Water in Gujarati Motivational Stories by shreyansh books and stories PDF | પાણી

Featured Books
  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

  • ભાગવત રહસ્ય - 71

    ભાગવત રહસ્ય-૭૧   પરીક્ષિત –કળિને કહે છે-કે- તને-શરણાગતને હું...

Categories
Share

પાણી

સૌરાષ્ટ્ર ના ગઢવી વિસ્તાર માં ધરબાયેલી 750 વર્ષ જૂની આ વાત છે. એક સમય માં પાણી માટે તરસતું અને પાણી માટે મરતું આ રાષ્ટ્ર આજે પાણી થી છલોછલ છે . તેની પાછળ એક બલિદાન છે, એક વ્યથા છે, એક રાષ્ટ્ર માટેના શોર્ય ની કથા છે .જે ક્યાંક ઇતિહાસ ના પન્ના માં ખોવાઈ ગઈ છે.
સૌરાષ્ટ્ર નો રાજા મથુરેશ સિંહ આજે ખૂબ જ વ્યથિત હતો. છેલ્લા 2 વર્ષ થી વરસાદ પડ્યો નહોતો . આ વર્ષે પણ ધરતી કોરી ને કોરી જ રહી હતી.જેથી આ વર્ષ માં પણ વરસાદ ના પડવા ના લીધે ખેડૂતો અને માણસો દુઃખી હતા. રોજ ને રોજ પ્રાણી ના મૃત્યુ , અને કોરી ધરતી એના મન ને બેચેન બનવી રહી હતી.પાણી વગર પોતાની પ્રજા ને ખુશ કેવી રીતે રાખવી એ એને ખબર પડતી નહોતી.તેને પોતાના વિસ્તાર માં રહેલા દરેક મંદિર , દરેક પૂજારી , મૌલવી અને ધાગા ને રસમ કરી પણ પછી પણ ધરતી કોરી ને કોરી .પણ હવે કરવું શું ???? એ એને ખબર પડતી નહોતી.તેનો દિકરો અજિત સિંહ પણ પિતા ની જેમ જ પરોપકારી હતો.
મંત્રી - રાજન સૌરાષ્ટ્ર નો ગઢવી વિસ્તાર આજે પાણી માટે વલખાં મારે છે. પ્રાણી નું તો ઠીક પણ હવે તો માણસો પણ પાણી માટે તરસી રહ્યા છે.આ છપ્પનિયા દુકાળ માં ગઢવી રાજ્ય આમ ને આમ જ ખતમ થઈ જશે.
2જો મંત્રી - જી રાજન, મંત્રી ની વાત બિલકુલ સાચી છે, પૈસા નું મૂલ્ય ત્યાં સુધી જ કામ માં આવે જ્યારે જીવન જીવવા માટે અન્ન , વસ્ત્ર, રહેઠાણ પૂરતા પ્રમાણ માં હોઈ, પ્રજા આજે લાખો રૂપિયા આપવા માંગે છતાં પાણી મળતું નથી.

રાજા - વાત તો સાચી છે. હું આજે રાજ્ય નો તમામ ખજાનો ખુલ્લો મુકુ છતાં પણ પ્રજા ને પાણી આપી શકું તેમ નથી. એક કામ કરો એલાન કરી દો રાજ્યમાં ¡¡¡¡¡¡ ""જો કોઈ પણ આ પાણી ની સમસ્યા થી છુટકારો મેળવી આપશે તેને મું માંગ્યું ઇનામ આપવામાં આવશે ""
લોકો ના મન માં જેટલા પણ ઉપાયો હતા. બધા એ આપવા લાગ્યા.પણ રાજા ને કોઈ પણ સાચો ઉપાય લાગતો નહોતો. ત્યારે એમના એક જ્યોતિષ એમને એક ઉપાય કીધો. જે રાજા ને ગમી ગયો.
એક રાજકુમારી છે કુમબલગઢ ની,નામ છે એનું સુદર્શના .જો એ આ દેશ માં આવે અને જો ગઢવી વિસ્તાર માં એના પગલાં પડે. જો આ ગઢવી વિસ્તાર માં પડ્યા પછી ત્યાંથી પાણી નિકળવા લાગશે .જ્યારે જ્યારે એ આ ગઢવી વિસ્તાર માં એના પગથી જોર જોર થી જમીન પર મારે તો ત્યાંથી પાણી નીકળવા લાગશે. જો એ આ રાજ્ય માં આવે તો આ ધરતી પાણીથી તરબતોર થઈ જાય.પણ , એક સમસ્યા છે .એનો પિતા એ એને લગ્ન કર્યા વગર એને અહીં નહીં મોકલાવે.અને જો એના લગ્ન આપણા રાજકુમાર સાથે થશે તો એનું અને રાજકુમારી નું મૃત્યુ નિશ્ચિન્ત છે.
રાજા વિસ્મય કારક પરિસ્થિતિમાં મુકાઈ ગયા. જો પ્રજા ને બચાવું તો પુત્ર મૃત્યુ પામે ,અને જો પૂત્ર ને બચાવું તો પ્રજા. કરવું શું ????? રાજા ને કંઈ પણ સમજ માં આવતું નહોતું . આખો દિવસ એ ચિંતા માં ને ચિંતા માં બેઠા રહેતાં .આ વાત એમના રાજકુમાર પાસે પહોંચી.રાજકુમાર ને પોતાના પિતા પાસે થી જ સંસ્કાર મળ્યા હતા .હસતા હસતા એ રાજા પાસે ગયો અને પિતાને પોતાના રાજા બનતા પહેલા કરેલી આજ્ઞા યાદ કરાવી.
""" હું મથુરેશ સિંહ આજે એ પ્રતિજ્ઞા કરું છું આજ થી જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પ્રજા માટે જ જીવીશ. મારા પ્રાણ, મારી જિંદગી, મારુ અસ્તિત્વ ફક્ત મારા દેશ માટે હશે.જો જિંદગી માં કોઈ એવી પળ આવશે તો હું મારા પ્રાણ નો પણ ત્યાગ કરી ને પણ રાજ્ય ની અખંડિતતા ને કાયમ રાખીશ. ""
રાજા મથુરેશ ના આંખો માં આંસુ આવી ગયા . આવા પુત્ર મેળવવા બદલ ભગવાન નો ઉપકાર માનવા લાગ્યો.પણ હતો તો પિતા. આંખો માં આંસુ સાથે કુમબલગઢ જવા માટે પોતે દૂત ને રવાના કર્યો.
કુમબલગઢ એક એવુ રાજ્ય જે દરેક રીતે સમૃદ્ધ હતું. અને એની રાજકુમારી જાણે રૂપ રૂપ નો અંબાર, એના રૂપ જેવા જ એના માં ગુણો હતા. દૂત ને જોતા કુબલગઢ ના રાજા આમ્રત્યસેન એ એનો સત્કાર કર્યો.એનું આવવા પાછળ નું પ્રયોજન પુછાવ્યું.
દૂત - રાજન નો જય હો. "" રાજન હું સૌરાષ્ટ્ર નો મથુરેશ સિંગ નો દૂત છું. એમનો એક મહત્વ નો સંદેશ લઇ ને આવ્યો છું. મથુરેશ નરેશ નો એક ના એક રાજકુમાર અજીતસિંગ માટે હું આપની રાજકુમારી સૌભાગ્ય સુંદરી માટે હાથ માંગવા હું અહીં આવ્યો છું.""
રાજન આ વાત સાંભળી ને ખૂબ જ પ્રસન્ન થયો. એમને તાત્કાલિક જ્યોતિષ ને બોલાવી એમને તારીખ નક્કી કરવા કીધું.પણ , જ્યોતિષ ને પણ એ જ વાત કહી.રાજન જો આ લગ્ન થશે તો રાજકુમાર અને રાજકુમારી નું મૃત્યુ નિશ્ચિન્ત છે.પણ એના થી સૌરાષ્ટ્ર નો ગઢવી વિસ્તાર પાણી ની સમસ્યા થી હંમેશ માટે દૂર થઈ જશે. આ સાંભળી રાજા ને મન માં ધ્રાસકો પડ્યો.હવે કરવું શું?????
આ વાત હવે રાજકુમારી પાસે આવી.રાજકુમારી ને ગઢવી વિસ્તાર ની હાલત થી જાણકાર હતી જ. પણ વાત હવે પોતાના જાન કરતા પણ ગઢવી વિસ્તાર ની હતી.જો પોતાના પ્રાણ થકી ગઢવી વિસ્તાર જો પાણી થઈ છલોછલ થતો હોય તો પ્રજા મહત્વ ની છે કે પ્રાણ.પણ પિતા માનશે ખરા????? . પિતા પોતાની દીકરી ને મરવા થોડી દેશે.રાજકુમારી દુવિધા માં હતી.પણ , પ્રજાવાત્સલ્ય માટે પોતાની જાન કરતા દેશ માટે કિંમત વધારે આપતી હતી.તેને લગ્ન માટે મંજુરી આપી દીધી.
પિતા ને પણ આ વાત ની ખબર પડી. પણ સંસ્કારો જ્યાં સાચા હોઈ ત્યાં ખોટી ના પાડે કઈ રીતે. ના ના બીજો કોઈ ઉપાય હશે???? બધી જ રીતે આનાકાની કરી ,પણ છેવટે હતા તો રાજા જ.જેમ પોતાનું રાષ્ટ્ર જો આવી મુસીબત માં હોઈ તો પોતે ના પાડે ખરા, અને સૌરાષ્ટ્ર એ જ્યારે જ્યારે મુસીબત માં કુબલગઢ આવ્યું ત્યારે મદદ કરી જ છે.તો હવે આપણો વારો છે. ??????રાજા એ દિલ પર પથ્થર રાખી ને લગ્ન માટે મંજૂરી આપી દીધી.
લગ્ન નો દિવસ આવી ગયો. રાજમહેલ શણગારી દેવામાં આવ્યો હતો.મહેમાનો આવી ગયા હતા . રાજકુમાર અને રાજકુમારી ના બલિદાન ની વાતો આજે ચારે તરફ થઈ રહી હતી.અને લગ્ન લેવાયા ખૂબ ભારે હૃદય થી રાજકુમારી ને વિદાય કરવામાં આવી. આજે આખું ગામ રડતું હતું . અને લોકો ના મન માં રાજકુમાર અને રાજકુમારી બલિદાન અને ત્યાગ ની વાતો ચારે તરફ ફેલાઈ હતી.
લગ્ન કરી ને રાજકુમારી સૌરાષ્ટ્ર માં આવી ત્યાં પ્રજા ખૂબ હર્ષોઉલાસ થી એમનું સ્વાગત કર્યું.અને પછી રાજકુમાર અને રાજકુમારી નો મહેલ માં પ્રવેશ થયો.રાતનાં શયન મંડપ માં બને જણાં એક બીજા ના પ્રેમ અને બલિદાન ની વાતો કરતા આંખો મીંચી ને સુઈ ગયા.
સવાર માં જ્યારે એમને ગામ માં તે લોકો ફરવા ગયા ત્યારે એક અજીબ ગરીબ ઘટના બની એ લોકો જ્યારે ગામ ના એક મધ્ય ભાગ માં આવ્યા ત્યારે રાજકુમારી ને એક જગ્યા પર જોર થી પગ મારવા કહ્યું ત્યાંથી અચાનક જ જોર જોર થી પાણી નીકળવા લાગ્યું . આ જોઈ ને લોકો ના આશ્ચર્ય નો પાર ના રહ્યો. પછી જ્યાં જ્યાં રાજકુમારી પગ માર્યા ત્યાં ત્યાં પાણી ની નહેરો નીકળવા લાગી. અને ત્યારથી પાણી ની સમસ્યા ગઢવી વિસ્તાર હંમેશા હંમેશા માટે દૂર થઇ ગઇ.
બે દિવસ પછી જ્યારે રાજકુમારી પોતાના ઘરે રસમ નિભાવવા માટે જવાનું થયું. પણ આજે કુદરત ને કંઈક અલગ જ મંજુર હતું. રાજકુમારી સૌરાષ્ટ્ર માં થી જંગલ ના રસ્તા માંથી વિદાય લઈ રહી હતી.ત્યારે વન ના જંગલ માંથી જ્યારે જતા હતા ત્યારે અચાનક એમના પર ચોરો એ હુમલા કર્યો .સૈન્ય સાથે જ હતું પણ ચોરો ની સંખ્યા ઘણી વધુ હતી .રાજકુમાર સાવધાન થઈ ગયો . આવા અચાનક થયેલા હુમલા નું પ્રતિઉતર કેવી રીતે આપવો . એ એને ખબર હતી . અને પછી એક પછી એક હુમલા થવા લાગ્યા. ઘણી બધા ચોર એમના પર હુમલો બોલી દીધો એવા સમય અચાનક એક તલવાર થી રાજકુમાર ઘાયલ થઈ ગયો. હવે વાત રાજકુમારી ની ઈજ્જત ની હતી. એને ખબર નહોતી કે હવે શું કરવું. ???? રાણી ને ત્યારે જ એક જ ઉપાય યાદ આવ્યો . તેને નીચે ઉતરી ને જોર જોર થી પગ જમીન પર મારવા નું ચાલુ કરી દીધું . ચોર ને કંઈક સમજ આવે એની પહેલા જમીન માંથી જોર જોર થી પાણી ન ધોધ નીકળવા લાગ્યા. અને કોઈ સમજે એની પહેલા રાજા રાણી અને ચોર સહિત આખી જગ્યા પાણી માં ડૂબી ગઈ . અને કહેવાય છે આ જગ્યા આજે પણ પાણી થઈ છલોછલ છે પણ એક બલિદાન છે જે ક્યાંક ઇતિહાસ ના કાગળ માં ખોવાઈ ગયો છે.