Dedicated heart - 3 in Gujarati Love Stories by Tulsi Bhuva books and stories PDF | સમર્પિત હૃદય... - 3

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

સમર્પિત હૃદય... - 3








આહના અને નિવાન ના સંપૂર્ણ વિધિવત લગ્ન થાય છે....આ દરમિયાન આહના ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી...પરંતુ નિવાન ના ચહેરા પર કોઈ કારણ ની ઉદાસી હતી....તે ખુશ રહેવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ તેની ખુશી પાછળ ની ઉદાસી સમજતા આહના ને વાર ન લાગી....

લગ્ન સમયે આહના બધા વચ્ચે નિવાન ને પૂછી પણ નહોતી શકતી...તેથી તેણે લગ્ન પછી શાંતિ થી પૂછવાનું વિચાર્યું....

લગ્ન પુરા થયા બાદ..બીજા જ દિવસે આહના અને નિવાન સિંગાપોર જવા નીકળી જાય છે....

.......................................

રાત ના 11 વાગ્યે બંને ઘરે પહોંચે છે...

"વાહ...ખૂબ જ સુંદર ઘર છે,નિવાન આપણું....!!"

"આપણું નહિ...ફક્ત મારુ...!!"

"તું કહેવા શુ માંગે છે,નિવાન...? હું કઈ સમજી ન શકી...!!"

"હા...જે તે સાંભળ્યું એ જ કહું છું...આ ઘર મારુ છે..,અહીં તારો કોઈ અધિકાર નથી..."

"પણ...નિવાન હું તારી પત્ની છું હવે...!!હવે હું તારી just friend નથી..!!"

"એ તારે મને સમજાવવા ની કોઇ જરૂર નથી...તું મારી કાલે પણ માત્ર એક ફ્રેન્ડ હતી અને આજે પણ મારા માટે માત્ર એક ફ્રેન્ડ જ છો....પત્ની તો તું દુનિયા ની નજર માં છો,મારા માટે નહીં.. !"

લગ્ન ના પહેલા જ દિવસે આવા શબ્દો પોતાના પ્રેમ ના મોઢે થી સાંભળી ને થોડી ક્ષણ માટે આહના અસમંજસ માં મુકાઈ ગઈ.....

"નિવાન, આમ વાત ને ફેરવી ને ન બોલ...જે કઈ છે તે સ્પષ્ટ જણાવ...!"

"કોલેજ પુરી કર્યા પછી , હું અહી સિંગાપોર આવ્યો...અને મેં પપ્પા નો બિઝનેસ સંભાળ્યો...આ એક વર્ષ દરમિયાન હું મારી સાથે કામ કરતી મારી કર્મચારી સિયા ને પ્રેમ કરવા લાગ્યો....!!
અમે બન્ને એકબીજા ને ખૂબ પ્રેમ કરીએ છીએ....આ વાત અમે પપ્પા ને જણાવવાના જ હતા...ત્યાં તો મારા પપ્પા એ તારી સાથે મારા લગ્ન ફિક્સ કરી દીધા...અને હું ના જ ન કહી શક્યો....!
પપ્પા એ તેના અંતિમ શ્વાસ લેતા પણ મારી પાસે એ જ વચન માગ્યું કે હું તારી સાથે લગ્ન કરું...!!!!!
મેં તને લગ્ન પહેલા જ આ વાત જણાવવા નો ખુબ પ્રયત્ન કર્યો પણ તને કઈ કહી જ ન શક્યો....
આહના...બની શકે તો મને માફ કરી દેજે...મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ...હું સમજી જ ન શક્યો કે મારે શુ કરવું...!!હું તારી જિંદગી મારા લીધે બગાડવા જરાય નહોતો ઈચ્છતો...પરંતુ જો હું તારી સાથે લગ્ન ન કરત ,તો મારા પપ્પા ની છેલ્લી ઈચ્છા પણ અધૂરી રહી જાત...અને એ વાત ને હું આખી જિંદગી મારા પર બોજ સમજી ને ફર્યા કરત...!! મને કઈ સમજાણું જ નહીં કે હવે મારે શું કરવું...!!"

નિવાન રડવા લાગે છે....

આહના થોડી વાર વિચાર્યા પછી, નિવાન ને શાંત કરે છે...

"નિવાન...હું સમજી શકું છું...તારી શુ હાલત છે...!!અત્યારે આપણે ફ્રેશ થઈ જઈએ...પછી શાંતિ થી બેઠા બેઠા વાત કરીશુ...!"

"હા..... આહના...હું ફ્રેશ થવા જાઉં છું..."

..........................................................

2 કલાક બાદ.....

"આહના...હવે તું મારી વાત ને ટાળવા ની કોશિશ ન કરતી...તું મારી વાત પૂરી સાંભળજે...
આહના...i am really very sorry.... મને માફ કરી દે...હું મારા સ્વાર્થ પાછળ તારી જિંદગી બગાડવા નથી માંગતો...તારે તારા ઘરે પાછું જવું હોય તો તું જઇ શકે છે...કારણકે મને ખબર છે કે મારો વાંક છે...
તું શું...,તારી જગ્યા એ કોઈ બીજી છોકરી હોત તો એ તો ક્યાર ની ડિવોર્સ દઈ ને મને છોડી ને ચાલી ગઈ હોત...
પણ તું ખૂબ ભોળી છે...મને તારા પર દયા આવે છે..એ વાત ની કે હું તારા જેવી સુશીલ અને સંસ્કારી છોકરી સાથે આવો અન્યાય કરી બેઠો... તું મારા માટે આજે પણ એટલી જ ખાસ ફ્રેન્ડ છો.. પણ હું તને મારી પત્ની સ્વરૂપે સ્વીકારી નથી શકતો..એટલે જ કહું છું...તારે જવું હોય તો જતી રહેજે..."

નિવાન ફરીથી ખૂબ રડે છે...

"અરે...નિવાન તું આમ રડીશ નહિ...તને કઈ વાત સતાવે છે...તને કોના કારણે રડવું આવે છે...?
જો તને મારા કારણે આવતું હોય તો તું રડીશ નહિ...
હું હમેશા તારી સાથે જ છું...હું ક્યાંય પાછી તને છોડી ને નહિ જાઉં...હમેશા તારી સાથે રહીશ...
જો હું તને છોડી ને જતી રહું...તો તને આખી જિંદગી એક પસ્તાવો રહેશે કે તું તારા પપ્પા ની ઈચ્છા પૂરી ન કરી શક્યો...
હું તારા આ પસ્તાવા નું કરણ બનવા નથી માંગતી...
તારે મને પત્ની સ્વરૂપે ન સ્વીકારવી હોય તો કોઈ વાંધો નથી...હું હંમેશા તારી એક સારી ફ્રેન્ડ બની ને રહીશ...

અને રહી વાત, સિયા ને છોડી દેવાની...,તો નિવાન તને હું તને એની સાથે રહેવા ની રજા આપું છું...
નિવાન...હું તને ખૂબ પ્રેમ કરું છું...પછી તું મને ન કર તો મને કોઈ વાંધો નથી...

તું સિયા ને પત્ની તરીકે સ્વીકારી ને આ ઘર માં લાવી શકે છે...હું તો અહીંયા તમારી સાથે રહી ને તમારા બંને ના પ્રેમ ને જોયા કરીશ....તેથી તને તારો પ્રેમ પણ મળી જશે અને તારા પપ્પા ની ઈચ્છા પણ પુરી થશે...

નિવાન...હું સમજી શકું છું...આપણાં પ્રેમ ને છોડી દેવો એ કોઈ આસાન વાત નથી...હું આ દુઃખ ભોગવી લઇશ પણ તને એ ભોગવવા નહિ દઉં...બસ હું તો એવું જ ઇચ્છીશ કે તને તારો પ્રેમ મળે...જે હું ન મેળવી શકી..."

આહના ના આખો ના ખૂણા ભીના થઈ જાય છે...પણ આહના ખૂબ મક્કમ થઈ ને બોલવાનું ચાલુ રાખે છે...

આહના તેના મન માં બોલે છે....(નિવાન...મેં તને હંમેશા પ્રેમ કર્યો છે...મારો પ્રેમ અત્યંત પવિત્ર છે...મારા પ્રેમ ની ખુશી માટે જો મારે કોઈ બલિદાન આપવું પડતું હોય તો હું આપવા તૈયાર છું...
હું તારા માટે કઈ પણ કરવા તૈયાર છું...આ મારા પવિત્ર પ્રેમ ની પરીક્ષા છે...અને હું તે સાબિત કરી બતાવીશ કે હું તારા માટે મારી સંપૂર્ણ જિંદગી ની મોજ-મજા સમર્પિત કરવા તૈયાર છું...
હું તો તારી ખુશીઓ માં જ મારી ખુશી શોધું છું...જો તે ખુશીઓ મારા લીધે આવતી જ ન હોય તો...એ વ્યક્તિ ને હું નહિ રોકુ જેના લીધે તારી ખુશીઓ હમેશા અકબંધ રહે છે...તને હું ખુશ ન રાખી શકુ, તો હુ સિયા ને નહિ રોકુ , જે તારી ખુશી નું કરણ બને છે...
પણ મને એક વાત નો અફસોસ રહેશે કે તું મને પ્રેમ નથી કરતો...)

આહના નિવાન ને કહે છે...
નિવાન....એમાં તારો કોઈ વાંક જ નથી... તે કોઈ ને પ્રેમ કર્યો એમાં તારો શુ વાંક...??
અને કદાચ મેં તને પ્રેમ કર્યો એ મારો વાંક છે...કેમકે મારા જ લીધે આજે તું ખૂબ જ...દુઃખી છે...
બની શકે તો મને માફ કરી દેજે...!!"

"આહના...તારો કોઈ વાંક નથી...
હું તો મારી જાત ને ખૂબ નસીબદાર માનુ છું કે તારા જેવી ફ્રેન્ડ મને મળી...જે મને સમજી શકે છે..."

'ફ્રેન્ડ' શબ્દ સાંભળી ને આહના ને ખૂબ દુઃખ થયું...પણ અફસોસ એ વાત નો હતો કે હવે તેને આ જ શબ્દ રોજ સાંભળવાનો હતો...
તેને આ જ સાંભળવાની ટેવ પાડવાની હતી....
પણ તે આ આકરી કસોટી પાર કરવા માટે તૈયાર હતી...તેથી જ તેણે હાર ન માની...
તે મન માં એક જ વાક્ય બોલતી...
"નિવાન...હું તને પ્રેમ કરું છું...અને હું મારા પ્રેમ માટે મારી જિંદગી ને સમર્પિત કરવા તૈયાર છું...."

.............................................

હવે રોજ નો આ જ નિત્યક્રમ હતો...
સિયા રોજ નિવાન ના ઘરે આવતી,એ અને નિવાન સાથે હોય અને આહના ઘર નું બધું કામ કરતી હોય,
આહના ને ખૂબ દુઃખ થતું...પણ તે નિવાન ને સિયા સાથે ખૂબ ખુશ જોતી ...અને તેના મન નું દુઃખ જતું રહેતું....

આહના ક્યારેય નિવાન અને સિયા ને ડિસ્ટર્બ ન કરતી કે ક્યારેય કોઈ વાતની આનાકાની પણ ન કરતી...
છતાંય સિયા ને આહના ગમતી નહિ...
સિયા નિવાન ને હમેશા કહેતી કે...
"નિવાન, આહના ને હવે છોડી દે...,હવે તેની કોઈ જરૂર નથી..."
"આહના મારી બેસ્ટ ફ્રેન્ડ છે...હું તેને ક્યારેય નહીં છોડું..."

નિવાન એવું ક્યારેય નહોતો કરવાનો એ આહના જાણતી હતી...કેમકે તેને તેના પ્રેમ પર ખૂબ ભરોસો હતો...

આહના ને આખો દિવસ ઘર કામ કરતી જોઈ ને નિવાન ને ખૂબ દયા આવતી.. અને ક્યારેક સિયા ન આવી હોય ત્યારે તે પણ આહના ને કામ કરાવવા લાગી જતો...એ જોઈ ને આહના ને ખૂબ ખુશી થતી...
પરંતુ સિયા ક્યારેય કોઈ કામ આહના ને ન કરાવતી...કેમકે તે આહના ને એક નોકરાણી જ સમજતી હતી...
નિવાન ને સિયા ની આ વાત પસંદ નહોતી કે 'સિયા આહના ને નફરત કરે છે'.
તે સિયા ને આહના ની સચ્ચાઈ અને તેની પવિત્રતા સમજાવવા
ની કોશિશ કરતો પણ સિયા સમજતી જ નહીં...

આહના બસ એ દિવસ ની રાહ જોતી હતી કે ક્યારે નિવાન તેને અને તેના પ્રેમને અપનાવે...
તે પોતાના ઘરે પણ બધા ને એમ જ કહેતી કે તે નિવાન સાથે ખૂબ ખુશ છે...

આ વાત ની ખબર તેણે કોઈ ને પડવા નહોતી દીધી...

ઘણા દિવસો પછી......

એક દિવસ અચાનક અવની નો કોલ આવે છે...
"હેલ્લો, આહના તું મજા માં તો છે ને...મારે તને એક સરસ સમાચાર આપવા છે...
હું સિંગાપોર આવવાની છું....."

"ઓહો...વાહ...અવની...તો તો તારે મારા ઘરે જ રોકાવું પડશે..."

"ના...યાર , અમે એક હોટેલ બુક કરાવી દીધી છે...i'm so sorry.. "

"શુ વાત કરે છે તું...મારુ ઘર હોવા છતાં તમે હોટેલ માં રોકાશો..?"

"અરે તારે હેરાન થવાની જરૂર નથી...અને હું તો તારી ઘરે જ આવતી રહીશ...અમે 2 દિવસ માટે જ આવીએ છીએ...
નિખિલ ને ઓફીસ નું કામ છે એટલે એ તો આખો દિવસ ત્યાં જ જતા રહેશે...હું આખો દિવસ હોટેલ માં તો ન જ રહું એટલે હું તારા ઘરે આવતી રહીશ...અને નિખિલ તેનું કામ પૂરું કરી ને પાછા આવશે ત્યારે હું પાછી જતી રહીશ..."
(નિખિલ અવની નો હસબન્ડ છે...)

"હા , એ બધુ તો ઠીક છે પણ મને એ જરાય ન ગમ્યું કે તમેં 2 દિવસ માટે થી હોટેલ બુક કરવી...?તને તારી બેસ્ટ ફ્રેન્ડ યાદ ન આવી?શુ આટલી જ આપણી ફ્રેન્ડશીપ હતી....??"

"આહના i'm so sorry...નિખિલ ને ખબર નહોતી...એટલે તેણે અગાઉ જ રૂમ બુક કરાવી દીધો હતો...મને ખબર પડી એટલે મેં તરત એ cancle કરવાનું કહ્યું...પણ તે cancle થાય તેમ નહોતું....એટલે હવે અમારે ત્યાં જ રહેવું પડશે...
અને 2 જ દિવસ ની તો વાત છે....તું મને તારું શહેર તો બતાવીશ ને...?"

''sure... sure...આપણે આખું શહેર ફરીશું...ખૂબ મજા આવશે...બસ તું જલ્દી થી આવી જા....અને હવે સોરી કહેવાની જરૂર નથી...પણ બીજી વાર આવ ત્યારે એવું ન કરતી!!..bye.. "

"bye....!!"

...........................................

અવની આહના ની ખૂબ ખાસ ફ્રેન્ડ હતી...તે આહના ની દરેક વાત તેના ચહેરા ને જોઈ ને જ પારખી લેતી...

શુ આ વખતે અવની આહના નું દુઃખ સમજી શકશે...??
તે આહના ને આ દુઃખ માથી બહાર લાવી શકશે...??

______________________________________