Motivation Part 2 in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | પ્રોત્સાહન વિભાગ - 2

The Author
Featured Books
Categories
Share

પ્રોત્સાહન વિભાગ - 2

આપણે આગળ પ્રોત્સાહન વિશે basic જોયી ગયા, છેલ્લે જોયું કે તમારી જાત ને પ્રોત્સાહિત કેવી રીતે કરશો અને છેલ્લે પોઇન્ટ 6 જોયો હતો કે નકારાત્મક વિચારો ને યોગ્ય દિશા આપો
હવે આગળ
7.સારા સમાચાર મેળવ્યા પછી વધુ કામ કરો . આ વધુ કામ કરવાનો શ્રેષ્ઠ સમય છે. તમે
આશાવાદી બનશો અને આશાવાદ મુકેલ વસ્તુને સરળ બનાવે છે. આ સમય કે માનસિકતાને
રોજીંદા કામમાં વેડફશો નહી પરંતુ મુશ્કેલ કાર્યોમાં રોકજો.
8.જાતને સૂચન કરો. તમારે તમારી જાતને સૂચના આપતા રહેવું જોઈએ, કાર્યો માટે કે પછી તેના
પરિણામ માટે, લોકો હંમેશા કોઈ સારું કાર્ય ફાયદાની અપેક્ષાથી કરે છે. વારંવાર ફાયદા તરફનું,
પુનરાવર્તત જાતને કરાવવાથી આપણે આપણી જાતને પ્રોત્સાહિત કરી શકીએ છીએ .
9.તમારી વિનોદવૃત્તિનો ઉપયોગ કરો. તમારી વિનોદશકિતના ઉપયોગથી તમે હકારાત્મક માનસિક
અભિગમની દિશામાં ચોક્કસ પ્રયત્નો કરી શકશો. જે પણ વસ્તુ તમને હસાવી શકે છે તે તમને
વાસ્તવિકતાનું દર્શન કરાવી શકે છે. આનો મહાવરો રાખો અને તેને અગ્રતાક્રમ આપો .
10.આજમાં કામ કરવા પ્રેરે તેવી ભાષાનો ઉપયોગ કરો. અત્યારે, તરતજ, હમણા જેવા શબ્દ,
વાપરો. તે આપણને ત્વરિત કાર્ય કરવામાં મદદરૂપ થાય છે. તે આપણને કાર્યની શરૂઆત
કરવામાં અને કાર્ય પાછું ઠેલવાની વૃત્તિને અવગણવામાં મદદરૂપ થાય છે,
11. કાર્ય શરૂ કરી દો. લોકો કામમાં વિશ્વાસ મુકે છે. જેટલું ઓછું કાર્ય તેટલો ઓછો વિશ્વાસ. તમે
પરાણે કરવામાં આવતા કાર્ય માટે પણ આ નિયમ લાગુ પાડી શકો છો .
સિધ્ધિદાયક પ્રોત્સાહન :
સિધ્ધિદાયક પ્રોત્સાહન એ અત્યારના સમયની મહત્વની માંગ છે. તે નવા શિખરો શોધવાની એક તક છે.
શ્રેષ્ઠ બનવાની તક છે. તે સ્વપ્ન જોવાની અને મહાન બનવાની તક છે .
જો કોલંબસે સાહસ ન કર્યું હોત ....
તો કદાચ અમેરીકા વધુ થોડા વર્ષો સુધી વણશોધાયેલું
જ રહેત.

જો’ લિંકને સાહસ ન કર્યું હોત ....તો સાપેક્ષ સમાનતા એ હજુ પણ એક મોટો પ્રાણપ્રશ્ન બની રહ્યો હોત

જો ડાવિને સાહસ ન કર્યું હોત .... તો માનવ જાત ની ઉત્પત્તી હજી એક કોયડો રહી હોત.

જો ચર્ચિલે સાહસ ન કર્યું હોત .
તો ઈગ્લેન્ડ, યુરોપ અને એલાઈડ સૈન્ય હિટલર દ્વારા
કચડાઈ ચુકયું હોત.

જો ગાંધીજીએ સાહસ ના કયુઁ હોત તો..
તો અંગ્રેજો હજુ પણ ભારતમાં રહેતા હોત .

જો મન્ડેલા એ સાહસ ના કયુઁ હોત તો...
તો આફ્રિકામાં સાપેક્ષ સમાનતા હજુ એક સપનું જ
હોત.

જો સરદાર પટેલ વલ્લભભાઈ એ સાહસ ના કયુઁ હોત તો...
તો રાજકિય રીતે સમગ્ર ભારતની એકાત્મકતા આટલી
ઝડપી રીતે ન મેળવી શકાઈ હોત .

જો આ મહાન અને આમના જેવાજ બીજા ઘણા લોકોએ સાહસ ન કર્યું હોત, તો આ વિશ્વ આજે જેવું છે તેવું કદાચ ન હોત. તેમણે તેમના મહાન કાર્યો દ્વારા નવો બદલાવ લાવ્યા છે, એટલે તો ૧૯મી સદીના
જાણીતા અંગ્રેજ લેખક થોમસ કાર્લીલ સાચું જ કહ્યું છે કે “દૂનિયાનો ઈતિહાસ એ બીજું કાંઈ નથી પરંતુ
મહાન વિભૂતિઓનો ઈતિહાસ છે.

પ્રોત્સાહકો :

આપણને ખરેખર જો કશાની જરૂર હોય તો તે સ્વ-પ્રોત્સાહનની છે. ખાસ કરીને ત્યારે જ્યારે લોકો તેમના
પોતાના કારણો માટે કાર્ય કરે છે, નહીં કે તમારા . તે કાયમ માટે પાલન કરવા યોગ્ય પ્રોત્સાહન છે ,
યાદ રાખો કે સૌથી મોટો પ્રોત્સાહક તમારો વિશ્વાસ છે. આપણે આપણી જાતમાં એ વિશ્વાસ ઉભો કરવો
પડશે કે આપણું કાર્ય કે વર્તન માટે આપણે જ જવાબદાર છીએજ્યારે વ્યકિત જવાબદારીનો સ્વીકાર કરે છે ત્યારે બધું જ નિખરી જાય છે : ગુણવત્તા, ઉત્પાદકતા, સંબંધો અને સમૂહકાર્યો .

અન્યને પ્રોત્સાહિત કરવાના કેટલાક પગથિયા :
1.વ્યકિતની હાજરીની નોંધ લો.
2.સન્માન આપો
3.સારા શ્રોતા બનો.
4. પડકાર ફેંકો.
5. કાર્યને રસપૂર્ણ બનાવો.
6. મદદરૂપ થાઓ પરંતુ તેમણે કરવું જોઈએ
તે કાર્ય તમે કરી ન આપો.

હતોત્સાહ કરે તેવા પરિબળો :

વણજોઈતું વિવેચન
નકારાત્મક વિવેચન
જાહેરમાં અપમાનિત થયાની લાગણી
નિષ્ફળતા કે તેનો ડર
સફળતા કે જે ગ્રંથિ આપે છે.
દિશાની ઉણપ
ચોક્કસ હેતુની ઉણપ
સ્વમાનનું નીચું સ્તર
અગ્રતાક્રમની ઉણપ
જાત માટેની નકારાત્મક નોંધ
કાર્યાલયનું રાજકારણ
અયોગ્ય માવજત
દંભ
નીચા ધારા ધોરણો
વારંવારનો બદલાવ
હક વિનાની જવાબદારી

*હંમેશા પ્રોત્સાહિત કેવી રીતે રહેશો*:

સફળતાની વાતો વાંચવી
પ્રોત્સાહક કેસેટ સાંભળો, વ્યાખ્યાનો સાંભળો અને વાતચિતો કરો, ઈન્ટરનેટ પર સારી ચેનલો અને સારા વિડિઓ જુઓ.
હકારાત્મક અભિગમ ધરાવનાર લોકો સાથે સંપર્કમાં રહો.
સફળ લોકો સાથે સંપર્ક મા રહો, મળો અને તેમને સાંભળો.
આરામ કરો અમુક વખતે રમતો પણ રમો.
તમારી જાત માટે અમુક વખતે સમય ફાળવો.
માતૃભારતી પર વાર્તા લખો.
લોકોને બોલાવી સારા વિષય પર વાતો કરો.
સારુ વાંચન કરો.
કઈ નહીં તો મારાં લેખો વાંચતા રહો.
મને comment કરો.
આશિષ શાહ
9825219458
MADwAJS
National Trainer
Youtube par ane instagram ma pan juo.