(ચિંતનભાઈ અને શિલ્પાબેન ની લાડલી અનેરી....વિચાર અને વાણીમાં અનેરી...... બાળપણના મિત્ર કવનના મનની સૌથી નજીક, અનુસ્નાતક કોલેજમાં મનગમતા વિષયમાં પ્રવેશ મેળવે છે જ્યાં તેની હૃદય મૂર્તિ અનિકેત જાનીના પ્રથમ પરિચયથી અનેરીના જીવનમાં નવા રંગો ઉમેરાય છે તો સાથે સાથે મમ્મીની નરમ તબિયત તેને પરિપક્વ બનાવતી જાય છે.......)
હવે આગળ.....
ઝડપથી સરકી જતો સમય અને એ સમય સાથે ઝડપથી જીવી લેવાની જીજીવિષા........
મનગમતો સમય સ્થિર થઈ જાય તેવી કામના અને અસ્વીકાર્ય સમય ઝડપથી પસાર થઈ જાય તેવી પ્રાર્થના.....
ચિંતનભાઈ ઘરે જતા પહેલા જ રિપોર્ટ લઈ તેમના ફેમિલી ફ્રેન્ડ ડોક્ટર રવિન્દ્ર સાથે વાત કરી લેવા માગતા હતા ચિંતનભાઈ અનુભવી શકતા હતા જ કે શિલ્પા ની તબિયત સામાન્ય નથી અને તેથી જ ઝડપથી તે નાદુરસ્ત તબિયતનું કારણ શોધી નિદાન તરફ આગળ વધવા માંગતા હતા પરંતુ પ્રકૃતિ....?
શિલ્પાબેન પણ ઇષ્ટદેવને પ્રાર્થના કરતા બહારથી સ્થિત લાગતા પરંતુ અંદરથી આવનારા સમય સાથે ઝઝૂમવાની તૈયારી કરતા હતા ત્યાં તો અનેરી આવી ગઈ.
અનેરી:-"મમ્મી મમ્મી.."
શિલ્પાબેન:-"હા બેટા બોલ"
અનેરી:-"મમ્મી અમારી કોલેજમાં નવા મેમ આવ્યા છે 'કવિતા મેમ ' તેઓ આ શહેરમાં નવા છે અને ભાડે મકાન જોઈએ છે".
શિલ્પાબેન:-"હવે તું ક્યાં શોધતી ફરીશ મકાન?"
અનેરી:-"શોધવા જવાનું નથી મળી ગયું એટલે જ મેં સૂચન કર્યું."
શિલ્પાબેન:-"ક્યાં મળી ગયું?"
અનેરી:-"આપણી બાજુમાં રહેતા પાઠક અંકલ નું મકાન ખાલી જ છે ને?
શિલ્પાબેન:-"હા પણ એ બહુ નાનું નથી?"
અનેરી:-"કવિતા મેમ પણ એકલા જ છે."
શિલ્પાબેન:-"કેમ એકલા?"
અનેરી:-"મમ્મી મને પૂછી લીધું હવે તેમને ન પૂછતી."
શિલ્પાબેન:-"હું તો અમસ્તી તને પૂછું છું."
અનેરી;-"હું તને ઓળખું મમ્મી, આપણાથી કંઈ આડુ અવળુ પૂછાઇ નહીં આ તેમની અંગત બાબત કહેવાય, સમજી?"
શિલ્પાબેન:-"હું બધું સમજું છું."
(ત્યાં તો કવિતા મેમ આવી ગયા)
અનેરી:-"આવો આવો મેમ."
કવિતા મેમ:-"જય શ્રી કૃષ્ણ."
શિલ્પાબેન:-"જયશ્રીકૃષ્ણ આવો આવો."
(ગુજરાતી સાડીમાં સજ્જ શિલ્પા બહેન અને સલવાર કુર્તામાં સુસજજ કવિતા મેમ એકબીજાને નીરખી રહ્યા)
શિલ્પાબેન:-"કેમ છો? હમણાં જ અનેરી તમારા વિશે વાત કરતી હતી."
અનેરી:-"મજામાં તમને કેમ છે? અનેરી તમારી બહુ ચિંતા કરે."
શિલ્પાબેન:-"મને તો સારું જ છે એને તેને તો ટેવ પડી ગઈ છે ચિંતા કરવાની."
કવિતા મેમ:-"તમે નસીબદાર છો કે તમારી આસપાસ ચિંતા કરવાવાળા સ્વજનો છે."
શિલ્પાબેન:-"હું કઈ સમજી નહિ."
અનેરી:-"શું લેશો મેમ ચા કે નાસ્તો?" (અનેરી વાત વાળવાનો પ્રયત્ન કરવા લાગી)
કવિતા મેમ:-"અનેરી બેસવું નથી મારે પણ મોડું થાય છે જો મકાન મળી જાય તો શનિ-રવિમાં શિફ્ટિંગ નું કામ થઈ જાય એકલા હાથે ક્યાંય નહીં પહોંચાય."
અનેરી:-"એમ ના ચાલે મેમ, તમે પહેલી વખત આવ્યા છો."
(અનેરી ચા બનાવવા જાય છે)
શિલ્પાબેન:-"તમે એકલા નથી, અમે છીએ ને."
કવિતા મેમ:-"આભાર પણ હવે તો બધું એકલા કરવાની આદત થઈ ગઈ છે."
શિલ્પાબેન:-"આમ તો બધા એકલા જ છે પોતાની દુનિયામાં."
કવિતા મેમ:-"એકલતા એકલતા માં પણ તફાવત હોય છે શિલ્પાબેન, મારી એકલતા ઘણીવાર........
(ત્યાંતો અનેરી આવી જાય છે અને કવિતા મેમ અધુરું વાક્ય મનમાં જ રાખે છે.)
"અરે અનેરી ખોટી તકલીફ ન ઉઠાવો હું કોક વખત નિરાંતે આવીશ."
અનેરી:-"અત્યારે નિરાંત જ છે મેમ , ચા પીને પછી નીકળીએ."
કવિતા મેમ:-"As you wish dear...".
અનેરી:-"મમ્મી ,પપ્પા નો ફોન હતો પપ્પા ને થોડું કામ છે હું સાથે જાઉં છું કવિતા મેમને ડ્રોપ કર્યા પછી પપ્પા સાથે આવતી રહીશ."
શિલ્પાબેન:-"કેમ ઓચિંતાનું, શું કામ છે?"
અનેરી:-"સવારથી જ કહ્યું હતું પણ હું ભૂલી ગઈ."
(કવિતા મેમ અને અન્ય મકાન જોવા જાય છે અને પસંદ આવી જતા જરૂરી વાત કરી કવિતા મેમ ત્યાંથી નીકળી જાય છે અને અનેરી પપ્પાને લઈ ડોક્ટર રવિન્દ્રના ઘરે રીપોર્ટ લઈને પહોંચે છે.)
ડો. રવિન્દ્ર:-"આવ આવ ચિંતન અરે આજે તો અનેરી પણ સાથે, શું કહેવાય?
ચિંતનભાઈ:-"હા, આજે તો મારે ડોક્ટરની સાથે એક મિત્રની પણ જરૂર છે રવિન્દ્ર...(અવાજમાં ભીનાશ અનુભવાય છે)
ડો.રવિન્દ્ર:-"હું ઈચ્છું કે ડોક્ટર તરીકે મારી ક્યારેય જરૂર ન પડે."
અનેરી:-"ડોક્ટર અંકલ પપ્પાને તો તમે ઓળખો છો ને મમ્મી ની બાબતમાં સાવ નાના બાળક જેવા લાગણીશીલ બની જાય છે."
ડો રવિન્દ્ર:-"શું થયું શિલ્પા ભાભી ને?"
(ચિંતનભાઈ શિલ્પા ના રિપોર્ટ ડોક્ટરના હાથમાં આપે છે રિપોર્ટ જોઈને ડોક્ટર રવિન્દ્રના ચહેરાના હાવભાવ બદલાવા લાગે છે અને તે જોઈને અનેરી તથા ચિંતનભાઈ ચિંતિત થઈ જાય છે.)
ડો. રવિન્દ્ર:-"તારી ચિંતા સાચી છે ચિંતન.
(ચિંતનભાઈ કાંઈ બોલતા નથી.)રિપોર્ટ બહુ સારા નથી".
અનેરી:-"શું થયું અંકલ? કંઈક સ્પષ્ટતા કરોને પ્લીઝ?"
ડો રવિન્દ્ર:-"it's fibrosis બેટા."
ચિંતનભાઈ:-"વ્હોટ?"
અનેરી:-"શું અંકલ?.
ડો. રવિન્દ્ર:-"બેટા તારી ભાષામાં સમજાવવું તો ભાભીના ફેફસા સંકોચાવા લાગ્યા છે, અને જેમ જેમ ફેફસા સંકોચાય તેનો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે."
ચિંતનભાઈ:-"આની ટ્રીટમેન્ટ?"
ડો. રવિન્દ્ર:-"સોરી ચિંતન હવે આની ટ્રીટમેન્ટ શક્ય નથી આ લાસ્ટ સ્ટેજ છે... ફેફસાની લવચીકતા ચાલી ગઈ છે, સાદી ભાષામાં કહું તો શરદી અને ઉધરસ ફેફસામાં પ્રવેશી ગયા અને તેના કારણે આમ થયું.
અનેરી:-"હવે આગળ શું કરી શકાય અંકલ?"
ડો રવિન્દ્ર:-"ઈશ્વરને પ્રાર્થના અનેરી........
કેમકે હવે તમારે બંનેએ પણ હિમ્મત રાખવાની જરૂર છે મારા નિદાન પ્રમાણે અને અનુભવથી કહું તો શિલ્પાબેન ના શરીર માં દિવસેને દિવસે અશક્તિમાં વધારો થતો જશે નાના નાના શારીરિક કામોમાં પણ થાક લાગવા લાગશે ઓક્સિજન નું પ્રમાણ ઘટવા લાગશે રોજિંદા કાર્યોમાં પણ થાક લાગવા માંડશે અને પછી......"
ચિંતનભાઈ:-"હું એવી પરિસ્થિતિ જ નહીં આવવા દઉં હવે મારે શિલ્પાને આનાથી વધારે હેરાન થતી નથી જોવી માટે..."
અનેરી:-"હા પપ્પા તમારી વાત સાચી છે સારું થયું , નિદાન થઈ ગયું.પણ અંકલ આનો કંઈક તો ઉપાય હશે ને?"
ડો. રવિન્દ્ર.:-"ઉપાય નથી , પણ આ સમયને થોડું પાછળ ધકેલવા માટે તમે ઘરે જ ઓક્સિજન નું મશીન વસાવી લો કે જેના દ્વારા શિલ્પા ભાભી ને કૃત્રિમ ઓક્સિજનની થોડી થોડી આદત પાડી શકાય...."
(અનેરી ને ડોક્ટર રવીન્દ્રની વાતમાં વિશ્વાસ મૂકવાનું મન થયું નહીં કેમકે મમ્મી જે સ્વસ્થતાથી જીવતી હતી અનેરી ને આ વાત અશક્ય લાગે અને કદાચ ડોક્ટર અંકલ વધારે પડતા બીવડાવી રહ્યા છે તેમ લાગ્યું.)
અનેરી:-"ચાલો પપ્પા નીકળીયે મમ્મી ઘરે એકલી છે."
ડો રવિન્દ્ર:-"ટેક કેર ઓફ યોર મમ્મા અનેરી, its very critical."
અનેરી:-"આઇ understand અંકલ વી વીલ ટ્રાય અવર બેસ્ટ."
ડો રવિન્દ્ર:-"ઓલ ધ બેસ્ટ બેટા."
(ડો. રવિન્દ્ર જાણે અનેરી નું મન મનાવવા બોલ્યા તો ચિંતનભાઈ અને અનેરી રસ્તામાં શિલ્પાબેન ને સારા શબ્દોમાં શું કહેવું અને કઈ રીતે કહેવું તે વિચારવા લાગ્યા.)
લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !
– ચિનુ મોદી
(ક્રમશ)