Hakikat - 7 in Gujarati Fiction Stories by Minal Vegad books and stories PDF | હકીકત - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હકીકત - 7

Part :- 7

શિખા બેન્ચ પર બેસી રડતી હતી.તેને સમજમાં નહોતું આવતું કે તે શું કરે? વંશે તેને એક ઊંડા ખાડામાં નાખી દીધી હોય એવું લાગી રહ્યું હતું. શિખા એ અત્યાર સુધી આટલી મહેનત વંશ સાથે રેહવા માટે જ તો કરી હતી. એ ઉભી થઈ અને પાછી બેસી ગઈ. તેને પોતાના પપ્પા પણ યાદ આવ્યા એના પપ્પાની ઈચ્છા હતી કે તેની દીકરી એક ખ્યાતનામ ડોક્ટર બને અને એ સપનું પૂરું કરવા તો પોતે દિલ્હી આવી હતી. એ જાણતી હતી કે ડૉ.અગ્રવાલ સાથેની દુશ્મની એટલે સાપના મોંમાં હાથ નાખવા જેવું. શિખા બેન્ચ પર બેસી રડતી રહી.
વંશે પાંચ મિનિટ નહીં પરંતુ દસ મિનિટ રાહ જોઈ શિખા ન આવી એટલે વંશ એકલો જ હોસ્પિટલ તરફ જતો રહ્યો અને તેને એ પણ સમજાય ગયું હતું કે સચ્ચાઈની આ લડત માં કોઈ તેનો સાથ આપવાનું નહોતું.
વંશ ટેક્સી માંથી ઉતરી હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો ત્યાં જ તેને ડૉ.અગ્રવાલ સામે મળ્યા.
"હેલ્લો, સર!! હાઉ આર યુ??" વંશે અજીબ હસી સાથે ડૉ.અગ્રવાલને કહ્યું.
" ઓહ, ડૉ.વંશ! આઈ એમ ફાઇન!! વોટ અબાઉટ યુ?" ડૉ.અગ્રવાલે તો એમ જ જવાબ આપી દિધો.
"હા, આમ પણ તમે તો ફાઇન જ હોવાના.તમારા માટે તો આ હોસ્પિટલ અને તેમાં રહેલા દર્દીઓ તો રૂપિયા મેળવવાનુ સાધન છે જાણે,એટલે તમને તો કાઈ વાંધો હોય પણના શકે." વંશ પોતાના બન્ને હાથ પેન્ટના ખિસ્સામાં રાખી બેફિકરાઈથી બોલી રહ્યો હતો.
" વોટ ધ નોન્સેન આર યુ ટોંકિંગ અબાઉટ?" ડૉ.અગ્રવાલે આંખના ભવા ઊંચા કરતા પૂછ્યું.
"ઓહ, તમને ક્યાંથી યાદ હોય સર, કોઈ પણ ઘટના તમારા માટે તો સામાન્ય જ હોવાની. કોઈ આ દુનિયામાં રહે કે દુનિયા છોડી જાય એનાથી તમને તો કાઈ ફેર પડવાનો જ નથી. એમ આઈ રાઈટ, સર??" હવે ધીરે ધીરે વંશ થોડો ઉગ્ર બની રહ્યો હતો.
"કમ ટુ ધી પોઇન્ટ, મારી પાસે ખોટી બક્વાસ સાંભળવાનો સમય નથી." ડૉ.અગ્રવાલ વંશની ગોળ ગોળ વાતોથી કંટાળી ગયા હતા.
" હું પૂર્વના મર્ડર વિશે વાત કરું છું." વંશ એકદમ લાલ પીળો થઈ ગયો હતો.
"મર્ડર........ યુ આર મિસ્ટેકેન!! હિ વોઝ ડાય બીકોઝ ઓફ હિઝ ડીઝીઝ." ડૉ.અગ્રવાલ તો જાણે કાઈ બન્યું જ ન હોય એમ બોલી ગયા.
"સર, કદાચ હું તમારા જેટલો ક્વોલીફાઇડ નથી. બટ આઈ એમ અલસો અ ઇન્ટર્ન ડોક્ટર.સો, તમે પેશન્ટના રિલેટીવઝ ને બેવકૂફ બનાવી શકો મને નહિ. હું જાણું છું તે દિવસે ઓ.ટી. માં શું થયું હતું એ......" વંશ કોઈ પણ વાતનો ડર રાખ્યા વગર સચ્ચાઈ ડૉ.અગ્રવાલના મોં પર કહી રહ્યો હતો.
"હા, મે કરી છે ભૂલ........ અને ભૂલ તો માણસથી જ થાય.તને બરાબર યાદ જ હશે તે દિવસે તે ઓ.ટી. માં શું કર્યું હતું. તારા કારણે જ કદાચ મિ.ગુપ્તા...........એ તો મે ઝડપથી બધું સાંભળી લીધું એટલે બાકી જો મિ.ગુપ્તાને કાઈ પણ થાત તો એનો જવાબદાર ફક્ત ને ફક્ત તુ જ હોત. અને અત્યારે મને મારી ભૂલ બતાવવા નીકળી પડ્યો છે.........." હવે ડૉ.અગ્રવાલ પણ ઉગ્ર બની રહ્યા હતા.
"યુ આર રાઇટ સર, તે દિવસે મારી જ ભૂલ હતી અને મે તરત તે સ્વીકારી લીધી હતી અને એના માટે માફી પણ માંગી હતી." વંશ એકદમ શાંતિથી બોલ્યો.
"એટલે તુ કેહવા શું માંગે છે?" ડૉ.અગ્રવાલ આંખો ઝીણી કરી બોલ્યા.
"એ જ કે, ભૂલ થઈ એ વાંધો નહિ.પરંતુ પૂર્વની મમ્મી ને સચ્ચાઈ જાણવાનો પૂરો અધિકાર છે. સીમાને જે થયું એ બધું જણાવી દેવું જોઈએ અને તેની માફી માંગવી જોઈએ." વંશ ડૉ.અગ્રવાલને સીમાની માફી માંગવા માટે સમજાવી રહ્યો હતો.
"માફી અને એ પણ હું માંગુ................નો......નોટ એટ ઓલ!!" ડૉ.અગ્રવાલ તો થોડીવાર હસવા લાગ્યા અને પછી મોંઢું ગંભીર કરી બોલ્યા.
"સર, માફી માંગવા થી કોઈ નાનું ન થઈ જાય.અને તેને પૂરો અધિકાર છે તેના બાળક સાથે શું થયું હતું એ જાણવાનો......." વંશ હજુ ડૉ.અગ્રવાલને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો.
"મારી પાસે તારી નોનસેન્સ સાંભળવાનો ટાઈમ નથી." આટલું બોલતા ડૉ.અગ્રવાલ ત્યાંથી નીકળી ગયા.
*

વંશ સીમાના ઘરે ગયો. તેણે જોયું તો સીમાના બધા સગા સંબંધીઓ સફેદ કપડાં પેહરીને બેઠા હતા.સામે પૂર્વનો ફોટો રાખેલો હતો અને તેની પાસે અગરબત્તી સળગી રહી હતી. વંશે પૂર્વના ફોટા સામે જોયું તો થોડીવાર વંશને લાગ્યું જાણે પૂર્વ સાચે જ તેની સામે ઊભો ઊભો હસી રહ્યો છે.અને જાણે પોતાની સાથે વાત કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. વંશે જોયું તો ફોટા આગળ સીમા બેઠી હતી. તેને જોય એવું લાગતું હતું જાણે તેનામા પ્રાણ જ ના બચ્યા હોય.એ સાવ અચેતન બની ગઈ હતી અને પૂર્વના ફોટા સામે જ મીટ માંડી બેઠી હતી.જાણે પૂર્વની રાહ જોતી બેઠી હોય એવું લાગી રહ્યું હતું.
"માફ કરજો, પરંતુ મે આપને ઓળખ્યા નહિ." એક યુવક વંશ પાસે આવી બોલ્યો.
"હું........... મારે મિસ.સીમા સાથે વાત કરવી હતી.તમે કોણ??" વંશ થોડીવાર કાઈ ન બોલ્યો.
"હું સીમાનો ભાઈ છું. મેહુલ !! સીમા કોઈને મળી શકવાની હાલતમાં નથી." પેલા યુવકે પોતાની ઓળખાણ આપી.
" હા, હું સમજી શકું છું. તમે આ ચિઠ્ઠી મિસ.સીમાને આપી દેજો ને." વંશે એક ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી મેહુલને આપી.
*

સવાર સવારમાં ડૉ.અગ્રવાલ પોતાની કેબિનમાં બેસી ન્યૂઝ પેપર વાંચી રહ્યા હતા. એ સમયે કોઈકે દરવાજો નોક કર્યો.
"કમ ઇન...." ડૉ.અગ્રવાલ ન્યુઝ પેપર માંથી માથું ઊંચું કર્યા વગર બોલ્યા.
"ગુડ મોર્નિંગ, મિ.અગ્રવાલ......."
" ગુડ મોર્નિંગ............ઓહ વંશ......!!"ડૉ.અગ્રવાલને અવાજ જાણીતો લાગ્યો એટલે માથું ઊંચું કર્યું.
"તમારો ખુબ ખુબ આભાર સર, અત્યાર સુધી તમે મને ઘણું બધું શીખવ્યું છે એના માટે તમારો દિલ થી આભાર માનું છું." વંશ એક લેટર ડૉ.અગ્રવાલ સામે ટેબલ પર મૂકતા બોલ્યો.
" શું છે આ??" ડૉ.અગ્રવાલ એ પેલા લેટર સામે આંગળી કરી વંશને પૂછ્યુ.
" ઇટસ માય રેજિગ્નેશન લેટર!!" વંશ એકદમ સરળતાથી બોલી રહ્યો હતો.
" વંશ તુ પોતે જ તારું કરિયર ખરાબ કરી રહ્યો છું." ડૉ.અગ્રવાલ ન્યુઝ પેપર ટેબલ પર મૂકી ચેર પરથી ઊભા થયા.
" એવા કરિયર નો પણ શું ફાયદો જેનાથી બીજાને જિંદગી ગુમાવી પડે." વંશના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.
"વંશ, હજુ પણ તને એકવાર કહું છું કે જે પણ કાઈ નિર્યણ લે એ સમજી વિચારીને લેજે નહિતર પરિણામ બહુ ખરાબ મળશે." ડૉ.અગ્રવાલના અવાજમાં ધમકીનો સુર હતો.
"તમે કદાચ ભૂલી ગયા હશો પણ મને બરાબર યાદ છે કે એક ડોક્ટર બનતા પેહલા જે પણ શપથ લીધી એ અને હું તેની પર જ ચાલવામાં માનું છું. અને મને પરિણામનો કોઈ જ ડર નથી. જે કાઈ પણ પરિણામ મળે પરંતુ હું સચ્ચાઈનો રસ્તો ક્યારેય છોડીશ નહીં." વંશ એકદમ ખુમારીથી બોલી રહ્યો હતો.
"વંશ, તુ બહુ મોટી ભૂલ કરી રહ્યો છે...."ડૉ.અગ્રવાલ હજુ વંશને સમજાવી રહ્યા હતા.
"ભૂલ.....ઓ હા... ભૂલ પરથી યાદ આવ્યું કે તે દિવસે મે ઓ.ટી.માં ભૂલ કરી હતી એટલે મને તેની સજા મળી હતી કે ઓ.ટી.માં પગ નહિ મૂકવાની. તો પછી સર તમે અત્યારે જે ભૂલ કરી છે જે ક્યારેય પણ સુધરી શકવાની નથી તો એ ભૂલ ની સજા તો તમને પણ મળવી જ જોઈએ ને... નિયમો તો બધા માટે જ સરખા હોવા જોઈએ. સાચું ને ડૉ.અગ્રવાલ??" વંશ સીધો ડૉ.અગ્રવાલના અહમ પર પ્રહાર કરી રહ્યો હતો.
"વંશ, તારી પાસે કાઈ જ નહિ વધે તુ બધું જ ગુમાવી બેસીશ." ડૉ.અગ્રવાલ અજીબ રીતે હસતા બોલ્યા.
"સર, મારી પાસે તો ગુમાવવા જેવું કાઈ છે જ નહિ.હજુ મે મારું કરિયર પણ શરૂ કર્યું નથી.પરંતુ મને લાગે છે કે ક્યાંક તમારે બધું ગુમાવવાનો વારો ન આવે. ગુડ લક.......!!!!" આટલું બોલતા તો વંશ ડૉ.અગ્રવાલની કેબિન બહાર નીકળી ગયો.
*
"ડૉ.વંશ, હવે તમારે શું કેહવાનું બાકી રહી ગયું છે?" સીમા એકદમ નિસ્તેજ ચહેરે વંશને પૂછી રહી હતી.
"કોલ મી વંશ, નાઉ આઈ એમ નોટ અ ડોક્ટર." વંશ કાઈક વિચારી હસતા બોલ્યો.
"તમારે પૂર્વ વિશે કાઈક વાત કરવા માંગતા હતા ને...." સીમાનો ભાઈ મેહુલ બોલ્યો.
" હા....." વંશે જે કાઈ પણ હોસ્પિટલમાં થયું હતું એ બધું જ જણાવી દીધું.
સીમા થોડીવાર કાઈ જ ન બોલી.બસ રડતી રહી.
"વંશ, મારા લીધે પ્લીઝ તું તારું કરિયર ખરાબ ન કર. પૂર્વ હવે ક્યારેય પાછો નથી આવવાનો અને એના લીધે તારે તારું કરિયર સેક્રીફાઇઝ કરવાની જરૂર નથી." સીમા શાંત થઈ થોડું પાણી પીય ને બોલી.
"સવાલ મારા કરિયર નો નથી કોઈક ની જિંદગીનો છે.આજે જે પૂર્વ સાથે થયું એ કાલે બીજા કોઈ સાથે પણ થઈ શકે અને જોઈ કોઈ પણ આ સચ્ચાઈ સામે નહિ લાવે તો ડૉ.અગ્રવાલ આમ જ પોતાની ભૂલો પર પડદો નાખ્યા જ રાખશે.એટલે કોઈકે તો તેનો સામનો કરવો જ પડશે." વંશ ડૉ.અગ્રવાલની સચ્ચાઈ બધાની સામે લાવવા માંગતો હતો.
"ડૉ.અગ્રવાલ એ બહુ મોટું નામ છે.કોઈ પણ લોકો આપણો સાથ નહિ આપે." સીમા હકીકત જાણતી હતી.
"એમનામ બેસી રેહવાથી તો કાઈ જ નહિ થઈ શકે, પ્રયત્ન કર્યા વગર આપણે હિંમત હારી જઈએ તો એ વ્યાજબી ન કેહવાય." વંશ સીમાને સમજાવી રહ્યો હતો.
"પણ................" સીમા કાઈક બોલવા જતી હતી.
" આઈ થિંક વંશ ઇઝ રાઈટ! આપણે સચ્ચાઈ સામે લાવવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ.સીમા, પૂર્વ ને ન્યાય તો મળવો જ જોઈએ.પૂર્વના ગુનેગારને સજા મળવી જ જોઈએ."સીમાને વચ્ચે અટકાવી મેહુલ બોલ્યો.



શું વંશે જે નિર્યણ લીધો હતો એ સાચો હતો?? શું વંશ ડૉ.અગ્રવાલ સામે ટકી શકશે ખરો?? પૂર્વ ને ન્યાય મળશે?? શું વંશની જિંદગીમાંથી શિખાની બાદબાકી થઈ ગઈ હતી??


( ક્રમશઃ)

Thank you
*****