Kidding - 1 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | મજાક - 1

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

મજાક - 1


"શું છે યાર તારે?!" હેતલે ચિડાઇ જતા કહ્યું.

"કઈ નહિ..." પૃથ્વીએ વાત વાળી લીધી, જાણે કે ડરી ના ગયો હોય તો ખરેખર તો હેતલને દયા જ આવી ગઈ!

"અરે પણ યાર! તું મને આંખો દિવસ બસ સતાવ્યા જ કરે છે તો... સોરી!" એનાં મોંમાંથી નીકળી જ ગયું.

"સોરી ના બોલ... આઇ એમ સોરી!" પૃથ્વીએ સાવ રડમસ રીતે કહ્યું તો હેતલને લાગી આવ્યું. જ્યારથી મળ્યા હતા, બંને ખૂબ જ મસ્તી કરતા હતા. વાત વાતમાં પૃથ્વી એની મજાક ઉડાવતો; પણ જ્યારે બીજું કોઈ એની મજાક ઉડાવે તો એની મજાક ઉડાવતો! પણ આજે પહેલીવાર એનો આવો રડમસ ચહેરો હેતલે જોયો હતો.

અરે યાર... શા માટે મેં એણે રોક્યો હશે!?! અરે, એ તો બસ મસ્તી જ તો કરતો હતો! હું પણ બહુ જ પાગલ છું... હેતલ મનમાં આ બધું વિચારી રહી હતી. એ વધારે કઈ વિચારે એ પહેલાં જ એક પ્રીથ્વી એ નવો ધમાકો કર્યો.

"હું કાલે મારા મામાના ઘરે ચાલ્યો જઇશ..." એટલું કહીને એ એના ઘરે ચાલ્યો ગયો; બધા એ એને રોકાવા કહ્યું... પણ એ બધાની વાતને સાંભળ્યા વિના જ ત્યાંથી નીકળી ગયો.

સોસાયટીમાં એ લોકો થોડા દિવસ પહેલા જ રહેવા આવ્યા હતા; પણ બધા ને તો જાણે કે પહેલેથી જ ના જાણતા હોય એમ થઈ ગયા હતા... ખાસ તો પૃથ્વી તો બધાનો વહાલો થઈ ગયો હતો... એ જ્યાં પણ હોય બધાને હંમેશા હસાવતો જ હોય! કોઈની પણ એ મજાક ઉડાવી દે! પણ આજે એને આમ અચાનક શું થઈ ગયું હતું?!

રાત્રે જમીને બધા સોસાયટી ના લોકો આમ બહાર એક જગ્યા પર બેસતા... જ્યાં સુધી પૃથ્વી ના આવે કોઈને ચેન નહોતો પડતો! સોસાયટીની આંટીઓ પણ કહેતી કે પેલા છોકરા ને બોલાવો મસ્ત કોમેડી કરે છે એમ! આજે પણ સૌ એમ જ બેઠા હતા... પણ... હવે બાકીની કોમેડી તો પૃથ્વીના મામાના ઘરે થશે, એવું પૃથ્વી એ મન બનાવી જ લીધું હતું તો એને કોણ રોકી પણ શકતું?!

🔵🔵🔵🔵🔵

સવારસવારમાં જ પૃથ્વીના ઘરની ડોરબેલ વાંગી...

"ગુડ મોર્નિંગ, આંટી!" એક મધુર આવાજ રૂમમાં આવ્યો.

થોડી વારમાં હેતલ પૃથ્વીના રૂમમાં હતી... પૃથ્વી ત્યારે એના કપડા એક બેગ માં પેક કરી રહ્યો હતો... એ બાજુના સોફા પર બેસી ગઈ, જાણે કે પોતાનું જ ઘરના હોય?!

"ખૂ... ખૂં..." એને બનાવટી ખાંસી ખાધી. પણ પૃથ્વીએ તો એની બાજુ જોયું પણ નહિ!

"ઓ મિસ્ટર... ક્યાં જવું છે?!" હેતલે આજે એ જ ડ્રેસ પહેર્યો હતો જ્યારે એને પહેલીવાર પૃથ્વી ને જોયો હતો ત્યારે પહેર્યો હતો.

"લાલ ડ્રેસ માં અપ્સરા લાગો છો..." પહેલી વાર જ્યારે જોઇને જ પૃથ્વી એ કહ્યું તો એને તો તારીફ જ લાગેલી પણ પછી એને કહેલું કે "બસ આ મામૂલી સોસાયટીમાં કેમ રહો છો?! જાવ જાવ સ્વર્ગમાં જાવ ને!" તો સંભાળતા બધા જ હસવા લાગેલા!

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(કલાઇમેક્સ - અંતિમ ભાગ)માં જોશો: "એવું નહિ તો કેવું છે?!" પૃથ્વીએ એની પાસેના સોફા પર બેસતા પૂછ્યું.

"કુલશેશ સિંદે સાથે તારે શું સંબંધ છે?!" પૃથ્વીએ હેતલ ની આંખોમાં આંખો નાંખી પૂછ્યું.

"કંઇ નહીં બસ..." હેતલ ની વાતને અરધેથી કાપતા જ પૃથ્વીએ ઉમેર્યું, "હા... હવે કહ્યું એને મને બધું!" આટલા શબ્દો જ ખાફી હતા... એને રડવવા માટે! એના આંસુઓ વહેવા લાગ્યા.

"અરે યાર... રડીશ ના તું! કેમ રડે છે!" પૃથ્વી એ એને સમજાવવા ચાહી... પણ એના આંસુઓ તો રોકાતા જ નહોતા!