With the star in the evening of life - 8 in Gujarati Moral Stories by Rinku shah books and stories PDF | જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 8

Featured Books
Categories
Share

જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 8

ભાગ-8

મન્વય આશ્ચર્યથી મનસ્વીને જોઇ રહ્યો હતો, તે રડી રહી હતી.મન્વય દોડીને મનસ્વી પાસે ગયો.મનસ્વીતેને ગળે લાગીને રડવા લાગી.

"મનસ્વી,પ્લીઝ શાંત થઇ જા.મને એમ કહે કે જેણે આંટીને કીડનેપ કર્યા હતા તે માણસો આવા લાગતા હતા ?"મન્વયે જાનભાઈ અને તેમના માણસોનો ફોટો બતાવ્યો.

"મને નથી ખબર તેમણે માસ્ક પહેરેલા હતા,પણ આવા તો નહતા જ લાગતા.મન્વય તું મારા પપ્પાની સાથે આવી રીતે કેમ વાત કરી રહ્યો હતો અને તે તેમના કપાળે ગન કેમ તાકી હતી?"મનસ્વી બોલી.

મન્વય નીચું જોવા લાગ્યો તેને લાગ્યું કે સત્ય જણાવવાનો સમય આવી ગયો છે.

મનસ્વી મેં તારાથી એક સત્ય છુપાવ્યું હતું તે એ હતું કે હું એક પોલીસ ઓફિસર છું.અત્યાર સુધી મારા પોલીસ ઑફિસર હોવાના કારણે મારા લગ્ન નહતા થઇ શક્યા.માફ કરજે મે તારાથી આ વાતને છુપાવી રાખી.મને લાગ્યું કે યોગ્ય સમયે હું તને સત્ય જણાવી દઇશ.

હું ના જણાવી શક્યો હું તને ખુબ જ પ્રેમ કરવા લાગ્યો હતો.લાગ્યું અગર તને આ વાત જણાવીશ તો તું પણ મને છોડી દઇશ."મન્વય બોલ્યો.

 

મનસ્વી ચોકી ગઈ તે બોલી ,

"મન્વય મને તારા પોલીસ ઑફિસર હોવા ઉપર દુઃખ નહીં પણ ખુશી થાય તે આજ વાત પહેલાં જણાવી હોત તો મને ખુબ જ ખુશી થઇ હોત, પણ હાલમાં આ બધું શું થઈ રહ્યું છે ?પ્લીઝ મને તે જણાવ."

 

મન્વયે મનસ્વીને જાનભાઇ વિશે જણાવ્યું,તેણે તે પણ જણાવ્યું કે કઇરીતે જાનભાઇ ડ્રગ્સની મોટી હેરાફેરી કરવાનો હતો..તેણે તે પણ જણાવ્યું કે કેવીરીતે દર વખતે તે જાનભાઇ પુરાવાના અભાવે છટકી જતો હતી.તેણે એ પણ જણાવ્યું કે જાનભાઇ અને મન્વય તેના સાથી પણ તેની પાછળ આવી રહ્યા હતા.

 

"મનસ્વી,જે ગાડી તમે લઇને નિકળ્યા છો તેમા ડ્રગ્સનો ખુબ જ મોટો જથ્થો છે.તમને અગર અત્યારે એરેસ્ટ કરીએ તો તમને ખુબ મોટી સજા થાય અને જાનભાઇ તમારી પાછળ હાથ ધોઇને લાગશે તે અલગ."મન્વયની વાત સાંભળીને અક્ષતભાઇ અને મનસ્વી આઘાત પામ્યા.

 

"ચિંતા ના કરો.હું તમને લોકોને કશુંજ નહીં થવા દઉં અને આંટીને પણ આપણે બચાવી લઇશું.એક વાત સમજમાં ના આવી અગર આંટીને જાનભાઇના માણસોએ નથી કિડનેપ કર્યા તો કોણે કર્યા છે?કોઇ વાંધો નહી આપણે તે શોધી લઇશું.અત્યારે તમારી ગાડીમાંથી તે ડ્રગ્સ કબ્જે કરીને આપણે હેડ ક્વાર્ટર્સ જઇએ.રાત થવા આવી છે."

 

સુંદર સફર પર નિકળેલા એક સુંદર પરિવારને જાણે ગ્રહણ નડી ગયું મનસ્વી અને અક્ષતભાઇ મન્વય સાથે હેડ ક્વાર્ટર્સમાં આવ્યાં.ત્યાં તેમને રોકાવાની વ્યવસ્થા કરી દેવામાં આવી.ગાડીમાંથી જાનભાઇની બેગ તો નિકળી પણ આશ્ચર્યજનક રીતે તેમા કોઇ ડ્રગ્સ નહતા.તે બેગ ફેસ પાવડરના પેકેટથી ભરેલી હતી.

 

અહીં મન્વય અને કમિશનર સાહેબ ચિંતામાં આવી ગયા કેમકે તે બેગ એક જ કારણ હતું જેના કારણે તે જાનભાઇને રેડ હેન્ડેડ પકડી શકે.તેટલાંમાં જ અક્ષતભાઇના મોબાઇલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો.તે આ ફોન લઇને કમિશનર સાહેબ અને મન્વય પાસે ગયાં.

 

"હેલો." અક્ષતભાઇ.

 

" હેલો બુઢ્ઢા,તારી બુઢ્ઢી મારી પાસે છે,કિડનેપ કરી છે તેને મે."

 

"કોણ બોલો છો તમે?"અક્ષતભાઇ.

 

"હું જે પણ બોલું તે તારી બુઢ્ઢી સહીસલામત જોઇતી હોય તો.પેલી બેગ લઇને અને વિરાજભાઇના કામના કાગળીયા લઇને આવી જજે."

 

"પણ ક્યાં અને તમે કોણ બોલો છો?"અક્ષતભાઇ.

 

"તે બધું છોડ.એડ્રેસ હમણાં જણાવું છું.નહીંતર તારો જમાઇ ફોન રેકોર્ડ કરે છે.તેને મારું એડ્રેસ મળીજશે."સામેથી એક અટ્ટહાસ્યનો અવાજ આવ્યો અને ફોન કપાઇ ગયો.

 

"સર,આ નક્કી જાનભાઇનો કોઇ માણસ હતો જે તેના કહેવા પર આ બધું કરી રહ્યો છે,પણ અંકલ આ વિરાજભાઇ વાળી વાત શું છે?"મન્વયે પુછ્યું.

 

અક્ષતે તેના અને અક્ષરાના ભુતકાળ વિશે જણાવ્યું.

 

"હું અહીં આ વૃદ્ધાશ્રમમાં એક મકસદ સાથે આવ્યો હતો.વિરાજભાઇ એક નામી બિલ્ડર છે.તેમની સાથે મળીને હું એક પ્રોજેક્ટ કરી રહ્યો હતો જેમા એક ગામની નજીક હાઇવે પર એક જમીન હતી.જેના પર અમે ફુડકોર્ટ અને મોલ બનાવવા માંગતા હતા.તે જમીનની માલિકી અક્ષરાની હતી.મને ખબર પડી કે અક્ષરા અહીં વૃદ્ધાશ્રમમાં છે.તો હું તે પેપર્સ તેની પાસેથી લેવા એટલે કે તે જમીન તેની પાસેથી ખરીદવા માટે આવ્યો હતો.તે વખતે મને જાણ નહતી કે આ મારી એ જ અક્ષરા છે.

 

હું તો અહીં તે અક્ષરાને દગો આપી તે જમીન ખરીદીને નિકળી જવાનો હતો,પણ જેમ જેમ મે ખબર પડી કે તે મારી અક્ષરા છે જેને મે ખુબ પ્રેમ કર્યો હતો અમારી એક દિકરી પણ છે.તેનો પ્રેમ ફરીથી પામી હું મારો મકસદ ભુલાવી બેસ્યો અને તેની સાથે લગ્ન કરવા અમારા રોડટ્રીપ પર નિકળી ગયો.હવે વિરાજભાઇ મને ધમકી આપે છે કે તે પેપર્સ અગર હું નહીં લાવું તો તે અમને નુકશાન પહોંચાડશે."અક્ષતભાઇએ પોતાનો તે વૃદ્ધાશ્રમમાં આવવાનો મકસદ જણાવ્યો.

 

તેટલાંમાં અક્ષતભાઇના મોબાઇલમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો જેમા અડધા કલાક પછી એક વિરાન ફેક્ટરી પર આવવાનું હતું.અક્ષરાબેનને ખુરશી પર બાંધેલા અને બેભાન થયેલા પણ એક ફોટોમાં બતાવ્યા.

 

મન્વયની દેખરેખમાં તે નકલી ડ્રગ્સ વાળી બેગ લઇને અને એક ખોટા પેપર્સવાળી નકામી ફાઇલ લઇને મન્વય,અક્ષતભાઇઅને તેમના એક વિશ્વાસપાત્ર પોલીસ ઓફિસર તે બંધ ફેક્ટરી જવા નિકળી ગયાં.મન્વય અને તે પોલીસ ઓફિસર થોડાક અંતર પહેલા જ ઉતરી ગયા અને ચાલીને તેમની પાછળ ગયાં.

 

અક્ષતભાઇ ત્યાં પહોંચ્યા,ત્યાં કોઇ જ હાજર નહતું.

અચાનક બાઇક પર સવાર થઇને એક માણસ આવ્યો અને અક્ષતભાઇને પાછળ બેસવા કહ્યું.તે માણસ તેમને લઇને અદ્રશ્ય થઇ ગયો.આ વાત મન્વય માટે અણધારી નહતી.તેણે પહેલેથી જ કમિશનર સાહેબ સાથે વાત કરીને તે બેગમાં ટ્રેકિંગ ડિવાઇસ લગાવડાવ્યું હતું અને બેકઅપ માટે ટીમ પણ મંગાવી લીધી હતી.

 

અક્ષતને જાનભાઇના અડ્ડા પર લઇ જવામાં આવ્યા.

"આવો અંકલ,બેસો.એ અંકલ માટે ચેર લાય આ ઉંમરમાં બઉ વાર ઊભું ના રહી શકાય.અંકલ આપણે ડબલ હિસાબ પતાવવાનો છે.એક તો મારી બેગ અને બીજી વિરાજભાઇની ફાઇલ."

 

"લાવ્યો છું.મારી અક્ષરા ક્યાં છે?"અક્ષત બોલ્યા.

 

"એય આંટીને લઇને આવ તો.અંકલ પેલી ફાઇલ આપો અને બેગ.કોઇ ચાલાકી નહીં.મને ખબર છે પેલો મન્વય તમારી સાથે જ હતો એટલે જ તો મે મારા માણસને મોકલી તમને અહીં બોલાવ્યા." જાનભાઇ આટલું બોલ્યા ત્યાં તેમનો એક માણસ અક્ષરાબેનને લઇને આવ્યો.

 

"લાવો બેગ અને પેપર્સ."જાનભાઇ બોલ્યા.અક્ષતભાઈએ ડરતા ડરતા બેગ આપી કેમકે બન્નેની અંદર જાનભાઇને જોઇતી એકપણ વસ્તુ નહતી.જાનભાઇએ બેગ લઇ લીધી પહેલા બેગ ખોલી અને પછી ફાઇલ જોઇ,તેમના ચહેરાના ભાવ બદલાઇ ગયાં.

 

"એય બુઢ્ઢા,મારી સાથે ચાલાકી."જાનભાઈ ગુસ્સામાં બોલીને ઉભા થયા તેમણે અક્ષરાબેન અને અક્ષતભાઇનો હાથ પકડીને મરોડ્યો.હવે તમે બન્ને ત્યારે જ અહીંથી જશો જ્યારે પેલો મન્વય અસલી માલ મને આપશે નહીંતર તમે જાનથી જશો.

 

"અચ્છા,ખરેખર તને એવું લાગે છે જાનભાઇ?"મન્વયે અંદર તેની પુરી પોલીસ ફોર્સ સાથે એન્ટરી લીધી.

 

"જાનભાઇ,પોલીસે તમને ચારેય બાજુએથી ધેરી લીધાં છે.કોઇ ચાલાકી કરવાની કોશીશ ના કરતા.હા અંકલ અને આંટીને છોડી દો નહીંતર અમે તારા પર ગોળી ચલાવતા અચકાશું નહીં."મન્વયે જાનભાઇને ધમકી આપી.જાનભાઇએ અક્ષરાબેન અને અક્ષતભાઇને બાનમાં લઇને છટકવાની કોશીશ કરી.તેણે તેમના લમણે બંદૂક રાખી,પણ મન્વય એક ખુબ જ બહાદુર અને સ્માર્ટ પોલીસ ઓફિસર હતો.તેણે તે કઇપણ કરે તેના પહેલા જ તેણે તેના હાથ પર ગોળી મારી અને તેને પકડી લીધો.

 

"એય મન્વય,ખાલી એક વાત કહી દે.અસલી ડ્રગ્સ વાળી બેગ તારી પાસે છે ને?"જાનભાઇએ કહ્યું.

 

"જાનભાઇ,તારા માણસોએ જે બેગ છુપાવી હતી.તેમા આ જ નિકળ્યું હતું અને અસલી માલ ક્યાં છે તે હવે તું મને જણાવીશ."મન્વય બોલ્યો.

 

" શું તે ના બની શકે.મારો કરોડો રૂપિયાના ડ્રગ્સ ક્યાં ગયા?"જાનભાઇ સખત આઘાતમાં હતા.

 

"વોટ તને નથી ખબર કે બેખબર થવાનું નાટક કરે છે?જાનભાઇ સાચું બોલ."મન્વય બોલ્યો તો ખરા પણ જાનભાઇની જે હાલત હતી તે જોઇને તેને વિશ્વાસ આવી ગયો કે તે સાચું બોલી રહ્યો હતો.જાનભાઇ તો પકડાઇ ગયો અને આ વખતે તે કિડનેપીંગ અને ડ્રગ્સની હેરાફેરી બન્નેના ગુના કબુલી પણ ગયો.તેના તો બચવાના ચાન્સ ઓછા હતા,પણ સવાલ હજીપણ એક જ હતો કે અસલી બેગ ક્યાં ગઇ? જાનભાઇ અને તેના માણસોને પોલીસની ટીમ પકડીને લઇ ગઇ તેમની સાથે.

 

અક્ષરાબેન અને અક્ષતભાઇના પ્રેમના આ નવા સફરની શરૂઆત જ આ રીતે થઇ,તે ખુબ જ ઉદાસ હતા.અક્ષતભાઇ તેમને હિંમત આપી રહ્યા હતા.

 

"અક્ષરા,આપણે અહીં કોઇ માતાજીના મંદિરમાં લગ્ન કરી લઇશું.આમપણ એક ગુડ ન્યુઝ છે.આ પોલીસ ઓફિસર કેવો લાગ્યો તને?"અક્ષતભાઇ બોલ્યા.

 

"સારો હતો પણ કેમ શું થયું ?"અક્ષરાબેને પુછ્યું

 

"આપણી મનસ્વી અને આ મન્વય એકબીજાના પ્રેમમાં છે."અક્ષતભાઇ ખુશી સાથે બોલ્યા.

 

"શું સાચે!?હાશ ચલો કઇંક તો સારું થયું."અક્ષરાબેન ખુશી સાથે બોલ્યા.

 

મન્વય અક્ષરાબેન અને અક્ષતભાઇને તેમની સાથે તેમના ઘરે લઇ ગયો જ્યાં મનસ્વી પહેલેથી તેમની રાહ જોઇને ચિંતામાં બેસેલી હતી.તે અક્ષરાબેનને જોઇને તેમને વળગી પડી.મન્વયની બહાદુરી ના કિસ્સા સાંભળીને મનસ્વીને પોતાની પસંદગી પર ગર્વ થયો.

 

"આંટી ,અંકલ અને મનસ્વી તમને ભુખ લાગી હશે મોડું થઇ ગયું છે તો મે બહારથી જમવાનું ઓર્ડર કરી દીધું છે.તે બસ આવતું જ હશે.ત્યાં સુધી તમારે ફ્રેશ થઇને આવવું હોય તો.આગળ શું કરવું તે કાલે સવારે નક્કી કરીશું."મન્વય બોલ્યો.

અક્ષરાબેન ફ્રેશ થઇને આવ્યાં.તે બધાં એકસાથે જમ્યા .મન્વયની વાતોથી તે લોકો ઘણું હળવું અનુભવી રહ્યો હતા.મનસ્વીતો જાણે મન્વયમય બની ગઇ હતી.તેને આજે મન્વય પર ખુબ જ પ્રેમ આવી રહ્યો હતો અને તેને મન્વય પર ગર્વ પણ હતો.

જમીને મનસ્વી અને અક્ષરાબેન અંદર બેડરૂમમાં સુઇ ગયા અને અક્ષતભાઇ અને મન્વય બહાર પથારી કરીને સુઈ ગયા.આવતી કાલની સવાર તેમના જીવનની આગળની દીશા નક્કી કરવાના હતો.

 

સવારે અક્ષતભાઇ રોજની આદત મુજબ વહેલા ઉઠીને પ્રાણાયામ કર્યું અને પછી તાજું આવેલું ન્યુઝપેપર લીધું.પાછળનું એક પાનું ફેરવતા જ તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઇ.

 

અસલી બેગ કોની પાસે હશે? શું હર્ષ તેની મમ્મી અને બહેન સુધી પહોંચી શકશે?આ ક્યા સમાચાર છે જેમણે અક્ષતભાઇને હલાવી નાખ્યા?

જાણવા વાંચતા રહો.