અનરીની કલ્પના પ્રમાણે શિલ્પા બહેન બારણે જ ઊભેલા દેખાયા.
અનેરી:-"અરે મમ્મી તું હજી સુધી સૂતી નથી?"
શિલ્પાબેન:-"કેટલું મોડું થઈ ગયું?"
ચિંતનભાઈ:-"હા પણ અમે બંને તો સાથે હતા ને?"
શિલ્પાબેન:-"અને હું એકલી."
(અનેરી અને ચિંતનભાઈ બંનેએ એકબીજાની સામે સંકેતની ભાષામાં જોયું)
ચિંતનભાઈ:-"એટલે તો સાવ તારી ચિંતા થાય જ નહિ. કોઈ સાથે હોય તો સામેવાળાની ચિંતા થાય.(હસતા હસતા) તારી ચિંતા હતી એટલે તો આજે જ રવિન્દ્રને મળી આવ્યા.
શિલ્પાબેન:-"શું કહ્યું?"
અનેરી:-"અરે એ શું કહે?"
ચિંતનભાઈ:-"તને તો ખબર છે રવિન્દ્રના સ્વભાવની ચાલે તો પાણી પણ ચમચીથી પીવે કે ક્યાંક પાણી અટકી જશે તો?"
શિલ્પાબેન:-"અહીંયા મારો જીવ અટક્યો છે."
અનેરી:-"અરે મમ્મી ચિંતા જેવું કંઈ નથી, થોડું ધ્યાન રાખવું પડશે."
શિલ્પાબેન:-"ગોળ-ગોળ વાત ન ફેરવો શું થયું એ કહો."
ચિંતનભાઈ:-"તારી આવી જીદને લીધે જ શરદી ને તે કાયમી મકાન ભાડે રહેવા માટે આપ્યું તેના કારણે ફેફસાંમાં થોડો ભેજ પ્રવેશી ગયો બસ."
શિલ્પાબેન:-"એટલે?"
અનેરી:-"એટલે એમ કે હવે ઘરની સાફ-સફાઇ ના બદલે અને અમારી પાછળ દોડવાનું મૂકી તારે સૌથી પહેલા તારું પોતાનું ધ્યાન રાખવાનું છે ,આરામ કરવાનો છે, દવાઓ નિયમિત લેવાની છે, કુદરતી હવા માં ફરવાનું છે અને ચિંતા બિલકુલ નથી કરવાની બરાબરને પપ્પા?"
(ચિંતનભાઈ પોતાની નાની અનુને મોટી થતાં જોઇ રહ્યા)
ચિંતનભાઈ:-"અરે હા હા,."
શિલ્પાબેન :-"જો હું નહોતી કહેતી બસને હવે શાંતિ? કંઈ નથી."
અનેરી:-"હા પણ તું હવે એ જ કરીશ જે હું અને પપ્પા તને કહેશું."
શિલ્પાબેન:-"અરે હા હા."
અનેરી:-"મમ્મી હવે આરામ કર અમે પણ થાકી ગયા છીએ."
શિલ્પાબેન કંઇક વિચરતા સીડી ચડવા લાગ્યા ને તેની ઝડપ જોઈ અનેરિના પગ અનાયાસે સામે દેખાતા ઇષ્ટદેવના નાનકડા મંદિર તરફ વળી ગયા. આંખ બંધ કરીને જાણે થોડીક ક્ષણોમાં એકસામટી બધી ક્ષણોને માંગી લેવાની ઈચ્છા અને તે ક્ષણમાં ભાગીદાર બનવા ચિંતનભાઈ ક્યારે પાસે આવી ઊભા રે રહ્યા ખબર જ ન પડી.
અનેરી:-"અરે પપ્પા તમે આરામ કરો."
ચિંતનભાઈ:-"અને તું?"
અનેરી ની આંખમાં આંસુ આવી ગયાં.
અનેરી:-"પપ્પા મારી સાથે જ રહેશો નહીતર હું એકલી પડી જઈશ."
ચિંતનભાઈ:-"અરે મને તો આજે જ ખબર પડી કે મારી અનુ કેવી મોટી થઈ ગઈ."
અનેરી:-"પપ્પા મમ્મીને કંઈ નહીં થાય ને?"
ચિંતનભાઈ:-"જો બેટા હું તને હંમેશા કહું છું ભવિષ્યની ચિંતા નહીં પણ વર્તમાનનું કર્મ પરિણામનું કારણ બને છે આપણા હાથમાં ફક્ત શિલ્પાનું ધ્યાન રાખવાનું ઈશ્વરે કામ સોંપ્યું છે તેનું ભવિષ્ય અને તેનું શું આપણું ભવિષ્ય પણ ઈશ્વરને આધીન છે.
અનેરી:-"ધ્યાન તો હું 100% રાખીશ."
ચિંતનભાઈ:-"તો હવે જલ્દી થી સુઈ જા તો જ કાલે નવી એનર્જીથી દોડી શકીશ."
અનેરી:-"હા પપ્પા."(ઈશ્વરની સાથે સાથે પપ્પાનો આશીર્વાદ પણ મેળવી અને સૂવા માટે ગઈ.)
ઈશ્વર પણ કોઈ પણ ચિંતા ની સાથે પ્રેરણારૂપી હકારાત્મક બળ તો પૂરું પાડે જ છે. અનેરી ક્યારે વિચારમાંથી સપનામાં પહોંચી ગઈ ખબર જ ન પડી અને અજાગ્રત મનમાં તળિયે બેઠેલા પ્રેરણાના સ્ત્રોત સમાન અનિકેત જાની સપના સ્વરૂપે અને રોમાંચિત કરી ગયા....
💕તારી આંખોમાં સંતાવા દે મને, અને મારી બધી વાતો
તને જ, તારા કાનમાં, તારી ભાષામાં કહેવા દે.💕
કાજલ ઓઝા વૈદ્ય
અને તે સપનું અનેરી ના મુખ પર એ જ જાણીતા અનેરા સ્મિતનું કારણ બન્યું શિલ્પાબેન તે જોઈને હરખાઈ ગયા. તે સ્મિત તો તેના જીવનનું કારણ હતું. અને શિલ્પાબેન ઉઠાડે એ પહેલાં તો કવનના ફોનની રીંગથી અનેરી ઉઠી ગઈ.
કવન:-"અરે તું હજી સુધી સૂતી છે?"
અનેરી ના કાનમાં કવન નો અવાજ અને સપનામાં સોહામણું સ્મિત આપતા અનિકેત અનેરી ને નવી પ્રેરણા આપી ગયા.... શિલ્પાબેન બંને નો નિખાલસ પ્રેમ જોઈને હરખાઈ ગયા અને કંઈક વિચારી નીચે ગયા.
કવન:-"આજે તારે રજા છે ને?"
અનેરી;-"તો શું?"
કવન:-"તો કંઈ નહી મમ્મીને થોડી ખરીદી કરવી છે તો તું સાથે જઈ આવીશ?"
અનેરી:-"અરે શેની ખરીદી? તારું નક્કી કર્યું કે શું?"
કવન:-"અરે મેં એમ કીધું?"
અનેરી:-"મિસ્ટર કવન તમારું તો આમ જ નક્કી થવાનું. પન્ના આંટી સવાર સવારમાં તને ફોન કરીને કહેશે કે કવન તારી બે દિવસ પછી સગાઈ છે જલ્દી આવી જા દીકરા."
કવન ને વિના કારણ ચિંતા થઈ ગઈ....
કવન'-"તું સવાર સવારમાં આડા અવળું બોલ માં."
અનેરી:-"અરે હું તો સાચું જ કહું છું હવે તો તું સેટલ પણ થઈ ગયો. હવે કેટલી વાર છે? અને જો ત્યાં કોઈ ઓફિસમાં કોઈ ગમી ગયું હોય તો મને કહી દેજે આજે જ આંટીને વાત કરી દવ."
કવન:-" અરે ના યાર મારું ધ્યાન કામમાં છે અને ધ્યાન ભટકશે ત્યારે સૌથી પહેલા તને કહીશ રાહ નહીં જોવી."
(કવન ના અવાજમાં અનેરી કંઇક જુદો જ રણકો સંભળાયો?)
"અરે ઓફિસથી યાદ આવ્યું અમારા હેડ છે ઋચા મેમ. આપણી બાજુના જ છે તેને મળ્યો ને અનેરી તો મારા ઘણા વિચારો ની માન્યતા બદલાઈ ગઈ."
અનેરી:-"અરે વાહ સરસ દેખાવે કેવા છે ઋચા મેમ?
કવન:-"કોઈકના ખુબ જ સરસ પત્ની છે."
અનેરી:-"એટલે જ ડાહ્યાડમરા હશે."
કવન:-"ના એવું નથી તેમની અને તેમના પતિ વચ્ચે વૈચારિક મતભેદ છે માટે જ થોડો સમય એકબીજાને સ્પેસ આપે છે."
અનેરી:-"અને તું તારો બધો સમય તેમાં નહિ વેડફતો નહીંતર તારા રુચા મેમ હંમેશા માટે પતિ થી દૂર થઈ જશે."
કવન:-"અરે તું બધી વાતને કેમ મજાક બનાવી દે છે?"
અનેરી:-"હું ઋચા મેમ નથી ને એટલે હું તો અનેરી છું."
કવન:-"તારી સાથે વાતો કરવી જ નકામી છે ચાલ મારે મોડું થાય છે મમ્મીને ફોન કરીને વાત કરી લેજે."
અનેરી:-"હા પાછું તારે મોડું થશે ઋચા મેમ રાહ જ જોતા હશે તારી."
કવન ફોન મૂકી દે છે અને અનેરી એકસાથે અનેક સપના અને વિચારોનો સામાન ઊંચકી કામમાં મન પરોવવા લાગી........
(ક્રમશ)