.. શાંતિ રાખ...

રિની પરાગને ફોન કરે છે પરંતુ તેનો ફોન પણ સ્વીચ ઓફ જ બતાવે છે.

રિની- હવે શું કરીશું? ચાલો.. આપણે હમણા જ પરાગના ઘરે જઈએ....

એશા- ના... રિની... હજી પાર્ટી સ્ટાર્ટ નહીં થઈ હોય... થોડો સમય રાહ જોઈએ... સાત વાગ્યા પછી જઈએ...!

નિશા- ત્યાં સુધી શું કરીશું?

રિની- ત્યાં સુધીમાં આપણે એવા તૈયાર થઈશું કે એ લોકો આપણાને જોતા રહી જાય....

એશા- યસ... ચાલો...


ટીયા નમનને ફોન કરે છે અને કહે છે, રિની બાબતે વાત કરવા હતી...

ટીયા- પરાગ રિનીને ચીટ કરે છે.

નમન- તને કેમની ખબર.?

ટીયા- પરાગનો મેસેજ આવ્યો છે મને... એને મને કાલે એકલી બોલાવી છે વાત કરવા માટે... એકલી બોલાવી છે એટલે તું સમજી જ શકે છે કેમ બોલાવી મને?

નમન બિચારો ભોળો ટીયાની વાત માની જાય છે.

નમન- શું કરવું છે તો?

ટીયા- તું તારી સગી આંખે જોઈ લેજે...!



ટીયાનો શું નવો પ્લાન હશે?

રિની, એશા અને નિશા પરાગનાં ઘરે જઈ ને શું કરશે તે જાણવા વાંચતા રહો આગળનો ભાગ પરાગીની ૨.૦ - ૦૫