રાજીવ બસમાં સફર કરી રહ્યો છે. બસ એક બસ સ્ટોપ પર આવી ઉભી,એક યુવતી બસમા ચઢે છે અને બેસવા માટે સીટ શોધી રહી છે. યુવતીએ જોયુ કે બસમાં બે સીટ ખાલી છે. યુવતીએ વેસ્ટર્ન પહેરવેશ પહેરલ છે. યુવતી એક ઉંમરલાયક પુરૂષ પાસે ખાલી રહેલી સીટ પર બેસે છે. રાજીવ આબધુ નીહાળી રહ્યો છે. થોડીવાર થઇ યુવતી ગુસ્સામા ઉભી થઈ એક યુવાનની બાજુમાં પડેલી ખાલી સીટ પર જઇ બેસી ગઇ. રાજીવ એ જોયુ યુવતીની આંખોમા આશું છે અને તે ગુસ્સે છે. પેલો ઉંમરલાયક પુરૂષ વારે વારે પાછુ ફરી યુવતી સામે જોતો હતો. પેલી યુવતી ગુસ્સે થઇ બારી તરફ મોઢુ ફેરવી ગઇ. રાજીવ ને થયુ કે પુછી જોઉ કે શું થયુ પણ જાહેરમાં પુછવુ યોગ્ય ના લાગ્યુ. રાજીવ નુ સ્ટોપ આવી ગયુ. રાજીવ બસમાંથી ઉતરી જાઇ છે.
રાજીવ તેના સરને મળવા જતો હતો. સરના ઘર તરફ જતા રસ્તામાં પેલી યુવતીના જ વિચારો આવતા હતા. શું થયુ હસે એ યુવતીને? આ વિચારો સાથે રાજીવ તેના સરના ઘરે પહોચે છે. ડોરબેલ વગાડે છે, દરવાજો ખુલ્લે છે. સર રાજીવ ને જોઇને "અરે રાજીવ આવ તારી જ રાહ જોતો હતો" રાજીવ ઘરમા પ્રવેશે છે. સર રાજીવ ને વિચારમગ્ન જુવે છે અને કહે છે "ચાલ ચા બનાવ્યે" રાજીવ અને સર રસોડામાં ચા બનાવે છે. સર રાજીવ સામે જોઇ પુછે છે."શું થયુ ક્યાં વિચારોમાં ખોવાયો છુ" રાજીવ બસમા બનેલ ઘટના વિશે કહે છે. ચા ઉકરીને ત્યાર થઇ ગઇ છે. રાજીવ અને સર ચા ટેબલ પર મુકે છે અને ખુરશી પર બેસેછે. ચા પીતા સર રાજીવ ને કહે છે." રાજીવ, તને હજુ જિંદગીનો અનુભવ નથી પણ આવુ ઘણી યુવતી સાથે થતુ હોય છે, બસ, રિક્ષા, ટ્રેન અને ઘણા સાર્વજનીક સ્થળે" રાજીવ એકદમ મુઝવણથી "કેવા બનાવ સર?" રાજીવ ને વધુ સારી રીતે સમજાઇ એ માટે સરએ થોડા વિસ્તારમાં સમજાવ્યુ " રાજીવ , આપણા સમાજમાં હજુ પણ ક્યાક સ્ત્રીઓને પાબંદી છે. જેમકે પહેરવેશથી લઇને મિત્રો સુધી." રાજીવ ચાનો કપ ટેબલ પર મુક્તા" હા સર, મે જોયુ છે કે જીન્સ ટી-શર્ટ પહેરવાએ આપણા સમાજના અમુક લોકોને પસંદ નથી. પણ હુતો સર એવુ માનુ છુ કે સાડી કરતા વધારે અનુકુળ જીન્સ અને ટી-શર્ટ છે, તો આવા વિચારો ને વિચારધારા શાં માટે? એવુ ના થઇ શકે કે સ્ત્રી પોતાને જે પહેરવુ હોય પહેરે? અને આપણા પુરૂષોને આવી રોક ટોક કેમ નથી?" સર રાજીવ ની આંખોમા જોઇ ને "રાજીવ બધા પુરૂષો જો તારા જેવુ વિચારતા હોત તો આજે દેશમા સ્ત્રીઓને બળત્કાર જેવા ગુન્હાનો ભય ના સતાવતો હોત, રાજીવ , આપણા સમાજમા સ્ત્રીને પહેરવેશને લઇને જે રોક-ટોક છે એ અમુક હલકા વિચારોવાળા પુરૂષોને લિધે છે. જેમા ઉંમરલાયક પુરૂષોનો પણ સમાવેશ થાય છે,શારીરીક ફેરફાર તો થાય પણ હલ્કા વિચારોમાં ફેરફાર નથી થતો. ઉંમરલાયક હલ્કા વિચારોવાળા પુરૂષો સ્ત્રીઓને શારિરિક અડપલા કરે છે કારણકે તેમની પાસે સારા બનીને સબંધ બાધવનો સમય નથી અને હલ્કા વિચારોવાળા યુવાનો સારાબનવાનો દેખાડો કરે છે અને સબંધ બાધવાનુ કરે છે. એટલે જ કદાચ સ્ત્રી બસ, ટ્રેન વગેરેમા ઉંમરલાયક પુરૂષ પાસે નથી બેસતી પણ આપણા સમાજને એમા પણ વાંધો છે. અન્ય લોકો ને હલ્કા વિચારોવાળાનો ભય સતાવે એટલે સ્ત્રીઓને રોક-ટોક કરે." રાજીવ એક્દમ ઉદાસ અને મૌન છે. સર રાજીવ ના ખભા પર હાથ મુકે છે અને કહે છે " રાજીવ તને ખબર છે આ સમાજ કોણ છે?" રાજીવ સર સામે જુવે છે. સર ક્ષણવાર થોભીને "તુ અને હુ" રાજીવ સર સામે જોઇ રહ્યો..
રાજીવ સરના ઘરેથી રજા લઇ બસ સ્ટોપ પર આવીને બસની રાહ જુવે છે. બસ આવે છે. રાજીવ બસમા બેસે છે. બસ બીજા સ્ટોપ પર ઉભે છે. એક યુવતી બસમાં ચઢે છે. સીટ શોધે અને એવુ જ બને છે જે પેલા બન્યુ. યુવતી ગુસ્સામા બિજી સીટ પર જઇને બેસે છે. રાજીવ ઉભો થાઇ છે પેલી યુવતીની સીટ પાસે જઇને પુછે છે"શું થયુ?" પેલી યુવતી ઉંમરલાયક પુરૂષ સામે જોઇ રડી પડે છે. રાજીવ પેલા પુરૂષ સામે જોતો જોતો બસ કંડકટર પાસે જાઇ છે અને કહે છે"બસ નજીકના પોલીસ સ્ટેશન પાસે ઉભી રહેશે બિજે ક્યાય નહિ" કંડકટર રાજીવ નો ગુસ્સો અને જુસ્સો જોઇને ડ્રાઇવરને કહે છે "બસ પોલીસ સ્ટેશન ઉભી રહેશે બીજે ક્યાય નહિ". બસના બન્ને દરવાજા બંધ કરી દેવાયા. ઉંમરલાયક પુરૂષ સમજી ગયો અને ડઘાઇ ગયો. રાજીવ પેલી યુવતીની સીટની બાજુમાં બેઠેલા યુવાનને કે છે કે "જા પેલા કાકા પાસે જઇને બેસી જા." પેલો યુવક તરજ ઉભો થઇ પેલા ઉંમરલાયક પુરૂષ પાસે જઈને બેસી જાય છે. પેલી યુવતી હજુ પણ રડે છે. રાજીવ યુવતીની પાછળની સિટમા બેઠેલી સ્ત્રીને કહે છે કે"તમારે ઘરમા દિકરી,વહુ, પોત્રી, બહેન કોઇ હશે ને? એમ સમજો કે એ આ યુવતી છે. જાઉ શાંત કરો" પેલી સ્ત્રી રાજીવ સામે જોતા જોતા યુવતીની સીટની બાજુમા જઇને બેસી ગઇને યુવતીને જુવે છે. યુવતી એ સ્ત્રીને વળગીને ખુબ રડે છે. બસમાં બેઠેલા બધા રાજીવ સામે જોવે છે. રાજીવ એટલો જ ગુસ્સા અને જુસ્સામા છે અને કહે છે કે "હુ અને તમે આપણે સમાજ છીએ.તમે નક્કિ કરો તમારે કેવા સમાજ થવુ છે.?"
રાજીવ એ તો નક્કિ કરી લીધુ શું તમે નક્કિ કર્યુ?
ચેતનભાઇએ મને તેમના વિચારો ઇ-મેઇલથી મોકલેલ અને મને ખુબ જ ગમ્યા આ વીચારોમા મે થોડા મારા વિચારો ઉમેરી એક સરસ ટુંકી વાર્તા લખી છે. જે સમાજ ઉપયોગી પણ નિવડશે. મને ગર્વ છે કે આપણા સમાજમા ચેતનભાઇ જેવા વિચારો ધરાવતા વ્યક્તિઓ પણ છે.