ઘણી વખત સાવ સામે દેખાતી પરિસ્થિતિને હૃદય સ્વીકારતું નથી આંખ મિચામણા કરે છે કારણકે તે આપણને ગમતી પરિસ્થિતિ નથી શિલ્પાબેન માં આવતું જતું પરિવર્તન શિલ્પા બહેન ને એક અજાણી દિશા તરફ એકલા ધકેલતું હતું પરંતુ શિલ્પાબેનનો તબિયત ને લઇ હાર ન માનવાનો જિદ્દી સ્વભાવ, ચિંતનભાઈની ઈશ્વરની શ્રદ્ધા અને અનેરી નું પહેલી વખત નો અનુભવ તે સ્વીકારી શકતું નથી
ચિંતનભાઈ એ ઓક્સિજનના મશીન ની વાત કરી પરંતુ શિલ્પા બહેન પોતાની જાતને બીમાર જ માનતા નહીં અને જીવતા જીવત શું જરૂર છે? ડોક્ટર તો કહ્યા કરે તેમ ટાળી દેતા જોકે શિલ્પા બહેન નું બહાર જવાનું ખૂબ જ ઓછું થઈ ગયું હતું અને સાથે સાથે અનેરી દવા ખોરાક અને ખાસ કરીને મમ્મી ને પ્રેમથી હિંમત અને જુસ્સો પ્રેરતી હતી. પરંતુ ફક્ત પ્રેમ અને કાળજીથી જ કર્મના બંધન કપાઈ જતા હોય તો બીજું શું જોઈએ ઈશ્વર પાસેથી? તો ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે આવનારી પરિસ્થિતિ ને વધારે અનુકૂળ બનાવવા પ્રયત્નશીલ હતો.
weekend એટલે ' હાશ ' ની રાહમાં ઝડપથી દોડવા નો સમય. અનેરીના મગજમાં એક સાથે આજે કેટલીયે જગ્યાએ પહોંચી જવાની ઉતાવળ હતી કવિતા મેમ ને મદદ કરવાની, ઘર માટે થોડી ખરીદી કરવાની અને પોતાના ભણવાની તૈયારીઓ પરંતુ મગજની સાથે સમય હરીફાઈ નથી કરતો તે તો તેની મંથર ગતિએ જ આગળ વધે છે.
કોલેજ પહોંચતાં જ અનેરીની આંખો અનિકેત સરને શોધવા લાગી કામ પૂરતું જ બોલતા અનિકેત સાથે કેમ વાત કરવી તે મનમાં ગોઠવવા લાગી આખી કોલેજમાં ફરી વળી ક્યાંય ન દેખાયા છેલ્લે થાકીને લાઇબ્રેરી જવાનું નક્કી કર્યું અને ઈશ્વર પણ અનેરીના મન અને હૃદયમાં એક પછી એક સ્મૃતિચિત્ર જાણે સંચિત કરતો હતો.
પુસ્તકાલયના લાસ્ટ કોર્નર ટેબલ પર હાથમાં પુસ્તક અને નાની ફ્રેમના ચશ્મા માંથી ઝીણી આંખે રસ્તા ઉપર જતા એક પછી એક વાહનોને જોઈને કંઈક વિચારતા અનિકેત સર ને જોઈ અનેરી બારણામાં જ થંભી ગઇ, તેને એક ક્ષણ માટે ખલેલ પહોંચાડવાનો ગમ્યું નહીં પરંતુ તેની તરફ ખેંચાતા હૃદયને પણ ન્યાય તો કરવો જ રહ્યો.
અનેરી:-"એક્સક્યુઝ મી સર".
અનિકેત:-"હા બોલો મિસ."
અનેરી:-"કંઈ નહીં સર તમે જરૂરી કામ કરતા હોય તો પછી મળું?"
અનેરી:-"હું કંઈ સમજી નહીં મારું કામ?"
અનિકેત:-"(હસતા હસતા) મનોવિજ્ઞાન વિષય ના વિદ્યાર્થીને ભૂલવું પોસાય નહીં."
અનિકેત'-"તમે કદાચ મને સંદર્ભ પુસ્તકો વિષે પૂછ્યું હતું."
અનેરી:-"અરે હા યાદ આવી ગયું થેન્ક્યુ સર." (અનેરી નું હૃદય આ સાંભળી નવપલ્લિત થઈ ગયું.)
અનિકેત:-"આજે હું સવારે ફ્રી હતો એટલે વિચાર્યું કે તમને સજેસ્ટ કરવા કરતા બધા જ પુસ્તકો ની યાદી બનાવી , થોડા મારી પાસે છે જ અને ઘટતા તમારા માટે મારા ખાતામાંથી જ અપાવી દવુ."
અનિકેત:-"આ મને ન ગમ્યું."
અનિકેત:-"તમારો આભાર માનવો."
ફરીવાર અનિકેતના વ્યક્તિત્વની હળવાશ અનેરીને ગમી ગઈ.
અનેરી:-"ઓકે સર."
અનેરી:-"sure sir આમેય હવે આ સેમેસ્ટર પૂરું થવા આવ્યું છે તો ઝડપથી દોડવું પડશે."
અનિકેત:-"ફક્ત પૂરું કરવા નહીં કરતા નહીંતર અંતનો સંતોષ અને મજા નહીં મળે, જે જરૂરી છે."
અનેરી:-"હા સર, હું પણ થોડા ઘણા અંશે એમ જ વિચારું છું એટલે જ મેં મારા શોખના વિષયોને ભણવાના વિષય તરીકે પસંદ કર્યા છે અને તેને પૂરેપૂરો ન્યાય આપીશ જ સાથે સાથે તમારો સહકાર પૂરો છે જે મને નવી પ્રેરણા આપે છે."
અનિકેત:-"સોરી હવે હું સમજ્યો નહીં શું?"
અનેરી:-"હું જ્યારે લાઇબ્રેરીમાં પ પ્રવેશી ત્યારે તમે કંઈક વાંચતા-વાંચતા વિચારતા પણ હતા."
અનેરી:-"કોઈક વખત અમારી સાથે એ અનુભવો શેર કરજો સર."
અનિકેત:-"ચોક્કસ,"
અનેરી:-"ઓકે બાય આમ તો ન કહેવાય પણ મારા જેવું કંઈ કામકાજ હોય તો કહેજો."
અનિકેત:-"અરે કેમ ન કહેવાય હું તો કહીશ પણ તમે ભૂલી ન જતા."
અનેરી:-"અવશ્ય સર ચાલો હું નીકળું. મારે કવિતા મેમનું પણ કામ છે."
કવિતા મેમ ને મળી બપોરે તેમની મદદ કરવા અનેરી પહોંચી જાય છે અને તેના પગમાં તો આજે જાણે પૈડા ફીટ થઇ ગયા અને કવિતામેમ પણ અનેરીના નિરાળા વ્યક્તિત્વથી તેમની આગળ મનના દ્વાર ખુલ્લાં કરતા થઈ ગયા.
અનેરી:-"હવે વિશ્વાસ આવી ગયો?"
કવિતા:-"પણ હવે તને વધારે હેરાન કરવાનું મન થશે."
અનેરી:-"એમાં હેરાન શું થાવ મેમ?"
કવિતા:-"આમ છે ને હું એકલા જ વર્તુળમાં એકલી જ રમી છું એટલે....
અનેરી:-"એટલે?"
કવિતા:-"અનેરી તને શું કહું નાનપણમાં પપ્પાનું અકસ્માતે મોત થયું મમ્મી ઘરનું પૂર્વ આયોજન કરી શકતા પરંતુ બાહ્ય સમાજ થી ડરતા હતા હું ત્યારે હાઈસ્કૂલમાં હતી ભાઈ નાનો હતો બધી જવાબદારીઓ મેં સ્વેચ્છાએ સ્વીકારી લીધી ભણતી પણ ગઈ, ભાઈને ભણાવતી પણ ગઈ અને સાથે સાથે પોતાના માટે જીવવાનો સમય વહી ગયો. નાની નાની નોકરી સ્વીકારી ઘરનું ગુજરાન ચાલતું રહ્યું મમ્મી ની ઈચ્છા હતી કે મને પરણાવી દેવાની પણ મારું મન ના પાડતું હતું. અને મારી ઇચ્છા કરતા પરિવાર નું ભવિષ્ય બાજી મારી ગયું. હું મારી જાતને ભૂલી ગઈ મારા નાના ભાઇના સારી છોકરી જોડે લગ્ન કરાવી આપ્યા જેથી તે ઘર સંભાળી લે."
અનેરી:-"હવે મેમ?"
અનેરી:-"પણ મેમ?"
કવિતા:-"પણ એ બધાને સ્વીકાર્ય નથી ભાઈ ભાભી ના મતે હવે શું જરૂર છે આનાથી વધારે સેટ થવા ની? અને તેમનું ઘર હું સારી રીતે સેટ કરી શકું છું એટલું બસ છે."
અનેરી:-"ઓહો."
કવિતા:-"એટલે જ મે અહીં નોકરી સ્વીકારી હું થોડું મારા માટે જીવવા માગું છું."
કવિતા:-"હા."
અનેરી:-"મેમ મજા આવી વાતો કરવાની તમારી સાથે. હું ખૂબ જ નસીબદાર છું મારા પરિવારને કારણે અને સાથે સાથે તમારા જેવા માર્ગદર્શકો પણ મળી જાય છે. જે જીવનના અનુભવો થી મારું ઘડતર પણ કરે છે."
અનેરી:-"thanks ન કહો મેમ આ ન ગમ્યું."
કવિતા:-"કેમ?"
અનેરી:-"બસ એમ જ આભાર નહીં માનવાનો મને આજે જ કોઈકે કહ્યું કે નજીકના ઓને થેન્ક્યુ ન હોય."
(ક્રમશ)