વેલેન્ટાઇન ડે, વસંત પંચમી અને ચૂંટણી ઉપર કટાક્ષ ના કાવ્ય તમારી સમક્ષ રજુ કરું છું
આશા રાખું કે તમને પસંદ આવશે
1) કાવ્ય 01
નગરપાલિકા ની ચૂંટણી ઉપર કટાક્ષ કાવ્ય રચના
ચૂંટણી...
પાંચ વર્ષે વોર્ડ ના ઉમેદવાર દેખાણા
મત માગવા આપણા આંગણે આવ્યાં
લાગે ચૂંટણી ના એંધાણ આવ્યા
મતદારો ને દિવસે ચાંદ તારા દેખાડવા
ઉમેદવાર ના વારા આવ્યા
વાયદા કરવા ના વાયરા ફુકાણાં
નળ પાણી રોડ રસ્તા દેખાયા નવા
પછી તો પાચ વર્ષ સુધી ખાવા ના
ધૂળ અને ઢેફાં રસ્તા માં
ચૂંટણી માં ઉભેલા હાથ જોડેલા નેતા
લાગે વ્હાલા પછી કામ પડ્યે
હાથ જોડવા ના આવવા ના વારા આપણા
કરી લેજો મનભરી ઉમેદવાર ના દર્શન
જીતી જશે ચૂંટણી તો દુર્લભ થશે
પાંચ વર્ષે સુધી તેમના દર્શન
2) કાવ્ય 02
સહેલું નથી વસંતનું સૌન્દર્ય માણવું,
ભાષાઓ શીખવી પડે છે સુગંધની...
વસંત પંચમી
પાનખર નો અંત લાવી
નવા ઉત્સાહ નો તરંગ લાવી
આવી રે આવી વસંત પંચમી આવી
આળસ ખંખેરી ધરતી સજી સોળે કળાએ
આવી રે આવી વસંત પંચમી આવી...
કેસૂડાં ને નવા કુંપળો થી શોભે ઉપવન
આવી રે આવી વસંત પંચમી આવી
પવન મહેકાવે મોગરા ની સુગંધ
આવી રે આવી વસંત પંચમી આવી
નીકળે વણજોયાં મુરહત આજે
આવી રે આવી વસંત પંચમી આવી
કરો સાધના માં સરસ્વતી ની આજે
આવી રે આવી વસંત પંચમી આવી
આજે ફૂટે નવા ઉમંગ હૈયે મારે
આવી રે આવી વસંત પંચમી આવી
3) કાવ્ય 03
તારી ચાહત....
જોયા તમને ને એકતરફી પ્રીત થઈ
તમને પામવા ની મારી ચાહત થઈ
મારા મનમસ્તિક ઉપર
ઈજારો છવાયો તારો
મારા હૃદયમંદિર માં
તુ છો છવાયેલી
આકાશ માં જોઉં તો વાદળો વચ્ચે
છુપાયેલા ચાંદ માં ઝલક દેખાય તારી
તળાવ કિનારે બેઠો હોઉં વીચાર માં
ને શાંત પાણી માં તસવીર દેખાય તારી
નદી ના ખળ ખળ વહેતા નીર માં
મધુર હાસ્ય સંભળાય તારું
આંખ બંધ કરું તો
સ્વપ્ન માં દેખાય તું
જ્યાં જ્યાં નઝર કરુ
ત્યા બસ દેખાય તુ અને તું
તને પામવા ની ચાહતમાં
ભાન ભૂલ્યો મારુ
પૂછ્યું નહી તમને
મુજ સંગ પ્રીત છે કે નહિ...
4) કાવ્ય : 04
વેલેન્ટાઈન ડે
વ્હેમના ઓસડીયા ના હોય
એમ પ્રેમ ના નક્કી દિવસ ના હોય....
દિવસ વાર ને તિથિ જોઇ પ્રેમ ના થાય
કોઈ પણ ચોઘડિયે હૈયા મળે ને પ્રેમ થાય
ટેડી કાર્ડ કે ગિફ્ટ જોઈ પ્રેમ ના થાય
દિલની નિર્મળ ઊર્મિ ને મળે ઢાળ ત્યાં પ્રેમ થાય
ફૂલ ગુલાબ ને ચોકલેટ તો વાતો છે
મારા વ્હાલા નજર મળવાથી
જ્યાં ગાલ ગુલાબી થાય ત્યાં પ્રેમ થાય
બે દિલ ના તાર જોડાય જાય જે ધડી એ
તે દિવસે આપણા માટે વેલેન્ટાઈન ડે હોય..
5) કાવ્ય 05
જીવન સંધ્યા
રોજ સંઘ્યાએ ઢળે સૂરજ
જોડે રોજ ઘટે થોડી જીંદગી
ઢળતા સૂરજ છવાય અંધારું
ઢળતી ઉંમરે ભાવિ લાગે ધૂંધળું
ઢળતી જાય ઉંમર ધીમે ધીમે
લઈ લે મજા તું જીંદગી ની
ઢળતી ઉમરે ચીંતા શેની ?
લઈ લે મજા તું હવે જીંદગી ની
ઢળતી સંઘ્યાએ ભાગદોડ શેની?
લઈ લે મજા તું બચેલી જીંદગી ની
જીવન સંધ્યા ની મજા છે કૈક અલગ
લૂટી લે મજા તું જીવન સંધ્યા ની.....
6) કાવ્ય 06
મિત્રો નો સાથ...
શોધતો હતો શકુન ને
મિત્રો નો સાથ મળ્યો
મિત્રો સંગાથે રાત્રે દિવસ ઉગતો
સૂરજ આથમવા નુ નામ ના લેતો
જામતી મહેફિલ મિત્રો સંગાથે
ચાંદ ઢળવા નુ ભૂલી જતો
વાતો કરતા નીકળી પડતા રસ્તે
રસ્તો ઘરનું સરનામું ભૂલી જતો
બેસતા બગીચા માં બેન્ચ ઉપર
પવન લહેરાવા નું ભૂલી જતો
મિત્રો નો સાથ મળતા
પાનખર ને ભૂલી હું તો વસંત પામ્યો...
7) કાવ્ય 07
ઝેર...
ઝેર પીઈને જીવતો રહી ગયો
એમણે પ્રશ્ન છે હું ઝેર ને
કઈ રીતે પચાવી ગયો..
ઝેર હું જીરવી ગયો
એમણે ક્યાં ખબર છે
હું મહાદેવ બની ગયો
ઉતાર્યાં છે ઘણા કડવા ઘૂંટ
હવે તો ઝેર ને હરાવવાની
આદત થઈ ગઈ છે
દુશ્મનો ને ક્યા ખબર છે
દુશ્મન ને પણ દોસ્ત બનાવવાની
કળા હસ્તગત થઈ છે
ઝેર પીઈને જીવતો રહી ગયો
એમણે પ્રશ્ન છે કે ઝેર ને
હું કઈ રીતે પચાવી ગયો..